Dil ka rishta - 7 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 7


( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના લગ્ન થાય એવું ઈચ્છે છે. વિરાજ અને આશ્કા પણ એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરીને લગ્ન માટે રાજી થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )

ઢળતી સાંજે એ લોકો સુરત પહોંચે છે. વિરાજે આશ્રમનાં મેનેજરને ફોન કરી દીધો હોય છે. એ લોકો સૌથી પહેલાં આશ્રમ જ જાય છે કેમ કે તેઓની ગાડી પણ ત્યાં જ હોય છે. ત્યાં પહોંચતાં જ બધાં બાળકો આશ્કા અને વિરાજને વિટળાઈ વળે છે. વિરાજ પણ તેઓ સાથે થોડી મસ્તી કરે છે.

આશ્રમની એક વડીલ એમને અહીં જ જમીને જવાનું કહે છે. અને એમનાં આગ્રહને તેઓ ટાળી નથી શકતાં. મેનેજર એમનાં માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવાનું કહે છે. પણ વિરાજ અને સમર્થ બંને બીજાં સદસ્યો સાથે ભોજનગૃહમાં પંગતમાં બેસીને જ જમવાનું કહે છે. કાવેરીબેનની તબીયતને ધ્યાનમાં રાખીને એમને એક રૂમમાં પલંગ પર જ જમવાનું પીરસવામાં આવે છે. આશ્કા એમનું ધ્યાન રાખી રહી હોય છે.

કાવેરીબેન જમી લે છે અને આશ્કાને પણ જમવાનું કહે છે. અને એ પણ ભોજનગૃહમાં જાય છે. ત્યાં પહોંચતાં જ એની સાથેની બીજી છોકરીઓ એને ઘેરી વળે છે અને કહે છે, છુપી રુસ્તમ તારા લગ્ન નક્કી થઈ ગયાં અને તું અમને કેહતી પણ નથી. આશ્કા આશ્ચર્યથી એમની તરફ જુએ છે. એની નજર એની સાથે હોસ્પિટલમાં રોકાયેલ બહેન પર જાય છે અને એને સમજાય જાય છે કે એમણે જ આ વાત આ લોકોને કહી છે.

આશ્કા : અરે મને મોકો જ ક્યાં મળ્યો કંઈક કેહવાનો. તમે તો જુઓ છો કેટલી દોડધામ થઈ ગઈ હતી.

બધી સખીઓ સાથે બેસીને આશ્કા પણ જમતી હોય છે. અહીં પણ બધાં બાળકો વિરાજ અને સમર્થની સાથે જ બેસેલા હોય છે. એક બાળક વિરાજને સર કહીને બોલાવે છે ત્યારે એક છોકરી એ છોકરાંને કહે છે, હવે તો વિરાજ સર અને આશ્કા દીદીની શાદી થવાની છે તો બહું મજા આવશે. આશ્કા એકદમ ચોંકી જાય છે અને વિરાજની સામે જુએ છે. વિરાજ પણ એની તરફ જ જોતો હોય છે. આશ્કા એની નજર નીચી કરી દે છે. બધાં છોકરાંઓ ખુશ થઈને તાળીઓ પાડવા લાગે છે.

જમીને વિરાજ અને સમર્થ કાવેરીબેન પાસે જાય છે. ત્યાં તેઓ બીજા ટ્રસ્ટીઓ અને મેનેજરને પણ બોલાવે છે. બધાંના આવતાં કાવેરીબેન એમને વિરાજ અને આશ્કાના મેરેજના નિર્ણય વિશે કહે છે. તેઓ બધાં પણ એમનાં એ નિર્ણયને વધાવી લે છે.
મેનેજર કહે છે, અમારી આશ્રમની છોકરીને જો તમે તમારા ઘરની વહુ બનાવવા માંગતા હોય તો એથી વિશેષ શું હોય. પણ શું આશ્કા આના માટે રાજી છે ? તમે ખોટું ના લગાવતાં પણ આશ્રમની દરેક છોકરીને મે પોતાની દિકરી તરીકે રાખી છે. તો હું એ ઈચ્છું છું કે તેઓ પોતાનાં જીવન અંગેનો નિર્ણય પોતાની મરજીથી લે. એમને એવું બિલકુલ ના લાગવું જોઈએ કે, એમના માતા-પિતા નથી તો એમને એમની મરજીથી જીવવા નહી મળશે.

કાવેરીબેન : હું તમારી વાત સમજું છું. અને તમારી સોચ માટે તમને અભિનંદન પણ પાઠવું છું. સાચે તમારા જેવાં પાલક હોય તો કોઈ પણ અનાથઆશ્રમની છોકરીને અનાથ જેવું નહીં લાગે. અને એમને એમનાં માતા-પિતાની કમી પણ મેહસુસ ના થાય. અને અમે આશ્કાની મરજી પૂછી જ લીધી છે. અને એને પણ કોઈ એતરાઝ નથી.

મેનેજર : વાહ સરસ. એ તો ખૂબ સારી વાત કહેવાય તો પછી આમાં વિચારવા જેવું કંઈ છે જ નહી આજથી અમારી આશ્કા તમારી થઈ.

કાવેરીબેન : ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હું ચાહું છું કે આ લગ્ન જેમ બને તેમ જલ્દી થઈ જાય. મારી તબિયત પણ હવે સારી રેહતી નથી તો હું જીવતે જીવ મારા દિકરાને એના જીવનમાં આગળ વધતો જોવાં માંગુ છું.

વિરાજ : ઓઓઓઓ મમ્મી.. આ કેવી વાતો લઈને બેસી ગયા. હજી તો તમારે કેટલું જીવવાનું છે. અને આ જલ્દી મેરેજનું શું છે. તમારી હેલ્થ સ્ટેબલ થાય પછી જ હું મેરેજ કરીશ.

સમર્થ : હા આન્ટી... હજી તો તમારે વિરાજના છોકરાં પણ રમાડવાના છે.

કાવેરીબેન : હા એ વાત સો ટકા સાચી. પણ તમારે બધાએ મેરેજની તૈયારીમા સાથ આપવો પડશે.

સમર્થ : હા હા આન્ટી એ પણ કોઈ પૂછવાની વાત છે. અને બધાં એની હા મા હા મિલાવે છે.

થોડી ઘણી આમતેમની ચર્ચા કરીને બધાં છૂટાં પડે છે. આશ્કા કાવેરીબેનને મળવાં આવે છે અને કહે છે,

આશ્કા : માસી તમારી તબિયત સંભાળજો.

કાવેરીબેન : એની નજીક જઈને એના કાન પકડે છે અને કહે છે, તને કહ્યું ને કે હવે હું તારી માં જ છું મને મમ્મી જ કહેવાનું છે.

આશ્કા : હસતાં હસતાં કાન છોડાવે છે, અને કહે છે, sorry.. sorry... mummy... હવેથી નહી ભૂલું. અને બંને મા-દીકરી ગળે મળે છે.

ગાડીમાં બેસતાં વિરાજ આશ્કા તરફ જુએ છે અને બધું બરાબર થશે એવો ઈશારો કરી બધાંની વિદાય લે છે.

~~~~~~~~

બીજે દિવસે વિરાજનો આંખો દિવસ એકદમ વ્યસ્ત રહે છે. બે દિવસની રજાના કારણે કોઈને એ દિવસની એપોઈમેન્ટ નહીં આપી હોવાથી આજે પેશન્ટનો ખૂબ ધસારો હોય છે. બપોરે જમવાની પણ ફૂરસદ નથી હોતી. આજે આખો દિવસ એને મોબાઈલ ચેક કરવાનો પણ સમય નહી મળ્યો હતો. બધાંને તપાસીને જ્યારે રિલેક્સ થાય છે ત્યારે હાથમાં મોબાઈલ લે છે. અને જુએ છે તો વ્હોટસેપ ગૃપમાં મેસેજનો ઢગલો હોય છે. વિરાજ, રાહુલ, સમર્થ અને વિક્રમનું એક વ્હોટસેપ ગૃપ હોય છે. અને આજે એ ગૃપમાં જ મેસેજનુ ઘોડાપુર આવેલું હોય છે.

Actually સમર્થે વિરાજ અને આશ્કાના મેરેજના ન્યુઝ સવારમાં જ ફેલાવી દીધાં હોય છે. અને બધાં એટલે જ વિરાજની ઉડાવી રહ્યા હોય છે. વિરાજ એક પછી એક મેસેજ વાંચે છે. કેટલાક મેસેજ વાંચીને તો એને હસુ પણ આવી જાય છે. એ વિચારે છે કે આ બધાંને જવાબ આપતાં તો રાત પડી જશે એના કરતાં તો બધાંને એક જગ્યા પર બોલાવી લઉં અને શાંતિથી એમનાં સવાલોના જવાબ આપીશ. અને એ મેસેજમાં CCD માં મળવાનું કહે છે.

સાંજે બધાં CCD માં ભેગાં થાય છે. વિરાજ ના પહોંચતા જ બધાં એની પર તૂટી પડે છે.

રાહુલ : વાહ તું તો છૂપો રુસ્તમ નિકળ્યો. ક્યાં ફરવા ગયો અને ક્યાં છોકરી પસંદ કરી આવ્યો.

વિરાજ : ના યારો એવું કંઈ નથી.

વિક્રમ : હા હા અમે બધું જ જાણ્યે છે. ચાલ પહેલાં એ કહે ક્યારથી ચાલે છે આ બધું. અહીં આશ્રમમાં જ પસંદ કરી લીધી હતી કે પછી આબુના વાતાવરણનો જાદુ ચાલ્યો.

વિરાજ : અરે આ શું કહો છો તમે. આ બધું એકદમ અચાનક થઈ ગયું તમે સમર્થને પૂછો ત્યાંની પરિસ્થિતિ. અને તમે તો જાણો જ છો હું રાહી સિવાય કોઈના વિશે વિચારી પણ ના શકું. આ તો મમ્મીની તબિયત અને આશ્કાનો એમની સાથેનો બોન્ડ જોઈને મે હા કહી. એમ પણ મે મમ્મીને કંઈ વિશેષ ખુશી નથી આપી શક્યો. તો એમની આ ઈચ્છા તો પૂરી કરી જ શકું.

રાહુલ : અરે યાર અમે સમજીએ છે. અમે તો ખાલી તારી ટાંગ ખેંચતા હતાં. બાકી સમર્થે સવારે જ અમને બધી વિગત જણાવી દીધી હતી.

વિક્રમ : પણ સાચું કહું તો યાર આશ્કા ખૂબ જ સારી અને સમજું છોકરી છે. મને પૂરો વિશ્વાસ છે તમે બંને ખૂબ ખુશ રેહશો.

વિરાજ : હા સાચે આશ્કા ઘણી સમજદાર છોકરી છે. મે એને રાહી વિશે કહ્યું તો એણે એને ખૂબ જ સહજતાથી લીધી.

રાહુલ : યાર આપણાં ચારમાંથી બે જણ બાકી હતાં ઘોડીએ ચઢવા માટે. સમર્થે તો પેહલેથી જ છોકરી પસંદ કરી લીધી હતી. હવે તારું પણ નકકી થઈ ગયું હવે બધાં એક જ કેટેગરીમાં આવી જશુ પછી મજા આવશે.

સમર્થ : ના હો.. મારે તો હજી વાર છે હજી કાવ્યાનુ MS કમ્પલીટ થશે પછી જ મારો નંબર લાગશે. એટલે હવે તો વિરાજનો વારો છે.

વિક્રમ : હા હવે વિરાજનો વારો બહું મજા આવશે.

વિરાજ :અરે મજા આવશે ત્યારે આવશે અત્યારે તો મારે નિકળવું પડશે. મમ્મીને દવા આપવાનો સમય પણ થઈ ગયો છે.

અને બધાં બીલ પે કરીને છૂટાં પડે છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

મિત્રો સ્ટોરી પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો.

Tinu Rathod - Tamanna