Thar Marusthal - 28 books and stories free download online pdf in Gujarati

થાર મરૂસ્થળ (ભાગ-૨૮)

મિલન તેની જગ્યા પરથી ઉભો થયો.બધાને સંભળાય તે રીતે જોરથી બોલ્યો હું અહીંથી હવે એકલો જ આગળ જઈ રહ્યો છું.કોઈ મારી સાથે આવવા ત્યાર છે.જો હોઈ તો "હા' કહે.બધા જ મિલન સામે ઘુવડની જેમ તાકી રહ્યા પણ કોઈ કઈ બોલ્યું નહિ અંતે માધવી બોલી શું મિલન તું મને પણ એકલી આ રેગીસ્તાનમાં મૂકીને વહી જશ.મને તારું વચન યાદ છે હજુ પણ,તે મને કહ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિમાં હું તારો સાથ માધવી નહિ છોડું.આજ આ રીતે મુત્યુંના મો માં મને એકલી છોડીને તું કેવી રીતે જઈ શકે?

*****************************************

કેમકે માધવી તમે મનથી બધા થાકી ગયા છો.તમારા માં હજુ પણ આગળ જવાની શક્તિ છે.તમે બે પગે ન ચાલી શકો તો બે પગ અને બે હાથ વડે આગળ ચાલીને આગળ વધો.જો તમે આગળ નહિ ચાલો તો તમારું મુત્યું નિશ્ચિત અહીં છે,જ.પણ તમે થોડું આગળ ચાલશો તો કોઈ ગામ પણ આવી શકે છે અને પાણી પણ તમને મળી શકે છે.

હા,મિલન હું તારી વાત સાથે સહમત છું.હું બે હાથ અને બે પગ વડે ચાલતા ચાલતા આ રેગીસ્તાનમાં આગળ વધીશ.હા,અમે પણ તમારી સાથે આ રીતે આગળ વધીશું.બધા એ ફરી સફર શરૂ કરી મિલન આગળ આગળ ચાલી રહ્યો હતો અને પાછળ પાછળ બધા ચાર પગે ચાલીને આવી રહ્યા હતા.

સાંજ પડવાને હવે થોડીજવાર હતી.થોડું થોડું અંધારું થઈ રહ્યું હતું.ત્યાં જ કવિતા એ પાછળથી રાડ નાંખી
બધા જ ઉભા રહી ગયા.મિલન દોડીને જીગર અને કવિતા પાસે ગયો.જીગર બે ભાન થઈ ગયો હતો.
કવિતા મોટે મોટેથી રડી રહી હતી.

મિલન જીગરની તપાસ કરી રહ્યો હતો.જીગરને કહી થયું તો નથીને ત્યાં જ જીગરના હાથ પર મિલની નજર ગઈ કોઈ ઝેરી સાપે ડંખ માર્યો હોઈ એવું લાગી રહ્યું હતું.મિલને હાથ લઈને જીગરના ધબકારાની તપાસી કરી પણ અફસોસ જીગરનું ઝેરી સાપ કરડવાથી એ જ ઘડી એ મુત્યું થયું હતું.

કવિતા મોટે મોટેથી રડી રહી હતી.જીગરને થોડે દુર એક સારી જગ્યા પર ખેંસીને લાવીયા.બધા તેની આજુબાજુ જ બેસી ગયા કેમ કે ઉપર સમડી અને બાજ કયારે આવીને જીગરના મૂર્ત દેહને વીંધી નાખે તે કહેવું મુશ્કેલ હતું.

કવિતાના રડવાના અવાજ રેગીસ્તાનમાં ચારેય તરફથી આવી રહ્યા હતા.કવિતાને બધા શાંત કરી રહ્યા હતા.બધા જ દુઃખ ભર્યા ચહેરા સાથે બાજુમાં બેઢા હતા.કોણ કોને સાંત્વના આપે તે કહેવું પણ હવે મુશ્કેલ હતું.આઠ માંથી મહેશ,અવની અને જીગર
ત્રણના મુત્યું થઈ ગયા હતા.
કવિતા,સોનલ,મિલન,માધવી અને કિશન મરતા મરતા થાર રેગીસ્તાનમાં જીવી રહ્યા હતા.તે જાણતા હતા કે અમારું પણ મુત્યું આજ રીતે થવાનું છે.

રાત થઈ ગઈ હતી આજુબાજુ કઈ દેખાય રહ્યું ન હતું.આ વિસ્તારમાં થોડી બધાને આજ ઠંડી લાગી રહી હતી.પેટમાં પાણી માટે ઉંદર બોલી રહ્યા હતા.માધવી અને સોનલ મિનિટે મિનિટે પાણી પાણી બોલી રહ્યા હતા.કયારે કોનો જીવ શરીર માંથી વહી જાય તે કહેવું હવે મુશ્કેલ હતું.

"પાણીની થોડી તરસ હતી અને સામે આખું રેગીસ્તાન પડ્યું હતું.પણ આ જિંદગી કેવી કમાલની છે.એક પાણીના બુંદની શોધમાં આ રેગીસ્તાને અમારા મોતનું કબ્રસ્તાન બનાવી લીધુ હોઈ એવું આજ લાગી રહયું હતું.

કવિતા થોડી શાંત થઈ.કવિતા જીગરના ગયા પછી એક શબ્દ પણ બોલી ન હતી.શાંત થઈને રેગીસ્તાની રેતીમાં સુતા સુતા ટમટમતા ઉપર તારા જોઈ રહી હતી.એ તારાને જોઈને મનમાં ને મનમાં કહી રહી હતી
જીગર આપણે લગ્નની પહેલી રાત્રી અગાશી પર ગયા હતા.ત્યારે જીગર તે મને કહયુ હતું કે જો કવિતા હું તારી પહેલા મુત્યું પામું તો હું હમેશા તને એક તારો બની તને ખૂબ પ્રેમ કરીશ.તારો બની તને હંમેશા માટે ઉપરથી જોશ મેં પણ તેને વચન આપ્યું તું કે હું પણ તને એક તારો બનીને જોશ.આજ તે મને આ અંધારમાં રેગીસ્તાની રેતી પર આળોટતી મને જોય ને તે રડી રહ્યો છે.તે મને કહી રહ્યો છે,હું તારી મદદ ન કરી શક્યો કવિતા મને માફ કરજે.

કવિતા ઉભી થઇ જીગરનો મૂર્ત દેહ તેની બાજુમાં જ હતો.તેની પાસે આવી જીગરના કાનમાં કહ્યું જીગર મને માફ કરજે આપણા લગ્ન જીવનમાં મારી કોઈ ભૂલ થઈ હોઈ તો.વાત કાનમાં કહીને તે ફરી જીગરની છાતી પર ઢળી પડી અને રડવા લાગી રાત હજુ પણ સુમસાન હતી.થોડે દુર આજ પણ ભયાનક અવાજ આવી રહ્યા હતા.કોઈ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે સબંધ બધાંતો હોઈ અને સ્ત્રી જોર જોરથી રાડો પાડી પીડા સહન કરતી હોઈ તેવા દૂર દુરથી અવાજ ચારેય બાજુથી આવી રહ્યા હતા.

બધી બાજુ અંધકારમાં બધા લથપથ પડયા હતા.કોઈ હવે શરીરથી ઉભું થઈ શકે તેમ ન હતું.બધાને ભૂખ અને તરસ કડકડતી લાગી હતી.જો આજે કઈ ખાવા ન મળ્યું તો બધાનું મોત નિશ્ચિત હતું.આગળ ચાલવા માટે પેટમાં કઇ પણ નાખવું જરૂરી હતું.આ રેગીસ્તાન ના વિસ્તારમાં કોઈ જગ્યાએ લીલી વનસ્પતિ પણ દેખાય રહી ન હતી ચારેય બાજુ રેતી જ દેખાય રહી હતી.આજ મિલનની અંદર પણ હવે શક્તિ રહી નોહતી ક્યાં સુધી શરીરને પાણી અને અન્ન વગર ચાલે
એ પણ કાળઝાળ માથે ગરમી.

ઇશ્વર જીવની પરીક્ષા લઇ રહ્યાં હતાં પણ આ પરીક્ષામાં અમે આજ ફેલ થઈ રહ્યા હતા.બધાનું
મુત્યું હવે નજીક હતું.બધા જ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા પણ આ થાર રેગીસ્તાનમાં ઈશ્વર પણ આવીને ભૂલો પડે તેવી જગ્યા પર અમે બધા આવી ગયા હતા.

સવાર પડી ગઈ હતી.પણ કોઈ હજુ આગળ જવાનું નામ લઇ રહ્યું ન હતું.મિલન રેગીસ્તાની રેતી થોડો ટેકો લઈ ઉભો થયો.બધા મિલન સામે જોઈ રહ્યા બધાને ડર હતો કે મિલન અહીંથી આગળ એકલો ચાલવા ન લાગે.પણ તેનાથી અલગ જ મિલને વિચાર કર્યો પેટનો ખાડો પુરવા.

આપણી પાસે ખાવાની એક વસ્તું છે.બધાને ચેહરા પર થોડું હાસ્ય આવ્યું.માધવી એ તો કહી પણ દિધું કે અત્યાર સુધે કેમ તે કોઈને આપયું નહી?

કવિતા મને માફ કરજે મારા જેવો મૂર્ખ આ દુનિયામાં કોઈ નહીં હોઈ પણ જીવતા રેહવા માટે પેટમાં કંઈક તો નાખવું જ પડશે અત્યારે આપડા પાસે આ
જીગરનું શરીર છે.જો તેના શરીરના ટૂકડા કરી આપડે
ખાયે તો આપણા શરીરમાં થોડી શક્તિ આવશે.હવે જીવતા રેહવા માટે આ એક જ વિકલ્પ આપણી પાસે છે.જો આપણે જીગરના શરીરના ટુકડા કરી નહીં ખાઇએ તો આ માંથે રહેલ સમડી અને બાજ વીંધીને ખાય જશે.

કવિતાના શરીરમાં શક્તિ ન હતી તો પણ તે ઉભી થઇ અને મિલને એક ગાલ પર ચડાવી દીધી.મિલન તે મારો પતિ છે.મારે સામે જ તમને ટુકડા કરી કેમ ખાવા દવ.
અને એ તારો ખાસ મિત્ર પણ હતો.

હા,કવિતા એ મારો ખાસ મિત્ર પણ હતો અને તારો પતિ પણ હતો પણ હવે તે બે માંથી એક પણ નથી એ તારે સમજવું જોઈએ.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup