Love ?? books and stories free download online pdf in Gujarati

પ્રેમ ?

પ્રેમ ??
સમય જતાં ક્યાં વાર લાગે છે જિંદગીને બદલાતા ક્યાં વાર લાગે છે પણ જ્યારે આગળ પહોંચીએ ત્યારે ભગવાન સામે જોવે અને પ્રેમ સાથે મળાવે બસ એ જ પ્રેમ !

પ્રેમની જરૂર અહીંયા કોને નથી ?
પ્રેમ માટે જીવનમાં કોણ નથી તરસતું ?
છતાં પણ પ્રેમ કરવા વાળા એકલા જ છે.

સાચો પ્રેમ કોણ ?
અત્યાર ની માણસ પ્રેમનું નામ આપી ને સમય પસાર કરી રહીયો છે ઉપયોગ કરી રહીયો છે,
સમય ને પસાર કરવા પ્રેમ થાય છે બહાનું ઘરનું બનાવી પ્રેમને મૂકવામાં આવે છે !

શું આ છે પ્રેમ ?
નહિ આ પ્રેમ નથી !
તો પ્રેમ શું છે ?
💞
પ્રેમ તો એક દિશા છે જે સત્ય કહે છે જે ધ્યાન રાખે છે જે આપણી કદર કરે છે આપણા સાથે રહે છે આપણા દુઃખો ને હરણ કરે છે
ટૂંકમાં તો હું એટલું જ કહું છું ભગવાન નું બીજું રૂપ જો માં બાપ હોય તો ભગવાન નું ત્રીજું રૂપ એટલે પ્રેમ છે.

પ્રેમને ક્યારેય કહાની ના બનાવો પણ પ્રેમની સાથે રહીને એક તમારી જ કહાની બનાવો ઇતિહાસ બનાવો.

પ્રેમ માત્ર bf gf નો નથી હોતો દરેક સબંધ ની અંદર આ પ્રેમ છે અને એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે પણ લોકો મરે છે છતાં પ્રેમ પ્રાપ્ત નથી થતો
માણસ પ્રેમને પ્રાપ્ત કરવા માટે હજારો રસ્તા અપનાવે છે પણ માણસ ખુદ પ્રેમ નથી કરતો અને પ્રેમની આશા રાખે છે
અને જ્યારે સામે વાળા ને પ્રેમની ખબર પડે અને એના દિલથી પ્રેમ બહાર આવે બસ ત્યારે જે પ્રેમ કરનાર વ્યક્તિ છે એ સાથ મૂકી દે છે કારણ કે એને લાગે છે કે હવે પ્રેમ પ્રાપ્ત નહીં થાય,

પ્રેમ માટે ક્યારેય ભગવાન પાસે ના માંગો કારણ કે ભગવાન ઈચ્છા પ્રગટ નથી કરતો ઈચ્છા ને હમેશાં આપણે પ્રગટ કરીએ છીએ માટે તમારા પ્રેમ માટે ભગવાનને જવાબદાર ન સમજો તમે પ્રેમ કર્યો છે તો તમે સાથ આપો વચ્ચે થી મૂકવાનું ભગવાન તો નથી કહેતા ને ?
કારણ કોઈ પણ હોય સાથ આપવા વાળા મરવાના મોઢા થી બહાર કાઢી ને સાથ આપે છે અને મૂકવા વાળા તમારી એક ભૂલ થી પણ મૂકી ને ચાલ્યું જાય છે.
કોઈ મૂકી ને ચાલ્યું ગયું હોય અને પાછું આવે છે તો એવ્યક્તિ ત્યારે જ પાછો આવે છે જ્યારે એને તમારા પ્રેમનો અનુભવ થયો હોય એ તમારા માટે તડપ્યો હોય.
એનો સ્વીકાર કરો કેમ કે પાછો આવ્યો છે તો તમને સમજી શક્યો હસે તો જ આવ્યો હસે માટે સ્વીકાર કરો પ્રેમનો.

પ્રેમની શરૂઆત તો મહાદેવ જી થી થઇ છે.
મહાદેવને પણ જે જોતું હોય એ મળી જાય છે
છતાં પણ મહાદેવજી એ પાર્વતી માતાજીની લાખો વર્ષો રાહ જોઈ હતી
પિતાનું કારણ બતાવનાર જરાક પાર્વતી માતાજી સામું જોવો કારણ કે પાર્વતી માતાજી ખુદ એના પિતાના ના કહેવા પર મહાદેવજી ને પસંદ કર્યા હતા.
રાજી તો પાર્વતી માતાજીના મમ્મી પપા ના હતા છતાં લગ્ન તો પાર્વતી માતાજી એ એમના પ્રેમ સાથે જ કર્યા હતા ને..

પ્રેમ કરવો હોય ને તો સાથ દેવાની તાકાત હોઈને તો જ કરો
કારણ કોઈ પણ હોય બાપ નું કારણ બતાવવાનું હોય તો પ્રેમ પાસે આવ્યો હોય તો એને કહી જ નહિ કે તમે પ્રેમ કરો છો જવાદો તો પ્રેમ ને.
અને સાથ દેવાની પૂર્ણ તાકાત હોય ને તો જ પ્રેમ કરો નેતર ખોટા નાટકો ના કરો.

પ્રેમને માણસ હંમેશા આવી રીતે જ જોવા માંગતો હોય છે
મારો પ્રેમ જેને હું આવી રીતે જોવા માંગુ છું,
જેની સાથે હસી મજાક અને ધ્યાન રાખવા માંગુ છું
એમને ખૂબ પ્રેમ આપવા માંગુ છું.

દુનિયાનો અલગ પ્રેમ,જીવવાની સાચી મજા કરાવતો મારો અનમોલ પ્રેમ,બધા કરતાં વધારે મારું ધ્યાન રાખનાર મારો પ્રેમ,દુનિયાની ભીડમાં જ્યારે કોઈ સામે ના જોયું ત્યારે સ્વીકાર કરતો મારો પ્રેમ,જરૂર વખતે બધાએ સાથ મૂક્યો પણ જે નીડરતા થી મારા સામે ઊભો રહી મને લડતા શીખવ્યું એ મારો પ્રેમ દુનિયાનો અલગ એવો એ મારો પ્રેમ
દુનિયાના તમામ પડમાં એના સાથે ઊભો રહેવા માંગુ છું
કઠણાઇ ભલે દેખાતી માર્ગમાં પણ સાથ હું એનો આપવા માંગુ છું.,
જીવન ભલે રહ્યું ભગવાનના હાથે પણ એના હાથ માં જ મારો મારા હાથ ને જોવા માંગુ છું.
તેમની દરેક નાની નાની વાતો ને હું સમજવા માંગુ છું
એમના ભૂતકાળને હું જોવા માંગુ છું
એનો સાથ મરતા શ્વાસ સુધી આપવા માંગુ છું કેમ કે હું એને પ્રેમ કરું છું હું એને પ્રેમ કરું છું.
WAITING MY PARTNER..