Hu ane mara Ahsaas - 1 books and stories free download online pdf in Gujarati

હું અને મારા અહસાસ - 1

હું અને મારા અહસાસ

હૈયું દુખી કર ના સંજોગો બદલાશે,
વાટ જોને આજની પણ કાલ પડવાની.

-------------

સુખ ની શોધ ચારેબાજુ કર્યા કરી નાહક
શોધતાં'તા જે બહાર તે અંદર પડયું હતું.

-------------


વાદળો માંથી જ્યાં સુરજ નીકળે ,

મુખડું જોઈને તે મલકાય છે.

-------------

વાય છે
પોતે જ પોતાનું
અજવાળું બનો

-------------

ક્યારેક
સંભળાવી દેવાં
કરતાં
સંભાળી લેવું
સારુ
તેનાથી
સંબંધો
પ્રેમ, શાંતિ, મીઠાશ
અને
હળવાશ
આજીવન જાણવાઇ
રહેશે.

-------------


ઊડવા માટે ખુલ્લું આકાશ આપીતો જો,
ને પતંગો ની ઉંચી ઉડાન માપીતો જો.

-------------

ચંદ્ર અને ચાંદની ના જેવો,
તારો ને મારો - આપણો સાથ.

-------------

સ્નેહ ના રંગો વડે રંગો મને,
પ્રેમ ના રંગો વડે રંગો મને.

ભીંજવીને ભીંજવા તન મન
પ્રીત ના રંગો વડે રંગો મને.

હાસ્ય ની સજાવટ થી ચહેરો શણગારો

-------------

દૂરતાં તન થી ભલે હોય, મન થી એક જ હોય.

-------------

ઘણાં વખત એ બાળકો
ને મેદાન માં
રમતાં જોયાં
મન પ્રફુલ્લિત થઈ ગયું.
મૌસમ
પણ આજ તેમનો સાથ આપ્યો
અને
વાતાવરણ ખીલી ઊઠ્યું.

-------------

તમારી ખુશી નું
બટન
બીજા કોઈના
હાથમાં
ના
આપશો

-------------

બધું મૂકી ને
ક્યાંક ભાગી
જેવું એટલું
સરળ હોત
તો સારું

-------------

લાગણી બહુ તરફડે છે
રાત બિચારી રડે છે

હાથની રેખાઓમાં જુઓ
સામટા ગ્રહો નડે છે

તું પહેલો તું પહેલી
અંદરો અંદર લડે છે

-------------


સેન્ટ આપણે જે છીએ અને
જેવાં છીએ તે
દુનિયા માં
બે જ વ્યક્તિ
આપણ ને સ્વીકારી
શકે તે છે આપણાં
માં - બાપ
જેને કહેવાય સાચો પ્રેમ.

-------------

એમ પૈસા કમાવા સહેલા છે
ને પછી ખર્ચવા પણ સહેલા છે


હોય તો દુખ ને ના હોય તો દુખ
મૂળ કંકાસ નું એને કહેલા છે

-------------

વ્યસન મુક્તિ
માં
એક નામ
નો
ઉમેરો થયો
મોબાઇલ મુક્તિ.
મોબાઇલ બંધાણી
ને
મોબાઇલ વ્યસન મુક્તિ
માટે ના
સેન્ટરો
ખુલશે
અને લોકો
તેમાં જશે.

-------------

ભાગ્ય નાં ખેલ છે બધાં,
બાકી મહેનત તો કરે બધાં.

-------------

માં-બાપ
સંતાનો
ના
ATM
બની ને
રહી ગયાં
છે

-------------

કશુંક ઠોળાઈ રહ્યું છે કશામાં,
જઈ રહ્યું છે બધું જ નશામાં.
લોકો સમજે છે કે, છે અવદશામાં,
ક્યારેક તો ફરક પડશે તેની દશામાં.

-------------

સમજે એ સ્વજન
અને
સ્વીકારે એ પ્રિયજન

-------------

ફરી નિશાળે જવું છે.

-------------

ફરી નિશાળે જવું છે

નિર્દોષ આનંદ કિલ્લોલ કરવા
ફરી નિશાળે જવું છે.

ફરી નિશાળે જવું છે.
નિ - સ્વાર્થ દોસ્તી પામવા
ફરી નિશાળે જવું છે.

ફરી નિશાળે જવું છે

છેલ્લી બેચ પર
બેસી, બ્લેક બોર્ડ ને
ચોક નો નિશાનો
બનાવો છે.
ચાલ ને ફરી નિશાળેજવું છે.

ફરી નિશાળે જવું છે.

ઈતિહાસ ના
પિરિયડ માં છેલ્લી બેચ પર
માથું ઢાળી ને જે ઉઘવા મઝા
આવતી તે ઠંડા એર કન્ડિશન
માં પણ નથી આવતી
ફરી નિશાળે જવું છે.

શિક્ષક વગર ના
ક્લાસ માં
તોફાન મસ્તી
કરવાં
ફરી નિશાળે જવું છે.

સંગીત ના
પિરિયડ માં
આરામ થી ઉઘવાં
ફરી નિશાળે જવું છે.

-------------

ડૂબવા દે મને આંખમાં રોક નહીં
પ્રેમની મીઠડી વાતમાં ટોક નહીં.

જ્યાં કદર હોય ના સાચ જૂઠાની ત્યાં,
લાગણી ઓ પરાણે હવે થોક નહી.

-------------

પ્રેમ તારો પામવો છે ઓ પ્રિયે,
હૈયા માં તું રાખવો છે ઓ પ્રિયે.

જામ ખાનામાં સુરાની સુરખીનો,
સ્વાદ મીઠો ચાખવો છે ઓ પ્રિયે.

આજ નો રોમાંચ અનુભવ જોઇને,
પ્રેમ તારો માપવો છે ઓ પ્રિયે.
૪-૫-૨૦૧૯

-------------

લાગણી હદ થી વધારે તેથી હું જીવું છું સાજન,
માગણી હદ થી વધારે તેથી હું જીવું છું સાજન.

વરસે અનારાધાર વર્ષા પ્રેમ ની આંખો
માં આજે,
વાદળી હદ થી વધારે તેથી હું પલળું છું સાજન,

પીઉં તારી આંખો થી મદિરા સુરાલય
સમજી ને હું,
બંદગી હદ થી વધારે તેથી હું છલકું છું સાજન,
-------------

ચાંદ ક્યાં જાય છે ચાંદની માં ફરવા?
યાદ ક્યાં જાય છે ચાંદની માં ફરવા?

-------------

આભાસી દુનિયામાં,
ખોવાયો માનવી.

-------------

દાળ અને ચોખા બનાવ્યાં છે
ભોગ મંદિર માં ધરાવ્યાં છે

ઢોકળા અને ઢોકળી માં રમે
લાડ દુનિયા ના લડાવ્યાં છે

-------------

વિચારો નાં દરિયા માં તર્યાં કરું છું
વ્હેમો નાં દરિયા માં તર્યાં કરું છું

-------------

ક્યાંક ખોવાયો છે મારો પ્રેમ જે ગોતી ને લાવશે તેને મળશે ઇનામ માં પ્રેમ,

જે વગોવાયો છે મારો પ્રેમ જે ગોતી ને લાવશે તેને મળશે ઇનામ માં પ્રેમ.

-------------

રહેવા દે મને કેદી બની તારી સુંદર આંખોના પિજર માં,
સહેવા દે મને કેદી બની તારી સુંદર આંખોના પિજર માં.

-------------

દર્દ જુદાઈ નું સહેવું ક્યાં સુધી?
ખુશ છીએ એવું કહેવું ક્યાં સુધી?

તરસતા યુગો થી તને જોવા ને,
દૂર તારા થી રહેવું ક્યાં સુધી?

-------------

તારી આંખનું
એક આંસુ મારે
મન ગંગા જળ

-------------

તારો હોઠ નો
એક શબ્દ મારે
મન ભગવદ ગીતા

જિંદગી માં એક અંગત રાઝ હોવો જોઈએ,
લાગણી માં ડૂબવા અંદાજ હોવો જોઈએ.

-------------

એકલા ક્યાં સુધી ચાલ્યાં કરીશું?
સાથે ચાલી ને મંઝિલે પહોંચીશું.

એક બીજા નો હાથ પકડી ને,
ચોક્કસ ઇતિહાસ ને રચીશું.

-------------

સપના એ આસું સાર્યા હશે,
ઓશીકું ભીનું છે જો હજી.

વાદળી વરસી ગઈ લાગે છે,
ઘાસ ત્યાં લીલું છે જો હજી.

પાંપ ણે વાયદો તોડયો,
ઝાકળ નું ટીપું છે જો હજી.
૧-૪-૨૦૧૯

-------------

ઉડવા દો પતંગ ને,
ખૂબ ઊંચે આભ માં,
ક્યાં સુધી?
ઉડશે
જ્યાં સુધી
પવન હશે,
ત્યાં સુધી,જ ને!

-------------

ખામખાં દિલ માં કોઈ બોજ ના ભારી રાખો ,
છોડી પણ ના શકો જે ચીજ ના પ્યારી રાખો.

-------------

માટી ના ઘર હતાં,
મન મહેલ જેવાં હતાં.

-------------

Share

NEW REALESED