geeta - divy vichar books and stories free download online pdf in Gujarati

ગીતા - દિવ્ય વિચાર

જ્યારે હું રાજકોટ મારા મિત્ર ને મળવા ગયો હતો અને ત્યારે હું ત્યાં ૫_૬ દિવસ ત્યાં રહ્યો હતો.મારો મિત્ર ત્યાં કોલેજ માં અભ્યાસ કરતો હતો.

હું જ્યારે ત્યાં ગયો હતો ત્યારે મારો મિત્ર અને તેની સાથે તેના કેટલાક મિત્રો એક જગ્યાએ ભેગાં મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતા ના વિચાર પર ચર્ચા કરવા એક ગાર્ડન માં ભેગાં થતાં હતાં

આજ ના સમયે ગીતા ના વિચાર ઉપર વિચારવું બહુ જ અઘરું છે તેવા સમયે મારો મિત્ર તેના બીજા મિત્રો સાથે રોજ ૧_૨ કલાક એક જગ્યાએ ભેગાં થઈને ગીતા નાં વિચારો ઉપર પોત પોતાના વિચારો રજૂ કરતાં હતાં. હું જ્યારે ત્યાં ગયો હતો ત્યારે મને પણ આવા વિચારો મેળવવાની તીવ્ર ઈચ્છા થઇ પછી તો રોજ સાંજે એક ગાર્ડન માં ભેગાં થતાં અને ગીતા ના વિચાર ઉપર ચર્ચા કરતા.

એક દિવસ અમે બધા ગીતા ના વિચાર પર ચર્ચા કરતા હતા ત્યારે એક છોકરો ત્યાંથી પસાર થયો અને તેનું ધ્યાન અમે બધા બેઠા હતા ત્યાં પડ્યું એટલે તેને નવાઇ લાગી આ બધા લોકો શું કરે છે? શું બોલે છે? કઈ સમજ માં ના આવ્યું અને તેને કંઇક જાણવાની ઈચ્છા થઈ એટલે તે થોડીવાર ત્યાં ઉભા રહી ને સમજવાની થોડી કોશિશ કરી પછી ધીમે ધીમે તેને અમુક વિચાર સમજમાં આવવા લાગ્યાં એટલે તેને વધુ જાણવાની ઈચ્છા થઈ એટલે તે તરત જ અમારી પાસે આવ્યો અને એમને કીધું... જીવન માં આવા વિચાર સાચા હોય ખરા? ત્યારે અમે કહ્યું આ બધા વિચાર અમારા વ્યક્તિગત છે અને તે અમે ગીતા ના વિચાર ને આધીન કહીએ છીએ. ભગવાને ગીતા માં આ બધા વિચાર કહ્યા મુજબ જ અમે એક બીજા ચર્ચા કરી છીએ પછી તો ધીમે ધીમે ગીતા ના વિચાર વધારે જાણતા તેને દરેક પ્રશ્નો ના જવાબ મલવા લાગ્યા. પછી તો અમે પણ તેને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યાં અમારા વિષય ઉપર ચર્ચા પૂરી થઈ ગઈ અને પછી બધા એક બીજા મળીને આનંદ કરીયો.


જ્યારે પેલા છોકરા એ પોતાની વાત કરતા કહ્યું કે...

હું અહીથી નીકળ્યો તે પહેલાં હું ઘરે થી ઝઘડો કરી ને નીકળ્યો હતો અને જીવનમાં નિરાશ થઈ મોત નાં મુખ તરફ જતો હતો હું આત્મહત્યા કરવા જતો હતો ત્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં વિચાર કાને પડતાં જ હું ત્યાં થોભી ગયો મે જોયું તો મને પેલા તો કઈ સમજ નાં પડી એક બાજુ ઘરનો ઝઘડો અને બીજી બાજુ ગીતા નાં વિચાર કાને પડતાં કંઇજ સૂઝ્યું નહિ પરંતુ તમે ચર્ચા કરતાં હતાં એટલે મારું મન થોડીવાર ગીતા નાં વિચાર ઉપર ઉભુ રહ્યું મને થયું કે આવા વિચાર સાચા હોય ખરા? પછી તો હું ત્યાં થોડી વાર ઉભા ઉભા તમે ગીતા વિચાર ઉપર ચર્ચા કરતાં હતાં તે સાંભળ્યું પછી તો ધીમે ધીમે ગીતા વિચાર થકી મારા મન ઉપર અસર થવા લાગી પછી તો આત્મહત્યા નાં વિચાર પણ દૂર થતાં ગયા અને ગીતા નાં વિચાર જીવન માં અને પોતાના મન ઉપર અસર કરતા ગયા પછી તો તમે બધા મિત્રો સાથે બેસવાનું મન થયુ અને મે આત્મહત્યા કરવાનું ટાળી દીધું અને હું તમારી પાસે આવીને બેસી ગયો અને એક સારા વિચાર થી જીવન જીવવા માટે હું મનોમન તૈયાર થયો તેથી મારા જીવન ને બચાવવા માટે તમે જ જવાબદાર છો અને જીવન ભર તમારો ઋણી રહીશ આટલું કહેતા જ બધા મિત્રો પણ તે છોકરા ને પોતાના મિત્ર સર્કલ માં સમાવી લીધો.....