Sachi Mitrata books and stories free download online pdf in Gujarati

સાચી મિત્રતા

હું છું સ્નેહા, રાજકોટ મારું મૂળ વતન છે, અમદાવાદમાં એન્જિનિરીંગ કરવા માટે આવી હતી, સોલા પાસે જ હોસ્ટેલ હતી અમારી,
નવી નવી આવી હતી એટલે ખૂબજ ડર હતો કે મને ફાવશે કે નહિ લોકો સાથે, મારો સ્વભાવ મિતભાષી હતો એટલે સતત આ જ વિચારોએ મેં હોસ્ટેલમાં પગ મુક્યો હતો...
મારી સાથે દિવ્યા કરીને રૂમ પાર્ટનર આવી, દિવ્યા સ્વભાવે ખૂબજ બોલકણી હતી એટલે હું પણ તેની સાથે સરસ રીતે ભળી જવા લાગી હતી, તે જામનગરથી આયુર્વેદિકનું ભણવા માટે આવી હતી, અમે બંને આખી આખી રાતો જાગીને વાતો કરતા હતા, દિવ્યા સાથે રહેવાથી મારો ડર ઓછો અને સ્વભાવ નિખાલસ થઇ ગયો હતો જેના લીધે કોલેજમાં પણ મારા સારા એવા મિત્રો બની ચૂક્યા હતા... અમે બંને ખૂબજ સેલ્ફી લેતા થઇ ગયા હતા,
દિવ્યાનો બોયફ્રેન્ડ હતો જે જામનગર જ રહેતો હતો, દિવ્યાનું શરૂઆતમાં મારી સાથે વધારે રહેવું તેના બોયફ્રેન્ડને નહોતું પચ્યું, હવે દિવ્યા એને પણ થોડો ટાઈમ આપવા લાગી હતી જે મને નહોતું પચતું પણ મારો કોઈ હક પણ નહોતો દિવ્યાને રોકવાનો.. મને બાળપણથી છોકરાઓ જોડે ઓછુંજ ફાવતું, મને સહજતાથી ગમવા જોઈએ એવી રીતે પણ નહોતા ગમતા, દિવ્યાની સાથે રહીને હું મારી શારીરિક બદલાવો સમજી ચૂકી હતી...
એક દિવસ દિવ્યાનો તેના બોયફ્રેન્ડ સાથે ઝગડો થઇ ગયો અને તે રૂમમાં આવીને તેના બોયફ્રેન્ડને ગાળો ભાંડવા લાગી, થોડીવાર બોલ્યા પછી એ ખૂબજ રોવા લાગી, ગુસ્સેલ દિવ્યા મને ગમતી પણ મારી દિવ્યા રોવે એતો મને જરાય મંજુર નહોતું, હું તરત એની પાસે ગઈ અને તેને ચૂપ કરાવવા લાગી, મારી લાગણીઓને પણ હું કાબુમાં ના રાખી શકી અને દિવ્યાને પણ મારા સ્પર્શ સમજમાં આવી ગયા અને તેણે તરત મને હડસેલી દીધી,
દિવ્યા ગુસ્સામાં બોલી, 'સ્નેહુ મેં તને આવી નહોતી વિચારી, મારા માટે તું એક મિત્ર છું, તું પણ મને મિત્ર જ માન, હું તારી જેવી લાગણીઓ નથી ધરાવતી સમજી '
મને દિવ્યાની વાતનું ખૂબજ ખોટું લાગ્યું અને હું રોતી રોતી રૂમની બહાર નીકળી ગઈ...
હું આખી રાત નીચેના હોલમાં સોફા પરજ સુઈ ગઈ...
સવારે ઉઠી તો જાણવા મળ્યું કે દિવ્યા કોલેજ જવા નીકળી ગઈ એટલે હું પણ રૂમમાં ગઈ... મને મારા કર્યા પર ખૂબજ પસ્તાવો થતો હતો પણ હવે એનો કોઈ મતલબ નહોતો કેમકે મારી દિવ્યા હવે મારાથી ખૂબજ દૂર થઇ ગઈ હતી, એની સામે આંખો મેળવવાનું પણ મારા માટે હવે અઘરું થઇ જાત એટલા માટે મેં તરત રાજકોટ જતી બસમાં રિઝર્વેશન કરાવી દીધું અને હું નીકળી ગઈ મારી હોસ્ટેલ છોડીને....
ઘરે આવી પણ મને ક્યાંય મન નહોતું લાગતું, પપ્પા સવારમાં છાપું વાંચતા હતા અને અચાનક તેમણે મને જોરથી બુમ મારી,
હું તો ઘડીક ડરી જ ગઈ... અને ગુસ્સામાં બોલી, 'શું પપ્પા સવાર સવારમાં કા ઘાટા પાડો?? '
તેમણે કહ્યું, 'સ્નેહું તું જે હોસ્ટેલમાં રહેતી હતી ને ત્યાં એક છોકરીએ આત્મહત્યા કરી લીધી '
મેં આંચકા સાથે ઉભા થઈને છાપું લઇ લીધું અને કોણે આત્મહત્યા કરી એ જોવા વાંચ્યું તો મારું મગજ સાવ સુન્ન પડી ગયું, નામ હતું દિવ્યા સોની, મારી દિવ્યા હા મારી બોલકણી દિવ્યાએ આત્મહત્યા કરી લીધી!! પણ કેમ??
હું તરત પપ્પાને જવુ પડશે અમદાવાદ તાત્કાલિક એવું કહીને નીકળી પડી અમદાવાદ જતી બસમાં...
આખા રસ્તે બીજી હોસ્ટેલ બહેનપણીઓને ફોન લગાવ્યા પણ કંઈ ખાસ જાણવા ના મળ્યું, મને ક્યાંય ચેન નહોતું પડતું, અડધો કલાક સુધી તો ખૂબજ રોઈ પણ પછી નક્કી કરી લીધું કે ભલે મારી દિવ્યાએ આત્મહત્યા કરી પણ તેની હત્યાં જ કરવામાં આવી છે, જેના લીધે દિવુંએ આત્મહત્યા કરી એ જ એનો હત્યારો છે અને હું એને છોડીશ નહિ બસ,
અમદાવાદ પહોંચીને સીધી હોસ્ટેલ પર ગઈ, ત્યાંથી સોલા પોલીસ સ્ટેશન ગઈ અને દિવ્યાનો મોબાઈલ માંગ્યો...
ત્યાંના ઇન્સ્પેક્ટર બિપિન પરમારે મને ના પાડી પણ મેં એમને આખી વાત સમજાવી અને તેઓ મને મોબાઈલ આપવા માટે માની ગયા.. પોલીસ લોકો એટલા ખરાબ પણ નથી હોતા જેટલાં સામાન્ય વર્ગના લોકો માનતા હોય છે, દિવ્યાના મોબાઈલમાં લોક હતું જે મને ખોલતા આવડતું હતું... સૌથી પહેલા મેં વૉટ્સએપ્પ ખોલ્યું જેમાં તેના બોયફ્રેન્ડ મનનના સોરી બેબી જેવા જ મેસેજ હતા, મેસેજો જોઈને લાગ્યું કે મનનને હજુ આ વાતની જાણ જ નથી કે દિવ્યા હવે નથી રહી...
મને તો એમજ હતું કે નક્કી મનન જ આ બધા પાછળ જવાબદાર હશે પણ હું ખોટી પડી... હવે હું પોલીસ સ્ટેશનની બહાર આવી અને એક બાંકડે બેસી ગઈ... વિચારવા લાગી કે એવું તો શું થઇ ગયું મારા ગયા પછી કે એ જ દિવસે દિવ્યાએ આત્મહત્યા કરી લીધી, મારા લીધે?? !!
ના ના... દિવ્યા મારાથી ગુસ્સે હતી પણ મારા લીધે એ આવું પગલું તો ના જ ભરે.....
હું ફરી હોસ્ટેલ ગઈ... એ રૂમમાં ગઈ જ્યાં દિવ્યાએ ગળાફાંસો ખાધો હતો, ત્યાં પોલીસ ક્રાઇમ એરિયા રાખ્યો હતો, હજુ પણ ત્યાં તપાસ ચાલી જ રહી હતી, રૂમમાંથી મળેલી વસ્તુઓમાં મારા બેડ પરથી દિવ્યાની બુટ્ટી મળી જે જોઈને હવે હું સમજવા લાગી હતી... બસ એ સાચું છે એનો રિપોર્ટ તો દિવ્યાના ફોરેન્સિક રિપોર્ટ પરથી જ ખબર પડશે...
બીજા દિવસે રિપોર્ટ આવ્યો અને મારુ અનુમાન સાચું પડ્યું, દિવ્યા ઉપર પહેલા રેપ કરવામાં આવ્યો અને પછી તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું...
હવે પ્રશ્ન આવતો હતો કે કોણ હતું કાતિલ??
હું દિવ્યાની કોલેજમાં ગઈ અને તેના મિત્રોને મળી, થોથવાતી જીભે મને સાચો કાતિલ પરખાવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને બધી વાત કરી અને તેમણે એને પકડી લીધો અને તેણે થોડા રિમાન્ડ પછી જુબાની આપવાનું ચાલુ કર્યું, 'મારું નામ સાહીલ છે, મને દિવ્યા પહેલેથી ખૂબજ ગમતી પણ તેનો બોયફ્રેન્ડ છે એવું કહીને તેણે મને હડસેલી દીધો, મને હવે દિવ્યાને પામવાનું જુનુન ચઢ્યું હતું, હું ઘણીવાર ચોરીછુપી તેની હોસ્ટેલમાં આવતો પણ તે હંમેશા એની ફ્રેન્ડ સ્નેહાની સાથેજ હતી એટલે હું કંઈ કરી નહોતો શકતો, મેં જ તેના બોયફ્રેન્ડનો નંબર લઈને તે બંને વચ્ચે ઝગડો કરાવ્યો અને વાતવાતમાં એ પણ જાણી લીધું કે સ્નેહા પણ તેના ઘરે જતી રહી છે એટલે એ રાતે હું મારા ફ્રેન્ડ રાજ સાથે દિવ્યાના રૂમ પર પહોંચી ગયા, તે સૂતી હતી એટલે મેં એની સાથે અડપલાં કરવાના ચાલુ કરી દીધા જેના લીધે તે જાગી ગઈ પણ મેં એને ચાકુ બતાવ્યું અને તેના મોંઢે પટ્ટી બાંધી દીધી, અને પછી તેની સાથે મારી ઈચ્છાઓ સંતોષી, રાજને પણ મન થયું એટલે તેને પણ મેં કરવા દીધું, રાજે મને કહ્યું કે પકડાઈ જઈશું તો દાવ થશે એટલે અમે તેને પંખે લટકાવીને મારી નાખી, મને પસ્તાવો છે સાહેબ મને માફ કરી દો '
રાજ અને સાહીલ બંનેને આજીવન કારાવાસની સજા મળી પણ મેં મારી દિવ્યા પુરેપુરી ખોઈ દીધી...સ્વપ્નમાં દિવ્યાએ આવીને મને થેન્કયુ કીધું અને બોલી કે મેં સાચી મિત્રતા નિભાવી છે, પછી અમે બહુજ પ્રેમ કર્યો હતો, મારી દિવ્યાની આત્માને હવે શાંતિ જરૂર મળી હશે પણ સદાય મને જીવનમાં એવું થયાં કરશે કે કાશ હું તે દિવસે રાજકોટ જવા ના નીકળી ગઈ હોત તો હું દિવ્યાને ના ખોઈ બેસત...પણ ભાગ્ય આગળ ક્યાં કોઈનું કંઈ ચાલે છે..
હું મારો પ્રથમ પ્રેમ દિવ્યાને રોજ યાદ કરું છું, અમારી સેલ્ફી જોઈને અમારા એ ખુશીના દિવસો યાદ કરું છું, તે સદાય મારી યાદોમાં સચવાયેલી રહેશે...