Maro shokh books and stories free download online pdf in Gujarati

મારો શોખ

જરાં ફોન ઉપાડો, જુઓતો ખરાં ક્યારનોય આ ફોન રણકી રહ્યો છે તમને ફોનની રીંગ નથી સંભળાતી કે શું હે ભગવાન આમને ઊંઘવા આડે મારાં નાથ તું પોતે આવ તોય નો જગાડી શકું. હેલ્લો કોણ બોલો છો ? હલ્લો તમે મીસીસ પટેલ ? હા પણ તમે કોણ? હા પટેલ સાહેબ ને આપો. તે સુતા છે પણ એ તો કહો કે આપ કોણ ? સારૂં હું પછે ફોન કરૂં છું, અરે અરે એ તો કહો કે આપ કોણ બોલો છો ? ને મેં ફોન મુકી દીધો.

લગભગ અડધાં ક્લાક પછી વળી પાછો ફોન ઠબકાર્યો, હેલ્લો કોણ પટેલ સાહેબ ને સામેથી અવાજ આવ્યો જી બોલું છું આપ કોણ ? મેં જવાબ આપ્યો જન્મદિન નિમિત્તે અનેકાનેક શુભેચ્છા સાહેબ...અજાણ્યો અવાજ સાંભળી પટેલ સાહેબે જરા અચકાતા અવાજે કહ્યું આભાર પણ આપની ઓળખાણ નો પડી જરા પરિચય આપશો ? મેં ખડખડાટ હસી સાહેબ ને કહ્યું કે એ જરૂરી નથી કે આપ મને ઓળખી પછી પાર્ટી આપો,આજે આપનો જન્મદિન છે એટલે પાર્ટી તો બનેજ ને એ હું લઈને જ રહીશ.😎 પટેલ સાહેબ વધું ગોટે ચડ્યાં ને વળી પૂછ્યું કે આપને જરૂર પાર્ટી આપીશ પણ આપનો પરિચય તો આપો શ્રીમાન. આખરે મેં ખુલાસો કર્યો કે ઈન્ફોસિટી - ગાંધીનગર નિવાસી આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર - ટી. વી. કલાકાર હરપાલસિંહ ઝાલા ના ઝાઝેરા હાસ્યાસ્કાર ને પટેલ સાહેબ તો અવાચક થઈ હરખભેર બોલી ઉઠ્યાં કે આપનાં વિશે અવાર - નવાર ગાંધીનગર સમાચાર ને ગાંધીનગર ની અનેકવિધ સંસ્થાઓ તથાં જાહેર ઉત્સવોમાં હાસ્યયાત્રા નાં ૠડા પ્રયોજને તસ્વીરો ને લેખો હાથ લાગ્યા છે એ વાતે કરી આપને સાંભળવા ની ઈચ્છા તો હતી પણ આમ આપનો અચાનક કોઈ પણ પરિચય વગર સામેથી ફોન આવશે એની સ્વપ્નેય કલ્પના ન્હોતી કરી,ખેર ઝાલા સાહેબ જરૂર થી પધારો આપ કહો તે હોટલે આપણે પાર્ટી કરીએ.

અરે... અરે... મારાં વ્હાલાં આપ માવતરને ઝાઝા દુ:ખી નો કરાય ને આમેય મારાં માનસ કલાગુરૂ પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ક્યે એમ કે જો આપણે કોઈ ને નડીએ નહીં તો ઈ સૌથી મોટી સમાજ સેવા જ છે😀 ખેર સાહેબ આતો મને વર્ષો થી આ શોખ છે કે કોઈ પણ ઓળખાણ વગર જો મારી જાણમાં કોઈનો જન્મદિન આવે,લગ્નદિન કે વૃધ્ધિ શૂતક નાં ૠડા વાવડ આવે તો તેઓનો મોબાઈલ નંબર ગમે ત્યાંથી મેળવી શુભકામના ૠપી એક સુંદર સરપ્રાઈઝ આપવી. પટેલ સાહેબે તરત જવાબ વાળ્યો કે આતો આપની મોટપ કે આમ લોકોને શુભકામના પાઠવો છો અન્યથા આ વ્યસ્ત ને ત્રસ્ત સમયમાં લોકો પાસે ક્યાં ટાઈમ છે કે આમ ફોન કરે ખેર આપે પાર્ટી તો લેવીજ પડશે ને આ મારો આગ્રહ છે કે આપ બૈવ માણસ સાંજે ઈન્ફોસિટી ટાઉનશીપે અમારાં ઘરે પધારો આપણે સ્વરૂચી જે ફાવે તે લઈએ ને સુખ-દુ:ખની વાતો કરીએ.

સરજી આતો મારો શોખ છે ને હું આમ મારાં ફેસબુક મિત્રો અને મુરબ્બી શ્રી કૃષ્ણકાંતજી ગાંધીનગર સમાચાર નાં તંત્રશ્રી જે દિવસ થી પોતાનાં સમાચાર પત્રકે જન્મદિન ની શુભકામના કોલમ છાપવાનું શરૂ કર્યું તે તમામ ને રોજેરોજ નિયમિત પણે શુભકામના પાઠવું છું,જો એ તમામની મુલાકાત લેતો રહું તો મારો મોટાંભાગનો સમય બસ આમજ વ્યતિત થાય પણ એક વાત કહું કે અમ કલાકારો ને ચ્હા અંતરમાં વ્હાલી માટે 'એક કપ ચાય ઉધાર રહી'

જો આપ પણ ગાંધીનગરા છો ને આપનાં કોઈ સ્નેેેેહીજનેે આપનાં જન્મદિને આપની તસ્વીર મોબાઈલ નંબર સાથે ગાંધીનગર સમાચારે છપાવી તો અચૂકપણે મારો ફોન આવ્યોજ હશે ને એનાં બદલામાં આપની પાસે પણ આજ માંગણી કરાઈ હશે કે ' એક કપ ચાય ઉધાર રહી '.
આમ મારાં શોખ થકી આજે આખાં વિશ્વે લગભગ એક ખટારો ભરાય તેટલી ચાય ઉધાર છે,જેની કોક દિવસ વ્યાજ સંંગ વસુુુુલી નક્કી. આપનાં હાસ્ય સેેેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલાનાં ઝાઝેરા હાસ્યાસ્કાર ૯૧ ૯૮૭૯૮૪૯૧૦૯
વંદે ગુર્જરી વંદે માઁ ભારતી