suraj books and stories free download online pdf in Gujarati

સુરજ

આજ એ ઘણી ઉદાસ હતી .રોજ કરતા ઓફીસ માં કામ પણ ઘણું હતું અને મન ના લાગતું હોવા છત્તા એને કામ કરવું પડતું હતું .કોણ જાણે આ બેચેની ક્યાં સુધી જંપવા નહિ દે .સતત વિચારતી એ મહા પરાણે ઘરે પહોંચી .ઘરે આમતો કોઈ એની રાહ જોતું ના હોય, એ જયારે ઓફીસ થી આવે પછી બંને બાળકો શાળા એ થી આવે .પણ આજે એતો, "તબિયત સારી નથી !"એવું બહાનું બતાવી ને સાંજે ચાર વાગ્યે જ ઘર તરફ દોડી આવી હતી .આવી ને રોજ ની જેમ પર્સ ને સોફા પર ફેંકીને સીધી બાલ્કની માં આવી એની આરામ ખુરસી પર ટેકો દઈને બેસી ગઈ .હવે ઉમર થઇ હોવાના કારણે પણ શરીર પાસે થી કામ લઇ શકતી ના હતી .એમાંય બે બાળકો ની ચિંતા એને અંદર અંદર થી ખોખલી બનાવી રહી હતી .થોડીવાર આંખો બંધ કરીને બેઠી પછી થોડી રાહત થતા જ આંખો ખોલીને ખુલ્લા આકાશ તરફ મીટ માંડી રહી ..
હમણાં જ ચોમાસુ પૂરું થયું હોવાથી આકાશ એકદમ ચોખ્ખું લાગી રહ્યું હતું .હજુ છુટા છવાયા વાદળો પોતાની અંદર વરસવા નું પાણી બાકી છે એવી ચાડી ખાઈ રહ્યા હતા .કોઈ નવવધૂ એ હમણાં જ એનો સોળ શણગાર ઉતાર્યો હોય એવું સાવ કોરું ભાસી રહ્યું હતું આકાશ.અને એ આકાશ માં ભૂતકાળ ની યાદો ની જેમ સુરજ ડોકિયાં કરી રહ્યો હતો ..હજુ સવારે તો જોયો હતો એને ,"કોઈ પ્રેમી પ્રથમ વાર તેની પ્રેમિકા ને કેટલી અદબ થી મળવા જાય, એ જ અદાથી સવારે ઉઠીને ઉગ્યો હતો સુરજ ".

સાંજ ના ચાર વાગ્યા હોવાથી થોડો નિસ્તેજ ભાસી રહ્યો હતો .આમ પણ એનો અસ્ત જો થવાનો હતો .એટલે એનો ચહેરો પણ પેલા પ્રેમિકા થી છુટ્ટા પડતા અને ફરી ક્યારે અને કેવી રીતે મળીશુ એ ગડમથલ માં ઘાયલ પ્રેમી જેવી દશા હતી એની .વિભા એ સુરજ ને એકીટસે તાકી રહી હતી .આમ પણ સુરજ સામે જોવું હોય તો એના જેટલી આગ આપણા માં પણ હોવી જોઈએ .એ વાત ને સાબિત કરવા એતો વિચારી રહી હતી .કે કેટલી આગ હતી એની અંદર આ સુરજ ની જેમ એ પણ રોજ તપ્તી હતી .અને રોજ એક જિંદગી જીવીને આથમતી હતી ..

બેઠા બેઠા એ ઓગણીસ વર્ષ ની થઇ ગઈ હતી .ચાલી નીકળી હતી પિસ્તાળીશ માંથી ઓગણીશ માં વર્ષ ની સફરે ,જ્યાં એનો ભૂતકાળ હતો .અને એની યુવાની પણ હતી જયારે એ ખૂલીને જીવી હતી ."રોજ એની મમ્મી એને ખિજાયા કરતી કે શું કાયમ ડૂબતા સુરજ ને તાકી રહે છે ?એ પણ નાદાનિયત ની જવાબ આપતી કે ,એની મજાતો કૈક અલગ જ છે !"પછી માં દીકરી બેય હસી પડતા .એના પપ્પા નો સ્વભાવ ખુબજ કડક હોવાથી એના માતા પિતા હંમેશા જગડ્યા કરતા .અને એ નિર્દોષ ભાવે જોયા કરતી .હંમેશા મમ્મી પપ્પા ને જગાડવાની ના પાડતી અને વિનંતી કરતી પ્રેમ થી રહેવા માટે પણ એ બંને વચ્ચે પણ કોણ જાણે કઈ વાતે મતભેદ ને એમાંથી મનભેદ સર્જાઈ ચુક્યો હતો .જે હંમેશા એના માટે અભેદ જ રહ્યો....

સારું ઘર અને છોકરો જોઈ પરણાવી .સાસરે આવીને પણ બધા પ્રયત્નો છત્તા ક્યારેય સાસુ સસરા કે પતિ નું દિલ જીતી શકી નહિ ..એના પ્રયત્નો માં ખોટ હતી કે એના પતિ ને સાસરિયા ઓને એનાથી સંતોષ ના હતો એ વાત આજ સુધી સમજી શકી નહિ .માતા પિતા માં ઝગડા જોઈ વિચારતી આ લોકો શા માટે ઝગડતા હશે પણ એજ પરિસ્થિતિ અત્યારે વિભા ને એના પતિ વચ્ચે થઇ ત્યારે સમજી કે જયારે કોઈ નાની નાની વાતમાં આપણને ના સમજે ત્યારે એજ નાની વાતો ઝગડા નું સ્વરૂપ લઇ લેતી હોય છે .
વિચારતા વિચારતા એ સુરજ ને અનિમેષ તાકી રહી કે શું આ પણ બળતો હશે મારી જેમ?? અને અંદર થી જવાબ મળતો કે હા બળે જ છે, ને એની પાસે પણ અંદર ની વેદના સાંભળવા કોઈ નથી .માત્ર અંદર ની એકલતા જ છે સહેવા માટે ..બીજા નો સાથ આપતા આપતા એ ક્યારેય જાણી શકી જ નહિ કે એની એકલતા ની આગ ચરમસીમા એ પહોચી જાશે .એ રોજ સવારે ઉગતો ને સાંજે તપી તપી ને થાકી ને લોથપોથ થઇ ઘરે પહોંચતો ફરીથી બીજા દિવસે તપવા માટે .એની પણ તો એવીજ હાલત હતી ,"રોજ સાંજે થાકીને ઘરે આવતી ફરી બીજા દિવસે થાકવા માટે ."બસ આમ જ એનું જીવન ચાલતું હતું .
એના પતિ સાથે રહીને પણ એકલી જ બધો ભાર ઉઠાવી રહી હતી એને કોઈ બીજી સ્ત્રી સાથે જીવવું હતું વિભા ને એના બાળકો ની જવાબદારી એને ભાર રૂપ
લાગતી હતી .એટલે જ તો અલગ થઇ હતી એનાથી, અને આજે એ એક એવી આગ માં તપી રહી હતી જે એને ના તો જીવાડી રહી હતી ના મૃત્યુ આપી રહી હતી .રહી રહી ને એને સુરજ હંમેશા પોતાના જેવો જ લાગતો .હંમેશા બધા ને તેજ આપવા બધા નો જીવન દીપ જલાવવા એ પોતાની જાત જલાવી રહ્યો હતો .અને એ પોતે પણ એની જેમ જ ધગધગતી હતી. હજુ કેટલી અગ્નિ પરીક્ષા માંથી પસાર થવાનું હતું એને એ પોતે પણ જાણતી ના હતી.

જોતજોતા માં બાળકો મોટા થઇ ગયા. સમજદાર થઇ ગયા પણ એનું સૂરજને આમ જોયા કરવું હજુ પણ અટક્યું ના હતું.એનેતો આખી દુનિયા માં એક સુરજ જ પોતીકો લાગતો. બસ એને જોયા જ કરતી. પોતાની જેમ તપતો આ સુરજ એને પોતાના સાથી જેવો લાગતો. તપતો સુરજ ને તપતી એ બંને સરખા.બીજા તો દૂર થી મહેસુસ કરે પણ પોતાની આગ પોતાને કેટલા દઝાડે એતો એક એ જાણે ને બીજો સુરજ. હવે અંધારું થઇ રહ્યું હતું ને સુરજ વિદાઈ લેવાની તૈયારી માં હતો. ત્યારે એ વિચારી રહી કે મારી વિદાઈ ક્યારે થશે અને આ આગ જે મારી અંદર તપી રહી છે એ !!!

ત્યાં જ દરવાજે બેલ વાગી ને સમીર અને સીમા, વિભા ના બાળકો આવી ગયા. જુડવા હોવાથી બંન્ને એકજ ક્લાસ માં ભણતા હતા. આવીને બંન્ને વળગી પડ્યા. અને વિભા ફરી પાછી વર્તમાનમાં આવીને કામે લાગી ગઈ. ફટાફટ રસોઈ બનાવીને. છોકરાઓને જમાડી પોતે પણ જમી, આરામ કરવાની અને સુવાની તૈયારી કરવા લાગી. સુરજ ની જેમ જ ફરીથી તપવા માટે અને ફરીથી થાકવા માટે........