Hatyaro kon ?? books and stories free download online pdf in Gujarati

હત્યારો કોણ?

આ રૂમના ચિત્રો અલગ જ દેખાતા હતા.કોઇ ચિત્ર પૂરેપૂરું ચોકસાઇથી જોઈ શકાતું નહોતું. ચિત્રોમાં એકલી કલ્પનાઓ જ ભરેલી હતી. કોઈ વિષય સાફ દેખાતો ન હતો. કોઈ કલ્પનાના કારીગરે આ ચિત્રો દોર્યા હશે કે પછી કોઈ નાના બાળકે ચિતર્યા હશે એ સમજવું મુશ્કેલ હતું. એક વસ્તુ સાફ હતી કે 13 નંબર નો આંકડો ઊંધો ચત્તો આડોઅવળો દેખાઈ આવતો હતો પણ આ આંકડો ૧૩ જ કેમ???
દિવાલ પર ચીતરેલા તેરના આંકડાથી આ રૂમનું નામ પડી ગયું રૂમ નંબર 13. આડોશ-પાડોશમાં કોઈ જાણતું ન હતું પરંતુ આ અવાવરૂ રૂમમાં કેટલાય પોલીસ કર્મીઓ આટા મારી ને માથુંં ખંજવાળીને જતા રહેતા, જાણેેેેેેેેે કઈ મેળવવાની તલપ સાથે આવતા અને ખાલી હાથે પાછા વળતાં.

જ્યારે સોસાયટી બંધાવવાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પાયો આ ઘર નખાયો હતો.જે શરૂઆતમાં કોન્ટ્રાક્ટરની ઓફિસ હતી.સોસાયટીમાં ઊભા થતાં મકાનની હરોળમાં પોતે આ મકાને 13 નંબર લીધો. ઘરની બહાર આવનાર વ્યક્તિ અટવાય નહીં એ માટે 13 નંબર લખો એ માન્યમાં આવે પરંતુ એ જ ઘરના એક રૂમની દિવાલ પર અસંખ્ય વખત 13નો આંકડો શા માટે??
નવા નવા ક્યારેય ન દીઠેલા પોલીસ કર્મીઓ નવી નવી શોધખોળ કરવા આવી રહેતા. આજુબાજુમાં પૂછપરછ કરતા પરંતુ કંઈ સબૂત હાથ લાગતું નહીં. શું રંધાઈ રહ્યું છે એ સોસાયટીના કોઈપણ સભ્યને ખબર નહોતી. સોસાયટીનું નવું બાંધકામ હોવાથી માંડ સાત આઠ પરિવાર અહીં રહેતા હતા.
મકાનમાંથી કઈ ભાળ ન મળતા કંટાળેલા પોલીસ કર્મીઓએ આખરે મકાન પાડીને તે જમીન સોસાયટીને સોંપીને નવું મકાન ઊભુ કરવાનો નિર્ણય લીધો. છેવટે મકાન પાડવાનો સમય આવ્યો. જૂની કોન્ટ્રાક્ટરની ઓફિસ જમીનદોસ્ત થઈ ગઈ. કાટમાળ ખસેડવાની જહેમત માટે જે.સી.બી. બોલાવવામાં આવ્યુ‌. પોલીસ કર્મીઓ તેમજ સેફ્ટી ઓફિસરોની દેખરેખમાં તમામ કામ આટોપવામાં આવી રહ્યું હતું.

જે.સી.બી.એ જેવી તળિયાને લેવલીંગ કરવાની કામગીરી આદરી એ જ સમયે ફ્લોરિગમાથી એક માનવ કંકાલ મળી આવ્યુ. ઘણા સમય પહેલા સોસાયટીના બાંધકામ વખતે એક સ્ત્રી ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાયેલ. કંકાલ જર્જરિત થઈ ગયું હતું એટલે ઓળખ કરવી મુશ્કેલ હતી. હાજર પોલીસ કર્મીએ પોતાની નીરખવાની શક્તિ કામે લગાવી. પહેરેલા કપડા પણ ચિથરા જેવા થઈ ગયા હતા એટલે કોઈ ચોક્કસ સુરાગ મળે તેમ ન હતો. આખરે ઇન્સ્પેક્ટરની નજર કંકાલ ના હાથ પર પડી. જેની આંગળીમા એક સોનાની વીંટી પહેરેલી હતી.
કંકાલની ઓળખ કરવા માટે એકમાત્ર વીંટી જ સહાયરૂપ હતી. આજુબાજુના તમામ જ્વેલર્સમાં શોધખોળ કરવા છતાં કોઈ સોનિએ પોતાની વીટી હોવાનું ન કબુલ્યું.આખરે પોલીસ ટીમના એક જાંબાજ ઑફિસરે પોતાનુ મગજ દોડાવ્યું.અંગ્રેજીમા લખેલો એ ૧૩નો આંકડો ખરેખર ૧૩ નહીં પરંતુ પહેલી એબીસીડીનો કેપીટલ અક્ષર B હતો.જે શહેરમાં આવેલા બ્રધર્સ જ્વેલર્સ ની દિવાલ પર ચિતરેલો હતો. જ્વેલર્સ પર જઈને એની ખાતરી કરવામાં આવી અને જ્વેલર્સના માલિક ને વીંટી બતાવીને ખરાઈ કરવામાં આવી કે તે વીંટી તેમના જ્વેલર્સની છે.

વીટી ની ડિઝાઇન નંબર જોઈને બિલની તારીખ જોવામાં આવી.તે તારીખ ના દિવસ ની સીસીટીવી ફૂટેજ આશરે દોઢેક મહિના પહેલાંની ચેક કરતાં ખબર પડી કે સોસાયટીમાં બાંધકામ કરતી વખતે કામ કરતી પંદરેક વર્ષની તરુણી કોન્ટ્રાક્ટર સાથે જ્વેલર્સ જ્વેલર્સે ખરીદી કરવા આવી હતી.પોલીસ રિપોર્ટ અનુસાર સીસીટીવી ફુટેજમાં દેખા તો એ છોકરીનો ચહેરો દોઢેક મહિના પહેલા ખોવાયેલી છોકરી ના ચહેરા સાથે મેળ ખાતો હતો.
પરંતુ હત્યારો કોણ???? કે પછી છોકરીએ જાતે જ આત્મહત્યા કરી હશે? આ બે સવાલો પોલીસ સામે ઉભા હતા.જો હત્યા કરવામાં આવી હોય તો પહેલી શંકા પોલીસને કોન્ટ્રાક્ટર પર ગઈ અને બીજી સાથે કામ કરતાં કડિયા ઉપર.
ઘણી પૂછપરછ બાદ પોલીસને ભાળ મળી કે કોન્ટ્રાક્ટર તરુણીને પીવડાવીને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. અને બદલામાં તેને સોનાની વીંટી લઇ આપી હોય એવું પોલીસને મનોમન નક્કી થયું. પરંતુ રહસ્ય હજુ એ જ હતું કે છાયાએ આત્મહત્યા કરી કે પછી હત્યા થઈ???
જેટલીવાર શરીર સંબંધ હતું તેટલી વાર લખાતો. એ બિચારી અભણને 13 અને B વચ્ચેનો તફાવત ક્યાં ખબર હતી??કેટલી વાર એ બિચારી અસહ્ય છોકરી પર અત્યાચાર થયો હશે કે દિવાલો ચિતરાઈ ગઈ! કોન્ટ્રાક્ટર દેહના સોદા કરીને ચાલ્યો જાય ત્યારબાદ એ તરુણી દિવાલ પર B લખતી.નોકરી જવાના ભયે કોઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવતુ નહીં. છોકરીના મા-બાપ તો નાની વયે ગુજરી ગયેલા આ કાફલામાં રહીને જ મોટી થયેલી.
હત્યારાની ભાળ નહોતી મળી પરંતુ બળાત્કારીની ભાળ મળી ગઈ હતી. બળાત્કારીને રિમાન્ડ પર લેતા પોતે ખૂન ન કર્યું હોવાનું કબૂલ્યું પરંતુ એક વખત શરીરસુખ માણી ને ગયા બાદ તે તરુણીને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો હતો.પરત ફરતા એણે છોકરીને ફાંસીના ફંદા સાથે લટકતી જોઈ અને પોતાના પર હત્યાનો આરોપ આવશે એવું વિચારીને એણે એ છોકરીની લાશ ને જમીનમાં દાટી દીધી હતી .
હત્યારો કોણ ??????પોલીસ માટે એ સવાલનો જવાબ શોધવાનો હજુ બાકી જ છે.....!!!