Rahashy books and stories free download online pdf in Gujarati

રહસ્ય

સીન...૧
લાંબા સમય પછી યુ.એસ.થી પાછા આવ્યા પછી કલ્પનાને તેના નાના ભાઈ સાગરનો ફોન આવે છે...
(ફોનની રીંગ વાગે છે.. કલ્પના ફોન ઉપાડીને....)
કલ્પના:હેલ્લો...
સાગર: હેલ્લો... કલ્પના દીદી.આવી ગયા તમે બન્ને??
કલ્પના: બન્ને નહીં ત્રણ.
સાગર: ત્રણ?
કલ્પના:હા... ત્રણ.
સાગર: ત્રીજા કોને ઉઠાવી લાવ્યા? મારા માટે છોકરી લઇ આવ્યા કે શું?
કલ્પના:હા..હો એમ તે કાંઈ છોકરી ના મળી જાય.
સાગર:તો કેમ મળી જાય?
કલ્પના:શોધવી પડે એમ મળતી હોત તો કેટલાય કુંવારા છે પરણી ના જાય?
સાગર:હા પણ મારા જેવાય આમાં ભેગા આવી ગયા.
કલ્પના:એ તો નસીબમાં હશે ત્યારે તને ય મળી જશે.
( એટલામાં કલ્પનાનો પતિ આવે છે)
સાગર:એ બધું છોડ.શુ કરે મારા જીજાજી.
કલ્પના:આ રહ્યા.એમને ફોન આપું.(ફોન આપે છે.ઘર કામમાં વ્યસ્ત થઈ જાય છે.)

સીન...૨

કેતન: હેલ્લો.
સાગર: હેલ્લો.
કેતન:બોલ...
સાગર:કેમ છો?
કેતન:બસ મજામાં હો.
સાગર:બોલો બીજું.
કેતન:કેવું રહ્યું ભણવાનું.
સાગર: મસ્ત.અરે હું ભુલી ગયો.. ત્રીજા કોને લઈ આવ્યા?એ તો કહો.
કેતન:અહી આવી જા પછી કહુ.તુ હાલ શું કરે છે?
સાગર:બસ ફ્રી જ છું.નોકરી મળી જાય એટલે ગંગા નાહ્યા.
કેતન:હા નોકરી મળે એટલે પછી છોકરી પણ મળશે.
સાગર:તમે શોધી રાખો.
કેતન:હા... અહીં આવી જા એટલે એ પણ મળશે.
સાગર:કેમ?
કેતન:જયા સુધી નોકરી ન મળે ત્યાં સુધી મને કામમાં મદદ કરજે.
સાગર:સારું.આ રવિવારે આવું
કેતન:ઑકે.
(ફોન મુકે છ)

સીન...૩

ફોન મુક્યા પછી કેતન કલ્પના પાસે જાય છે.
કેતન:મેં સાગરને અહીં બોલાવ્યો છે.
કલ્પના:કેમ?
કેતન:એ નોકરી શોધે છે.તો અહીં નોકરી મળી જશે અને આપણી રુદ્રાનુ ધ્યાન પણ રહેશે.
કલ્પના: તમે એને કાંઈ કીધું તો નથી ને..‌રુદ્રા વિશે?
કેતન:ના.‌..અને હા કોઈને પણ કહેવાનુ નથી.ચાલ હવે હું ઓફિસ જાવ છું.(કેતન નીકળી જાય છે)

(રુદ્રા વિશે એવી શી વાત છે?? જે હમણાં રહસ્ય જ રહેશે.)

સીન ૪....

( કલ્પના અને નવી આવેલી કામવાળી બન્ને સોફા પર બેઠા હોય છે.રુદ્રા બાજુના રૂમમાં સુતી હોય છે)
કામવાળી:હે..બેન,યુ.એસ.મા તો મોટા મોટા બંગલામાં રે'વાનુ... મોટા બગીચામાં ફરવાનુ ને એને પિત્ઝા બર્ગર ખાવાનું.‌..હે ને??
કલ્પના:હા.. શિલ્પા.
શિલ્પા:બેન..‌કેવા જલ્સા નઈ?
કલ્પના: શિલ્પા,આપણા દેશ જેવા તો નહીં જ.
શિલ્પા:કેમ બેન? ત્યાં તો ટેસડો જ હશે ને.
કલ્પના:ના.. અહીં જેવી માણસાઈ ત્યાં નથી.
શિલ્પા:જે હોય તે...મારેય એક વાર જાવું તો છે..હો!!!
(બન્ને હસે છે.ડોરબેલ વાગે છે.શિલ્પાએ દરવાજો ખોલ્યો.કેતન અંદર આવે છે.)
કલ્પના શિલ્પાને:કેતન માટે ચા મૂક.
શિલ્પા:હા બેન.‌‌..
(શિલ્પા રસોડામાં ચા બનાવવા જાય છે.)

સીન...૫...

(કેતન અને કલ્પના બન્ને સોફા પર બેઠા હોય છે.આજે રવિવાર છે.)
કલ્પના: હજુ સાગર કેમ ના આવ્યો?? બપોર ના ૩ વાગ્યા.
કેતન:આવે જ છે...મેં ફોન કરીને પૂછ્યું છે.રેલ્વે સ્ટેશન પહોંચી ગયો છે.
(ડોર બેલ વાગે છે.)
કેતન કલ્પનાને:જા.. દરવાજો ખોલ.
(કલ્પના દરવાજો ખોલે છે)
કલ્પના:(ખુશીથી) આવી ગયો!!હાશ!!મારો ભાઈ.
કેતન કલ્પનાને: તમે બોલાવો અને ભાઈ સાહેબ ના આવે એવું બને??
સાગર:આવવું જ પડે..હો.
કલ્પના: ભાઈ કોનો?? મારો...આવે જ ને.
(આટલું બોલતાં સાગર અને કલ્પના સોફા પર બેસે છે.)
કેતન બૂમ પાડી ને..... શિલ્પા એક કપ ચા વધુ બનાવજે.
શિલ્પા (રસોડામાંથી):હા... ભાઈ.

સીન..૬....(કોમેડી)

(શિલ્પા ચા લઈને આવે છે.બધાને ચા આપે છે.કેતનની બહેનનું નામ શિલ્પા હોય છે.સાગર શિલ્પાને કેતનની બેન સમજે છે.શિલ્પાએ જીન્સ ટી-શર્ટ પહેર્યા હોવાથી વધુ આકર્ષક લાગે છે.મનમા બોલે છે: ત્રીજી વ્યક્તિ આજ લાગે છે.શિલ્પાના વખાણ ચાલુ કરે છે.)
સાગર:વાહ... મસ્ત ચા બનાવી હો.
કેતન:હા... શિલ્પા મસ્ત ચા બનાવે છે.
કલ્પના:હા..‌તમને આદત થઇ ગઈ છે.
સાગર વધુ જુસ્સા સાથે:પડી જ જાય ને....(ત્રાસી નજરે શિલ્પા સામે જોવે છે.શિલ્પાનુ ધ્યાન ચા પીવામા હોય છે..કેતન અને કલ્પના એકબીજા સામે જોઇને આછું હસે છે.)
કલ્પના સાગરને: હવે તું ફ્રેશ થઈ જા.(રૂમાલ આપે છે.સાગર બાથરૂમમાં ન્હાવા માટે જાય છે.અંદર જઇને...શિલુ....આહાહા...બોલે છે પછી શિલ્પા રસોડામાં રકાબી કપ ધોવા જાય છે.અને પછી રુદ્રા પાસે જાય છે.)
કેતન: કલ્પના ભાઈ સાહેબ ફસાણા લાગે.
કલ્પના:હા...એ આ શિલ્પાને આપણી શિલ્પા સમજે છે.
(બન્ને હસે છે.સાગર નાહીને આવી જાય છે).
કેતન સાગરને:ચાલ,બહાર જઇ આવીએ.
સાગર:ઘરે જ રહીએને(પોતાના શર્ટની બાંયના સ્ટાફ વાળે છે.બટન તુટી જાય છે.)
કલ્પના શિલ્પાને:સોય દોરો લાવ તો શિલ્પા.
શિલ્પા રુદ્રાને બાજુના રૂમમાં હીચકાવતી હોય છે)
શિલ્પા: આવી....‌
(સોય દોરો લઈને આવે છે.)
કલ્પના: સાગરના શર્ટનુ બટન ટાંકી આપ.
(બટન ટાંકે છે...)
સાગર(મનમાં):મેડમ મસ્ત લાગે છે.‌.(જોઈ રહે છે.શિલ્પાનુ ધ્યાન બટન ટાંકવામાં હોય છે.. કલ્પના અને કેતન એકબીજા સામે જોવે છે.)

સીન...‌૭(ઈમોશનલ)

(સાગર, કલ્પના અને કેતન ટી.વી.જોતા હોય છે.શિલ્પા રુદ્રાના રૂમમાં હોય છે... રુદ્રા ઉઠીને રડે છે એટલે શિલ્પા રુદ્રાને લઈને બહાર આવે છે)
શિલ્પા:અરરર...મારી દીકુ.‌‌.શુ થયું ??
(સાગરના હોશ ઊડી જાય છે.એકધારો કલ્પના સામે જોઈ રહે છે.)
કલ્પના:લાવ મને આપ.
(શિલ્પા રુદ્રાને કલ્પનાના હાથમાં આપે છે.રુદ્રા ચુપ થઇ જાય છે.રમે છે.)
કેતન: સાગર...આ આપણા ઘરની ત્રીજી વ્યક્તિ.
(સાગર સ્તબ્ધ થઈ જાય છે.)
કલ્પના:તારી ભાણેજ.
(સાગર રુદ્રા સામે જોઈ રહે છે.મનમા બોલે છે:હાશ!!! શિલ્પા તો કુંવારી જ છે.સાગર કલ્પના પાસેથી રુદ્રાને લઈને પોતાના ખોળામાં લે છે)
સાગર:પણ, બેન તને તો ક્યારેય....‌
કેતન:(વચ્ચેથી વાત કાપીને)હા,પણ યુ.એસ. જઈને ટેસ્ટ ટ્યુબ બેબીના કારણે આ રુદ્રાનો જન્મ થયો.
(બધા રુદ્રાને માથે હાથ ફેરવે છે.કેતન કલ્પના સામે જોઈને મનમાં બોલે છે-ભગવાન માફ કરજે.જુઠ્ઠુ બોલું છું એના માટે.)

સીન...‌૮..

(કલ્પના અને શિલ્પા બંને મળીને ઘર સાફ કરતી હોય છે. કલ્પના કબાટમાંથી કપડા કાઢે છે અને જૂની બે-ત્રણ ફાઈલો બાજુમાં મૂકે છે. કેતન અને સાગર સોફા પર બેઠા હોય છે. સાગર અચાનક કબાટ પાસે જાય છે)
સાગર: લાવો, દીદી હું પણ મદદ કરાવુ.(ફાઈલો હાથમાં લે છે)
કલ્પના: ના, અમે બને છીએને કરી નાખીશું.
(કેતન પણ આવે છે. સાગરના હાથમાંથી ફાઈલ લેતી વખતે કલ્પનાના હાથમાંથી પડી જાય છે. સાગર વાંકા વળીને ફાઈલ લેવા જાય છે. આ બાજુ ડોરબેલ વાગે છે. ફાઇલનું પત્તુ ખુલી જાય છે. કેતન દરવાજો ખોલવા જાય છે અને શિલ્પા કબાટ સાફ કરતી હોય છે. શિલ્પાનો પતી ગૌરવ કેતન સાથે અંદર આવે છે. સોફા પર બેસે છે)
કેતન: આવ ગૌરવ.
ગૌરવ: હા સાહેબ.
શિલ્પા કલ્પનાને: બેન હવે હું જાઉં. અમારે હજુ છોકરાઓને સ્કૂલેથી લેવા જવાનું છે. મારા હસબન્ડ મને લેવા માટે આવ્યા છે.
કલ્પના: હા જાવ.
(સાગરની નજર ફાઈલના પહેલા પાના પર હોય છે અને સાથે જ આ સંવાદ સંભળાય છે. સાગર ચોંકી જાય છે. એકસાથે બે રહસ્યો ખુલે છે એક તો શિલ્પા કેતન ની બહેન નથી અને રુદ્રા કેતન અને કલ્પનાની સગી દીકરી નથી. શિલ્પાના ગયા બાદ....)
સાગર: દીદી આ શું??
(કેતન આવે છે.)
કેતન: હા, આ શિલ્પા અમારા ઘરની નોકરાણી છે અને રુદ્રા અમારી દત્તક દીકરી છે.
(સૌ એકબીજાની સામું જોઈ રહે છે. સાગર કલ્પના અને કેતન ની વચ્ચે આવીને બંનેને એક એક હાથથી ભેટે છે)
સાગર: આખરે હું મામા બન્યો!!!!
(સૌની આંખો ભીની થાય છે)
કેતન: હવે એક પતિ પણ બનીશ. અમારી શિલ્પા પણ બસ હમણાં જ આવશે...
(બધા એકબીજાની પીઠ થાબડીને અલગ થાય છે અને આકાશ સામે જોઈ રહે છે)