vahem na osad books and stories free download online pdf in Gujarati

વહેમના ઓસડ

વહેમના ઓસડ

દ્રશ્ય 1

પારુલને તાવ આવ્યો હોય છે. અને તેની સાસુ તેને દવાખાને લઈને જવા તૈયારી કરતા હોય છે.

પારુલ પલંગમાં સૂતી હોય છે.તેની સાસુ તેને મીઠાના પોતા મુક્ત હોય છે.

જીવીબા :- વહુ બીટા હવે તમને કેવું લાગે છે?

પારુલ :- બા હવે મને થોડી રાહત લાગે છે.

જીવીબા:- તો ચાલોને આપણે દવાખાને જઈ આવીયે. દવા લઇ લઈએ એટલે જલ્દી થી તાવ ઉતરી જાય.

પારુલ :- બા પણ મારાથી ચલાય એમ નથી. મારા પગ બહુ દુખે છે. અને આ ડાબો પગ તો જાણે ફાટતો હોય એમ લાગે છે. એમ થાય છે કે આ પગને કાપીને ફેંકી દઉં.

(ત્યાં બાજુવાળા આશાબેન આવે છે.આશાબેન દરવાજામાં પ્રવેશ કરતા કરતા કહે છે.)

આશાબેન :- એ જીવીબા સાસુ વહુ ઘરમાં ઘૂસીને શું કરો છો? સવારથી બહાર દેખાણા જ નથી?

જીવીબા:- એ જુઓને કાલે સાંજે બહારગામથી આવ્યા ત્યારથી આ પારુલને ખુબ તાવ આવી ગયો છે. અને બિચારીનો પગ તો બહુ દુખે છે. જાણે નસો ફાટતી હોય એમ લાગે છે.

આશાબેન :- અરરર બિચારીની કેવી હાલત થઈ ગઈ છે. પણ જીવીબા મને આ તાવ સાદો નથી લાગતો.

જીવીબા :- તમે શું કહેવા માંગો છો કઈ સમજાતું નથી.

આશાબેન :- જુઓને એના પગની નસો પણ ફાટતી હોય એવું લાગી રહ્યું છે. એટલે આ તાવ માં મને કઈ ગરબડ લાગે છે.(હોરર મ્યુઝિક વગાડવું.)

જીવીબા :- આશાબેન જે લાગે તે ખુલ્લી વાત કહો.

આશાબેન :- તમે ભણેલા લોકો અમારા જેવા અભણની વાત ના માનો.

જીવીબા :- એ જે હોય તે દિલ ખોલીને કહો, અમે ભણેલા માનીએ કે ના માનીએ પણ સામે વાળાને એકવાર સાંભળીયે જરૂર.

આશાબેન :- તો સાંભળો જીવીબા, મને લાગે છે કે પારુલનો પગ કોઈ મેલા કુંડાળામાં પડી ગયો હશે. એટલે એને પગની નસો ફાટે છે.

પારુલ:- એ આશામાસી, એ કુંડાળું ક્યાં હોય? મેં તો કોઈ કુંડાળામાં પગ નથી મુક્યો। મને તો રસ્તામાં કોઈ કુંડાળું જ આડુ નથી આવ્યું, તો પગ કેવી રીતે કુંડાળામાં પડે?

આશાબેન :- જો હું નહોતી કહેતી કે આ ભણેલી ગણેલી વહુ મારી વાત નહિ જ માને. અરે પારુલબેટા આ મેલા કુંડાળા દેખાય એવા થોડા હોય?

પારૂલબેન :- દેખાય એવા ના હોય તો કેવા હોય?

આશાબેન :- એ ઈ તો એની ઉપર પગ પડે એટલે તરત પગની નસો ફાટવા લાગે.

પારૂલબેન :- હા હું જ્યાં ગઇ'તી ને ત્યાં ચાર રસ્તા ઉપર મારા પગ નીચે કાંકરી આવી અને તરત જ મને પગની નસ ફાટવા લાગી હતી.

આશાબેન :- ચાર રસ્તા ઉપર જ તો કુંડાળા હોય ને. ત્યાં લોકો મેલું ઉતારીને નાખતા હોય એટલે કોઈ મેલી ડાકણ કે ચુડેલ કે પછી કોક મેલી આત્મા ત્યાં જ તો હોય છે. નક્કી તારો પગ કુંડાળામાં જ પડી ગયો હશે. હવે આ તાવ ડોક્ટરની દવાથી નહિ મટે.

જીવીબા :- એ હશે.પણ પહેલા ડોક્ટરને તો બતાવી આવવા દો, પછી જોઈશું.

આશાબેન :- એ જીવીબા આમાં ડોક્ટરની દવા કામ ના લાગે. આમા તો કોઈ ભુવા કે ફકીર બાબા પાસે જ જવું પડે.

જીવીબા :- એ સારું, તમારી નઝરમાં કોઈ ફકીરબાબા કે ભુવા છે?

આશાબેન :- હા એક બાબા છે. આપણે પારુલને ત્યાં લઇ જવી છે?

જીવીબા :- દાક્તરથી સારું ના થાય તો જઈશું.

આશાબેન :- તમારી મરજી, ચાલો ત્યારે હું જાઉં.

જીવીબા ;- હાજી આવ્યા ત્યાં જવું છે? ઘડીક બેસો તો ખરા.

આશાબેન :- ના હું તો કૂકરમાં દાળ ને ચોખા બાફવા મૂકીને આવી છું. નહિ જાઉ તો દાળભાત ચોંટી જશે. ચાલો ત્યારે હું જાઉં.

જીવીબા :- આવજો.

પારુલ:- હે બા, શું મારો પગ સાચે જ કુંડાળામાં પડી ગયો હશે? તમે તો ભૂત ભુવા કે ફકીર બાબા માં માનતાજ નથી એટલે મને આ તાવ સારો નહિ જ થાય? જો આશાબેનની વાત સાચી હશે તો મને ડોક્ટરની દવા પણ લાગુ નહિ પડે.

જીવીબા :- અરે દીકરી હું જીવી ડોશી જીવું છું ત્યાં સુધી તને કઈ નહિ થવા દઉં. હું હમણાં જ ડોક્ટર સાહેબને ફોન કરી બોલાઉ છું.

(જીવીબા ડોક્ટર સાહેબને ફોન કરે છે.)

જીવીબા:- હેલો ડોક્ટર સાહેબ. હું જીવીકાકી બોલું છું.

(ડોક્ટર સાહેબ ફોનમાં ખાલી અવાજ ) હા બોલો કાકી કેમ યાદ કર્યો?

જીવીબા ;- એ પારુલને તાવ આવ્યો છે. એટલે જરા ઘરે આવી તાપસ કરી લો ને.

ડોક્ટર:- એ હમણાં થોડી વારમાં આવું છું. દ્રશ્ય પૂરું થાય છે.

(થોડી વાર પછી.)

દ્રશ્ય 2

ડોક્ટર સાહેબ આવે છે. પારૂલબેન પલંગમાં સુતા હોય અને જીવીબા પોતા મુક્ત હોય. ત્યાં ડોક્ટર આવે છે.

ડોક્ટર :- કેમ છો જીવીબા ? આ પારુલબેનને શું થયું છે?

પારુલ:- એ જુઓને કાલનો તાવ આવી ગયો છે. અને આ પગ તો ફાટતો હોય એમ લાગે છે.

( ડોક્ટર તેની સુટકેશમાંથી સ્ટેથોસ્કોપ કાઢે છે. કાંન ઉપર લગાવી પારુલબેનની તાપસ કરે છે. )

ડોક્ટર :- જીવીબા ગભરાવાની જરૂર નથી ખાલી વાઇરલ તાવ છે. અને આ પગમાં ચાલવા ફરક થતા રગતગ થઇ ગયઉ લાગે છે. દુખાવાની અને તાવની દવા આપું છું સારું થઇ જશે.

પારૂલ :- ડોક્ટરસાહેબ એક વાત કહું?

ડોક્ટર :- બોલો શું વાત કહેવી છે?

પારુલ :- મારો પગ કોઈ મેલી જગ્યામાં પડી ગયો હોય એવું બાજુવાળા આશાબેન કહેતા હતા. શું એ વાત સાચી હશે? અને કેતા'તા કે મારો પગ કોઈ કુંડાળામાં પડી ગયો હશે એટલે પગ ફાટે છે.

ડોક્ટર:- પારૂલબેન કુંડાળા જેવી કે મેલી જગ્યા જેવું કઈ નથી હોતું। તમતમારે દવા લઇ લો આરામ કરો સારું થઇ જશે.

જીવીબા:- એ પારુલ દીકરા હું પણ તને એ જ કહું છું કે કોઈ જગ્યા મેલી નથી હોતી. પણ ડોક્ટર સાહેબ મારુ માને કોણ?

પારુલ :- હું પણ એવામાં કઈ માનતી નથી પણ આ તો આશાબેન કેહતા હતા એટલે ખાલી પૂછ્યું.

ડોક્ટર ;- અરે સારું થયી જશે તમે ચિંતા ના કરો.ચાલો ત્યારે હું જાઉં. અને રાત્રે ગમે ત્યારે તકલીફ જેવું લાગે તો ફોન કરી દેજો હું આવી જઈશ.

(ડોક્ટર સાહેબ જાય છે.)

જીવીબા :- એ સાહેબ આવજો. અને તમારી ફી તો લેતા જાવ.

ડોક્ટર :-એ અત્યારે ઉતાવળ છે પછી લઇ લઈશ. (ડોક્ટર જતા જતા જવાબ આપે છે.)

જીવીબા :- બિચારા કળથિયા સાહેબ બહુ ભલા માણસ છે. ક્યારેય સામેથી ફી નથી માંગી.

પારુલ :- અરે ગામમાં કોક પાસે પૈસા ના હોય તો દવા તો મફત આપે પણ સામેથી ખાવાના રૂપિયા પણ આપે છે. અને ઘરમાં અનાજ કરિયાણું પણ આપે છે.

જીવીબા :- ભગવાન એને સુખી રાખે.

દ્રશ્ય પૂરું।......

ચાર દિવસ પછી। ...............લખવું

દ્રશ્ય 3:-

જીવીબા પોતાના અલગ રૂમમાં ફોન ઉપર વાત કરે છે.

જીવીબા :- ડોક્ટર સાહેબ પારુલ ને હાજી તાવ નથી ઉતારતો.

ડોક્ટર:- શું વાત કરો છો ? તાવ તો સાદો જ છે. પરમ દિવસે રિપોર્ટ કરાવ્યા એમાં પણ સાદો તાવ જ આવ્યો હતો. પણ સાલું આ તાવ દવાથી કેમ ઉતારતો નથી?

જીવીબા:- ડોક્ટર હવે તમે મારી એક વાત સાંભળો, પારુલને વહેમ ઘુસી ગયો છે તે કાઢવો પડશે. તમારી પાસે કોઈ રસ્તો હોય તો મને કહો.

ડોક્ટર :- આ જીવીબા કેમ નહિ. મારી પાસે વહેમ નું ઓસડ પણ છે. તમારે એક કામ કરવાનું છે.

(બંને વચ્ચે સાયલંટમાં વાત થાય છે.) દ્રશ્ય પૂરું.

દ્રશ્ય 4:-

પારુલ સૂતી હોય અને જીવીબા પોતા મુકતા હોય છે.

જીવીબા :- બેટા પારુલ મને તો આશાબેનની વાત સાચી લાગે છે.

પારુલ :- બા હું તો પહેલેથીજ કહેતી'તી કે ચાલો આપણે ભુવા કે ફકીર બાબા પાસે જઇયે। પણ તમે ભણેલા ગણેલા ના માનો.

જીવીબા :- દીકરા જીગ્નેશ મ=એક મહિના માટે દુબઇ ગયો છે. અને તારા દાદા આફ્રિકા, ઘરમાં આપણે બે જ છીએ. એટલે ભુવા પાસે કેમ જઈએ?

પારુલ :- એ મારા ભાઈ સુન્દરને કયો એના ગ્રૂપમાં ઓળખણ માં ભુવો કે ફકીર બાબા હશે જ.

જીવીબા:-એને હેરાન નથી કરવો, પેલા આશાબેનના ઘરવાળા મગનકાકાને કહીયે કોઈ ઓળખીતા ફકીરબાબા હોય તો કહે છે,

પારુલ:- પણ બા મગનકાકા તો ભૂત ભુવા માં નથી માનતા.

જીવીબા:- પણ આશાબેન તો માંને છે ને.

પારુલ :- સારું બા તમે આશાબેનના ઘરે જઈને વાત કરી લ્યો. હું ત્યાં સુધી આરામ કરું છું.

જીવીબા ઘણી બહાર જાય છે. ત્યાં શેરીમાં જ મગનકાકા મળી જાય છે. જીવાબા મગનકાકાને વાત કરે છે. મગનકાકા ને જીવાબાની વાત સાયલન્ટ માં બતાવવી.

દ્રશ્ય પૂરું.

દ્રશ્ય 5:

મગનકાકા એક ફકીરને લઈને આવે છે.ફકીરને દાઢી અને મૂછ હોય છે. ફકીરે લીલો કુર્તો પહેર્યો હોય છે. ગાળામાં સફેદ અને પાણી કલરની માળા પહેરેલી હોય છે.

ફકીર અને મગનકાકા ઘરમાં પ્રવેશ કરે છે જીવીબા, પારુલ અને આશાબેન ત્રણેય તેને આવકારે છે.

જીવીબા :- આવો બાબા અમારું આંગણુ પાવન કરો.

( બાબા કઈ નથી બોલતા, ફક્ત માથું ધુણાવે છે.થોડી વાર આમતેમ નઝર ફેરવી બાબા બોલે છે.)

બાબા:- બચ્ચા ઇસ ઘરમેં કઈ પરછાંઈ કે સાયા હૈ.

જીવીબા :- હે શું વાત કરો છો બાબા?

આશાબેન ;- હું નહોતી કેતી? આ તાવ સાદો નથી નક્કી તમારા ઘરમાં કઈ મેલી વિદ્યાનો પડછાયો છે.

બાબા:- આ કન્યાને તાવ આવે છે. ડોકટરની દવાથી તાવ નથી ઉતારતો.

જીવીબા અને પારુલ :- હા બાબા હા.

બાબા:- એનો પગ કુંડાળામાં પડી ગયો છે. એટલે ગમે તેવા મોટા ડોક્ટરથી પણ એ તાવ નહિ ઉતરે.

પારુલ :- હે તો મને સારું નહિ થાય?

બાબા:- તને સારું થઇ જશે. આ બાબા તારું બધું દુઃખ દર્દ દૂર કરીને જશે. હવે તમે મારો કમાલ જુઓ.

હું તમારા ઘરની બધીએ કાલી પડછાઈને હું આ લોટમાં પુરી દઈશ. (એક તાંબાનો લોટો હોય તેમાં કોરા ચોખા ભરેલા હોય અને એક મોટો છરો તે લઇ બાબા ચોખા ભરેલા લોટમાં બાબા છરી ઘુસાવે છે વારં વાર છરી નાખે છે. અને કહે છે. ચાલ આમ અંદર આવી જા. નહિ તો તારું આવી બનશે બાબા મંત્ર બોલવાનો ઢોંગ કરે છે. અને કહું ખાંડવા પછી છરો લોટમાં ઘુસાવી છરો ઊંચો કરે છે લોટો છારા સાથે ઊંચો થઇ જાય છે.

બાબા:- લ્યો આ તમારું બધું કાળું ધોળું ને મેલું આમા આવી ગયું છે. હવે કાલે સાવરે આ બેન સાવ સાજા થઇ જશે.

જીવીબા:- બાબા તમને કેટલા પૈસા આપવાના?

બાબા :- કઈ જ નહિ હું તો ફકીર મારે ને પૈસાને શું લેવા દેવા. બસ ખાલી એક સોનાની વીંટી સગવડ હોય અને કાલે સારું થાય તો બાબાજીને આપજો.

મગનકાકા:- ચાલો બાબા હું તમને મૂકી જાઉં.

બાબા :- ચાલો...ચાલો હાજી ઘણા ભૂત ઉતારવાના છે.

(મગનકાકા અને બાબા બંને ઘરની બહાર જાય છે. અને ઘરની બહાર મગનકાકા )

મગનકાકા:- થેન્ક યુ ડોક્ટર સાહેબ,

ડોક્ટર :- અરે એમાં થેક્યું વળી શેનું. એ તો મારી ફરજ હતી. દર્દીને દર્દ મટાડવું એ મારો ધર્મ છે.

દ્રશ્ય પૂરું।.

દ્રશ્ય 6:-

સવારે પારુલને તાવ ઉતરી ગયો હોય છે. જીવીબા અને પારુલ નહિ ધોઈને તૈયાર થઇ બેઠા હોય છે.

ત્યાં મગનકાકા,ડોક્ટર અને આશાબેન આવે છે.

ડોક્ટર :- કેમ છે પારૂલબેન તમને તાવ ઉતરી ગયો?

પારૂલબેન :- હાઆજે તો મને સૌ જ સારું છે.ભલું થાય મગનકાકાનું અને પેલા બાબાનું કે જેણે મારો તાવ ઉતારી નાખ્યો.

મગનકાકા:- અરે પારૂલબેન એ બાબા બીજું કોઈ નહિ પણ ડોક્ટર સાહેબ પોતે જ હતા. ડોક્ટર સાહેબનો આભાર માનો.

ડોક્ટર :- પારુલબેન તમને તાવ તમારા વહેમ કે બીકના કારણે સારો નહોતો થતો. એટલે તમારો વહેમ કાઢવા મારે ડોક્ટરમાંથી ફકીર બાબા બનવું પડ્યું. આભાર તારા આ સાસુનો માન કે એને મને સમયસર તારા વહેમની વિગત જણાવી જેથી અમે આ નાટક કરી તારો તાવ ઉતાર્યો.

પારુલ:- તો ડોક્ટર સાહેબ તમે પેલો ચોખા ભરેલો લોટો કયા જાદુથી ઉચક્યો?

ડોક્ટર :- જુઓ પારૂલબેન ચોખાને ખાંડ્યા એટલે લોટમાં ચોખાની ઘનતા વધી ગઈ અને ઘનતા વધવાથી છરી ચોખામાં ફિટ થઇ ગઈ. અને લોટો છરી સાથે ઊંચો થઇ ગયો. એમાં કોઈ જાદુ નહોતું. આ તો બસ તમારો વહેમ કાઢ્યો.

વહેમના ઓસડ તો આવા જ હોય.

સમાપ્ત.