Sky Has No Limit - 4 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 4

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-4
"હાય સોનીયા પ્લીઝ વેલકમ હું ક્યારથી તારી રાહ જોતી હતી મલ્લિકાએ ફાલ્ગુન દાઢી અને એની વાઇફ સોનીયાને આવકાર્યા. ફાલ્ગુને કહ્યું "મોહીત ક્યાં છે ? અને એ બંન્નેને મૂકીને ફલેટમાં અંદર આવ્યો. મોહીત કીચનમાં કંઇક કરી રહેલો. ફાલ્ગુને કહ્યું "યાર શું કરે છે ? કીચનમાં ?
મોહીતે કહ્યું "તારાં આવવાની રાહ જોતો હતો હજી પેલો અમેરીકન હેમ નથી આવ્યો એ હિમાંશુ કાયમ લેટજ હોય. બાય ધ વે હું આપણાં માટે સ્નેક બનાવી રહેલો મને શીંગ ખૂબજ બાવે છે અને એમાંય ડ્રીંક્સ સાથે તળેલી શીંગ, ચીલી, બ્લેક સોલ્ટ સાથે હોય પછી મજા જ મજા... આવ આવ બેસ પછી હિમાંશુ આવે એટલે બાલ્કનીમાં બેસીએ.
ફાલ્ગુને કહ્યું "બાલ્કની નહીં તારો આટલો મસ્ત ડ્રોઇંગ રૂમને એની મોટી ગ્લાસ વીન્ડોમાંથી બહાર બધું દેખાય મજા આવી જશે અને બધાંય સાથે બેસી શકાશે બાલ્કનીમાં આપણે ત્રણ જ બેસી શકીશું. તારા ડ્રોઇંગ રૂમમાં આપણે ત્રણે કપલ શાંતિથી બેસીશું આમ પણ તારી વ્યવસ્થા કાયમ જોરદાર હોય છે.
ફાલ્ગુને કહ્યું "જો બેલ વાગ્યો હેમ પણ આવી ગયો લાગે છે અને મલ્લિકાએ ડોર ખોલ્યો હિમાંશુ અને એની વાઇફ શિલ્પા આવી ગયાં હતાં. મલ્લિકાએ શિલ્પાને હગ કરીને આવકારી હિમાંશુએ હલ્લો મલ્લિકા કહીને સીધો મોહીત અને ફાલ્ગુન પાસે પહોચ્યો.
શિલ્પાએ કહ્યું "હું સમજી ગયેલી કે તમારાં લોકોની પાર્ટી લાગે છે સેટરડે સન્ડે આવે એ પ્હેલાં ફ્રાઈડે નાઇટથી આ હિંમાશુ ચાલુ થઇ જાય છે...
મલ્લિકાએ કહ્યું "શું થાય આખા વીકનો થાક જાણે ડ્રિન્કથી ઉતારવા માંડીએ છીએ. અહીંની આ મીકનીકલ જીંદગીમાં આવાં દિવસોમાં આનંદ મળે છે.. બાય ધ વે તું આ શું લાવી છું ? શિલ્પાએ કહ્યું "અરે માર ગુલાબજાંબુ લાવી છું મોહીતને ભાવે છે મને યાદ હતું.
ત્યાં સોનીયા વચ્ચે બોલી... મેં ફાલ્ગુનને કહ્યું કે હું પણ કંઇક બનાવી લઊં પણ અમારે તો ... પછી આગળ ના બોલી ચૂપ થઇ ગઇ. મલ્લિકા અને શિલ્પા સમજી ગયાં. મલ્લિકાએ વાત બદલતાં કહ્યું "અરે યાર એ બધાની શું જરૂર હતી ? આ બધું ઇન્ડીયા જઇએ ત્યારે ખૂબ ખાઇએ છીએ સાચું કહુ અહીં એજ રેસીપી પ્રમાણે બનાવીએ છીએ તોય ત્યાંનાં જેવો સ્વાદ નથી આવતો.
મોહિતનાં ફ્રેન્ડ પણ ભારતથી અમેરીકા આવીને સેટલ થયેલાં. હિમાંશુને અહીં ગર્વમેન્ટ જોબ હતી અને એની વાઇફ શિલ્પા કાંઇ નહોતી કરતી પણ એને રસોઇનાં ખૂબ શોખ હતો એ પાકી ગુજરાતણ હતી. પરંતુ હિમાંશુ અહીં ગર્વમેન્ટ જોબમાં સેટલ હતો. ગોરીયાઓ સાથે રહીને એનામાં થોડી એટીટ્યુડ આવી ગઇ હતી એટલો ફ્રેન્ડ્સ એને પાકો અમેરીકન કહેતાં. હિમાંશુનો એટલો અહીંથી અહીંના કલ્ચરથી પ્રભાવીત હતો કે પોતાનું નામ હિંમાશુંમાંથી હેમ કરી દીધેલું.
બધાં મિત્રોએ સ્વીકારી લીધેલું એનું અમેરકન વળગણ. પણ મિત્રોને મળે ત્યારે નોર્મલ રહે તો એમાંય મોહીતનો ખાસ મિત્ર હતો. મોહીત અને મલ્લિકાની કોઇ ચર્ચા નીકળતી... અમેરીકા ભારતનાં કલ્ચર અને રહેલી કરણી માટે તો મલ્લિકાનાં વિચારોને કાયમ સપોર્ટ કરતો એ માનતો કે ભારત પછાત અને ગરીબ છે અમેરીકાની વાત જ જુદી છે.
મોહીતનો બીજે ખાસ મિત્ર ફાલ્ગુન એ ઓટોમોબાઇલ એન્જીન્યરીંગ કરીને અહીંની મારીયા મોટર્સમાં કામ કરતો હતો એને ઘણાં પ્રમોશન મળેલાં બધાને એવો વ્હેમ છે કે મારીયા સાથે હિમાંશુને સંબંધ છે પણ હિમાંશુએ ક્યારેય સ્વીકાર્યો નહોતો એ કાયમ કહે કે મારી ઓટોમોબાઇલસમાં એક્ષ્પર્ટટાઇઝ છે એને મારીયા કાયમ એપ્રીશીયેટ કરે છે અને મારાથી ઉંમરમાં 10 વર્ષ મોટી છે મને એનાં માટે રિસ્પેક્ટ છે એટલું જ પણ એ એટલો હતો કે …અને મારી વાતે એનાં માટે એવો જ વ્હેમ હતો કે લાગણી કે રિસ્પેક્ટ નથી એલોકોને અફેરજ છે. પણ નાનાં મોડાં ઝગડા સાથે જીવન ચાલતું હતું. ફાલ્ગુનને મોહીતની જેમ ઇન્ડીયાનું વળગણ હતું પણ રહેવું જીવવું અમેરીકામાં જ ગમતુ હતું. સોનીયા એનાં કારણએ વધુને વધુ અપટુડેટ રહેવાની માન્સીકતા થી પીડાતી હતી.
મોહીતે કહ્યું "ચાલો બધાં આવી ગયાં છો આપણે ડ્રોઇંગ રૂમમાં બેસી ગયા મારીએ અને શિલ્પા ગુલાબજાંબુ લાવી છે પહેલાં મારે એક તો ખાઇ જ લેવું પડશે નહીં ચાલે એમ કહીને એણે બોક્ષમાંથી એક ગુલાબજાંબુ લઇને મોંઢામાં મૂકી દીધું બોલ્યો "વાહ ક્યા બાત હૈ ભલે અમેરીકામાં બન્યુ પણ સ્વાદ તો અસલ ઇન્ડીયાનો છે થેંક્યુ શિલ્પા મજા આવી ગઇ.
મલ્લિકાએ કહ્યું "તમે લોકો બેસો વાતો કરો ત્યાં સુધી અને અહીં ડ્રોઇગરૂમમાં જ લાવીએ. મોહીતે કહ્યું "મેડમ તમે લોકો બેસો હું લાવું છું બધુ પણ શિલ્પા તો કોઇ કહે એ પ્હેલાં જ કીચનના ડીશ ગ્લાસની તૈયારી કરવા માંડી અને ડ્રોઇગરૂમમાં લઇ આવી.
મોહીતે ફ્રીઝમાંથી બીયર ટીન અને બ્રાન્ડેડ વહીસ્કીની બોટલ લાવીને મૂકી. સોનીયા ફાલ્ગુન સાથે ડ્રોઇગરૂમમાં ગોઠવાઇ ગયેલી. હિમાંશુ મોહીતનાં સીડી પ્લેયરમાં મસ્ત ઇંગ્લીશ મ્યુઝીક મૂકવા ચાલુ કરી સીડી ચાલુ કરી.
વાતાવરણ એકદમ સંગીતમય અને રોમેન્ટીક થઇ ગયેલું હિમાંશુ મ્યુઝીકમાં તાન સાથે નાચવા લાગ્યો ફાલ્ગુને સોડા બોટલ અને ગ્લાસ લાવવા મોહીતને મદદ કરી. બધુ ડ્રોઇંગરૂમમાં આવી ગયું.
હેમે કહ્યું "યાર આ હેરી જેમ્સ અને બ્હુસ સ્પ્રીગસ્ક્રીનના નવા આલંબમ આવ્યા છે ક્યારે લઇ આવ્યો યાર મજા આવી ગઇ. કહેવુ પડે આ દેશનું એમાંય ન્યુજર્સી વાહ પાઇનમાં વૃક્ષો ચારો તરફ લીલોતરી ઊંચા ઊંચા બિલ્ડીંગ પંચરંગી પ્રજા છતાં કેટલો આનંદ ડોલર કમાવો ઊંચી જીંદગી જીવો.
બધાં હેમને સાંભળી રહ્યાં. મોહીત પહેલાં કંઇ બોલ્યો નહીં પછી કીધું તે પંડિત જસરાજ અને પંડિત ભીમશેન જોશીને સાંભળ્યાં છે ? જીગજીતની ગઝલ, એ બધાંજ કલેકશન મારી પાસે છે એ કલાસીકલ કલાસીક છે હું વહેલી સવારે સાંભળું છું મારાં અહીંની ધરતી પર રોંગટાં ઉભા થઇ જાય છે વિસરાતી જતી આપણી સંસ્કૃતિ આ બધાથી જીવીત રહી છે કુદરતને કે ઇશ્વરને કે પછી પ્રેમને સંબોધતી આ બધી રચનાઓ આલ્હાદક છે મન હૃદયને શાંતિ આપે છે મને ઇંગ્લીશ મ્યુઝીક પણ ગમે છે એવુ નથી એટલે જ મારી પાસે લેટેસ્ટ કલેકશન હોય છે હું બધાં જ સંગીત માણું છું. જેમ પ્રેમની કોઇ ભાષા નથી હોતી એમ સંગીતને પણ કોઇ સીમાડા બાંધી શકતાં નથી મોહીત થોડો ઇમોશનલ થયો.
મલ્લિકાએ કહ્યું "ઓ મારાં મોહુ બસ હવે ઇમોશનલ ના થઈશ જસ્ટ સ્ટાર્ટ યોર પાર્ટી એન્ડ એન્જોય ધ ટાઇમ અને બધાં એ તરફ વળ્યાં. બધાએ પોતપોતાનાં પેગ બનાવ્યા અને મોહીતની બનાવેલી શીંગ સાથે ખાવા લાગ્યાં.
અલ્યા મોહીત તને ક્યાંથી આ બધું આવડે છે ? યાર આતો જોરદાર છે વાહ કેવી ક્રિસ્પી અને ટેસ્ટી છે થેંક્સ ડીયર.
મોહીતે કહ્યું "માં પાપાને બનાવી આપતી મેં જોયુ છે અને ડ્રીંક્સ સાથે આવું કઈ હોય એની મજા જ ઓર છે અને બધાં પીવામાં પરોવાયાં.
બે પૂરા થયેલાં પેગ પછી સોનીયા બોલી "ફાલ્ગુન તને વધુ માફક નથી આવતું તું બસ કર હવે પછી તું હાથમાં જ નહીં રહે તારો બબડાટ ચાલું થશે અને તારી વાતોમાં અનેક વાર મારીયા દર્શન દેશે એનાં કરતાં રહેવા દે હું હર્ટ જ થઇશ.
હિમાંશું એ કહ્યું "અરે કેટલાં સમયે દોસ્તો મળ્યાં છીએ સોનીયા કેમ ટોકે છે ? જસ્ટ એન્જોય સોનીયાએ કહ્યું "મને વાંધો નથી એને કહો પછી એ કંટ્રોલમાં રહે.
થોડો સમય ચૂપકીદી છવાઇ અને હેમે કહ્યું "ચલ મોહીત આજે તારી પસંદગીનો મૂડ બનાવીયે લાવ મારો પેગ બનાવ અને એણે ડેસ્ક મરની સીડીઓ ફેંદવા માંડી એમાંથી જગજીતની ગઝલવાળી સીડી લગાવી.
જગજીતનો સ્વર ગૂંજી ઉઠયો "આ.. આ..આ...આ.. યે દૌલત ભી લે લો.. યે શોહરત ભી લે લો.. છીન લો મુજસે મેરી જવાની મગર મુઝે લૌટાદો. બચપન કા સાવન વો કાગઝ કી કસ્તી વો બારીશ કા પાની...
વાતાવરણ ઇમોશનલ થઇ ગયું ડ્રીંક્સની અસર બધાને પૂરી થઇ ગયેલી. મોહીત ગઝલમાં પરોવાયો એની આંખો બંધ થઇ ગઇ...છતાં આંખો સામે આંસુનાં તોરણ બંધાયા અને મલ્લિકાએ એની સામે જોયું થોડીવાર જોઇ રહી મોહીતને જાણે વાંચી રહી.... એ ઉભી થઇ ગઇ અને...
વધુ આવતા અંકે --- પ્રકરણ-5