Sohi no Nirnay - 4 books and stories free download online pdf in Gujarati

સોહીનો નિર્ણય - 4

સોહી

ભાગ : ૪

સોહીનું સંબંધો તરફનું વલણ..


સાંજ પડતા પડતા સોહી જાગી ગઈ.તેણીએ જોયું દાદા તો નવી લાકડી લઈ ને બહાર નીકળ્યા.ક્યાંક જઈ રહ્યા છે,એવું તેને લાગ્યું.


તેણીએ દાદાજીને પૂછ્યું,” કા ચાલ્યો દાદા..”


દાદાની છાતી તો ગજગજ ફૂલી ગઈ.પૌત્રી તો ગુજરાતીમાં બોલી. દાદાને થયું ગળે લગાડી એટલું વહાલ કરી લઉં કે તે આખી આટલી જિંદગીમાં નહિ પામી હોય. દાદા મરક મરક હસ્યા ને બોલ્યા ,” નાકા સુધી ચાલ્યો.” માહી પાછળથી અંદર આવી ને ખડખડાટ હસી પડી.તેણીને હસતી જોઈ સોહી થોડી છોભીલી પડી ગઈ.કંઈક ખોટું થયું છે?એની આંખોમાં આ પ્રશ્ન હતો.માહીને હસતી જોઈને બહાર આવેલી રોહિણી થોડી નારાજ થઈ ગઈ.દાદાજીની અનુભવી આંખોથી આ ન છૂપું રહ્યું.કંઈજ ન બોલ્યા. સોહી પોતે રૂમમાં જતી રહી.

માહીને થયું કે તેણીએ હસવું નહોતું જોઈતું.તરત સોહીના રૂમને દરવાજે ટકોરા મારી અંદર આવવા મંજૂરી માંગી.સોહીએ ધીરે રહી ડોકી હલાવી હા કહી.તે અંદર આવીને પહેલાજ સોહીનો હાથ પ્યારથી હાથમાં લઈ “”સોરી” કહી દીધું. વાક્ય ફરી બોલી સમજાવ્યું કે વડીલ કે મોટા લોકોને “ચાલ્યા “ કહેવાય.અંગ્રેજીની જેમ બધાને અહીં સંબંધોમાં એક સંબોંધને ન બોલાય.હવે સોહી સમજી માહી મને નહિ દાદા પર હસતી હતી.અહીં એક સંબંધ મજબૂત થયો ને તે બે સહઉમ્મરની

સાહેલીઓનો.

રાત્રે ભેગા મળી ત્યાંની ને અહીંની વાતો થઈ.દાદાએ રમેશભાઈ પાસે સમયપત્રક પૂછ્યું થોડા દિવસ છો તો સગા વહાલા મિત્રોને એક સાથે મળાય એમ કયો દિવસ ફાવશે એ પણ પૂછી લીધું. તારીખ નક્કી થઈ ગઈને.બીજે દિવસે ઊઠી ફોન કરવાનું નક્કી કર્યુ. માહી ઊઠી દાદાને પગે લાગી શુભરાત્રી કહી,દાદીને ગળે વળગી ને પ્રેમથી ગાલે ચૂમી ભરી રસોડાવાળા રસ્તે

બહાર તેમને આપેલા ઘરમાં ગઈ. સોહી આ જોઈ રહી હતી. જીનીની ગ્રાન્ડમા તેને આમજ ગુડનાઈટ કરતા.મનમાં થયું હું પણ દાદી દાદાને આમજ ગુડનાઈટ કરૂ,પણ મમ્મા ને પાપાને જોયા ને તે હાથ હલાવી ગુડનાઈટ કરી ચાલી ગઈ. બધા વિખરાયા.

સવારના સોહીની આંખ ખૂલી તો જોયું કે માહી બહાર ફૂલોને વૃક્ષોને પાણી સિંચી રહી હતી. બારી ખોલતા જ સૂર્યનો પ્રકાશ તેની રૂમમાં ઝગારા મારતો હતો. માહી તેને જોઈ ને મલકાય.સોહીએ પણ હસીને આવકારો આપ્યો.માહી આછા લીલા પંજાબી સૂટમાં સુંદર દેખાતી હતી.સોહીને પણ પંજાબી પહેરવું હતું. પણ તેણે તો ક્યારેય પહેર્યુ જ નહોતું. દાદાજી ઘણીવાર મોકલતા પણ તેણે કે મોમે ક્યારેય પસંદગીથી એ સામે જોયું જ નહોતું.આજે માહીને જોઈ તેને પણ મન થયું.માહીને તેણી બહાર મળવા ગઈ.તેણીએ માહીને ,”નાઈસ ડ્રેસ “ કહી પ્રશંસા કરી. માહી તેણીને લઈ રૂમમાં આવીને તેના કબાટમાંથી પીન્ક ડ્રેસ કાઢીને આપ્યોને નાહીને બહાર મળવાનું કહ્યું.

સુંદર ડ્રેસ પહેરી જ્યારે સોહી બહાર આવી તો માહી તેને વળગી પડી.અને કહું,”વાહ! સુંદર પરી જેવી શોભે છેને ! સોહી બે હાથે મોઢું સંતાડી શરમાય ગઈ.માહી તેને બહાર લઈ ગઈ.તુલસી ક્યારે દાદી રાહ જોઈ રહ્યા હતા.બન્નેને આવતા જોઈ તેમણે દીવો પ્રગટાવ્યો,તુલસીને પાણી પાયું ને *સુભદ્રાએ નમ: *નો ઉચ્ચાર પાંચવાર કરી તુલસી ના ફેરા ફર્યા.સોહી માહી એ પણ અનુકરણ કર્યુ. માહી માટે આ રોજનું હતું . સોહી માટે આ પહેલીવાર હતું.રમેશભાઈને રોહિણી બારી બહારનું આ દ્રશ્ય જોઈ રહ્યા ને નાનપણનું દ્રશ્ય રમેશભાઈની સામે તાદ્રશ્ય થયું,બા દીવો કરી આરતી આપતીને પોતે પ્રસાદ લેવા ઉભા રહી જતા..બા આરતી ના આસકા આંખે લગાડી હંમેશાં સર્વનું કલ્યાણ થાય એમ કહેતી ..

રોહિણીએ દીકરીને અંદર બોલાવી ,” કોનો ડ્રેસ પહેર્યો છે ?” પ્રશ્ન કર્યો. ત્યારે સોહીને યાદ આવ્યું કે મને કોનો ડ્રેસ માહીએ આપ્યો??પૂછતા જ ભૂલી ગઈ. તેણી એ કહ્યું માહીએ આપ્યો.રોહિણીએ કહ્યું,” છી ! પારકાંનો ડ્રેસ !” કંઈ ચોખવટ થાય એ પહેલા માહીને રોહિણીએ ખખડાવી નાંખી.દાદાજીએ મક્કમ મને તટસ્થતાથી માહીને જ ચોખવટ કરવા કહ્યું.

માહીએ મક્કમ મને બિલકુલ છોભીલા પડ્યા વગર ચોખવટ કરીને અંતે તે અને દાદાજી સોહી માટે જ બે ત્રણ ડ્રેસ લઈ આવ્યા તે તેના કબાટમાંથી લઈ આવી બતાવ્યાં.રોહિણીને આ જોઈ ને આનંદ થવો જોઈતો હતો પણ તે ખુશ ન દેખાઈ. રમેશભાઈ બહાર આવી સોહીને કપડાં બદલી જીન્સ ને ટીશર્ટ પહેરી લાવવાં કહ્યું. સોહી હે બે મિનિટ પછી મક્કમ મને કહ્યું,” મને ગમ્યું હું નહિ બદલવાનો.” ને તેના શબ્દોથી બધા હસી પડ્યા ને વાતાવરણ માં હળવાશ આવી ગઈ.

માહી સાથે ગામ જોવા નીકળેલી સોહીને બધા જ જોતા રહ્યા.કોઈ બોલાવતું તો હસીને હાય હલો કરતી.બીજી બાજુ રમેશભાઈને પણ દાદાજી એ લીસ્ટ આપ્યું કે જમવા કોને કોને આમત્રંણ આપવું છે તે જણાવી દે.લીસ્ટ વાંચતા રમેશભાઈએ જોયું કે તેમના બધા મિત્રો ના નામ હતા.પણ તેમનો ખાસ લંગોટિયો વિમલનું નામ નહોતું કદાચ એ કોન્ટેકમાં નહિ હોય. કેટલાં સમય થી પોતે પણ ક્યાં કોઈને યાદ કર્યા હતા.આમ જોવા જાઓ તો પોતે જ અલિપ્ત થઈ ગયા હતા. કદાચ એક ભેદ આવી ગયો હતો.પોતે આટલા ઉચ્ચ હોદ્દા પર ને મિત્રો ક્યાં??

એમણે દાદાને લીસ્ટ બરાબર છે કરી પાછું આપ્યું.સોહી બહારથી આવી તો ખુશ હતી કારણ તે દાદાજીની સ્કૂલ જોઈને આવી હતી ,હાલ માહી તેમાં જ ભણી રહી છે.

તેણે રોહિણીની સાથે વાત કરી “મોમ ,તુ તો ભારતની જ છે, કેમ આવું અજુગતું વર્તન કરે છે.”

ધીરે ધીરે દિવસો વિત્યાને જમણવાર પણ પત્યો.નક્કી થયું કે બધા સાથે આજુબાજુ ના સ્થળોએ ફરી આવીએ.લીસ્ટ બન્યું બે ત્રણ દિવસ જઈશું ને રજ્જોને માહી પણ આપણી સાથે આવશે તેમ દાદીનું ફરમાન આવી ગયું.મોટી ગાડી કરવામાં આવી,આખા સફરમાં માહી સોહીની મિત્રતાએ ધીરે ધીરે ગાઢ સ્વરૂપ લીધું.હવે તો રોહિણી પણ થોડી ભારતીય નારીના રૂપે વર્તવા લાગી.સૌથી મોટો ફરક આવ્યો દાદા દાદીની તબિયતમાં બન્ને ઘણાંજ આનંદીને તંદુરસ્ત દેખાતા હતા.

સોહી હવે દાદીની ઘણી નજીક હતી. પણ મનમાંને મનમાં તે દાદી પાસે જેનીની ગ્રાંડમા જેવો પ્રેમ ઈચ્છતી.પણ કહી સકતી નહિ.એને ક્યાં ખબર હતી ,આ હિન્દુસ્તાન છે અહીંઆ દાદી દાદા તો પ્રેમનો વિશાળ દરિયા જેવું દિલ ધરાવતા હોય છે.

રોહિણી ઘણીવાર બોલી દેતી અમારા અમેરિકામાં

તો આમ ને તેમ. પણ સોહી ક્યારેય ન બોલતી.ધીરે ધીરે રમેશભાઈ તેને ડોલરને રૂપિયાની કિંમત સમજાવતા થયા.તો તેને ત્યાંના ને અહીંના અભ્યાસની સમજ આપતા થયા.જ્યારે તે પોતે તુલના કરવા લાગી તો તેને થયું કે મારા કરતા તો માહી પૂરા વિશ્વ વિશે વધું જાણે છે. માહી વિજ્ઞાન અને ગણિતમાં પૂરી શાળામાં પ્રથમ આવતી તો દાદાજી પાસે સંસ્કૃત ને આપણાં વેદો,મહાગ્રંથો થી તે પરિચિત હતી.તેનું હવે સંબંધો પ્રત્યેનું વલળ જ બદલાયું તેને માહી મિત્ર કરતા વધું બેન લાગવા લાગી. રજ્જોને તે ફોઈના સંબંધે ઓળખવા લાગી.દાદા ગુરૂ બન્યા ને દાદી જેનીની ગ્રાંડમાં જેવી ગ્રેટ લાગવા લાગ્યા.

પંદર દિવસ પૂરા થવાને ફક્ત ચાર દિવસ બાકી હતા,ને એક દિવસ સવારના વકિલ સાહેબ ઘરમાં આવ્યા.બધાને નવાઈ લાગી. રમેશભાઈએ ધડાકો કર્યો કે તેમણે દાદાની વસિયતના કાગળ કરવા તેમના જુના મિત્રને બોલાવ્યો છે. વિમલ તેમને અમદાવાદમાં જ છે એ જાણ થઈને તેથી તેને જ બધું સમજાવી દીધું છે. દાદાજીએ વિમલને કેમ છે ઘરમાં બધા કુશળ મંગળને પૂછ્યું? વિમલને સંકોચ થયો ,દાદાજી મુંબઈ ભણવા ગયો પછી ગામમાં અવાયું જ નહિ ને તમારા બધાની ખબર પણ ન રાખી શક્યો ધંધામાં ને વકીલાતની શરૂઆત કરી ત્યારથી ફૂરસદ જ ન મળી.તેથી રમેશના ગયા પછી આવી ન શક્યો તો ક્ષમા કરજો.માતા પિતા વિશે પૂછયું તો વિમલે હા હા મજામાં કરી વાત ઉડાડી દીધી. રમેશભાઈએ માહીને પાણી લાવવા બૂમ મારી તો,માહીને બદલે સોહી પાણી લઈ આવી. રમેશભાઈને નવાઈ લાગી. માહી કેમ ન આવી..?


(ક્રમશ:)

જયશ્રી પટેલ

૩૦//૨૦૨૦