Lagani ni suvas - 33 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 33

મીરાં ઉઠી તો જોયુ કે મયુર થાકીને ખાટલા પાસે જ સૂઈ ગયો હતો. બાથરૂમમાંથી અવાજ આવતો હતો... એટલે મીરાં બાથરૂમ પાસે ગઈ...અને બોલી..
" ભૂરી... ભૂરી.. "
" હા,... બોલ.."
" તને સારુ છે.... ને... હવે.."
" હા.... એક દમ સારુ છે... ખાલી વિકનેસ છે... થોડી..."
" તું નાહિલે હું ઘરેથી ચા નાસ્તો લઈ આવું.... છું.. "
" હા..... "
મીરાં મયુરને ઉઠાડીને ખાટલામાં સૂવાનું કહી પોતે ઘરે જવાં નીકળી.... મયુરને પછી ઉંઘ આવી નઈ એટલે એ ખાટલામાં પડે પડે સવારની ઠંડક માણી રહ્યો હતો..ત્યાં ભૂરી બાથરૂમમાંથી બહાર આવી મયુર એની સામે જોઈ રહ્યો...
"હવે કેવું છે... ભૂરી...?"
" સારુ છે... બસ થોડી વિકનેસ છે.. સારુ થઈ જશે....😊... આભાર.... તમારો.. કાલે રાત્રે તમે ખૂબ સેવા કરી સારી રીતે સૂતા પણ નથી....થેન્ક..યુ..."
" બસ... ખાલી થેન્કસ્.. નઈ ચાલે... સાજી થઈસ પછી. ... પૌઆ ને બીજી ન્યુ ડિશ... ખવડાવવી પડશે..."
" હા..... જરુર..."
" તને કોઈએ કહ્યું.. નથી... કે તું જમવાનું સાચે ખૂબ જ સરસ બનાવે છે...નસીબ દાર હશે ...એ જે તારી સાથે લગ્ન કરશે... તને જોવા આવાના છે. એ સમાચાર મળ્યા અમને.. "
ભૂરી નીચું જોઈ સાંભળી રહી... મનમાં બોલતી રહી કે એ નસીબ દાર તમે બની જાઓ. .. તમને ટેસ્ટી જમવાનો શોખ છે... મને જમવાનું બનાવવાનો.. પણ નસીબ તો જુઓ મારુ..... સાચે જરુરી નથી કે.. આપણે જેને પ્રેમ કરીએ એ પણ આપણને પ્રેમ કરે.....ભૂરી ના કપાળે... મયુરના હાથનો સ્પર્શ થયો ને એના વિચારોની માળા તૂટી.... મયુરે એના કપાળ અને ગરદન પર હાથ રાખી તાવ છે કે નઈ એ ચેક કર્યું... તાવ ન્હોતો..
" ચલો ગુડ.... તમને તાવ તો ઉતરી ગયો...."
ભૂરીતો એનો સ્પર્શ મહસૂસ કરી રહી... મયુર એના નજીક હતો... પણ એ ના મનમાં જરા પણ સ્વાર્થ કે ખરાબ વિચાર ન્હોતો..
" તને જોવા ક્યારે આવા ના છે... "
" ખબર નથી.... મમ્મી આવે પછી.... કદાચ.."
" ત્યાં સુધી તું ફીટ થઈ જઈશ..."
" હમ્મ....."
" થવું જ પડશે ને ફીટ... વિદેશી જીજુ માટે.... " મીરાં દરવાજામાં આવતા જ બોલી...
" તું આટલી જલ્દી આવી ગઈ.... "ભૂરીએ વાત બદલતા બોલી...
" બ્રશ કરી હાથ પગધોઈ આવી. મમ્મીએ નાસ્તો બનાવી દિધો હતો.... એટલે લઈ આવી.. તમે બન્ને બેસી નાસ્તો કરો હું છાણ ભરીને આવું... અને હા.. ભાઈ આ તમારુ બ્રશ અહીં જ કરીલો... પછી હું આવુ એટલે ઘરે જજો...
" સારુ.. . લાવ બ્રશ... મીરુ...નાસ્તામાં શું લાવી... "
" ભાખરી માખણ....અને જામ... "
મયુર બ્રશ કરવા ગયોને મીરાંને ભૂરી રસોડામાં ગયાં. ભૂરીએ દિવા બત્તી કરીને મીરાં છાણ ભરવા ગઈ....મયુર હાથ પગ ધોઈ નાસ્તો કરવા બેઠો.. ભૂરી પણ સામે બેઠી... બન્ને નાસ્તો કરતા હતા પણ વાત બંધ હતી... મયુરને ભૂરી બદલાયેલી લાગી..આમ તો ઓછુ બોલતા મયુરની સામે ભૂરી ચબડ ચબડ કરતી હોય પણ આજે કામ પુરતુ જ બોલી કદાચ તબિયત ના લીધે..એવુ મયુર વિચારતો હતો...
ભૂરી અંદરથી હિંમત હારીને બેઠી હતી.. બસ જે થશે એ જોયું જશે એમ વિચારી એ મયુરને ચોરી ચોરી જોઈ રહી હતી..
ભૂરી ઘરના કામ ધીરે ધીરે કરવા લાગી... મયુર ખાટલામાં બેસી મીરાંની રાહ જોવા લાગ્યો... થોડીવારમાં મીરાં આવી એટલે મયુર ઘરે ગયો. રાબેતા મુજબ બધુ સારુ ચાલતું હતું... ભૂરીએ પણ નક્કી કરી લીધુ કે જે થશે એ વિના બોલે સહન કરી લેશે..
થોડા દિવસમાં ભૂરીને જોવા છોકરા વાળા આવ્યા છોકરો દેખાવે સારોને સ્વભાવથી પણ બધાને સારો લાગ્યો. બન્નેને વાતચીત કરાવવા મીરાં ઓરડામાં લઈ ગઈ.ભૂરીએ તો એક પણ વાર ઉચુ જોયુ જ નહીં. વાતની શરૂઆત છોકરાએ કરી..
"હાય.... મારુ નામ શુભમ્ છે. તમારુ નામ જણાવશો.."
" નામ ઘર્મિષ્ઠા છે... પણ બધા લાડથી ભૂરી કહે છે."
" હું અમેરિકાની એક કંપનીમાં જોબ કરુ છું. અને ઘણા દેશોમાં મારે રોકાવું પડે છે..કામથી .. તમે શું સ્ટડી કરો છો... "
" ઘરે જ બેસી ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને જમવાનું બનાવવાનો શોખ છે તો.... આગળ એમાં સ્ટડી કરવા ઈચ્છતી હતી."
" તમે મને સવાલ પુછી શકો છો... "
" થેન્કસ્.. પણ મારે કઈ નથી પૂછવું.."
"તો હવે હું બહાર જઉં છું નાઈસ ટુ મીટ યુ"
" સેમ...😊" એક ફૈક સ્માઈલ આપી .. ભૂરી પણ ઉભી થઈ..
બહાર જઈ શુભમ્એ જણાવી દિધુ કે એને ભૂરી પસંદ છે..ભૂરી જોડે બીજો કોઈ વિકલ્પ કે કારણ ન મળતા એ ના ન કહી શકી. એટલે બે દિવસ પછી સાદાઈથી સગાઇ કરવાનું નક્કી કર્યુ.
રાત્રે ભૂરીના ફોનમાં અજાણ્યા નંબરથી કોલ આવ્યો... એ સમજી ગઈ કે એ કોલ શુભમ નો જ છે એટલે એ ધાબા પર વાત કરવા ગઈ.. વચ્ચે એક ધાબુ છોડી મીરાંના ઘરની છત પર કોઈ આટા મારતું એણે જોયું... એ મયુર હતો.. એને સમજતા વાર ન લાગી... ફોનની એક રીંગ આખી પુરી થઈ ફરી વાગી... એટલે ભૂરીએ તરત ફોન ઉપાડ્યો..
" હૈ..લ્લો.... "
"હા...ઈ.... હું શુભમ..."
" હા... એ સમજ પડી.."
" તો ફોન ઉપાડતા વાર કેમ કરી... મને આવું ન ગમે... એક જ રીંગે ફોન ઉપાડી લો તૌ વધુ ગમશે.."
" ઓ.. કે ધ્યાન રાખીશ "
" આ..તો આપણે એક બીજાને સમજીએ લગ્ન પહેલા તો સારુ એટલે.."
" હા..."
ભૂરી નું વાત કરવામાં જરાય મન ન હતું એ મયુરને જોઈ રહી હતી... ભૂરીને શુભમ થોડો અલગ લાગ્યો... પણ એ કાંઈ બોલી નઈ..
" તમારે આગળ ભણવાની કે... કાંઈ માથા કૂટ કરવાની જરૂર નથી... હું ઘણુ કમાઉ છું તમને ખોટ નઈ પડે કાંઈ વસ્તુની.. "
" હા.. પણ હું મારા શોખ ખાતર ભણુ છું... "
" તો હવે આગળ સ્ટડી ન કરતા આમ પણ તમારે મારી સાથે જ આવવું પડશે.. એટલે.."
" ઓ.. કે.. "
" ગુડ ગર્લ તમે ઓછા બોલા લાગો છો... કાંઈ વાંધો નઈ એ પણ સારુ જ છે.."
" હમ્મ..."
" હું હવે સૂઉ જાઉ છું... ગૂડ નાઈટ.. "
ભૂરી ગુડ નાઈટ બોલે એ પહેલા જ ફોન કટ થઈ ગયો..
કેવો માણસ છે... આ આની જોડે લગ્ન કરીશ હું કેટલી હલકી વિચાર સરણી છે...આની...સામે વાળુ બોલે એનાથી એને કોઈ લેવા દેવા જ નથી..ગમે તે કરીશ આ લંગુર જોડે તો સગાઈ નઈ જ કરુ.. મારે.. આ બે દિવસમાં જ કંઈક કરવું પડશે.. અત્યારે જ કંઈક કરુ તો.... ભૂરી બધુ ભૂલી બાજુના ઘરના પતરા પર થઈ મીરાં ના ઘરની છત પર ગઈ. મયુર ત્યાં જ હતો... ભૂરીને આવી રીતે આવેલી જોઈ થોડો ગુસ્સે થયો..
" તું પાગલ છે... આ રીતે અવાય... નીચે થી આવી હોત... કામ હતું તો.."
" કામ જ એવું હતું કે આવવું પડ્યું... "
" અચ્છા... બોલ શું કામ હતું.. "
" આઈ.... લવ યુ.. મયુર... "
" તું પાગલ તો નથી થઈ ગઈ..... તારી સગાઈ છે બે ડે મા...."
" મયુર.... તમે આવું ન બોલો પ્લીઝ.....હું સાચે તમને પ્રેમ કરુ છું.. મજાક નથી કરતી.." ભૂરી એક દમ જોડે જઈ વિનંતી કરતી હોય એમ બોલી રહી..
" તું જા.. અહીંથી..... મારે કંઈ જ નઈ સાંભળવું..." મયુરે એને ધક્કો મારી દૂર કરી..
ભૂરી રડતા રડતા પોતાના ઘરે ગઈ.... રડતા રડતા જ એ સૂઈ ગઈ...
ક્રમશ:...