Itna Corona Mujhe Pyaar - 1 books and stories free download online pdf in Gujarati

ઇતના CORONA મુજે પ્યાર - 1

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા .

ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી. કેવીરીતે નીકળશે આટલા દિવસ?

ધ્રુવ અને પંક્તિ, બંનેના પ્રેમ લગ્ન . મુંબઈ ના ઉપનગર માં રહેનારા બને , ગામડે રહેતા પરિવાર ની ઉપરવટ જઈ, પોતાના પગ પર ઉભા રહેવા મુંબઈ આવ્યા. ઉપનગર માં પોતાનું કહી શકાય એવું ઘર લીધું. ત્યારે તેમને એવું લાગ્યું, કે જીવન નું બધું સુખ મળી ગયું છે. પણ, કહેવાય છે ને મુંબઈ ની કમાણી, મુંબઈ માં જ સમાણી. ધ્રુવ તો નોકરી કરતો જ હતો. ઘર ની EMI માં એને સાથ આપવા પંક્તિ એ પણ પાર્ટ ટાઈમ એકાઉન્ટિંગ ચાલુ કર્યું. વધારે કામ ને લીધે , ધ્રુવ ઓફિસે માં વધુ વખત રહેવા લાગ્યો. પંક્તિને હવે એકલતા લાગવા માંડી. આખો દિવસ ઘર માં રહેવું કંટાળાજનક હતું. પંક્તિ ના ઓફિસે થી એને ફુલ ટાઈમ માટેનો પ્રસ્તાવ આવ્યો, જે એણે સ્વીકારી લીધું.

ધ્રુવ રોજ થાકી પાકીને મોડો ઘરે આવે, બને સાથે જમે; થોડી ઘણી ખપ પૂરતી વાતો થાય ન થાય , કે ધ્રુવ TV ચાલુ કરીને બેસી જાય. પંક્તિ પોતાનું કામ પતાવે ત્યાં સુધી તો સુવાનો સમય થઇ જાય, કેમકે સવારે વહેલું ઉઠવાનું હોય.

સવારે પાછી એજ રોજની ઘરેડ. ધ્રુવ ડબ્બો લઈને ઓફિસે નીકળી જાય, પછી પંક્તિ નીકળે ઓફિસ માટે. પંક્તિ ની ઓફિસ ઘર ની બાજુમાં જ હતી. ભલે બને ને એકબીજા માટે પૂરતો સમય નહોતો મળતો, પરંતુ sunday ના આખા week ની કસર બને પુરી કરી લેતા.આરામથી ઉઠવાનું, Heavy brunch કરી બપોરે કોઈ સારી મૂવી જોઈ લેવાની અને પછી સાંજે બહાર ડિનર.

આમને આમ લગ્ન ના બે વરસ ખુશી થી પસાર થઇ ગયા. એક રાત્રે સૂતી વખતે ધ્રુવે પંક્તિ ને કહ્યું, " હવે આપણે બાળક માટે પ્લાન કરવું જોઈએ." પંક્તિ થોડી ગંભીર થઇ ગયી. એણે આ વિષે હજુ વિચાર્યું નહોતું. એણે કહ્યું, " મને થોડો સમય આપ, હું વિચારીને કહું છું તને."

પંક્તિ એ લાઈટ્સ ઑફ કરી . બને જણ સુવાનો ડોળ કરવા લાગ્યા. એક જ બેડ પર હોવા છતાં બને જણ એકબીજાની બહુ દૂર હોય એવી લાગણી બનેને થવા લાગી. પંક્તિ નો એક office કલીગ , રામ , એનો સારો મિત્ર બની ગયો હતો. પંક્તિ એ whatsapp ઓન કર્યું . રામ નું last seen થોડા સમય પેલાનું જ હતું. એણે type કર્યું.

પંક્તિ : Hi

તરત જ રામ નો રિપ્લાય આવ્યો.

રામ : hi , ઓલ વેલ ?

પંક્તિ એ નોટિફિકેશન tone સાઇલેન્ટ કરી નાખ્યો, જેથી અવાજ ન થાય.

પંક્તિ : Yes , All Good . Had Dinner ?

રામ : Yes . Sleeping time .

પંક્તિ : Hmm , Good night .

રામ : Good Night , sweet dreams , take care

પંક્તિને કહેવું હતું , પણ કહી ન શકી. એને લાગ્યું ઓફિસમાં વાત કરું એ જ વધારે સારું રહેશે.

ધ્રુવ પણ સૂતો નહોતો. એને ખ્યાલ આવ્યો કે પંક્તિ ના મોબાઈલની લાઈટ ચાલુ છે , પણ એ ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો.

સવારે બને મોડા ઉઠ્યા. ઊંઘ પુરી ન થવાને લીધે બનેંની આંખો સૂજેલી હતી. પંક્તિ ફટાફટ રસોડા માં ચાલી ગયી. ધ્રુવ નો પણ મૂડ સારો નહોતો લાગતો. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું હતું.