Itna Corona Mujhe Pyaar - 6 books and stories free download online pdf in Gujarati

ઇતના CORONA મુજે પ્યાર - 6

બંને હજુ સુધી બાલ્કની માં જ ઉભા હતા , બંને ની આંખો માં આંસુ હતા . મોદી સાહેબે ફક્ત ૫ મિનિટ કહી હતી , પણ ૪.૫૦ થી ૫.૨૦ સુધી લોકો એ જે અભિવાદન કર્યું છે , બંને ના રૂંવાટા ઉભા થઇ ગયા હતા .

બંને અંદર આવ્યા બંને ની અંદર લાગણી નું પૂર આવ્યું હતું , ધ્રુવ પંક્તિ ને ભેટવા જઈ રહ્યો હતો ને ત્યાં જ એની સાસુમા નો ફોન આવ્યો.

પંક્તિ એ મોઢું મચકોડ્યું , ધ્રુવે ફોન પર વાત કરી , બધા સારા વાના છે , સંભાળ રાખજો જેવી જ વાતો થઇ . સાસુમા એ પંક્તિ નું પૂછ્યું ધ્રુવે બાથરૂમ માં છે કહીને વાત ટાળી દીધી . બંને વચ્ચે સંવાદ નો એક મોકો ચાલ્યો ગયો . અને બે દિવસ પછી તો ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર કરી દેવાયું આખા દેશ માં .

લોકડાઉન દિવસ ૧ :

ધ્રુવ : શું પ્લાન છે આજનો ?

પંક્તિ : તને વાંધો ના હોય તો આજે બેડરૂમની સાફસફાઈ કરવી છે . વોર્ડરોબ માં ઘણી નકામી ચીજો છે બધી કાઢી નાખવી છે .

ધ્રુવ : ચાલશે , જમીને લઇ લઈએ વોર્ડરોબ .

પંક્તિ : કેટલી જગ્યા થઇ ગઈ જો .

ધ્રુવ : એ તો છે , મને નથી થતા એ કપડાં કોઈ વાપરી શકે એને આપી દેજે , બધા સારા જ છે .

પંક્તિએ એક ફોલ્ડર તકિયા નીચે રાખી દીધું , ધ્રુવ નું ધ્યાન હતું પણ એણે કઈ પૂછ્યું નહિ અને પંક્તિ એ પણ એને કઈ કહ્યું નહિ .

એ રાત્રે બંને જમી પરવારીને વહેલા જ સુઈ ગયા , થાક ને લીધે કદાચ .

લોકડાઉન દિવસ 2:

સવારે પંક્તિ વહેલી ઉઠી ગઈ , ધ્રુવ હજી સૂતો હતો , એણે તકીયાની નીચે થી પેલું ફોલ્ડર કાઢ્યું ,

એમાં પ્રેમપત્રો હતા , પંક્તિ એ એક પત્ર કાઢ્યો અને વાંચવા લાગી , એની આંખો ભરાઈ આવી .એણે પત્ર પાછો મુક્યો અને ફોલ્ડર પાછું તકિયા ની નીચે જ મૂકી દીધું

થોડી વાર પછી ધ્રુવ ઉઠ્યો

ધ્રુવ : આજે શું પ્લાન છે મેડમ ?

પંક્તિ : આજે મારો કોઈ પ્લાન નથી , તું કહે તે કરીયે .

ધ્રુવ : આજે આપણે લવ ની ભવાઈ જોઈએ.

પંક્તિ : છે તારી પાસે ?

ધ્રુવ : હાસ તો વળી.

પંક્તિ : મજા આવી ગઈ.

ધ્રુવ : આજે હું ચા બનાવું છું , તું પીવાની ?

પંક્તિ : તું બનાવે તો તો પીવી જ પડશે .

રાતના જમીને બંને રિલેક્સ મૂડ માં હતા , બંને ન્યૂઝ જોઈ રહ્યા હતા . ત્યારે જ ધ્રુવ ના પપ્પા નો વિડિઓ કોલ આવ્યો . બધાના હાલચાલ પૂછ્યા . ધ્રુવની મમ્મી એ પંક્તિને હસતા હસતા કહ્યું , બેટા , જુઓ આ લોકડાઉન ખાસ તમારા માટે છે , આમ તો તમને લોકો ને ટાઈમ નથી હોતો હવે જુઓ તમારી પાસે સમય પણ છે અને ફુરસદ પણ , જલ્દી સારા સમાચાર સંભળાવજો હવે . પંક્તિએ ફક્ત સંમતિસૂચક મોઢું હલાવ્યું , ધ્રુવે ફોન લીધો એની પાસે , મમ્મી તું પણ શું લઈને બેઠી છે . ચાલ હવે , પછી ફોન કરું તને , સંભાળ રાખજો તમે પણ .

માંડમાંડ ગાડી પાટા પર ચડે ત્યારે જ કોઈ છમકલું થાય અને પાછા બંને પોતપોતાના કોચલામાં પુરાઈ જાય .

બંને ને આજે ઊંઘ નહોતી આવી રહી . પંક્તિ બાલ્કનીમાં જઈ ઉભી રહી , થોડી વારે ધ્રુવ પણ ત્યાં આવી ગયો .

ધ્રુવ : પંક્તિ , I Am Sorry , મને તારા મેસેજ વાંચવા નહોતા જોઈતા.

પંક્તિ : ધ્રુવ તને ખબર છે મેં મારા ફોન માં ક્યારે પણ પાસવર્ડ નથી રાખ્યો , તે મેસેજ વાંચ્યા એનો મને વાંધો નથી પણ તું જે બોલ્યો એનાથી હું વધુ hurt થઈ .

ધ્રુવ : તું તો ઓળખે છે ને મને , હું possesive છું તને લઈને , ચેટ વાંચીને

I felt insecure . જે વાત તારે મારી સાથે discuss કરવી જોઈએ એ તું રામ સાથે કરી રહી હતી . મને એ જ વાતનું ખરાબ લાગ્યું

પંક્તિ : જયારે મેં ડૉલી ને આપણા પ્લાનિંગ વિષે બોલતા સાંભળી ત્યારે મને પણ એટલું જ ખરાબ લાગ્યું હતું ધ્રુવ .

ધ્રુવ ; એટલે તે મારી સાથે બદલો લેવા આવું કર્યું ?

પંક્તિ : ધ્રુવ , મારુ માથું સખત દુખે છે , આપણે કાલે વાત કરીયે ?

ધ્રુવ જવાબ આપ્યા વગર બેડરૂમ માં ચાલ્યો ગયો .

લોકડાઉન દિવસ ૩:

ધ્રુવ ઉઠ્યો ત્યારે પંક્તિ નાહવા ગઈ હતી એણે તકિયા નીચે નું ફોલ્ડર કાઢ્યું , એમાંથી એક પત્ર કાઢી વાંચવા લાગ્યો . જેમ જેમ એ પત્ર વાંચતો ગયો તેમ તેમ એના ચહેરા ના ભાવો બદલાવા લાગ્યા .