Itna Corona Mujhe Pyaar - 2 books and stories free download online pdf in Gujarati

ઇતના CORONA મુજે પ્યાર - 2

પંક્તિને કહેવું હતું , પણ કહી ન શકી. એને લાગ્યું ઓફિસમાં વાત કરું એ જ વધારે સારું રહેશે.ધ્રુવ પણ સૂતો નહોતો. એને ખ્યાલ આવ્યો કે પંક્તિ ના મોબાઈલની લાઈટ ચાલુ છે , પણ એ ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો.

સવારે બને મોડા ઉઠ્યા. ઊંઘ પુરી ન થવાને લીધે બનેંની આંખો સૂજેલી હતી. પંક્તિ ફટાફટ રસોડા માં ચાલી ગયી. ધ્રુવ નો પણ મૂડ સારો નહોતો લાગતો. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું હતું.

ધ્રુવ office જવા નીકળી જ રહ્યો હતો ત્યાંજ એના ફોન ની રિંગ વાગી. ધ્રુવે ફોન ઉપાડી, ખભા અને કાનની વચ્ચે મુક્યો. કાન ના ટચ ને લીધે ફોન નો સ્પીકર ઓન થઇ ગયો. " અરે ધ્રુવ, ક્યાં છે તું? તું આજે ઓફિસ આવવાનો છે કે નહિ ? પંક્તિ સાથે તારી વાત થઇ?" ધ્રુવે ફોન હાથમાં લઇ સ્પીકર ઑફ કર્યું. " હું રસ્તામાં જ છું, થોડો મોડો આવીશ." એટલું કહી એણે ફોન કટ કર્યો.

એણે પંક્તિ સામે જોયું. પંક્તિ કાંઈજ ના બોલી પણ એના ચહેરા પર અણગમો દેખાતો હતો. એ ડૉલી હતી, ધ્રુવ ની લેડી બોસ. એ દિવસે પંક્તિ ઓફિસ ન ગયી. એને કોઈ સાથે વાત કરવાનું પણ મન નહોતું. ધ્રુવે પણ આખા દિવસ માં એને ફોન ન કર્યો. રાતે એ ઘરે આવ્યો ત્યારે પણ બનેં વચ્ચે કોઈ ખાસ વાત ન થઇ.આજે પણ બનેં સુવાનો ડોળ કરવા લાગ્યા.

પંક્તિએ આખા દિવસ માં પોતાનો ફોન પણ નહોતો જોયો. એણે whatsapp ખોલ્યું. રામનો સવારના ૧૧ વાગ્યાનો મેસેજ હતો. " કેમ ઓફિસ આવી નહિ આજે? બધું બરાબર? " પંક્તિએ ફોન સાઇલેન્ટ મોડ પર મુક્યો. " મોડું થઇ ગયું હતું આજે ઉઠવામાં , એટલે ન આવી. "

તરત રામ નો રિપ્લાય આવ્યો

રામ : ઓહો , રાતે જલ્દી સુઈ જવાનું ને!

પંક્તિ : Hmm, તું કેમ જલ્દી નથી સૂતો?

રામ : બસ, હવે તૈયારી જ છે.

પંક્તિ : I need your help.

રામ : બોલ , anything serious

પંક્તિ: ધ્રુવ કાલે બાળક ના પ્લાંનિંગ માટે પૂછી રહ્યો હતો.

રામ: OK , તે શું જવાબ આપ્યો એને ?

પંક્તિ : કાંઈજ નહિ I am not sure. I am confused.

રામ: પંક્તિ, આ વાત નો જવાબ હા કે ના માં શક્ય નથી, કાલે ઓફિસ આવવાની છે ને તું?

પંક્તિ : હા

રામ : મળીને વાત કરીયે તો પછી.

પંક્તિ : ભલે.

રામ : good night

પંક્તિ : Thanks

રામ : અરે, ટેન્શન ના લે, Everything will be alright.

પંક્તિ : Hmm, GN

પંક્તિ ને થોડી વાર માં જ ઊંઘ આવી ગયી , પણ ધ્રુવ હજુ પણ જાગતો જ હતો કંઈક કેટલાય વિચારો એના મનમાં ચાલી રહ્યા હતા . એનું ધ્યાન ગયું કે પંક્તિ સુઈ ગઈ છે . એણે પંક્તિ નો મોબાઈલ લીધો , હજી પણ એ સાઇલેન્ટ મોડ માં જ હતો . એણે પંક્તિ નું whatsapp ઓપન કર્યું , જેવું એણે ધાર્યું હતું છેલ્લી chat રામ સાથે ની જ હતી . ચેટ વાંચું કે ના વાંચું ? એણે ફોન પાછો મૂકી દીધો પણ એ પોતાની જાતને રોકી ના શક્યો , પાછો એણે પંક્તિ નો ફોન લીધો અને એ પંક્તિ ની રામ સાથે ની chat વાંચવા લાગ્યો . એને ગુસ્સો આવી રહ્યો હતો પંક્તિ પર . એણે પંક્તિ નો ફોન પાછો જગ્યા પર મુક્યો અને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો .