Radha ghelo kaan - 2 in Gujarati Love Stories by spshayar books and stories PDF | રાધા ઘેલો કાન - 2

Featured Books
Categories
Share

રાધા ઘેલો કાન - 2રાધા ઘેલો કાન :- 2

અને તેના કાકા કિશનને કહે છે, જો આજે ગુરુવાર છે .. આપણે સાંઈ મંદિર જવાનું છે.. તો ફટાફટ તૈયાર થઈ જા ..

કિશન નાહી ધોઇ તૈયાર થઇને નીચે આવી જાય છે .. અને કાકા-કાકી સાથે મંદિર જવા નીકળે છે .. પણ કહેવાય છે ને કે જો બે દિલ મળવાનાં જ હોય તો ધૈયઁને પણ પોતાના લક્ષણ ભૂલવા પડે છે .. અને તે જ રીતે રાધિકાને પણ દર ગુરુવારે સાંઇમંદિર જવાની ટેવ હતી .. પણ તે આજે એને exam હોવાથી રોજનાં સમય કરતા વહેલા નીકળી જાય છે.. પણ કિશનને તો સાંઇદશઁન કરતાં વધારે તો સવારનાં રૂપદશઁન કરવામાં જ ધ્યાન હતું ..
મંદિર પહોંચે છે અને જેવો ગાડીનો દરવાજો ખોલે છે .. અને સામે જ મંદિરનાં પગથિયા પરથી જલ્દીમાં ઊતરતી એ સવારની પરીને દેખે છે.. એ જ અદા તેનાં વાળમાંથી કાઢેલી લટ તેનાં ગાલને ચૂમતી હોય.. ગુલાબે પોતાનો રંગ તેના પાસેથી ઉછીનો લીધો હોય તેવા તો એના ગાલ..
અને તેની નજર જાણે ખોવાયેલી-ખોવાયેલી અને કંઈક શોધતી હોય તેમ આમતેમ જોતી હતી..
અને ચિંતામાં જણાતી હતી ..
ત્યાં જ કિશનનાં કાકા રાધિકાને બૂમ પાડે છે ..
એક સોસાયટીમાં રહેતાં હોવાથી તેનાં કાકા-કાકી રાધિકાને સારી રીતે ઓળખતા હતા .. અને તેમની વચ્ચે સંબંધ પણ સારા હતા.. તે ઓફિસે અને કોલેજ જવા માટે અવાર નવાર એકબીજાની ગાડી વાપરતાં હતાં.. રાધિકાને ઊતાવળમાં જોઇને કાકાએ ફરી બૂમ પાડતાં ક્હયું ..

કાકા : રાધિકા , કેમ ઊતાવળમાં છે..

(આટલું સાંભળી કિશન તો ખુશ થઇ ગ્યો.. એક તો નામ જાણવા મળ્યુ અને કાકા-કાકી તેને ઓળખે છે .. એ પણ જાણવા મળ્યું ..)

રાધિકા : અરે , કાકા આજે મારે Exam છે ..Already હુ Late છે.. અને આજે ગાડી પણ પાપા લઇ ગયા છે..
( રાધિકાનો અવાજ સાંભળીને કિશન તો એટલી ભીડમાં જાણે કોઇ અલગ દુનિયામાં જ ખોવાઇ ગ્યો ..

કિશન : મનમાં ( આને અવાજ આપતી વખતે ચોક્કસ ભગવાને Sound setting કરયુ હશે.. આપણને જ Full bass માં ઠપકાર્યા છે .. )

કાકા : તો કંઈ વાંધો નઇ, હું મંદિરમાં દશઁન કરીને થોડી જ વાર માં આવુ છુ.. હુ તને કોલેજ Drop કરી દઇશ ..

રાધિકા : પણ External exam હોવાથી મારી કોલેજમાં Centre નથી.. અને આ કોલેજ તમારી Officeથી Opposite side પર છે, કાંઇ વાંધો નઈ.. હુ જતી રહીશ ..

કાકા : Ok ok પણ તને Late થઇ ગયુ છે ..
એક કામ કર , હુ અને કાકી દશઁન કરી લઇએ..

એટલી વારમાં કિશનને જોઈને કાકા બોલ્યા,
'આ મારો ભત્રીજો છે .. કાલે જ ગામ થી આવ્યો છે .. વાંધો નઇ તે તને Drop કરી આવશે ..'

( કિશન તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો.. અને ખુશ પણ, પહેલા તો એમ કે હુ આની સાથે જઇશ ? હુ શુ વાત કરીશ ? બધાં બવ વિચાર આવ્યાં.. તે છતાં બોલ્યો.. )

કિશન : હા વાંધો નઇ ! .. હું Drop કરી આવીશ .. કંઇ કોલેજ છે ?
રાધિકા : અરે કાકા.. કંઈ વાંધો નઇ.. હું જતી રહીશ..

કિશન : No problem .. I 'll drop .. ( થોડુ ઇંગ્લિશ બોલ્યો પાછો.. ભાર પડે ને.. ) કે 'વાય તો છેલછબીલો જ કે ..

રાધિકા : Ohkkkkkkkkk .... ThnxXxxxxxx .. (અને કિશન અને રાધિકાની નજર એક થાય છે ..)

કિશન : મનમાં (હવે આંખથી આંખ પરોવાઇ જ છે.. તો ચલ ને દિલમાં પણ આંટો મારતાં આવીએ. .)

કિશન રાધિકાને મૂકવા માટે કોલેજ જાય છે.. અંકલ પાસેથી ગાડીની ચાવી લે છે.. અને સ્ટાટઁ કરતા બોલે છે ..
કિશન : હાઇ , વેલકમ મનમાં( બ્યુટીગલઁ )
રાધિકા : થેન્ક યુ .. !
કિશન : ઑલ્વેઝ વેલકમ .. મનમાં ( તારા માટે તો આ કાંઈ જ નથી ગાંડી )
રાધિકા : અંકલ પણ ખરા છે.. મે કીધૂ હતુ.. હુ જતી રહીશ.. શું કામ ખોટી તકલીફ લેતાં હશે ..
કિશન : અરે અરે .. નો પ્રોબ્લેમ .. એમાં શું તકલીફ ? - મન માં ( એ બહાને હુ પણ થોડી વાતો કરી લઇશ .. )
રાધિકા : હમ્મ્મ ..
કિશન : ઇફ યુ ડોન્ટ માઇન્ડ .. એક વાત કવ ..
રાધિકા : હા સ્યોર ..
કિશન : જેવુ નામ છે.. તેવુ જ તમારુ રુપ છે ..
રાધિકા : હુ તને જોઇને જ ઓળખી ગઇ હતી કે તુ પણ કદાચ બીજા Boys જેવો જ હોઇશ ..
છોકરી જોઇ નથી કે Flirting ચાલુ .. (હલકા ગુસ્સા માં )
કિશન : ઓ મેમ , હુ બીજા છોકરાઓ જેવો નથી Ok .. So dnt compare my nature with other boys .. ( થોડા કડક શબ્દો માં )
( એમ તો કિશન કોઇનુ સાંભળે એવો થોડો હતો .. )
રાધિકા :(મોં બગાડતા) મતલબ ??
કિશન : મે એવુ કીધૂ કે ખાલી તમારુ રુપ રાધા જેવુ છે ..

( મને આ લોકો ના આ સંવાદ પર એક શાયરી યાદ આવે છે ..
ના રાખ્યા કરો .. આટલુ અભિમાન પોતાના રુપ પર ..
ના રાખ્યા કરો .. આટલુ અભિમાન પોતાના રુપ પર ..
અને રાખો તો ભલે રાખો .. પણ દિલ પણ એટલુ ચોખ્ખુ રાખ્યા કરો ..
પોતાના પ્રેમ પર ..
લાખો થયા બરબાદ ..
ખોટા રુપ માં ભેળવાઇને ..
પણ તમે તો આબાદ થાવ ..સાચો પ્રેમ કરીને તેમની નજરમાં..
Sorry to disturb you .. પણ આ કેવુ પડે એવુ હતુ ..

- હવે ખબર નઈ કિશન રાધિકાને કઈ રીતે impress કરશે??
કે કરશે કે નઈ?? ખબર નઈ 😀😉

તમને શુ લાગે છે..?
જણાવજો જરા કોમેન્ટમાં..

તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો..
આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે..

:- સાર્થક પારેખ sp "દબદબો"