Radha ghelo kaan -10 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 10



રાધા ઘેલો કાન :- 10


ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ વાતો કરતી હોય છે ત્યાં જ કિશનને કોઇ ફોટો મોકલે છે અને ફોટો મોકલનાર સાથે વાત થાય છે..


અને એટલામાં જ કિશનનાં ઘરની ડોરબેલ વાગે છે..


કિશન ઘરનો દરવાજો ખોલે છે અને સામે જ જોવે છે તો કોણ??


તમને ખબર પડી જ ગઈ હશે કોણ?


હા.. હા.. એજ સવારની પરી "રાધિકા"..


હા એણે સવારે જ કિશનને કીધું હતું કે હું સાંજે આવીશ અંકલનાં ઘરે..


અને એટલે જ કોઇ કામનાં બહાનાથી અંકલ અને આંટીને મળવા માટે આવે છે..


અને ફરીથી એજ રીતે કિશન હાલ પણ રાધિકાને જોઈને એક અલગ જ દુનિયામાં ખોવાય જાય છે..


તમને એમ થતું હશે કે દર વખતે કિશન આટલો પાગલ થઈ જાય છે..


જી, હા રાધિકા હતી જ એવી કે જો એને કોરોના હોય ને તે છતાં પણ એની નજીક જતા અને એને આલિંગન આપતાં કોઇ ખચકાટ ના કરે.. 😀


એટલામાં જ અંકલ બૂમ પાડે છે કોણ છે બેટા??


અરે અંકલ હું..


ઓહ રાધિકા.. આવ બેટા.. બેસ


કિશન (મનમાં) : હા, બેટા બેસ.. 😀


હા અંકલ.. પણ આંટી ક્યાં છે?


ખબર નહીં બેટા.. એ રસોડામાં કંઈક કામ કરતી લાગે..


રાધિકા રસોડામાં જતા બોલે છે, ' હા, આંટી લો આ મારાં મમ્મીએ કંઈક તમને આપવા માટે કહ્યું છે..


હા લાવ બેટા, એ તો મેં જ મઁગાવ્યું હતું..


આવી રીતે રાધિકા અને આંટી વાતો કરતા હોય છે પણ કિશનનું ધ્યાન તો રાધિકા સાથે સવારની વાત કઈ રીતે આગળ વધે એમાં જ interest હતો..


એટલામાં જ અંકલ બોલે છે ' કેમ રાધિકા સવારે સમયસર પોહચી ગઈ હતી ને? '


હા, અંકલ..


કિશને ટાઈમે પોહચાડી દીધી હતી..


આવું બોલતા જ કિશનને પણ લાગવા લાગ્યું કે રાધિકા પણ મારી સાથે વાત કરવામાં interested છે..


પણ એ અંકલને બેઠેલા જોઈને કઈ બોલવા નહોતો માંગતો..


કારણ કે ગમે તેવો રોમિયો હોય ઘરમાં તો શાંત શરીફ જ હોય.. 😉


એટલામાં જ એને વિચાર આવે છે કે હું એને મારો મોબાઈલ નંબર આપું પણ એટલામાં જ રાધિકા વાતો વાતોમાં સોફા પર એક કાગળ મૂકીને હસતા હસતા ઘરની બહાર નીકળી જાય છે..


પણ એ કાગળ ઉપર કિશનની નજર નથી પડતી અને એ તો રાધિકાને ઘરની બહાર જતા જ જોવે છે..


બીજા દિવસે સવારે ફરી એ જોવે છે તો એ જ રીતે રાધિકા એની બાલ્કનીમાં તૈયાર થતી હોય છે..


ફર્ક બસ એટલો જ હતો કે આજે રાધિકાને ખબર હતી કે કિશન મને જોવે છે..


અને જયારે એક છોકરીને ખબર હોય છે કે કોઇ મને જોવે છે ત્યારે એના ચહેરાનો નિખાર એક અલગ જ રૂપ લઇ લે છે, બાણમાંથી છૂટેલા તીર જેવા તેના વાળ આપોઆપ બંધનમાંથી છૂટી જાય છે..


એના ગાલનો રંગ ગુલાબને પણ ફીકકો કેવડાવે એટલો ગુલાબી રંગ પકડી લે છે..


અને એની આખો એક હીરનીની આંખોની જેમ હિરણની ગતિને પણ પછી પાડે એમ એના દીદારવરણીની આંખો શોધતી હોય છે..


આવું રાધિકાનું રૂપ જોઈને ફરી ફરી એ કિશન રાધા ઘેલો થઈ જાય છે.. પણ


એટલામાં જ ફરી કિશન પર એજ નંબર પરથી મેસેજ આવે છે જે નંબર પરથી ગઈકાલે એના પર ફોટો આવ્યો હતો..


અને લખ્યું હોય છે..


શુ કરે છે કિશન?


બસ મજામાં.. તુ?


કઈ નઈ હું પણ બેઠી આ ઘરે..


યાદ આવે છે નિકિતાની?


ના રે.. એક વખત મારી નજરમાંથી ઉતરી જાય પછી મને કોઇ ફર્ક નથી પડતો કે એ જીવે કે મરે..


ઓહ એવુ..


હા.. પણ મને એ ખબર નથી પડતી કે તુ એની ફ્રેન્ડ થઈને પણ એનું ખરાબ કેમ ઈચ્છે છે?


અરે, એતો છે જ એવી..


બટ, તુ સારો છે એટલે તારી લાઈફ ના બગડે એની પાછળ,


માટે હું તને જે છે એ સાચું કહું છું..


અને એમ પણ તુ મારાં બાળપણનો મિત્ર છે.. હું તારા માટે આટલુ તો કરી જ શકું..


હમમમ..


કેમ તને મારાં પર શંકા છે?


ના રે એવુ કઈ નથી..


ohkk અંજલી કઈ નઈ ચલ..હું પછી વાત કરું..


હા તમે સમજી ગયા હશો કોણ છે ગદ્દાર??


હવે એ ખરેખરમાં ગદ્દાર છે કે કિશનનાં સારા માટે આવું બધું કરે છે..?


અંજલીનો પણ એક અલગ ભૂત છે..


નાનપણમાં અંજલી અને કિશન એક સ્કુલમાં હતા..


જયારે બન્ને દસમાં ધોરણમાં આવે છે ત્યારે કિશન અને અંજલી બન્ને ખાસ મિત્રો હોવાથી આખી સ્કુલ એ લોકોને એ નજરથી જ જોતી હતી કે એ બન્ને ભવિષ્યમાં પ્રેમસંબંધથી પણ જોડાશે..અને આખી સ્કુલ અંજલીને કિશનનાં નામથી ચીડવતા પણ હતા અને આ બધું અંજલીને મનમાં પસંદ પણ હતું..


અને એ પણ એવુ વિચારતી હતી કે કિશન મારો છે..


પરંતુ કિશને કયારેય અંજલી સાથે એક મિત્ર સિવાય બીજો કોઇ સંબંધ રાખ્યો જ નહોતો અને વિચાર્યું પણ નહોતું..


અને જયારે અંજલી જયારે નિકિતાને કિશન સાથે વાતો કરતા અને ફરતા જોવે છે ત્યારે એ જેલસ ફીલ કરે છે અને એ જેલસ કયારે એના દિલમાં નિકિતા માટે નફરત પેદા કરે છે.. એનો ખ્યાલ અંજલીને પણ રહેતો નથી..


અને અંજલી બસ નિકિતા અને કિશનને દૂર કરવા માટે ગમે તે બહાના શોધતી જ હોય છે..


હવે એ કાગળમાં રાધિકાએ શુ લખ્યું હશે?


શુ લાગે રાધિકા અને કિશનનું મિલન થશે કે પછી અંજલી નડશે??


જોઈએ આવતીકાલે ત્યાં સુધી


જય હિન્દ - જય ગુજરાત..


તમારા પ્રતિભાવ આવકાર્ય છે..


ત્યાં સુધી ઘરમાં રહો.. સુરક્ષીત રહો.. 🙏🙏🙏🙏