Radha ghelo kaan - 6 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 6

રાધા ઘેલો કાન - 6


રાધિકા પાણી પીવા માટે બહાર જાય છે.લોબીમાં બીજા પણ ક્લાસ હોય છે ત્યાં બીજા એના ફ્રેન્ડ્સનાં પણ નંબર પડેલા હોય છે.. તે એમની સામે હસતા હસતા પાણી પીને જલ્દી કલાસમાં આવે છે ને.. એનું આગળનું પેપર લખવાનુ સ્ટાર્ટ કરે છે ..


3 કલાક પુરા થાય છે.તે પેપર સરને પેપર આપીને પેન પોતાના પર્સની અંદર મુકતા મુકતા બહાર આવે છે.બહાર નિખિલ તેની રાહ જોઈને બહાર ઊભો હોય છે..


કેમ બીજા બધા કઈ ગયા? રાધિકા નિકને પૂછે છે.


ખબર તો છે તને એ લોકોને કંઈક કામ હોય તો જ ઊભા રે.. મતલબી છે.ગયા પેપર આપીને ક્યારના..


ઓહહ..ઓકે ચલ હું પણ જવ..મારે લેટ થાય છે..રાધિકા બોલે છે..


કેમ તુ પણ ?? આજે પાણીપુરી નહીં ખાવી?? નિક આશ્ચર્ય સાથે પૂછે છે..


ના..ના આજે મારે થોડું કામ છે ઘરે.. વેહલું જવુ પડશે.. રાધિકા ઉત્તર વાળે છે..


હા.. હા બધી ખબર છે અમને..


તમારે શુ કામ છે? નિક થોડી જેલસી ફીલ કરતા જવાબ આપે છે..


શુ ખબર છે?? રાધિકા બોલી..


સવારનો જોવું છું હું પેલો છોકરો મૂકીને ગયો ત્યારની તુ કંઈક અલગ જ અંદાજમાં દેખાય છે..


તારા ક્લાસમાં જે છોકરો છે પિયુષ એણે પણ બધી વાત કરી મને હો કલાસની..


ક્યાં ખોવાઈ તી? હે હે.. મસ્કા મારતા કહે છે..


કેતો ખરા..


શુ? કયો છોકરો? શુ ખોવાઈ??


જો તુ એમનેમ બોલ-બોલ ના કર ઓકે..એવુ કઈ નથી.. એતો અમારા સામેના અંકલનો ભત્રીજો છે.. હમણાં ગામથી આવ્યો છે..અને મારે લેટ થતું હતું એટલે એને મુકવા મોકલ્યો હતો..અને તારી તો આદત છે દર વખતે કંઈકને કંઈક કોઈના પણ વિશે બોલવાની..રાધિકા ઉતાવળમાં ઉત્તર વાળે છે..


ના ખરેખર, મેં એને ક્યાંક જોયો છે પણ ક્યાં જોયો છે યાદ નથી આવતું.. કદાચ સમાચારમાં? કે પોલીસ સ્ટેશનમાં?


હે..? રાધિકા પૂછવા તો માંગે છે બધું પણ તે નિકની વાતોને ઇગ્નોર કરીને લથડાતા બોલે છે.. તે હવે જ્યાં જોયો હોય ત્યાં મને કોઇ મતલબ નથી.. ચાલ હું જવ છું.. મને પણ જલ્દી ઑટો નહીં મળે..


અને હા આવતીકાલે પેન લઈને આવજે ઓકે.. લાવ મારી પેન.. ચલ બાય.. મળીયે કાલે...


પેન પર્સમાં મુકતા મુકતા તે રોડ તરફ જાય છે અને અહીં નિક વિચાર્યા જ કરે છે.. કે એણે રાધિકા પર કંઈક તો જાદુ કર્યો છે..


આવો સ્વભાવ કોઇ દિવસ જોવામાં નથી આવ્યો..


અને કિશનને ક્યાં જોયો છે મારે યાદ કરવું જ પડશે..


આમ તે પણ પોતાની બાઈક સ્ટાર્ટ કરીને રોડ તરફ જાય છે..


રાધિકા રીક્ષામાંથી ઉતરતા ઉતરતા, કેટલા થયા અંકલ?.


30 રૂપિયા બેટા..


ઓકે આ પકડો...


તે પોતાનાં ઘર તરફ જાય છે..એની મમ્મી ઘરનું કંઈક કામ કરતી હોય છે.. રાધિકા સીડી ચડતા ચડતા અંકલનાં ઘર તરફ નજર કરે છે અને નિકના શબ્દો પર વિચારે છે..


એવો તો શુ બદલાવ આવ્યો મારામાં કે નિક કહે છે..બધી ખબર પડે અમને એમ.. અને પોલીસ સ્ટેશન જોયો હોય અને એ પણ કિશનને?


પોસિબલ જ નથી.. હશે.. છોડ.. મારે શુ?


આટલુ વિચારતા વિચારતા તે દરવાજો ખોલીને એના મમ્મીને બૂમ પાડે છે..


મમ્મી, શુ કરે??


શુ આખો દિવસ કંઈકને કંઈક કામ જ કરતી હોય..


જો ને બેટા આ સમાન કેટલા દિવસથી અહીં જ પડ્યો છે એણે ઠેકાણે મૂકી દવ ને..


નહિતર તારા પાપા રોજની જેમ આવીને બબડશે..


છોડ તારે કેવું ગયું પેપર? એના મમ્મી સામાન ખસેડતા બોલે છે..


સારુ મમ્મી, દર વખતે જાય એવુ જ.. રાધિકા કિશનનાં કાકાનાં ઘર તરફની બારી ખોલતા ખોલતા જવાબ આપે છે..


હા એતો result આવશે એટલે ખબર પડશે જ હો..


હા તો હમણાં શુ કામ પૂછે એ વખતે જ જોઈ લેજે ને.. રાધિકા હસતા હસતા જવાબ આપે છે..


એમ? અને કેમ આજે આટલા જલ્દી વેહલા આવી ગઈ?


કઈ નઈ મમ્મી એમ જ..


રાધિકા પોતાને પણ એવુ સાબિત કરવા માંગતી હતી કે કઈ જ નથી થયું પરંતુ તે કેમ જલ્દી ઘરે આવી અને ઘરે આવીને કેમ ત્યાં જ જઈને બેસી જ્યાંથી કિશનનું ઘર સીધું દેખાય.. આવા બધા લક્ષણોથી ખુદ તો હેરાન હતી પણ એના પર વધુ વિચાર ના કરતા નોર્મલી જ રિએક્ટ કરવા લાગે છે..


મમ્મી ચલ ભૂખ લાગી છે.. કંઈક ખાવા આપ..


અરે હા..આજે તો તારું મનગમતું ખાવાનું આવ્યું છે..


સામેવાળા માસી છે ને એમના ઘરે એમનો ભત્રીજો આવ્યો છે..


ગામડેથી તો તે તેમના ઘરેથી પ્રસાદમાં બુંદી મોકલાવી છે.. જા ફ્રીઝમાં છે લઇ લે..


ઓહહ.. બુંદી.. તે સોફા પર ઉછળીને તરત ફ્રીઝ તરફ જાય છે અને બુંદી કાઢીને ખાવા લાગે છે..


અને એના મમ્મીને કહે છે..


ખબર મમ્મી સવારે મંદિરેથી રીટર્ન જતા એમનો ભત્રીજો જ મને કોલેજ મુકવા આવ્યો હતો..


શુ? એના મમ્મી આશ્ચર્યથી પૂછે છે..


હા.. અંકલનાં કહેવાથી


મેં એમને બહુ ના પાડી પણ તે બોલ્યા કઈ વાંધો નહીં મૂકી આવશે એમ..


હા વાંધો નહીં.. પણ એ છોકરાથી દૂર રેહ એટલું સારુ..


કેમ મમ્મી?


એની વર્તણુક મને કઈ સારી નથી લાગી સવારે..


સવારે તુ જયારે તુ અહીં ગેલેરીમાં ઉભી હતી એ વખતે મેં એને જોયો હતો તે પેલી બારીમાં જ ઊભો હતો અને જોતો હતો..


તને કઈ કીધું તો નથી ને??


ના.. ના.. મમ્મી..


હવે રાધિકાને એ બુંદી કંઈક વધારે જ મીઠી લાગવા લાગી હતી.. કારણ કે એ એની ફેવરિટ તો હતી જ પરંતુ એ કિશન લાવ્યો એ જાણીને એમાં કંઈક અલગ સ્વાદ પણ ઉમેરાય ગયો હતો અને એ સ્વાદને એ માણી રહી હતી..


અને એજ વિચારી રહી હતી કે જો એ સવારે મને જોતો હતો તો તો ચોક્કસ એ જાણી જોઈને જ મને મુકવા આયો હશે..


એ વિચારીને એ બારી તરફ નજર કરીને એની ગાડીમાં થયેલી વાતોમાં ખોવાય જાય છે..


( કિશનને હમણાં મળવાની આપણે કોઇ જરૂર નથી કારણ કે હમણાં રાધિકા કિશનને કેટલું ઓળખે છે..અને ખરેખર એ એને પસન્દ કરવા લાગી છે કે માત્ર attraction છે?


શુ લાગે છે તમને??


તમારા જવાબ પ્રતિભાવમાં જરૂરથી આપજો )


આગલો ભાગ જલ્દી જ લઈને આવીશ..


આપણા પ્રતિભાવ આવકાર્ય છે.. 😊🤗


:- સાર્થક પારેખ sp "દબદબો"