CHECK MATE - 1 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 1

પ્રકરણ 1:
એક ઘર માં બે વ્યક્તિ પડી છે. એક ડબલ સોફા ઉપર છે અને બીજી સિંગલ સોફા ઉપર પડી છે.ઘર ની બહાર થી
પોલીસ જીપ ના સાયરન નો અવાજ , લોકો નો કોલાહલ નો અવાજ , બહાર થી દરવાજા તને ઠોકવા નો અવાજ , બે વાર દરવાજા ને અથદવા નો અવાજ બધું સાથે જ કોલાહલ ચાલુ છે અને દરવાજો તૂટે છે , બે હવાલદાર અને એક officer પ્રવેશે છે , બે બોડી પડી છે એણે જોઈ ને શોક થઇ જાય છે , આજુ બાજુ ચેક કરે છે , એક ફોટોગ્રાફર બોડી અને લોકેશન ના ફોટા લે છે અને બન્ને બોડી ને officer ચેક કરે છે ત્યાં હાજર થયેલ ઓફિસર સોલંકી બને વ્યક્તિ ની તાપસ કરે છે જેમાં એક ને ઓળખતો હોય છે અને એ છે ઈન્સ પ્રદીપ, અને બીજો છે કસ્ટમ ઓફિસર સુમિત.

સોલંકી ; (સ્વગત) (બેભાન વ્યક્તિ તરફ જોતા) સુમિત બેભાન છે પણ એ અહીંયા પ્રદિપના ઘરે... (પ્રદિપ તરફ જોતા છાતીનો ઘા જોતા) વી લોસ્ટ હીમ.. અરે રઘુ.., Ambulance ને કોલ કર...
રઘુ ; જી સર.. (કહીને રૂમ માં જાય)
સોલંકી ; (મોબાઇલ કાઢીને કોલ કરતા) હલો સર.. સોલંકી બોલતોય.. સર, મલાડના ક્રુષ્ણકુંજ એપાર્ટમેન્ટ્માં Suspended inspector પ્રદિપની લાશ મળી આવી છે, (pause) જી સર, એજ.. જેમનુ હમણા ૨ વીક પહેલા 400 કરોડના હીરાની દાણચોરીમા involvement હોવાનુ બહાર આવ્યુ હતુ.. એ જ.. (pause) But Sir.. બીજી મોટી વાત એ છે કે એમનો case handle કરતા Custom Officer Mr. Sumit પણ અહીંયા એમની સાથે બેભાન હાલતમાં મળી આવ્યા છે. (pause) જી સર, ઓકે.. જય હિંદ.. (ફોન મૂકે છે.) અરે શીવા, આજુબાજુમાં તપાસ કર, પૂછ પરછ કર કે કોઇને કંઇ ખબર છે આના વિશે ? કોણે કોલ કર્યો હતો, આ ઘટના વિશે પહેલા કોને જાણ થઇ એ બધુ જ..
શિવા :જી સર (કહીને બહાર જાય)..
સોલંકી: અરે રઘુ Dr. Dixit ને કોલ કરીને બોલાવ.
રઘુ : સોરી સર.. કહેવાનું ભુલી ગયો.. Dr. Dixit સાથે ક્યારની વાત થઇ ગઇ છે, એ આવી ગયા છે.
(સોલંકી ટેબલ ઉપર પડેલા ગ્લાસીસ જોવે છે, આજુબાજુના સોફા અને ફ્લોર બધુ ચેક કરે છે, ત્યાં જ Dr. Dixit આવે છે.)
Dr. Dixit ; May I come in officer ?
સોલંકી ; Oh.. Yes..please.. Doctor, Mr. Pradip is no more but Mr. Sumit is alive..
Dr. Dixit ; તો રાહ શેની જુઓ છો.. call the Ambulance fast..
સોલંકી ; Sir.. call કરી દીધો છે, પહોંચતી જ હશે.. પણ Ambulance આવે ત્યાં સુધી, શું તમે એમને અત્યારે અહીંયા જ first aid આપી શકો ? here is the room..
Dr. Dixit ; Why Not ?
(સોલંકી બન્ને કોંસ્ટેબલ ને બોલાવે છે, ત્યાં રઘુ કીચન માંથી એક ગ્લાસ લઇને બહાર આવે છે.)
રઘુ ; સાહેબ, ત્રીજો ગ્લાસ, એ પણ whisky વાળો કીચનમાંથી મળ્યો છે.
સોલંકી ; (ત્રીજો ગ્લાસ લેતા) ઠીક છે, પહેલા Dr. Dixit ને મદદ કરો.. સુમિતને અંદર લઇ જવામાં.

(રઘુ અને Dr. Dixit સુમિતને અંદર રૂમ માં લઇ જાય છે, થોડીવારમાં શિવા બહાર થી આવે છે.)
સોલંકી ; (સ્વગત) આ લોકો બે.. એમના આ બે ગ્લાસ.. તો આ ત્રીજો.. ? (શિવ ને આવેલો જોઈનેે) હ ..શિવા એક કામ કર.. આજુબાજુમાં બરાબર પૂછતાછ કર.. આ બે સિવાય કોઇ ત્રીજાને અહીંયા આવતા કે બહાર જતા કોઇએ જોયો છે.. ?
શિવા ; સર.. આમ તો બઘી તપાસ કરી છે, કઈ ખાસ બહાર આવ્યું નથી હા પણ બાજુ માં જ એક દેસાઈ ભાઈ રહે છે જેમણે આપણ ને જાણ કરી હતી . એમને બોલાવી લઉ?.(સોલંકી હા પડે છે એટલે શિવ દેસાઈ ને લઇ ને આવે છે, મિ. દેસાઇ પ્રદિપની બોડી જોયને ગભારાઇ જાય છે.. થોડા રડ્મશ થઇ જાય છે..) તો. તમે મિ. દેસાઇ.. right…?
મિ. દેસાઇ ; યેસ સર..
સોલંકી ; અહીંયા જ રહો છો ?
મિ. દેસાઇ ; જી સર.. બાજુના ફ્લેટમાં..
સોલંકી ; (પ્રદિપ તરફ ઇશારો કરતા) આમને ઓળખો છો ?
મિ. દેસાઇ ; જી.. આ મિ. પ્રદિપ છે.. પોલીસમાં હતા આ સાહેબ.
સોલંકી ; આ ઘર એમનું પોતાનું છે ?
મિ. દેસાઇ ; ના ના સર, ભાડાનું છે..
સોલંકી ; ગઇ કાલે રાત્રે, આમની સાથે કોઇ બીજી વ્યક્તિ હતી? જોયા હતા કોઇને આમની સાથે ?
મિસિસ દેસાઇ ; જી.. એક સાહેબ તો.. હતા..
સોલંકી ; એના સિવાય કોઇ ત્રીજી વ્યક્તિ ?
મિ દેસાઇ ; ના સર..
સોલંકી ; તમને આ ઘટનાની જાણ ક્યારે થઇ ?
મિ દેસાઇ ; તમે આવ્યા ત્યારે જ.. તમે દરવાજો તોડ્યો, પછી જે તમે જોયું એ જ અમે જોયું. Actully આજે સવારે દીધી લેવા જતો હતો ત્યારે થોઈક ગંધ આવતી હતી અંદર થી એટલે દરવાજો બે ત્રણ વાર ખખડાવ્યો પણ જવાબ ન આવ્યો. એટલે થોડી ઘભરાટ થઈ એટલે તમને કોલ કર્યો.
સોલંકી ; ઠીક છે, તમે જઇ શકો છો, કામ પડશે તો પાછા બોલાવીશ..
દેસાઇ કપલ ; જી સર.. (કહીને બહાર જાય)
Dr.Dixit ; (રૂમમાંથી બહાર આવતા) Officer Dressing કરી દીધુ છે, ધીરે ધીરે પલ્સ normal થઇ રહી છે, થોડી વાર માં હોશ આવી જશે..
સોલંકી ; (પ્રદિપની બોડી તરફ ઇશારો કરતા) અને મિ. પ્રદિપ? What about him ? (Dr. Dixit પ્રદિપ તરફ જાય છે ત્યારે સોલંકી Dr. Dixit ને) આખી બોડી પર મને ખાલી એક જ ઘા દેખાયો.. ખાલી છાતી પર.. (Mean while ડૉકટર પ્રદિપની બોડી તપાસે છે.)
VDr. Dixit ; કારણ કે ઘા એક જ છે. And this wound may be the cause of death…
સોલંકી ; પણ આ ઘા છે શેનો ?
Dr. Dixit ; દેખીતી રીતે તો gun shot જ લાગે છે, stabbing stabbingપણ હોઇ શકે. બાકી exect ખ્યાલતો Post Mortan Reports પછી જ આવશે. હું એક કામ કરૂ છું, આ બધી વસ્તુઓ ; ત્રણેય ગ્લાસ તથા મેટલની suspesious વસ્તુઓ અને મિ. પ્રદિપની બોડી ને Forensic examination માટે મોકલી આપું છું.. અને હાં.. Here is his Phone. (ફોન પ્રદિપના ખિસ્સા માંથી મળે છે.)
સોલંકી ; ઓકે.. (શિવાને બોલાવી) આ બધી વસ્તુઓ અને પ્રદિપની બોડીને Forensic Lab માં મોકલવાનો બંધોબસ્ત કરો... જલ્દી.. અને હાં પ્રદિપના ફોનની આખી call details કઢાવો.. (શિવા ; જી સર કહી, કામે લાગી જાય છે.) આ હજી Ambulance કેમ નહી આવી.. (ત્યાંજ રાઠોડની એન્ટ્રી થાય છે.)
રાઠોડ ; Good Morning Gentlemen..
સોલંકી ; Good morning.. ઓહ.. Rathod sir.. તમે અહીંયા.. ?
રાઠોડ ; આ Case.. Union of India vs Pradip Patel અમારા હાથમાં છે. મેં પ્રદિપને investigation માટે ઘણા કોલ કર્યા.. પણ.. No reply .. તો અમે, એમનો Case handle કરતાં મિ. સુમિતને કોલ કર્યા.. એમનો પણ કોઇ જવાબ નહી.. એટલે જ હું અહીં આવ્યો..
સોલંકી ; Oh.. Unfortunately Mr. Pradip is no more & સુમિત પર attack થયો છે, Head injury થઇ છે.. (Dixit તરફ ઇશારો કરતા) આ Dr. Dixit છે, Forensic Expert.. એમને જ સુમિતને First aid આપ્યું.
રાઠોડ ; અહીંયા જ કેમ First aid ? Ambulance કેમ નહી બોલાવી
સોલંકી ; બોલાવી છે સર. પણ હજી આવી નથી એટલે.
Dr. Dixit ; પણ હાં, Dr. Neha ને કોલ કરીને બોલાવી લેવા પડશે. Regarding this case.
રાઠોડ ; Who is Dr. Neha ?
સોલંકી ; સર, એ મુંબઇના પ્રખ્યાત સાયકાટ્રીસ્ટ છે, અને ઘણીવાર સાયકોથેરાપીથી અમારા department ને case solve કરવામાં મદદ કરી છે.
Dr.Dixit ; અને હાં.. એક ન્યુરોલોજીસ્ટ પણ stand by રાખજો.. Incase પૂછપરછ વખતે માથાંની ઇજાને લીધે કંઇ થાય તો મદદરૂપ થઇ શકે..
રઠોડ ; Ok.. Dr.Dixit..Dr Neha ને કોલ કરીને urgently બોલાવી લો..
Dr.Dixit ; Ok sir.. (કહીને ફોન લગાડતા એક રૂમ બાજુ જાય છે)
રાઠોડ ; (સોલંકીને) અને હાં, અત્યારથી જ આ Case હું સંભાળીશ.. આ Case related કોઇપણ વ્યક્તિ મારી મંજૂરી વગર અહીંયાથી બહાર નહી જાય અને કોઇ Unauthorized person.. & yes.. Media તો અહીંયાથી ૫૦૦ મીટર દૂર રહેવી જોઇએ. I don’t want any interruption in my work..
સોલંકી ; Ok.. Sir…
રાઠોડ ; સોલંકી, આ ઘટનાની જાણ તમને કોણે કરી ?અને તમને જ કેમ કરો?
સોલંકી ; સર.. એટલે..??
રાઠોડ: એટલે એમ કે તમનેજ , માત્ર તમનેજ કેમ કોલ કર્યો?
સોલંકી: હું પેટ્રોલીંગ પર હતો, ત્યારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે અહીંયા મર્ડર થયું છે.. અને અમે દરવાજો તોડીને અંદર આવ્યા..
રાઠોડ ; તો એ નંબર વિશે કંટ્રોલ રૂમમાંથી બધા રેકોર્ડ કઢાવો, નંબર કયો હતો, ? કોલ કરનાર કોણ હતું.. ? બધું જ..
સોલંકી ; ઓકે સર.. (કહીને બાલ્કનીમાં જાય.)
Dr.Dixit ; (ત્યાં call પતાવીને) Sir.. મેં Dr. Neha ને કોલ કરી, સુમિતની condition વિશે જણાવી દીધુ છે. she is coming… પહોંચતા જ હશે..
રઠોડ ; Good ડોકટર, આ સુમિતને recover થવામાં કેટલો સમય લાગશે..
Dr.Dixit ; Hopefully થોડી જ વારમાં..
રઠોડ ; ઘા કેવા છે ?
Dr. Dixit ; Minor injury છે.
રાઠોડ ; તો શું એમને હોસ્પીટલાઇઝ કરવા પડશે ?
Dr. Dixit ; ના સર.. જરૂર નથી લાગતી.
રાઠોડ ; And what about Mr. Pradip ? (પ્રદિપ તરફ ઇશારો કરતા.)
Dr. Dixit ; એ તો Post Mortan reports પરથી જ ખબર પડશે. (ત્યાં hospital નાં બે વ્યક્તિ સ્ટેચર લઇને આવે છે, પ્રદિપને લઇ જતા રહે છે) સર હું જાંઊ.. તમને as soon as possible updates આપીશ. (ત્યાં‌ Dr. Neha enter થાય છે.)
Dr. Neha ; Excuse me.. May I come in Gentlemen ?
Dr. Dixit ; O Dr. Neha please come, Mr. Rathod.. She is Dr. Neha.. shall I move sir ?
રાઠોડ ; Oh yes. You may. And god morning Dr. Neha.. I am Ajay Singh Rathod from I.B.
Dr. Neha ; Mr. Rathod.. Dr. Dixit નો ફોન આવ્યો હતો.. Mr. Sumit ના Regarding.. Where is he ?
રાઠોડ ; (સોલંકીને) મિ. સુમિત ક્યાં છે.
સોલંકી ; હાં.. અહીયાં.. આ રૂમમાં..
Dr. Neha ; હું જરા એમને ચેક કરી લંઉ.
રાઠોડ ; Oh.. Ya.. Sure..
(ડૉકટર નેહા અને સોલંકી અંદર જાય છે, રાઠોડ હોલની બધી વસ્તુઓ ચેક કરતા.. સ્વગત)
રાઠોડ ; સોલંકી અને Dixit કંઇક ચૂકે છે.. (દરવાજા તરફ જોતા) આ દરવાજો અંદરથી બંધ હતો, (જરા વિચારીને દરવાજા પાસે જઇ, એના મીજાગરા તથા એક એક ખૂણો ચેક કરે છે, ત્યાં એમેને એક નાનકડો તારનો ટૂકડો મળે છે, એને હાથમાં લઇ..) Ohh.. this is the reason.. જોઇએ બીજુ કંઇ મળે છે કે નહી. (પછી દરેક દિવાલ, સોફા, ફ્લોર, ટેબલ, કીચન બધુ ચેક કરતા હોઇ છે ત્યાં સોલંકી આવે છે.)
સોલંકી ; (અંદરથી બહાર આવી) Sir, Control Room માં એ કોલ, એક P.C.O પરથી આવ્યો હતો.
રાઠોડ ; એ P.C.O ના આજુબાજુની CCTV Footages મંગાવો.
સોલંકી ; સર, એ P.C.O એક્ચ્યુઅલી એવી જગ્યાએ છે કે જ્યાં CCTV કેમેરા નથી, મેં તપાસ કરાવી. (ત્યાં શિવા એક લીસ્ટ લઇને આવે છે, એને વાંચતા..) સર, આ પ્રદિપની કોલ લીસ્ટ છે. ગઇકાલે એમને આટલા numbers પરથી calls આવ્યા હતા, પણ એમાં એક number ISD છે, એ નંબર અફઘાનિસ્તાન નો છે..
રાઠોડ ; એટલે આ બીજો નંબર છે.
સોલંકી ; બીજો.. ?
રાઠોડ ; હાં.. અમે ઓલરેડી એક જકારતા નો નંબર ટ્રેસ કરીએ છીએ, જે અમને ૨ વીક પહેલા પ્રદિપના કોલ લીસ્ટમાંથી ટ્રેસ થયો હતો.. એની વે.. આ નંબરની બધી ડીટેલ્સ કઢાવો. (સોલંકી લીસ્ટ શિવાને આપે છે અને ઇશારો કરી કામ પતાવી આવવાનું કહે છે.) ઓકે, સોલંકી.. tell me one thing.., તમે આવ્યા ત્યારે દરવાજો બંધ હતો, અને તમે એ તોડીને અંદર આવ્યા.
સોલંકી ; જી સર..
રઠોડ ; તો તમને કોઇ સવાલ ના થયો કે પ્રદિપ અને સુમિત સિવાય કોઇ ત્રીજી વ્યક્તિ પણ હોઇ શકે..
સોલંકી ; સર, અમને પણ doubt ગયો હતો કારણ કે કીચનમાંથી ત્રીજો ગ્લાસ પણ મળી આવ્યો, પણ એના ચાન્સ નથી લાગતા..
રઠોડ ; કેમ ?
સોલંકી ; સર, એવુ પણ બને ને કે પ્રદિપે સુમિત ઉપર હમલો કર્યો, માથામાં માર્યું અને Self defence માં સુમિતે પ્રદિપને shoot કરી દીધા..
રાઠોડ ; ઓકે.. બની શકે.. તો એ Gun ક્યાં છે.. ? Bullet shell ક્યાં છે. ? જેનાથી સુમિતના માથા પર હમલો થયો, એ Weapon ક્યાં છે ? (જરા વિચારીને..) સોલંકી.. આ ઘટના પછી સૌથી પહેલા તમે જ આવ્યા હતાને.. ?
સોલંકી ; સર.. એટલે.. હું એકલો ન્હોતો.. મારી સાથે શિવાઅને રઘુ બન્ને પણ હતા.. અમે સાથે જ દરવાજો તોડીને અંદર આવ્યા હતા..
રાઠોડ ; અરે.. (હસીને) હું Just પૂછું છું કે તમેજ સૌથી પહેલા આવ્યા હતા ને.. બીજું કોઇ ન્હોતું આવ્યુને.. ?
સોલંકી ; ના સર.. પણ સર.. તમને કેમ એવુ લાગે છે કે કોઇ ત્રીજી વ્યક્તિ પણ હશે. ?
રાઠોડ ; (તારનો ટૂકડો બતાવીને) આના કારણે..
સોલંકી ; એટલે હું કંઇ સમજ્યો નહીં.. ?
રાઠોડ ; Come, Let me show you something..(દરવાજા પાસે લઇ જઇને સમજાવતા) આ ઉપરની સ્ટોપરને તાર થી બાંધી, ખાંચા માંથી બહારની બાજુ પાસ કરી, દરવાજો બંધ કરીને બહારથી ખેંચી.. જેથી સ્ટોપર અંદરથી બંધ થઇ ગઇ. પણ તારનો એક ટૂકડો તૂટીને અંદર પડી ગયો.
સોલંકી ; મર્ડર પછી આટલો ટાઇમ મળ્યો આવું કરવા માટે.. that means..
રાઠોડ ; That Means કે અહીંયા કોઇ ત્રીજી વ્યક્તિ પણ હતી અને એ આ બન્ને ને ઓળખતી હતી, અને હાં.. ત્રીજો ગ્લાસ પણ કીચનમાંથી મળ્યો જ છે ને.. (જરા વિચારીને) એક કામ કરો, બિલ્ડીંગ ના બધા જ CCTV footages મંગાવો.
સોલંકી ; સર, મંગાવી લીધા છે, analysis થાય છે we will get it soon, પણ સર, બિલ્ડીંગના કોઇપણ area માંથી એવી વસ્તુ નથી મળી કે જેનાથી doubt કરી શકાય કે કોઇ ત્રીજી વ્યક્તિ સુમિત ઉપર હુમલો કરીને અહીંથી ભાગી ગઇ હોઇ, વોચમેન પણ અજાણ છે, No clues sir...
રાઠોડ ; એટલે જ, ધ્યાનથી ફરીથી ચેક કરો એકવાર.. જ્યારે કોઇ clue નહી મળતો હોય that means આપણે case solve કરવાની નજીક છીએ.. find the clues..
(ત્યાં Ambulance નો અવાજ)
Dr. Neha ; Ambulance આવી ગઇ લાગે છે, આપણે સુમિતને હોસ્પીટલ માં શીફ્ટ કરી દઇએ.
રાઠોડ ; નાં, હું એમને અહીંયા જ investigate કરીશ.
Dr. Neha ; but sir, એ તો Victim છે..
રાઠોડ ; Victim અને Suspect વચ્ચે ખૂબ જ પાતળી ભેદ રેખા હોય છે, અને આજ મારી investigation method છે. ઘટના સ્થળે જ ઘટનાની પૂછપરછ કરવામાં આવે તો ઘટના વિશેનું સત્ય અને હેતુ બન્ને બરાબર યાદ આવે.. Understand ?
Dr. Neha ; Mr. Rathod, is it necessary કે તમે સુમિતનું investigation અત્યારે જ અને અહીંયા જ કરો ? because injury તો minor છે. પણ તેઓ attack ને લીધે, ઘણા pain માં છે. થોડા disturb અને mentally પણ weak છે.. કદાચ તમારા સવાલોના જવાબ.. (વચ્ચેથી અટકાવતા)
રાઠોડ ; That means કે એ હોશમાં આવી ગયા છે Right ? So, એમને બહાર બોલવો.. and don’t worry આમ પણ તમે છો ને અહીંયા અને Ambulance પણ રાખી જ છે ને.. Please.. Co-operate.. એમને બહાર લઇ આવો.. (રઘુ સુમિતને બહાર લાવે છે, સુમિતને જોયને..) મિ. સુમિત.. ચાલો.. (ઇશારો કરીને સ્ટડીરૂમ માં જવાનુ કહે છે) શાંતીથી થોડી વાતો કરીએ.. (રઘુ સુમિતને ટેકો આપી સ્ટડી રૂમમાં લઇ જાય છે, રાઠોડ એની પાછળ જતો હોય છે ત્યારે..)
Dr. Neha ; Mr. Rathod.. Please be careful, Mr. Sumit અત્યારે investigation face કરી શકે એવી હાલતમાં નથી.
રાઠોડ ; એણે આંખ ખોલી છે, માથુ હલાવી શકે છે, એના હાથ-પગ હલે છે, બસ.. હું investigate કરીશ..
Dr. Neha ; But Officer, તમારો approach સુમિતની condition ને affect કરી શકે છે.
રાઠોડ ; V
Doctor એ પહેલા મારો Suspect છે અને પછી તમારો Patient..
Dr. Neha ; Suspect ? ?
રાઠોડ ; Yes.. આ રૂમ માં હાજર દરેક વ્યક્તિ મારા માટે Suspect જ છે..
Dr. Neha ; મે મારો professional opinion આપી દીધો છે, હવે સુમિતને કંઇ થયુ તો...
(રાઠોડ ખાલી look આપીને study room માં જાય છે, ત્યાં સુધીમાં રઘુ રૂમમાંથી બહાર આવી ગયો છે, અંદર સુમિત બેઠો છે, એને જોઇને..)
રાઠોડ ; So, Shall we start Mr. Sumit.. ?
સુમિત ; આ condition માં તમે મને questions કરશો.. ? જરા recover તો થવા દીધો હોત..
રાઠોડ ; તમે આટલો જવાબ પણ આપી શકો છો.. So, we shall better start.
સુમિત ; એક કોલ કરી શકું ? (રાઠોડ ઇશારામાં હાં કહે છે, સુમિત કોલ કરે છે.) Sir.. Good morning.. Sumit here.. Actually sir, યહાં મુજે એક case કી પૂછતાછ કે લીયે રખા ગયા હે... Head injury & pain ભી જ્યાદા હો રહા હે.. લેકીન યે ઓફીસર..
(ફોન ની સામે છેડે થી અવાજ આવે છે ) : બાત કરા ઉસ સે.(રાઠોડને ફોન આપતા) લો.. Home Minister છે.. વાત કરો.. (જરા મલકાતા રાઠોડ ફોન આપે છે, રાઠોડ ફોન લે છે અને સ્ક્રીન તરફ જોય સ્પીકર ઓન કરે છે)
રાઠોડ ; Good morning Sir…
H M ‌; Whose this ? ?
રાઠોડ ; Sir.. Ajay Singh Rathod from Intelligence Buero..
HM ; Oh.. રાઠોડજી આપ.. વહાં પે.. ? Anything Serious ?
રાઠોડ ; Yes Sir, યે case ઉસ metter સે linked હે.. તો Questions કરને પડેંગે..
HM ; Ok.. officer.. મૈ આપકો free hand દે રહા હું.. Do what ever is needed..
રાઠોડ ; (સુમિત તરફ જોઇને) Thank you Sir.. Jay Hind.
HM ; Jay Hind..
(રાઠોડ સુમિતનો મોબાઇલ પોતાની પાસે જ રાખી લે છે.)
રાઠોડ ; હવે બોલો.. કંઇ બીજુ કહેવું છે ? કોઇ બીજા કોલ કરવા છે ? હમ્મ્મ.. (સુમિત ઢીલો પડી જાય છે.) તો.. તમે અહીંયા કેવી રીતે ?
સુમિત ; પ્રદિપે જ બોલાવ્યો હતો.
રાઠોડ ; ઓહ.. તમે જ એમનું કૌભાંડ પકડ્યું, ચાર્જ શીટ ફાઇલ કરી.. અને એમણે.. તમને બોલાવ્યા.. ? Right ?
સુમિત ; જી..
રાઠોડ ; કેમ ?
સુમિત ; એ મને પોતાની જગ્યા ઉપર replace કરવા માંગતા હતા..
રાઠોડ ; મતલબ.. ?
સુમિત ; એમના પકડાયા પછી દાણચોરી નું નેટ્વર્ક પડી ભાંગ્યું હતું. આખી chain તુટી ગઇ. એ chain ફરીથી શરૂ કરવા માટે...
રાઠોડ ; Oh.. I see.. પછી.. ?
સુમિત ; એની માટે he offered me bribe..
રાઠોડ ; Intrusting.. how much?
સુમિત ; 20% દરેક Landing પર.
રાઠોડ ; આ Landing ની સાથે.. ?
સુમિત ; જી..
રાઠોડ ; પછી તમારા Reaction ?
સુમિત ; હાં.. એટલે.. ?
રાઠોડ ; એટલે તમારા Reaction.. Simple.. તમે ખુશ થયા કે ગુસ્સે થયા ?
સુમિત ; હું કંફ્યુઝ થઇ ગયો..ખબર જ ન પડી કે એમના મગજમાં શું ચાલે છે, એક officer.. બીજા officer.. ને લાંચ આપે.. ?
રાઠોડ ; (હસતા) હમ્મ્મ.. એમાં કંઇજ નવું નથી સુમિત.. પછી..
સુમિત ; અચાનક એમને કોલ આવ્યો, એમને કંઇક વાત કરી. પછી એ... મને વાત પતાવીને કનવીન્સ કરવા માંડ્યા અને અચાનક..
રાઠોડ ; અચાનક શું ?
સુમિત ; અચાનક.. એમને છાતીમાં દુખાવો ઉપડ્યો, છાતીમાંથી લોહી નીકળવા માંડ્યું. હું એમને કંઇક કહેવા કે પૂછવા જાંઉ એ પહેલા એ પડી ગયા, મને કંઇ સમજાય અને પૂછુ.. મિ. પ્રદિપ આ શું? શું થાય છે? તરફડતા હતા, અને છાતીમાંથી લોહી.. oh god.. હું Ambulance ને ફોન કરવા જાંઉ એ પહેલા કોઇએ પાછળથી માથા ઉપર હમલો.. (માથામાં દુખાવો ઉપડતા ચીસ પાડી ઉઠે છે.. કણસે છે.)
રાઠોડ ; એ કોણ હતુ.. છાતીમાંથી bleeding કેવી રીતે.. ? મિ. સુમિત.. ?
(ત્યાં Dr. Neha દોડતા દોડતા સ્ટડી રૂમ માં આવી પહોંચે છે.)
Dr. Neha ; Stop it Mr. Rathod.. we have to send Mr. Sumit to nearest hospital. (કડક નજરે રાઠોડ તરફ જોએ છે અને રાઠોડ પ્રદિપ ને ઘટના વિચારે છે, નેહા રાઠોડને રૂમમાંથી બહાર જવા કહે છે.) મિ. રાઠોડ please.. Go Out side.. (સુમિતને પાણી આપતા) લો. મિ.સુમિત પાણી પી લો.. take rest. (સુમિત ટેબલ પર માથું ઢાળીને સુઇ જાય છે.) I told u officer.. એ Pressure handle નહીં કરી શકે..
રાઠોડ ; Madam મારૂ કામ છે Questions પૂછવાનું અને એમાં હું કોઇજ કોમ્પ્રોમાઇઝ નહી કરૂં. અત્યારે એમને Hospitalized કરો. હાં make sure કે એ જલ્દી ઠીક થઇ જાય. મારે એમને હજુ ઘણા સવાલો કરવાના છે. પણ હાં.. I need one favour from you હું બીજી વાર Questions કરૂ ત્યારે તમે સુમિતને દૂરથી Observe કરો. એનુ બીહેવીયર.. બોડી લેન્ગવેજ.. everything.
Dr. Neha ; But Why ?
રાઠોડ ; Because.. I can feel.. I can smell it.. એ જુઠ્ઠુ બોલે છે.. કોન્ફીડ્ન્ટલી જુઠ્ઠુ બોલે છે..
(બન્ને ના look exchange.. બન્ને જણા સુમિત બેઠો છે એ રૂમ તરફ જોવે છે)
*********************************************
આ મારી પહેલી નવલ કથા છે જેને મેં 2016 માં નાટક સ્વરૂપે લખી હતી.
આ કથા વાંચી મેં અચૂક પણે આપના ફીડબેક 7016139402 વોટ્સ એપ પર આપજો.

લેખક સૌમિલ કિકાણી....
Share

NEW REALESED