CHECK MATE - 8 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 8

પ્રકરણ 8

રાઠોડ અને સોલંકી વિચારો માં ડૂબ્યા છે. જે નવું જાણવા મળ્યું એના કારણે એમના મગજ માં ઘમાસાણ ચાલવા માંડ્યું .. અને એમાં જ..

સોલંકી: સર એટલું તો નક્કી છે કે સુમિત અને પ્રદીપ બને જણ આ ગુલામ ના સિન્ડિકેટ માં ભાગીદાર હતા. પણ આ નકલી ડો નેહા નું ઇનવોલમેન્ટ મને મગજ માં નથી ઉતરતું.

રાઠોડ : પણ આપણી સામે પહેલો પ્રશ્ન એ છે કે સાચે કોઈ ડો નેહા એકજિસ્ટ કરે છે કે નહીં.

સોલંકી: એની માટે મેં સબ ઇન ગોયલ અને એની ટિમ ને active કરી છે. Real ડો નેહા અને આ નકલી નેહા બને માટે.

રાઠોડ: પણ જો કોઈ પણ રીતે આ નકલી ડો નેહા સુમિત સાથે મળી હતી તો એ બહાર બીજે ક્યાંક એને મળત અથવા એના માણસ ને. રિયલ ડો નેહા ના ક્લિનિક એ કેમ ગઈ?

સોલંકી: કોઈ એ બોલાવી હોય અથવા કામ પત્યા પછી એને ત્યાં આવી ને રાહ જોવા નું કહ્યું હોય.
અને જેવી ત્યાં પહોંચી કે તરત જ. ..

ત્યાંજ સોલંકી ને કોલ આવે છે. સામે થી ગોયલ નો કોલ છે. બધી વાતો સાંભળ તો જાય છે અને તેમ તેમ એનો ચહેરો ગુસ્સે થી લાલ થતો જાય છે. બધી વાત સાંભળી ને.. ગુસ્સે થી..

સોલંકી: I want that basterd. ગોયલ. ગમે તે કરો. મને એ માણસ જોઈએ. અને પેલી બને નેહા ઓ નું?? ( સામે થી ગોયલ કંઈક બોલે છે એ સાંભળે છે અને એ સાંભળી ને..). Sand it to me. quick..

કહી ને ફોન કાપી ને રાઠોડ બાજુ જોવે છે.

રાઠોડ એકદમ ઠંડી નજરે એને જોઈ ને..

રાઠોડ: આપણું ઇન્સ્ટિનક્ટ સાચું પડ્યું?

સોલંકી: હા સર. એ મર્યોજ નહોતો. અને એમ્બ્યુલન્સ અને એના staaf પણ..

રાઠોડ: (મલકાતાં).. true brtutus. આપણી નાક ની નીચે થી આપણું નાક કાપી ને જતો રહ્યો.. અને નેહા નું.

સોલંકી: હા એ ગોયલ મને અમુક પીક્સ મોકલે છે.

(તયાંજ સોલંકી નો whats app blink થાય છે.. એ ઓપન કરે છે અને ફોટોસ જુએ છે અને એના મોઢા માં થી ગંદી ગાળ નીકળી જાય છે. રાઠોડ પણ એ ફોટોસ જુએ છે અને એ પણ આવક થઈ જાય છે. ફોટોસ માં એક ફોટો માં ક્લિનિક ના ટેબલ પર મુકેલા ફોટો ફ્રેમ દેખાય છે જેમાં એક લેડી દેખાય છે અને એક પુરુષ.. એ લેડી ડો નેહા છે ને એ પુરુષ સુમિત છે. બીજો ફોટો ઘર માં રહેલા ફોટો ફ્રેમ નો છે જેમાં પણ એજ બને જણ દેખાય છે. )

સોલંકી: તો આ છે અસલી ડો નેહા અને આપણો આ સુમિત એનો હસબન્ડ છે..?? એટલે...

રાઠોડ : એટલે કાલે કંઈક આવી ઘટના બની હશે.

( હવે રાઠોડ અને સોલંકી જે પણ કાઈ વર્ણન કરશે એ દ્રશ્ય તરીકે ભજવાશે.).

રાઠોડ: તો થયું એવું હશે કે.. સુમિત અને પ્રદીપ અહીં બેઠા બેઠા કઈંક ડિસ્કશન કરતા હશે. ત્યાં ડો નેહા અસલી .. એમને ડ્રિન્ક સર્વ કરવા આવી.

સોલંકી: એ દરમિયાન પ્રદીપ ને કોઈ કોલ આવ્યો. એણે બે એક મિનિટ જેવી વાતો કરી. પછી એ પાછો પોતાની જગ્યા એ આવી ને બેઠો.

રાઠોડ: એ દરમીયાન mobile ના રેડિએશન એ પોતાનું કામ કરી નાખ્યું. પેસમેકર ની સર્કિટ બળી ને ફાટી અને પ્રદીપ ની છાતી મા થી અને મોઢા માંથી લોહી નો ફુવારો છૂટ્યો.

સોલંકી: આ બાજુ ડો નેહા એ લાલચ માં આવી ને સુમિત ને પાછળ થી કોઈક ભારી વસ્તુ મારી. અને ફટાફટ અહીં થી ભાગી નીકળી. અને દરવાજો તમે બતાવ્યો એ ટેક્નિક થી બંધ કરી ભાગી ગઈ. .

રાઠોડ: પણ સવાલ એ કે એ ભાગી કઈ રીતે. અને ક્યાં થી.
Pm રિપોર્ટ મુજબ પ્રદીપ ની મોત જો 10:45 એ થઈ હોય તો.. અહીં થી ડો નેહા ને ભાગતા કોઈએ કેમ ના જોઈ. શુ બધા ના ઘર બંધ હતા.

સોલંકી: અને જો હતા તો પણ નીચે ચોકીદાર તો હતોજ. અને cctv પણ. તો એમાં કાઈ કેમ ના મળ્યું.

રાઠોડ એક દમ કન્ફ્યુઝ થઈ જાય છે. એ હવે એક દમ શાંતિ થી અને ફોક્સ થી પહેલે થી બધી જ ઘટના ઓ યાદ કરે છે. જરા વધુ વિચારે છે એને મગજ માં ઝબકારો થાય છે.

રાઠોડ: સોલંકી આ લાઇટ ગઈ અને તમે બહાર ગયા કે તરત જ એના ઉપર એટેક થયો.

સોલંકી: પણ કોઈ fire કે stabbing માટે ચાકુ એવું કંઈજ નહતું. તો..

રાઠોડ: right .. અને હમણાજ આપણ ને ખબર પડી કે એ મર્યો નથી. પણ હું જ્યારે ચેક કરવા ગયો ત્યારે એની હાર્ટબીટ ખૂબ લો હતી. લગભગ મૃત્યુવષ.

સોલંકી: હા. શ્વાસ તૂટતા જોયા હતા આપણે.. ખાલી આશા ઉપર હતા કે એમ્બ્યુલન્સ માં કંઈક ટ્રીટમેન્ટ મળે ને જીવી જાય.

રાઠોડ નું મગજ એકદમ ચકરાવે ચડી જાય છે અને વિચારવા માટે એક દમ આંખ બંધ કરી દે છે અને જે થયું હશે એને visualise કરે છે.

( Visulaisation )

લાઈટ ગઈ. અને સોલંકી ફોન નો ટોર્ચ લઈ ને બહાર ગયો. અને અહીં તરત જ સુમિત ના અવાજો આવા મંડ્યા.

અંદર રૂમ માં સુમિત બધું લાતો મારી ને, હાથે થી નીચે પાડે છે અને બચાવો .. બચાવો ની બમ પડે છે.

રાઠોડ આવે એ પહેલાં પોતે પોતા ના ખીસા માંથી એક બોટલ કાઢી ને દવા પી જાય છે. અને પોતા ના શર્ટ માં એક મીની પેસમેકર જેવી સિસ્ટમ છાતી પર લગાવી હોય છે એને ઈલેકટ્રીક કરંટ જે એના પેન્ટ ના બીજા ખિસ્સા માં એક સ્વિચ છે એના થી કરે છે. જે ફાટે છે અને માઇનર ઘા છાતી પર થાય છે.

અને રાઠોડ ની આંખ ખૂલી જાય છે.

સોલંકી: સર. તમે જે વિચારો છો એવુ શક્ય છે પણ એની માટે time?

રાઠોડ: તમે મને ફિરદોસ ની ઈંફોર્મશન આપવા આવ્યા તયારે કદાચ. .

સોલંકી: આટલા ઓછા time માં?

રાઠોડ: (જરા વિચારી ને) ઓર મે બી કાલ રાત થી. જે ઘટના બની એ વખત થી. એ એક સાથે પ્લાન A અને B બને સાથે ચાલે છે.

સોલંકી: અને એ વાત ની જાણ કદાચ ડો નેહા ને પણ નહીં જ હોય.

રાઠોડ: કદાચ હોય પણ ખરું.

ત્યાં પાછો સોલંકી ને ગોયલ નો કોલ આવે છે. આ વખતે સાંભળી ને સુમિત જરા ખુશ થઈ જાય છે.

રાઠોડ બાજુ જોઈ ને ..

સોલંકી: સર. નકલી નેહા ની જાણ થઈ ગઈ. એ એક એસપાયરિંગ એકટ્રેસ હતી. નામ કામીની. સુમિત એ એનો સિફત થી ઉપયોગ કર્યો.

રાઠોડ: હું સમજતો હતો કે સુમિત અભિમન્યુ છે. પણ એણે તો આપણ ને જ એના ચક્રવ્યૂ ના કોઠા માં ભેરવી દીધો.

સોલંકી અને રાઠોડ નું મગજ તદ્દન સુન્ન થઈ ગયું છે. બને એક બીજા ના મોઢા જોતા રહી ને બેસી ગયા ..

**********************************************

લેખક : સૌમિલ કિકાણી.

આ મિસ્ટ્રી વાર્તા અચૂક થી વાંચ જો અને પોતાના honest feedback 7016139402 whats app par જરૂર થી આપશો.