Priyanshi - 2 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 2

પ્રિયાંશી "ભાગ-2
પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ. ધોરણ દશમાં એ 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી.

માયાબેન અને હસમુખભાઈ રાજીના રેડ થઇ ગયા અને હસમુખભાઇએ ઘરે પેંડા બનાવડાવ્યા અને સગા વહાલામાં અને માયા મહોબતમાં વહેંચ્યા.

માયાબેનને બધા કહેતા કે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું પ્રિયાંશી નું કેમ..!! ત્યારે તે કહેતા "હા " મારી દીકરી મારા ઉપર પડી છે. હું પણ ભણવામાં આવી હોંશિયાર જ હતી. એતો અમને અમારા બાપાએ ભણાવ્યા નહિ ને એટલે. પણ હું મારી પ્રિયાંશીને ખૂબજ ભણાવીશ.

રાજનને હવે પ્રિયાંશી જ ભણાવતી. જો એ લેસન ન કરે તો એનું આવી બને અને આખાય ઘરમાં બંન્ને સંતાકૂકડી રમતા અને બૂમાબૂમ કરતાં...રાજન કશું કહેલું સાંભળે નહિ કે એનું રિઝલ્ટ ઓછું આવે તો પ્રિયાંશી ખૂબજ ગુસ્સાથી માયાબેનને કહેતી, " તે જ બહુ મોઢે ચઢાવ્યો છે, આ કશું સાંભળતો જ નથી. નપાસ થશે નપાસ બિલકુલ ભણવા બેસતો નથી.

માયાબેન હસી કાઢતા અને કહેતા, " એતો ભણશે હવે મોટો થશે એટલે ભણશે. "

પ્રિયાંશીનું એડમિશન સાયન્સમાં લેવાનું હતું પણ હસમુખભાઈ એટલા બધા પણ સુખી ન હતા કે સાયન્સની ફી ભરી શકે. પણ માયાબેનની ખૂબજ ઇચ્છા હતી કે મારે પ્રિયાંશી ને ડૉક્ટર જ બનાવવી છે. એટલે હસમુખભાઈ વિચાર કરતાં હતા.

હસમુખભાઈ જે કંપનીમાં કામ કરતા હતા ત્યાં બીજી પાલી પણ ચાલતી હતી તો હસમુખભાઇએ તેમાં ઓવરટાઈમ કરવાનું નક્કી કર્યું. એમના શેઠે પણ એમને સંમતિ આપી.

હસમુખભાઈ હવે પહેલા કરતાં દોઢુ કમાતા હતા. પ્રિયાંશીને ખબર પડી કે પપ્પાએ મારા માટે ઓવરટાઈમ કરવાનું ચાલુ કર્યું છે તો તેને ખૂબ દુઃખ થયું. તેણે હસમુખભાઈને ના પાડી કે મારે ડૉક્ટર બનવું નથી. અને હું બીજી કોઈ સ્કૂલમાં એડમિશન લઇ લઉં અને ગ્રેજ્યુએટ થવું એટલે બસ છે.

પણ માયાબેન અને હસમુખભાઈ આ વાત માનવા તૈયાર ન હતા. છેવટે પ્રિયાંશીનું એડમિશન સાયન્સમાં લઇ જ લીધું. પહેલા જ દિવસથી પ્રિયાંશીનું ભણવામાં ખૂબજ ધ્યાન એને કશું કહેવુ જ ન પડે એટલી એ મહેનત કરે.

બીજી બધી બહેનપણીઓએ કોમર્સ લીધુ હતુ એટલે એ પ્રિયાંશીને બહાર લઇ જવા, ફરવા માટે, પિક્ચર જોવા માટે ખૂબ ફોર્સ કરે પણ પ્રિયાંશી એકની બે ન થાય. બસ એને તો મમ્મી-પપ્પાની આશા પુરી કરવાની હતી.

ફાઇનલી બાર સાયન્સની પરીક્ષા નજીક આવી ગઇ હતી. પ્રિયાંશી ખૂબજ મહેનત કરતી હતી. એને આ વખતે પણ સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવવુ હતુ પણ માયાબેન એને સમજાવતા અને કહેતા, " તારું રિઝલ્ટ સરસ જ આવવાનું છે. મને ખબર છે તું ચિંતા ના કરીશ અને થોડો આરામ કરવાનું પણ રાખ નહિ તો પરીક્ષા સમયે તબિયત બગડી જાય બેટા.

પ્રિયાંશી પણ મમ્મી નું કહેલું માની લેતી અને આરામ કરી લેતી હતી. પરીક્ષાને હવે બે દિવસ બાકી હતા એટલે આજુબાજુ વાળા અને સગા-સંબંધીને વહાલા બધાને વિશ કરવા ઘરે આવવા લાગ્યા. માયાબેન બધાને બહારના રૂમમાંથી જ વિદાય કરી દેતા હતા. કારણકે તે પ્રિયાંશીનો સમય બગાડવા માંગતા ન હતા.

હવે પરીક્ષા ચાલુ થઇ ગઇ હતી. પ્રિયાંશી શાંતિથી પરીક્ષા આપતી હતી. તેના પેપર્સ પણ બધા ખૂબ સરસ જતા હતા. આમ કરતા કરતા પરીક્ષા પૂર્ણ થઇ ગઇ. વેકેશન પડે એટલે પ્રિયાંશીને તેના મામાને ઘેર રહેેવા જવું હોય. ત્યાં તેના જેવી તેનાથી મોટી બે દીકરીઓ છે. એકનું નામ મેઘા અને બીજી નું નામ નિશા. એ બંનેને પણ પ્રિયાંશી સાથે ખૂબ ફાવે. એ બંનેના કરતાં પણ પ્રિયાંશી ખૂબ દેખાવડી હતી. મામા-મામીીને પણ પ્રિયાંશી ખૂબ વ્હાલી.