A Recipe Book - 4 books and stories free download online pdf in Gujarati

અ રેસીપી બુક - 4

સંધ્યા, કામિની અને મયંક ગાડી લઈને તૃષ્ણા ને પેટી આપવા નીકળી ગયા. હવે આગળ...
****************************************
એક મોટો શ્ર્વાસ લઇને સંધ્યાએ એ પેટીને પોતાના સ્થાન પર ખસેડવાની કોશિશ કરી, પણ પેટીને ખસેડતા જ પેટીમાંથી બધી જગ્યાએથી લોહીની ધાર નીકળવા લાગી. જેમ-જેમ સંધ્યા એ લોહીની ધાર થી દુર જવાની કોશિશ કરી રહી હતી તેમ તેમ એ લોહીની ધાર એની પાછળ પાછળ આવી રહી હતી. અને સંધ્યા ફરી એક વખત એજ પુનરાવર્તી સપના માં ફસાઈ ગઈ. સંધ્યા રૂમની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પણ એ જ રીતે સંધ્યા ફરી રૂમના દરવાજા પર ફસડાઈ ગઈ, ફરી એક જ વસ્તુઓ એને વારંવાર દેખાવા લાગી એની કામવાળી ઝમકુ એને ચા માટે પૂછી રહી હતી અને પોતાના ભાઈના ઘરે જવાનું કહી સંધ્યા પાસેથી 500 રૂપિયા પણ માંગી રહી હતી. સંધ્યા ને બધું યાદ હોવા છતાં પણ આ બધી વસ્તુઓને ને બદલી શકતી ન હતી. એને ખુદ ને ખબર ન હતી કે આ ઘટના નું કેટલામી વખત પુનરાવર્તન થઇ રહ્યું હતું. હવે એને ખબર પડી ગઈ હતી કે આ પેટીમાં જ કંઈક ગરબડ છે, જ્યારે જ્યારે સંધ્યા પેટી પાસે જઈને એને કશું કરવાની કોશિષ કરતી હતી ત્યારે ત્યારે આ પેટી સંધ્યા ને એક એવી ઘટના માં ફસાવી રહી હતી જે એકસરખી રીતે વારંવાર બની રહી હતી. પણ એ પેટી વાળા રુમ માં વારંવાર પોતાની જાતે જ પહોંચી જતી હતી. સંધ્યા હવે ખાસ્સી ડરી ગઇ હતી, આ પુનરાવર્તન માંથી નીકળવું કેવી રીતે એ વીશે વીચારવા લાગી. અચાનક સંધ્યાના દિમાગમાં એક વિચાર આવ્યો. સંધ્યા એ રૂમ નું તાળું બંધ કર્યું અને ચાવી પોતાના ઘરના બગીચામાં ફેંકી દીધી. ડરના કારણે સંધ્યા ત્યાં બારી પાસે જ ફસડાઈ પડી. રાત્રે જ્યારે સંધ્યા નો પતિ રાજેશ ઘરે આવ્યો ત્યારે તેણે સંધ્યાને બારી પાસે બેભાન અવસ્થામાં જોઈ. રાજેશે સંધ્યા ને જગાડવા ની કોશિશ કરી, પણ સંધ્યા ઉઠી જ નહી, રાજેશ રસોડા માંથી પાણી લઇ આવ્યો અને સંધ્યા ના મોં પર છાલક મારી. સંધ્યા એકદમ ઝબકી ને ઉઠી ને રાજેશ ને ગળે વળગી ને જોર જોર થી રડવા લાગી. રાજેશે એકદમ ગભરાઈ ને પૂછ્યું "સંધ્યા શું થયું? કેમ રડે છે કંઇક તો બોલ, ઘરમાં કોઈ ચોર લૂંટારો તો નથી આવ્યો ને તું ઠીક તો છે ને! " રાજેશ ને જોઈને સંખ્યા ઘણી હદે તે સ્વસ્થ થઈ ગઈ હતી, હમણાં તે આ બાબતે રાજેશ જોડે કોઈ વાત કરવા માંગતી ન હતી સવારથી રાત પડી ગઈ હતી. સંધ્યા ને ફરી એ સપના ની દુનિયા માં ફસાવું ન હતું. સંધ્યા ને લાગ્યું કે ફરી રાજેશ ચાવી શોધી સાચુ જાણવા જશે તો! એટલે તે જુઠ્ઠું બોલી " અચાનક મારી તબીયત બહુ ખરાબ થઇ ગઇ હતી, બહુ ગભરામણ થઈ રહી હતી. તને ફોન કરવાની જ હતી, ત્યા હું અહી ક્યારે પડી ગઇ મને ખબર જ ન રહી." રાજેશ ને સંધ્યા ની વાત પર ભરોસો નહી થયો, પણ સંધ્યા ની હાલત જોતા એણે વધુ સવાલો પુછવાનું ટાળી દીધું. "ચલ સંધ્યા! એક કામ કર તું મોઢું ધોઈને ફેૃશ થઈ જા, હું બહાર થી કંઈક ખાવાનું મંગાવુ છું. "

****************************************
" અરે સંધ્યા! શું થયું? કેમ કંઈ બોલતી નથી?" મયંક એ પુછ્યું. "સંધ્યા એ અજીબ રીતે મયંક સામે જોઈને કહ્યું" કંઈ નહી, તું ચુપચાપ ગાડી ચલાવ." સંધ્યા નો ચહેરો જોઈને મયંક ને એ દિવસ યાદ આવી ગયો જે દિવસે તે સંધ્યા ના ઘરે થી તે પેટી લઈ ને આવ્યો હતો.

****************************************
મયંક ને સવાર સવાર માં વહેલા સંધ્યા નો ફોન આવ્યો, મયંક સમજી ગયો નક્કી કંઈ કામ હોવું જોઇએ નહી તો સંધ્યા ફોન ન કરે. "હલૌ! હા સંધ્યા બોલ." મયંક એ કહ્યું. "મયંક સાંભળ! પેલી પપ્પા ના જુના ઘર માંથી જે પેટી મળેલી હતી ને! તને યાદ છે!" સંધ્યા સીધી જ મુદ્દા પર આવી. " હા, એ પેટી તો કેવી રીતે ભુલુ મારી વ્હાલી બેન! એ પેટી માટે તો તે મારી અને કામીની જોડે જે ઝગડો કર્યો હતો! " મયંક દાઢ માં મેણુંમારતા બોલ્યો." હા હો બસ હવે, મારી વાત સાંભળ, એ પેટી પર તાળુ મારેલું છે, મે કોશિશ કરી પણ ખુલતુ નથી, તું તારા ઘરે લઈ જા એ પેટી." સંધ્યા બોલી." ઓ હો હો...... ધન્ય ભાગ્ય અમારા! સંધ્યા દેવી ને મારા પર આટલો ભરોસો કેવી રીતે થઈ ગયો. એ પેટી માટે આટલો ઝગડો કર્યો હતો તે અને હવે એ પેટી મને આપી દેવી છે તારે! એ પેટી ની ધન દોલત મેં લઇ લીધી તો! " મયંક વ્યંગ કરતા બોલ્યો.
'શું ધૂળ ધન દોલત! મારી મજાક ઉડાવે છે, તો તું પણ લે મજા આ પેટી ની.' સંધ્યા એ ગુસ્સા માં વીચાર્યુ અને જુઠ્ઠુ બોલી," " કાલે આ પેટી ને લઇ ને મારો ને રાજેશ નો બહુ ઝગડો થયો, મને થયું એન્ટીક આઈટમ છે ઘર માં રહેશે તો થોડી ઇમ્પ્રેશન પડશે. પણ આ પેટી મારા ઘર ના ઇન્ટિરિયર જોડે મેચ નથી થતી. મને થયુ ખોલીને જોઇ લઉ, પણ તાળું તુટ્યું જ નહી. એટલે કહુ છું તું લઇ જા તારા ઘરે. અને તારે એનું જે કરવું હોય તે કરજે. " મયંકે પણ વીચાર્યુ ' ઠીક છે જોઈ તો લઉં એક વખત શું છે એમાં, ઝંખના દીદી ની બધી નીશાની ઓ પપ્પા એ જવા દીધી પણ આ પેટી ને એમણે હાથ નથી લગાડ્યો આટલા વર્ષો માં.' ઠીક છે હું જતા જતા લઈ જાઈશ. " મયંક બોલ્યો. મયંક એ કામીની ને ફોન કર્યો " કામીની આજે મારા ઘરે આવજે સાંજે, પેલી સંધ્યા મને પેટી આપી દેવાની છે, જોડે જ જોઈશું, કે એમા શું છે. " કામીની એ કહ્યું " ઠીક છે."
****************************************
બસ! મયંક ની અહીં જ ભુલ થઇ. એ પણ સંધ્યા ની જેમ લાલચ માં આવી ગયો! અને સંધ્યા ના ઘરે થી પેટી લઇ આવ્યો.....

===============================
હવે આગળ મયંક જોડે અને કામીની જોડે આ પેટી શું કરશે એ જોઇશું next part માં.....
પ્લીઝ comment કરી ને તમારા review મને જણાવજો. થોડા જલ્દી parts upload કરવાની કોશીષ કરીશ.