A Recipe Book - 9 books and stories free download online pdf in Gujarati

અ રેસીપી બુક - 9

તૃષ્ણા બા ને મળવા માટે વૃદ્ધાશ્રમ માં કામ કરતા લાલુ ને ફોન કરીને પોતાના આવવાની જાણકારી આપે છે. હવે આગળ…..

********************************************

તૃષ્ણા વૃદ્ધાશ્રમ પહોંચી, લાલુ બહાર જ ઝાડ ને પાણી આપી રહ્યો હતો. તૃષ્ણા ને જોઈ ને તે તેની પાસે આવ્યો., " દીદી સવાર સવાર માં શું થયું? તમે ફોન પર કહી રહ્યા હતા કે કોઈ ને મળવું છે? કોને મળવું છે તમારે?" તૃષ્ણા બોલી, " લાસ્ટ ટાઇમ હું આવેલી ત્યારે એક બા હતા, એ બા ને મળવું હતું." લાલુ એ હસતાં હસતાં કહ્યું, " અહીં તો ઘણા બા છે, તમે કોની વાત કરી રહ્યા છો? અને આમ અચાનક સવાર સવારમાં!? " તૃષ્ણા બોલી," કેમ સવાર સવારમાં ના અવાય? " લાલુ એ જવાબ આપ્યો," ના દીદી એવું નથી પણ સવારે બધાને ફ્રેશ થવાનો ટાઈમ હોય. વિઝિટિંગ અવર 10 વાગે છે એટલે. " લાલુ બોલ્યો, " ચલો દીદી, કયા બા ની વાત કરો છો?" તૃષ્ણા બોલી, " જે 7th ફ્લોર પર રહે છે, જેમનો રૂમ બહુ ગંદો રાખ્યો છે તમે લોકો એ. "લાલુ આશ્ચર્ય થી બોલ્યો, " દીદી તમે કોની વાત કરો છો સમજાયું નહીં. 7th ફ્લોર પર તો કોઈ જ નથી રહેતું. એ રૂમ તો ઘણાં સમય થી બંધ છે." ચોંકવાનો વારો હવે તૃષ્ણા નો હતો," અરે ત્યાં હતાં એક બા, ગોરા ગોરા. તે ગયાં હશે ત્યાં બેસવા, મને એ ત્યાં જ મળેલા. " લાલુ બોલ્યો, " 7th ફ્લોર અમારો સ્ટોર રૂમ છે, વર્ષો થી બંધ છે. ત્યાં કોઈ જ નથી જતું."તૃષ્ણા હવે બરાબર ગુસ્સે થઈ હતી તે બોલી," તું શું બધાંની પાછળ પાછળ ફરે છે! તું નીચે કાંઈક કામ માં વ્યસ્ત હોઈશ ત્યારે કોઈ અહીં આવ્યું હશે. જો તારે જે કરવું પડે એ કર, પણ મને એ બા ને મળવું છે, કંઈ પણ કરી ને, સમજ્યો?? "તૃષ્ણા 500rs ની નોટ લાલુ ને બતાવતા બોલી. લાલુ બોલ્યો, " તમને નામ ખબર છે બા નું?" તૃષ્ણા બોલી," ના. પણ જોઈશ તો ઓળખી જઈશ એમને. "લાલુ બોલ્યો," આવો મારી પાછળ. હું ઓફિસ નું રજિસ્ટર બતાવું તમને. એની અંદર તમને ફોટા સાથે ની બધી ડીટેઇલ્સ મળી જશે. " લાલુ અને તૃષ્ણા બન્ને ઓફિસ માં ગયા, લાલુ રજિસ્ટર કાઢ્યું, રજિસ્ટર માં ત્યાં રહેતા બધા લોકો નાં નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર અને ફોટોગ્રાફ લગાવેલા હતા. તૃષ્ણા એ લાલુ ના હાથ માંથી રજિસ્ટર લઈ લીધું અને બધાંના ફોટો જોવા લાગી, રજિસ્ટર નાં છેલ્લાં પેજ પર પણ તૃષ્ણા ને તે બા નો ફોટો નહીં મળ્યો. તેણે લાલુ ની સામે જોયું અને કહ્યું, " આમાંથી તો કોઈ નથી!" લાલુ બોલ્યો, " મેં તમને કહ્યું હતું ને કે 7th ફ્લોર પર કોઈ નથી રહેતું. તમને કાંઈક ભ્રમ થયો હશે." તૃષ્ણા આશ્ચર્ય થી રજિસ્ટર માં જોઈ રહી, તેને 3-4 વખત રજિસ્ટર ફેંદી નાખ્યું હતું, તે મન માં ને મન માં બબડી, 'આવું કેવી રીતે શકય છે!' તેનો હાથ પર્સ મા રાખેલી બૂક તરફ ગયો, બૂક હતી પર્સ માં. તૃષ્ણા ને આમ મુંઝવણમાં જોઈ ને લાલુ બોલ્યો," શું વાત છે દીદી, હું કાંઈ મદદ કરી શકું?" તૃષ્ણા બોલી, " તું મને 7th ફ્લોર પર જવા દે હું ત્યાં જઈ ને જ જોવ છું." લાલુ બોલ્યો, "ત્યાં કોઈ નથી દીદી, પણ તમારા મન ની શાંતિ માટે ચલો જોઈ લો."

લાલુ અને તૃષ્ણા 7th ફ્લોર પર ગયા, ત્યાં દરવાજા પર બહુ જ જૂનું તાળું લગાવેલું હતું, જેનાં પર કરોળીયા નાં જાળાં લાગેલા હતાં. લાલુ 3-4 વખત કોશિશ કરી પછી એ તાળું ખુલ્યું. તૃષ્ણા એ લાલુ ને તે દરમિયાન પૂછ્યું," તે દિવસે તો તાળું ખુલ્લું હતું. " લાલુ બોલ્યો," દીદી આ શક્ય જ નથી. આની એક જ ચાવી છે જે મારી પાસે રહે છે હંમેશાં." લાલુ એ ખૂબ જ મહેનત થી દરવાજો ખોલ્યો, અને બોલ્યો, "પહેલા ની ખબર નહીં, પણ હું આવ્યો ત્યારથી આ દરવાજો બંધ જ છે, જોઈ લો તમારે જે જોવું હોય તે, મને આ લોકો ના નાસ્તા ની તૈયારી જોવાની છે, જતાં જતાં ચાવી મને આપી જજો. "લાલુ આમ બોલી ને નીચે જતો રહ્યો.

તૃષ્ણા રૂમ માં ગઈ, તે જોઈ ને ખરેખર એવું લાગી રહ્યું હતું કે વર્ષો થી આ રૂમ બંદ હતો, પણ આજે આ રૂમ તે દિવસ કરતા અલગ લાગી રહ્યો હતો, બા નો બેડ પણ નહતો તે જગ્યા પર. પણ આ રૂમ તેને જોયેલો હતો તે દિવસે. તૃષ્ણા એ અંધારું હોવા નાં કારણે મોબાઇલ ની ફ્લેશ લાઇટ ચાલુ કરી, એક દિવાલ પાર કાંઈક દેખાતા તે દિવાલ ની નજીક ગઈ, તે દિવાલ પર પણ એવી જ ડિઝાઇન હતી જેવી તે પેટી પર અને બન્ને બૂક પર હતી. તૃષ્ણા એ દીવાલ ના ફોટોસ્ લીધા, રૂમ માં એક બાજુ ઘણાં બધાં બોક્સ પડેલા હતાં, તેમાં ઘણી કેસેટ હતી, તેમાંથી એક કેસેટ પર એક નિશાન હતું જે એકદમ પેલી બૂક પર હતું, તૃષ્ણા એ કેસેટ લીધી અને પર્સ માં મૂકી દીધી. તે રૂમ ની બહાર આવી અને દરવાજો બંધ કર્યો, તાળું લગાવી તેને ચાવી હાથ માં લઇ ને જોઈ, તે ચાવી પર પણ એજ નિશાન હતું જે બૂક પર અને કેસેટ પર હતું. તે ધીમે ધીમે નીચે ઉતરી, 6th ફ્લોર પર એક બાથરૂમ હતું જેમાં એક સાબુ હતો તે સાબુ પર તેને ચાવી ની છાપ લઈ લીધી, સાબુ પર્સ માં મૂકી લાલુ ને ચાવી અને 500rs આપી ને તૃષ્ણા વૃદ્ધાશ્રમ થી ઘરે આવી. ટેબલ પર પર્સ મૂકી ને તે સોફા પર બેઠી ને વિચારવા લાગી, 'લાલુ કહેતો હતો કે એ જગ્યા વર્ષો થી બંદ છે, ત્યાં નું તાળું લાલુ થી પણ બહુ મહેનત પછી ખુલ્યું, જ્યારે તે તો આટલા મજબૂત બાંધા નો છે, તો તે દિવસે તે બા અંદર કેવી રીતે હતાં! અને એ બા નો ત્યાં કોઈ ફોટો પણ નહોતો કે ન તો બા ત્યાં રહેતા હતાં તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યા, અને તે બેડ પણ નહોતો રૂમ માં!! આ બધું શું થાય છે!? ' ત્યાં જ કેતન કે જે તૃષ્ણા નો બોયફ્રેન્ડ હતો તેનો Good Morning નો ફોન માં મેસેજ આવ્યો. તૃષ્ણા ને યાદ આવ્યું કે આજે તો કેતન આવી જવાનો છે, તે આ બધું જોઈ ને પૂછપરછ કરશે.

તૃષ્ણા ના ઘર ની પાછળ એક રૂમ હતો બંધ હતો, તૃષ્ણા ત્યાં આ બધી વસ્તુઓ ને પેટી માં મૂકી ને ત્યાં લઈ ને ગઈ. પેટી તૃષ્ણા ને બહુ હળવી લાગી રહી હતી. તે રૂમ ને થોડો વ્યવસ્થિત કરી ને પેટી ને એક જૂના ટેબલ ની નીચે મૂકી દીધી. પેટી સાફ કરી હોવાના લીધે બહું ચમકી રહી હતી, તૃષ્ણા ને લાગ્યું કે અંધારામાં ચમકશે એટલે તેણે એક કાળું કપડું પેટી પર ઢાંકી દીધું.

2-3 દિવસ થી ઊંઘ ન થવાને લીધે તેની આંખો ઘેરાવા લાગી તે પોતાના બેડરૂમમાં માં આવી ને સૂઈ ગઈ.

===============================

મિત્રો, હવેથી સ્ટોરી ના પાર્ટસ્ થોડા લાંબા આવશે. ઘણાં બધાં વિચારો આવતા હોય છે, એ બધાં જ વિચારો અહીં હું લાઈવ લખતી આવું છું. નવા પાર્ટસ્ શનિવારે આવશે. વાચક મિત્રો, તમારાં આટલાં પ્રેમ અને સપોર્ટ બદલ હું દિલ થી તમારી આભારી છું. આગળ ની વાર્તા હવે થોડી ભૂતકાળ માં ચાલશે. આ મારો પહેલો પ્રયત્ન છે કાંઇક લખવાનો, બની શકે મારાં થી કાંઈ ભૂલ થાય. સુચનો આવકાર્ય છે. ધન્યવાદ.