Sawal dharano books and stories free download online pdf in Gujarati

સવાલ ધરાનો

નમસ્કાર મિત્રો,

પહેલા થોડીક ક્ષણ માટે વિચાર આવ્યો લખવાની શરુઆત કરું ક્યાંથી ?? નવા નિશાળિયા ની જેમ ઉત્સુકતા ની સાથે સાથે બીક પણ લાગી રહી હતી

આ કોઈ નવલકથા નથી, નથી કોઈ વાર્તા. બસ ધરાના મનમાં ઉદભવેલા નાનકડા સવાલનો યુવરાજે આપેલો મોટો એવો જવાબ છે.એ સવાલ જે બધા પ્રેમી પંખીડાના મનમાં ક્યાંક ને ક્યાંક હમેશા હોય જ છે. જેમ જેમ આગળ વાંચતા જસો એમ એમ ધરાના સવાલની સાથે સાથે યુવરાજે આપેલા જવાબ જોડે મુલાકાત થઈ જશે.

છ મહિના જુના યુવરાજ અને ધરાના સંબંધમાં એમને વાતો એટલી કરી હતી જાણે છ વર્ષ જૂનો સંબંધ છે, એકબીજા ને ઓળખી એટલા લીધા હતા જાણે છ વર્ષ થી ઓળખે છે, એકબીજા ના સુખ દુઃખ ની વહેચણી એટલી કરી લીધી હતી જાણે છ વર્ષ જૂના બંધાણી છે એટલાજ માટે ધરાના મનમાં આ સવાલ આવવા લાગ્યો

" ક્યારે.. તું મને તારાથી અલગ નહીં કરી દેને ?? "
" ક્યારે.. તું મને એકલી નહીં મૂકી દેને ?? "

આ સવાલનો જવાબ યુવરાજે એક પત્ર લખીને એને આપ્યો જેમાં લખ્યું હતું

" ધરા... મને નહીં પણ તારા મનને પૂછ..તને સ્પર્શ કરેલા હાથને પૂછ.. તારી આંખોમાં આંખો નાખી જોઈ હતી એ આંખોને પૂછ... તારા ધબકતા દિલને પોતાની છાતી એ દબાવી તારા ધબકારાનો અનુભવ કર્યો હતો એ દિલને પૂછ..
જવાબ એજ હસે, ક્યારેય નહીં.. ક્યારેય મને નહીં છોડી શકે. સમય પર વિશ્વાસ નથી, પણ એના પર છે..ખૂબજ છે.
ગાંડી હું ખુદ અધૂરો છું તારા વગર કેમની અધૂરી મૂકી દવ તને મારા વગર..."

જ્યારે પણ સમયના કોઈ વળાંકમાં આ સવાલ પાછો આવે તો એક નાનકડું કામ કરજો તારાને મારા હાથનો પાડેલો ફોટો આ સવાલને બતાવી દેજો.. બતાવી દેજો, આ હાથ એ આ હાથ સુધી પોહચવા કેટલી રાહ જોઈ છે કેટલા સંઘર્ષઓ કર્યા છે એ ફોટોજ તારા સવાલ ને જવાબ આપી દેશે..

બસ એટલું વિચારજો જ્યારે કોઈપણ તારા મન, તારા હૈયાની દિવાલ દરવાજ સુધી પોહોચવા કટિબદ્ધ નોતું, ત્યારે આ હાથવાળો માણસ રોજ પોતાની પ્રેમની,લાગણીની નાવડીમાં તને બેસાડી રોજ નવીજ ખુશી, નવીજ દુનિયામાં તને તરાવતું હતું.. ત્યારે કદાચ તારા મનમાં આવા સવાલ ઉદભવવા નો સવાલ તો દૂર વિચાર પણ નહીં કરે "

હવે મળીસ ત્યારે તારા આ સવાલ ને મારા વહાલના દરિયા માં ડુબાડી દઈશ અને તારા બને ગાલ મારા હાથે પકડી બસ આટલું કહીશ

"તું અને હું અલગ નથી એકજ છીએ"
"તને તકલીફ પહોંચશે તો તકલીફ મને પણ થશે"
"તને ખુશી થશે તો એ ખુશી મને પણ થશે"
"તારા આંખમાં આંસુ આવશે તો આંખ મારી પણ ભિંજાસે"

દુનિયાની ગમે એવી જંગ માં તારા માટે નિશસ્ત્ર પહેલી હરોડ્ડ માં ઉભો રહી તારું હસતું મુખ જોઈ એ જંગ જીતવાની તાકાત છો તમે
મારું માન છો મારું સમ્માન છો મારુ અભિમાન છો તમે.....

એક મારી લખેલી કવિતા સાથે આ પત્રને પૂરો કરું છું

""તારા આંખોના આંસુનું ચુંબન કરી
તારા પ્રેમની પવિત્રતા મે જાણી છે
તારા સાથે ના હોવા છતાં પણ
તારા સાથની મજા મે માણી છે
તને કેમની એકલી મૂકી દવ હું
તુજ તો મારા દિલ ની રાણી છે"


આશા છે... આ રચના તમને ગમી હસે જો ગમે તો તમારા સુંદર પ્રતિસાદની રાહ જોઇશ અને જલ્દી જ યુવરાજ અને ધરા ની પેહલી એવી મુલાકાત વાળી રચના તમારા સામે રજૂ કરીશ. મારું લેખન વાંચવા તમારા આપેલા કિંમતી સમય માટે તમારો ખુબ ખુબ આભાર...
Hardik Rajput