mara jivan ni bhul books and stories free download online pdf in Gujarati

મારા જીવન ની ભૂલ

કબૂલાત...
મમ્મી સુ છે તારે હંમેશા મારી સીઆઇડી કરતી હોય છે...હું કંટાળી ગઈ છું તારા થી...: રીમા બોલી
સરલાબેન (રીમા ના મમ્મી): પણ બેટા..
રીમા : મારે તારી કોઈ વાત સાંભળવી નથી... હા હું રાકેશ ને લવ કરું છું... બીજું કંઈ??? તું હંમેશા કેમ આટલો સક કરે છે.....
સરલા બેન: પણ દીકરા તારા રૂમ માંથી સિગારેટ નું પેકેટ મળ્યું....
રીમા: બસ કર મમ્મી ...મારી ઉપર ખોટા આરોપો ના લગાવ.
(રીમા ગુસ્સા માં રૂમ માં જતી રહે છે..)
( રીમા એ સરલા બેન ની નાની દીકરી હતી એના પપ્પા નાનપણ મા જ ગુજરી ગયા હતા.. સરલા બેન ની મોટી દીકરી નું નામ તારા હતું.. સરલા બેન એ મહેનત મજૂરી કરી બને દીકરીઓ ને ભણાવી હતી... તારા બહુ સંસ્કારી હતી એ એનો અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી કરતી હતી)

થોડી વાર માં તારા નોકરી પર થી આવે છે.એ સરલાબેન ને જોવે છે... એ રડતા હતા..
તારા: મમ્મી સુ થયું પાછું...કેમ રડે છે... મમ્મી બોલ...સુ કરાયું રીમા એ પાછું...
સરલાબેન: બેટા... મે આજે રીમા ને મોલ મા જોઈ..
તારા: મમ્મી... એ ગઈ હસે કઈ કામ થી...
સરલા બેન : પણ એ રાકેશ સાથે હતી... સિગારેટ પીતી હતી... ઘણા છોકરાઓ એની સાથે હતા... અને રાકેશ એને પ્રેમ નથી કરતો...
તારા: મમ્મી હું વાત કરું છુ.. રીમા સાથે.. મને જમવાનું આપ હું રીમાં ના રૂમ માં જાઉં છુ..
(રીમા રીમા... દરવાજો ખોલ..હું તારા)
રીમા: દી... તમે...(એ દરવાજો ખોલે છે અને તારા ને જોર થી બાથ ભરી રડવા લાગે છે)
તારા: સુ થયું મારી ઢીંગલી ને..
રીમા: દી... મારો મમ્મી સાથે જગડો થયો.. એને રાકેશ પસંદ નથી... રાકેશ મને પ્રેમ કરે છે...
તારા: તો રાકેશ તારી સાથે લગ્ન કરશે..
રીમા: હા... દી...
તારા: તો તારા રાકેશ ને ફોન કરી લગ્ન નો પ્રસ્તાવ મુક.. ત્યાં સુધી હું બહાર જાઉં છુ..તું બહાર આવી ને રાકેશ નો જવાબ કહેજે
રીમા: હા દી....
(રીમા રાકેશ ને ફોન કરી વાત કરે છે ... અને વાત કરે છે ... થોડી વાર માં એ બહાર આવે છે ... સરલાબેન ના પગ મા પડી રડવા લાગે છે?
સરલા બેન: અરે મારી ઢીંગલી...શું થયું... ઊભી થા...
રીમા: મમ્મી...દી...( જોર જોર થી રડે છે)
તારા : લે પાણી પી પેલા પછી બોલ સુ થયું...
(રીમા પાણી પીવે છે)
રીમા: મમ્મી તું સાચું કહેતી હતી... રાકેશ ને મારા શરીર નો માત્ર ઉપયોગ કરી રહ્યો હતો... દી... દી તમારા કહેવા થી મે એને લગ્ન ની વાત કરી...તો એ બહના બનવા લાગ્યો... તો મે ગુસ્સા મા કીધું કે.. રાકેશ જવાબ આપ..લગ્ન કરીશ... મારી સાથે?
તો એ હસવા લાગ્યો... મને કહ્યું કે તારા જેવી તો ૧૦૦ છોકરી જોડે સંબંધ છે..સુ એ બધા થી લગ્ન કરું??? તું રખેલ છે... રખેલ...મારી રખેલ... મમ્મી તું સાચી હતી... મને માફ કર... દી તમે પણ મને માફ કરો... મે રાકેશ સાથે મારી બધી મર્યાદા પૂરી કરી દીધી હતી...માફ કરો મમ્મી મને...હું તમારી ગુનેગાર છુ... મને સજા આપો... મમ્મી તું કંઇક બોલ...
સરલાબેન..: બેટા પહેલા પાણી પી... અને જે થયું એ ભૂલી જા...
તારા...: તારા ઢીંગુ... ભૂલી જા એ નાલાયક રાકેશ ને... તું આરામ કર...
( રીમા રૂમ માં જઈ બહુ રડે છે... અને આખરે સ્યુસાઇડ કરવા નો પ્રયત્ન કરે છે.. પણ તારા અને સરલાબેન બારી માંથી જોઈ જાય છે.. અને રૂમ નો દરવાજો તોડી... અંદર જાય છે અને રીમા ને જોર થી લાફો મારે છે
સરલાબેન: રીમા... તું એક નાલાયક છોકરા માટે અમારી સાથે દગો કરી... એમને છોડી ને જઈશ...
રીમા: પણ મમ્મી મારી સાથે હવે લગ્ન કોણ કરશે... મારી જીંદગી ખરાબ થઈ ગઈ.. મ્મમી... હવે મારી પાસે બીજો રસ્તો નથી...
હું કરીશ લગ્ન... હું પ્રેમ કરું છુ તને...: રઘુ બોલ્યો
રીમા: રઘુ ...તું...( રઘુ ... રીમા અને તારા નો નાનપણ નો દોસ્ત હતો.. હર સુખ દુઃખ મા આ લોકો નો સાથ આપતો અને એ રીમા ને બહુ પ્રેમ કરતો હતો...આ વાત સરલાબેન અને તારા જાણતા હતા..)
રઘુ: હા તારા... વિલ યુ મેરી મી?.. લવ યુ સો મચ..
તું મારો સાથ આપીશ...
રીમા: પણ રઘુ હું તારા લાયક નથી...હું..
રઘુ: રીમા ...હું બધું જાણું છું... મને તારા દી એ બધી વાત કરી.. પણ હું તને દિલ થી પ્રેમ કરું છુ... વિલ યુ મેરી મી?
રીમા: હા... રઘુ...હું પૂરો પ્રયત્ન કરીશ તને ખુશ રાખવાનો...
રઘુ : હું પણ તને દુનિયા સાથે બધી ખુશી... આપીશ... મમ્મી તમે આશીર્વાદ આપો અમને...
સરલાબેન: મારા આશર્વાદ હંમેશા તમારી સાથે છે બેટા.
તારા: પણ રીમા.... તારે તારું ભણવાનું પૂરું કરવાનું છે...
રીમા અને રઘુ : હા...દી... પાકું.... લવ યુ દી અને મમ્મી
સરલાબેન અને તારા: લવ યૂ ટુ....