B.S HIGH SCHOOL books and stories free download online pdf in Gujarati

બીએસ હાઈસ્કૂલ ગૃપ

તારીખ ૧૪-૪-૨૦૨૦ મંગળવારે આપણા મિત્ર મકવાણા મનીષ જેઓ નાની ઉંમરમાં આપણે સૌને વિદાય આપીને ચાલા ગયા તેમના અને મારા વચ્ચે ના કેટલાક સંસ્મરણો છે જે હું અહીંયા રજુ કરવા માંગું છું.

આજથી લગભગ ૨૪ વર્ષ પહેલાની વાત છે આપણે બી. એસ હાઈસ્કૂલ માં ધોરણ-૭, વિભાગ-અ ધોરણમાં અભ્યાસ કરતા હતા તે સમયે આપણા ક્લાસ ટીચર ભાનુબેન દરજી જે આપણા મુખ્ય વર્ગ શિક્ષક હતા.જ્યારે ધોરણ-૭,વિભાગ-બ પ્રવિણાબેન ભણાવતા હતા..

સમય ખૂબ સુંદર હતો મિત્રો આપણે દરેક સ્વતંત્ર હતા ના આજની ચિંતા કે ના કાલની પરવાહ બાળપણ હતું મિત્રો બધા એકબીજા સાથે ખુબ સરસ રીતે હળી મળીને ભણતા હતા.અમારા ક્લાસની વાત કરીએ તો હું સામેની સરકારી શાળા માંથી આવ્યો હતો. ધોરણ-૭ એડમિશન લીધું હતું. સ્કુલ નવી હતી, બધા વિદ્યાર્થીઓ પણ નવા હતા.

પ્રાર્થના

“અસત્યો માહેથી પ્રભું તું પરમ સત્યે લઈ જા..”

“ઇતની શક્તિ હમે દેન દાતા”

પ્રાર્થના બાદ એક પછી એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પરિચય આપવાનું જણાવવામાં આવ્યું.પહેલા ની શાળાનું નામ અન્ય વિગત પૂછવામાં આવી. ત્યારબાદ ધીમે-ધીમે દરેક વિદ્યાર્થી પરિચય થયો..

સ્કૂલમાં દરેકને બેઠક વ્યવસ્થા પ્રમાણે ગોઠવવામાં આવતા દર અઠવાડિયે બેન્ચીસ પ્રમાણે આગળ બેસવામાં નંબર આવતો. આગળ ની હરોડ ઘનશ્યામ પટેલ, ગુડેકર સુનિલ, આરીફ, ચેતન, માલી નરેશ, માં સૌથી પાછળ ધનરાજ બેસતો હતો.વચ્ચે ની સાઇડ રાજવંશી ધર્મેન્દ્ર, વનરાજ, કમલેશ પરમાર,પંડ્યા મેઘા, મન્સુરી રજીયા, આશા, કાપડિયા કામિની,રીના તેમજ મકવાણા મનીષ છેલ્લા પડખે ની સાઇડ ઉપર દરજી મનીષા, પરમાર ચૈતાલી, રોજ નયન ભરતભાઈ, દેવમણી કિરણ વગેરે હું તેમજ મહેતા દીક્ષિતા,મેવાડા નિલમ એક બેચીશ પર બેઠેલા હતા. મને આંખોની તકલીફ હતી તેથી હું બોર્ડ પર ચોક થી લખાય લખાણ ને સ્પષ્ટપણે વાંચી શકતો ન હતો. ક્લાસ વર્ગમાં મારી યાદશક્તિ પ્રમાણે ગોઠવાઈને બેઠેલા હતા.

એક વખત મારી પાસે હિન્દી નું પાઠ્યપુસ્તક ન હોતું તે સમયે મારા મિત્ર મકવાણા મનીષ તેની પાસે હું બેસીને શિક્ષક દ્વારા ભણવામાં આવેલ પાઠ હું ભણી રહ્યો હતો તે દરમિયાન મારે અને મનીષ વચ્ચે ઓળખાણ અને મિત્રતા થઈ.

એકદમ સરળ સ્વભાવ ક્યારેય ખોટું ના બોલે અને તમે બોલાવો તો જ તે બોલે એવો મિત્ર "મનીષ " ચેતન એક શબ્દોમાં કહ્યું હતું આ છોકરો "બહુ સીધો હતો” બસ એટલા માં બધું જ આવી ગયું. મને પાઠ્યપુસ્તક આપી બંને સાથે બેઠા એકબીજાના પરિચયમાં આવ્યા ખુબ સરળ સ્વભાવ..

ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી નું નામ આવે ત્યારે તરત જ દરજી મનીષા,પરમાર ચૈતાલી,રોઝ નયના, દેવમણી કિરણ, મનસુરી રજીયા, નરેશ માલી, રાજવંશી ધર્મેન્દ્ર, પંચોલી રાજીવ વગેરેનું નામ ચોક્કસ આવતું.

"એમાં ક્લાસમાં પ્રથમ નંબર માટે એક-એક માર્કની કોમ્પિટિશન હતી. એમાં દરજી મનીષા અને ચૈતાલી બંને પોતાની મહેનતથી યાદશક્તિ દ્વારા સરખા ગુણ લાવી પ્રથમ નંબર લાવતા"

શિક્ષકો થી ખાસ્સા પ્રભાવિત થાય એવા શિક્ષકમાં સુધાબેન ઇંગ્લીશ ભણાવતા હતા ભાનુબેન દરજી જેઓ વિજ્ઞાન ભણાવતા હતા પ્રવિણાબેન જેઓ સમાજ વિદ્યા ભણાવતા ગંગાબેન પટેલ ગણિત ભણાવતા, પીટીના અને ગુજરાતીના એક સર હતા. કોમ્પ્યુટર માટે જયેશભાઈ વગેરે..

એ સમયે એ ક્લાસ એવો કે ક્યારે પણ ન ભૂલાય. કહે છે વિદ્યાર્થીમાં વિદ્યા સરખી આવતી હોતી નથી ક્યારેક કોઈ વિદ્યાર્થી સખત મહેનત કરે વર્ગમાં રોજ હાજરી આપે ગૃહકાર્ય કરે આમ છતાં પણ ઓછા માર્ક્સ આવે અને ઘણા વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ યાદશક્તિ ને લીધે ચોક્કસ સારા ગુણ મેળવી શકતા..

"વિદ્યાએ નસીબમાં લખેલી હોય એટલી લેવાય"

મનીષ પણ આ વિદ્યાર્થી માં એક હતો જે મહેનત કરતો નોટબુક બનાવતો પણ તે વર્ગમાં સારા ગુણ મેળવી શકતો નહોતો ..

ધોરણ-૮ માં પ્રવેશ કર્યો ત્યારે રશ્મિકાંત સાહેબ આપણા ક્લાસ શિક્ષક હતા. તેમના દ્વારા પ્રથમ દિવસે આપણને એવું કહેવામાં આવ્યું હતું કે તમે “બાલ્ય અવસ્થા છોડીને હવે કિશોરાવસ્થામાં પગ મૂક્યો છે,અત્યાર સુધી બાળપણમાં તમે તોફાન કરતા મસ્તી કરતા એ બધું ચાલતું પણ હવે કિશોરાવસ્થામાં તમારે સભાનતા કેળવવાની ખુબ જરૂર છે..”

એટલો તો શાંત મનીષ હતો ક્યારેક વિપુલભાઈ શાહ તેનું નામ બોર્ડ પર લખી " મનીષ" તેને બોલાવતા ત્યારે મનીષ ઉપર જતો..

એસ.એસ.સી.ની એકઝામ પાસ ન કરી શકતા થોડા સમય બાદ તે એક સાડી ની દુકાન નોકરી કરતો હતો.

એક વખત મારે કામ હતું અને હું તે દિવસે દુકાનમાં ગયો ત્યારે મેં દુકાનના માલિકને મનીષ વિશે પૂછ્યું આજ મનીષ નથી આવ્યો ?

“માલિક: મને ના પાડી.”

" મને કહ્યું તમે મનીષના મિત્ર છે મે હા પાડી. તેઓ એટલે એના વખાણ કર્યા કે સાહેબ છોકરો એટલો સીધો છે તે હંમેશા સાચું બોલે છે ક્યારેક ખોટું બોલતો નથી મારુ દરેક કામ તે જોઈલે છે મેં મારા જીવનમાં આવું છોકરો ક્યારેય જોયો નથી. એકદમ સીધો"

" મેં એટલું કહ્યું મનીષ પહેલાથી જે એ રીતનો છે"

તેનો સ્વભાવ અને દરેક વ્યક્તિ સાથે સાચવેલ વ્યવહાર નું આ એક જીવંત દ્રષ્ટાંત હતું. મને છેલ્લે મળે ત્યારે મેં એને પૂછ્યું મનીષ મેરેજ થઈ ગયા છે કે બાકી મનીષ બોલતા કઈ ખચકાઈ ગયો મને લાગ્યું કે, તે બીમાર તો છે જ તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ બીમારી વિશે માહિતી પૂછ્યું નાના કઈ નહી..હસતા મોઢે મારી તબિયત સારી છે એમ કહીને નીકળી ગયો..

બસ આ મારી મુલાકાત છેલ્લી હતી ત્યાર પછી મને આવા મેસેજ મળ્યા.

સારા વ્યક્તિની જરૂર અહીંયા પણ હોય એટલી જ ઉપર હોય છે મનીષ તેમાનો એક હતો નાની ઉંમરમાં બધાને વિદાય આપીને આપણા વચ્ચેથી ચલ્યો ગયો.

હું પણ આપણા વર્ગમાં ભણતા અને આપણા ગ્રુપ સાથે સંકળાયેલા મિત્રો ને એટલું જ કહેવા માંગું છું દરેક વ્યક્તિનું જીવન જીવવાનું સમય નક્કી હોતો થતો નથી.. તો પછી આપણે આપણું જીવન કેમ સારી રીતે ન જીવીએ કોઈ આપણું ઉદાહરણ આપે તેવી રીતે ન જીવી શકાય ? આજકાલના વૉટસપ પર થતા વાતચીતના વ્યવહારથી કંઈ દુઃખ લાગે છે કે આજના યુવાન અને ખરેખર સમયની કિંમત હોવી જોઈએ આ સમયે તો આપણે આપણા પરિવાર ને મદદરૂપ થઈ શકે ? કેવી રીતે કામ કરવા જોઈએ કંઈ નવું શોધવાના પ્રયત્ન કરવા જોઈએ એની જગ્યાએ આજનો યુવાન મિત્રો દારૂ ક્યાં મળે છે ? વિમલ ક્યાં મળે છે ?આ બધું એકવીસમી સદીમાં ન ચાલે આપણે જે રીતે વર્તન કરે છે તે રીતે આપણા બાળકો પણ તેનાથી ટેવાય છે. ભવિષ્યમાં બાળક ખોટા રસ્તે ન જાય અને આપનું ભવિષ્ય પણ સારું ઉજ્જવળ તે મનોકામ થી મારે બે શબ્દો કહેવા પડ્યા હોયતો માફ કરજો.

મારે યુવાન મિત્રો ને એટલું કહેવાનું કે તમે વ્યસન કરોને તું એવી વ્યસન કરો કે જેનો નશો કલાક બે કલાક નહીં આખી જીવન ચાલે..

“વાંચનનું, લેખનનો, કઈ આવિષ્કાર કરવાનું.જેથી આપણાં સમાજને આપણા દેશ ને ઉપયોગી થઈ શેકે.”

આભાર સહ..

સુનિલકુમાર નટવરલાલ શાહ