MAHESHKUMAR AND PARTY books and stories free download online pdf in Gujarati

મહેશકુમાર એન્ડ પાર્ટી

મહેશકુમાર એન્ડ પાર્ટી

ટિંગ ટોંગ.. હવે આપ વિવિધ ભારતી પર જુના ગીતો નો પ્રોગ્રામ ગિરા ગુર્જરી સાંભળશો.. લંબચોરસ ટેબલ જેવો રેડીયો અવાજ સંભળાય તો ખૂબ જ નવાઈ લાગે.. હું ખૂબ જ નાનો હતો આ અવાજ ક્યાંથી આવે છે એનું કુતૂહલ મનમાં સર્જાય ધીમે રહીને પાછળ થી અવાજ આવે આ પેટીની પાછળથી કોઈ બોલે છે..! અમે પાછળ જોતાં.. એટલામાં મામા આવાજ થોડોક વધારતાં ત્યારે મનમાં ખૂબ જ નવાઈ લાગતી “ અરે આ માંથી અવાજ આવે છે “ બધા ખડખડાટ હસતા..અમે નાના-નાના ભાણી ભાણીયા વિચારતા આવું કેવી રીતે બને ? કંઈ સમજાતું જ નહીં..

મામાનું ઘર કેટલે દિવો બળે એટલે.. અમારા નાના ના પરિવારમાં છ દીકરી અને બે દીકરા.. તેમના ભાણી-ભાણીયા બધા સાથે મળીને તહેવારો ની ઉજવણી ભેગા મળીને કર્તા આટલું મોટું ફેમિલી છતાં પણ આજ દિન સુધી અમે બધાજ એક્જ છીયે.તેનું કારણ અમે મોબાઈલ થી નહી પરંતુ અમો સાચા દિલથી જોડયેલ છીએ. મારા નાની ના હાથે બનેલ રસોઈ કોઈ ફાઇવ સ્ટાર હોટલ કર્તા પણ વધારે સ્વાદિષ્ટ લાગે. બધા ભણી-ભાણીય, અમારા માસી, માસા દાની માં દાની માં કહેતા મોઢું ન સુકાય.. મારા મામા દરેક વેકેશન તહેવારોમાં બધા ભણીયાઓ ભેગા કરી ધાર્મિક સ્થળોએ, થીયેટર, કાંકરિયા તેમજ રથયાત્રા, જ્ન્માષ્ટમીનો મેળો જોવા લઈ જતાં પહેલા તો બંધુક વડે ફૂગો ફોડવતા મનગમતા રમકડાં અપાવતા અને એ વખતનો આનંદ ખુબ અનેરો હતો..

ક્યારેક સમય મળે એટલે સાંજે ટીવી જોતા એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી નો જમાનો હતો. ગુજરાતી ચિત્રપટ માં એ વખતે " બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાથી અરજી.." સંભળાતું તેને જોઈને મારા નાના ગુલાબદાસ કે જેમને અમે બાપા જ કહેતા તેઓ બોલે " આ નરેશ અને મહેશ આપણા ઘરમાં રહેતાં તમને ખબર છે ?

તે સમયે વધારે કંઈ ખબર પડતી નઈ અને તે વિગતવાર સમજાવવા પ્રયત્નકર્તા મારા નાના અમને કહેતા કે “ મહેસાણીયાનો વાસ, રાધેશ્યામ નીચાલી,ઈચ્છાભગત નું ડેલુ, દરિયાપુર રૂવાપરી માં આવેલ કૃષ્ણ ભુવન, ગિરધરનગર ની સ્કૂલ, બોમ્બે માં આવેલ બંગડીની ફેક્ટરી, રંગીલા ગેટ પર આવેલ બોબીલ નું કારખાનુ, બેચરાજી અંબાજી જુનાગઢ જેવા ધાર્મિક સ્થળોમાં ધર્મશાળા આ બધું જ મારા પપ્પાએ ઇચ્છા ભગતે અમદાવાદમાં આવીને વસાવેલું..”

મારા પપ્પાએ ના જ એક મકાનમાં નરેશ અને મહેશ રહેતા. મારા નાના ગુલાબદાસ સ્વભાવમાં ખૂબ ગુસ્સાવાળા હતા ક્યારેય કોઈનું ચલાવી ન લેતા હર હંમેશા તેઓ પોતાના રૂઆબદાર પ્રતિભાશાળી વ્યક્તિત્વમાં જ રહેતા ક્યારેક તેઓ ભાડુ લેવા તેમની પાસે જતા ત્યારે બંને ભાઈ કહેતા “ માલિકા આમહિનાનું ભાડું નહીં આપી શકું..” બન્ને ભાઈઓ ની સામે જોઈને તેઓ કહેતા “સારુ કંઈ વાંધો નહીં મારુ મકાન સાચવજો તમારા બંનેના લીધે મારું મકાન તો ખુલ્લું રહેશે ”, તેઓ ભાડું ક્યારેક ન ચૂકવી શકતા. આમ છતાં બંને ભાઈ ના પ્રેમાળ સ્વભાવના લીધે તેમને તેઓ કંઈ કહેતા નહી.. મારા નાના ને નરેશ મહેશ જોઈને “ મારા માલિક આવ્યા.. તેવા શબ્દોથી નવાઝતા.. ક્યારેક ગુલાબ કાકા ક્યારેક શેઠ પણ કહેતા.. આટલું કહેતા કહેતા તો તે પણ પોતે દિલગીર થઈ જતા..

પાછો એક નવો પ્રશ્ન એટલામાં કોઈ પૂછે બાપા આટલું બધું તો તમારા પપ્પા ઇચ્છા ભગત એ કેવી રીતે બનાવ્યું હશે ?

મારા નાના તેનો જવાબ આપતા “ મારા પિતાજી ઇચ્છા ભગત જ્યારે નાના હતા ત્યારે મમ્મી-પપ્પા બન્ને ગુજરી ગયા હતા.. કાકા કાકી એ દસ બાર વર્ષ સુધી મોટા કર્યા. ત્યારબાદ એક તાંબાનો લોટો આપીને તેમને વિદાય કરે શહેરમાં જજો અને જાતે કમાઈ ને ખાજો. “ બે ભાઈઓ એ માત્ર હાથમાં તાંબાના લોટા લઈને શહેરમાં આવેલા. શહેરમાં આવીને ખૂબ મહેનતકર્તા અને પરિશ્રમથી મજુરી કર્તા પહેરવા માટે તેમની પાસે ચંપલ ના હતા તેઓ પગમાં કંતાન વીંટીને માધુપુરા માં લારી ચલાવતા” તે દરમિયાન તેમની ઓળખાણ કોલસી ના એ કોન્ટ્રાક્ટર સાથે થઈ “ આ બંને છોકરાઓ ખૂબ જ મહેનતુ છે તમે કોણ છો તમારો મમ્મી પપ્પા કોણ છે તેવો પ્રશ્ન કર્યો ? “

ત્યારે તેમણે જવાબ આપ્યો “ હમણાં અમે અમદાવાદમાં કમાવા માટે આવેલા છે હાલ અમારા કોઈ સંબંધી અમારી પાસે નથી અમે બન્ને ભાઇઓ સાથે રહીએ છીએ..”

શેઠ ખુશખુશાલ થઇ ને બંને ભાઈઓને કોલસા ના વ્યાપારમાં લઈ જાય છે.તેમની સાથેના વેપારમાં તેઓ ખૂબ જ પૈસા કમાય છે.તે સમય રાણીછાપના રૂપિયાનો હતો.

ઈચ્છા ભગત અમદાવાદમાં ખૂબ જ ધનિક વ્યક્તિ બને છે. સોનાની ઘડિયાળ, સોનાનું લક્કી, સોનાનો કમર પટ્ટો, હાથમાં તાંબાની રામ લખેલી વીટી. માથા ઉપર સફેદ સાફો ઝભ્ભો અને ધોતિયું પહેરતા..” એક્દમ શુદ્ધ શાકાહારી ભોજન તેઓ લેતાં શ્રીનાથજી ને તુલસીના પાન સાથે ભાણું પીરસી ત્યાર બાદજ તેઓ જમતાં મુખમાં હમેશાં પ્રભુના નામનું સ્મરણ હોય હમેશાં પરોપકાર, દયા, શ્રેસ્ટ સમાજ સુધારક, સંનિષ્ઠ વ્યક્તિત્વ ને લીધે તેમને લોકો ભગત કહેતા “ઈચ્છા ભગત” તેઓ અમારા આખા હવેલી પરગણાં માં સૌથી શ્રીમંત વ્યક્તિ તેઓ જ હતા. અંગ્રેજોના શાસન દરમિયાન માં આ બધી જ મિલકત વસાવેલી હતી.

એક સમય એવો હતો ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજી તેમના ત્યાં સોનાની થાળીમાં આવી અને જમીને રાજકારણમાં જોડાવાનો આગ્રહ કરતા અને તેઓ હર હંમેશ ની જેમ ના કહેતા.

આટલું કહીને મારા નાના ગુલાબદાસ ભાવુક બની જતા અને તેમના પિતાને ખૂબ યાદ કર્તા..

સમય ખૂબ જ પરિવર્તનશીલ છે અને તે હંમેશા પોતાની ગતિ માં ચાલતો રહે છે. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જગતના ગીત-સંગીતના સર્જક મહેશભાઈ તેમજ એક્ટિંગમાં અભિનય કરતા નરેશભાઈ મારા નાના દ્વારા કરેલ પરોપકાર ને તે ઓ ભૂલી શક્યા ન હતા. જ્યારે પણ "નરેશ-મહેશ એન્ડ પાર્ટી" અમદાવાદમાં આવતાં અને મારા નાના ને જોતા ચાલુ પાર્ટી દરમિયાન સ્ટેજ પર જેટલાં પણ ફૂલો ની માળા તેમની પાસે હોય તે બધી જ ફૂલોની માળા મારા નાના ને અર્પણ કરતા અને કહેતા મારા માલિક આવી ગયા મારા ભગવાન આવી ગયા.. "ક્યાંય ન જડે એમ નો જોટો મારા માલિક તો ગુલાબનો ગોટો.." બન્ને ભાઈઓ તેમને આનંદ અને અતિરેકથી ઉઠાવીને ગીત ગાતા.. એક સમયે મારા નાના કરેલી તેમણે મદદ નરેશ-મહેશ બન્ને ભાઈઓ ક્યારે ભૂલ શક્યા ન હતા..હું પરમાત્માને એટલુ જ કહીશ આવી “ સદેવ આ જીવન પ્રેરર્ણાદાયક આત્માનું સર્જન પરમાત્મા વારંવાર કરે હજુ તેવા બન્ને ભાઈઓની તેમજ તેવા પરોપકારી વ્યક્તિની આપણાં દેશમાં ખુબ જરૂર છે..”

સુનિલકુમાર.એન શાહ

(B.COM,M.COM,Bed,LLB,PGDCA)