horar Express bhag - 2 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 2

બંને મિત્રો ટ્રેનની અંદર બેસી જાય છે અને ટ્રેન વિજય હંકારવા ચાલુ કરે છે, આગળ જતાં રસ્તામાં વિજય અને મનજી વાતો કરે છે પણ આ વાતોમાં વિજય રસ લેતો નથી. મનજી કહે છે કે તું બોલ ભાઈ પણ વિજયના મનમાં તો રાતનું ભયંકર દ્રશ્ય સળવળતું હતું.
મનજી બોલે છે કે વિજય તારી કેટલા દિવસ નોકરી કરવાનું છે. વિજય પૂછે છે કે કેમ આવું બોલે છે ભાઈ મારી નોકરી સરકાર ના નિયમ મુજબ સુધી કરવાની છે વિજય કહે છે કે મંજીત્યા આવું કેમ મને પૂછે છે , સામેથી જવાબ આવે છે કે અમસ્તુજ પૂછ્યું તને કંઈ તકલીફ.
હા મને બહુ મોટી તકલીફ છે તું મારી તકલીફ સોલ કરી શકે છે . બોલને દોસ્તાર તારી ગમે તેવી તકલીફ દૂર કરી દઈશ. તો રાતે મારી સાથે શું થયું હતું તે તને ખબર છે.
આ બધું જાણતા હોવા છતાં પણ મનજીત હા નથી કહેતો મનજીત કહે છે કે મને કંઈ ખબર નથી કારણકે હું તો દારૂના નશામાં હતો મને કોઈ વાતની જાણ નથી.
મનજી કહે છે કે બોલ શું થયું હતું વિજય રસ્તામાં કોઈ ચોર લૂંટારા તો નતા આવ્યા ને ભાઈ.......
ના ભાઈ ના મારી સામે તો માણસ નું મોટું ટોળું જેમાં બાળકો વડીલો સ્ત્રીઓ દરેક સાથે હતા અને ટ્રેનના પાટા ઉપર ચાલી રહ્યા હતા પણ કરું છું તું તો ઉઠતો નહોતો અને હું કઈ જાણતો નહોતો રાત્રે ભયાનક રીતે આ ટોળું મારી સામે ઘસી આવ્યું.
હું આ ટોળાને બચાવવા માટે ટ્રેન ઉભી રાખી ટ્રેન ઊભી રહી નહિ, કરું છું પછી સ્ટેશન માસ્તરને ફોન કર્યો પણ તે ઉંઘમાં હતા તેઓએ મને કહ્યું એ ભાઈ વિજય તું ચેન ખેંચ એટલે ઉભી રહેશે . પણ કરું શું ....... ચેન ખેંચવાથી ટ્રેન ઊભી રહી નહિ અને તને તો ઘણીવાર કહ્યું કે ભાઈ મનજી ત્યાં શું થઈ રહ્યું છે પણ તું કઈ જવાબ ના આપ્યો મારી આંખ સામે કેટલું ભયાનક દ્રશ્યો ચાલી રહ્યું હતું તે હું જાણું છું.
મને મારા પેન્ટ પેશાબ થઈ ગયો કારણ કે સામે રેલવેના પાટા પરથી ટોળું ખસતું નહોતું અને ટ્રેન ઉભી રહેતી ન હતી બંને સામ સામે આવી ગયા. એટલા માં જ અનેક લોકો કપાઈ માર્યા અને લોહીના ફુવારા ઉડવા લાગે છે. લોહી નો ફુવારો મારા કપડાં પર પડે છે હું તો નિશબ્દ બની જાઉં છું પછી મને ખબર જ નથી કે હું ક્યાં છું ટ્રેન આપ મેળે ચાલી રહી હતી બસ આટલું જ બન્યું હતું મારી સાથે .........
વિજય મનમાં હસતાં હસતાં બોલ્યો કે આ તો વર્ષોથી ચાલી આવે છે પણ કશું જ કોઈ ને નુકસાન નથી થયું અને કોઈ ડ્રાઇવર ને પણ કંઈ થયું નથી અરે ભાઈ તું વિગતવાર વાત કરને શું છે આ વાત વિજય બોલ્યો.
આ વાત તો એમ છે કે વર્ષો પહેલા અહીંયા એક મોટું ગામ હતું ગામની બાજુમાં એક ફેક્ટરી હતી. ફેક્ટરી અને ગામ એકબીજાના પૂરક હતા, કારણકે ગામની રોજગારી ફેક્ટરી થી પૂરી થતી હતી પણ બન્યું એવું કે આ ગામમાંથી રેલ્વે પસાર થઈ અને ફેક્ટરી ની જમીન તેમાં સર્વેમાં આવી ગઈ રેલ્વે વિભાગ આદેશ કરે છે આ ફેક્ટરી તમારે દૂર કરવી પડશે. આ સાંભળીને ગામના લોકો ઉપર આભ તૂટી પડ્યું કારણકે ગામ તો એક ગરીબીમાં જીવી રહ્યું હતું પણ આ ફેક્ટરીના કારણે લોકોને રોજગારી પણ મળી ગઇ હતી અને તેમનું જીવન પણ ચાલી રહ્યું હતું જો આ ફેક્ટરી દૂર થાય તો ગામના લોકોની દશા શું થાય.આ વિચારીને ગામના લોકોએ રેલવે વિભાગની આ બાબતની જાણ કરી અને ફેક્ટરી તોડવાના આ દેશને રોકવા માટે વિનંતી કરી પણ રેલવે વિભાગે આ વાત કાને ધરી નહિ.
થોડાક દિવસમાં રેલવેના અધિકારીઓ આ ગામમાં jcb જેવા સાધનો લઈને આવી પહોંચ્યા સાથે રેલવે પોલીસ પણ લાવ્યા હતા પણ ગામમાં રહેતા લોકોએ પણ નક્કી કરી દીધું હતું કે કોઈપણ ભોગે આ ફેક્ટરીની બચાવવાની છે તો ગામવાળાઓએ રેલવે અધિકારીઓ સામે આત્મવિલોપનની ચીમકી આપી પણ રેલવે અધિકારીઓ માન્યા નહિ અને ગામના દરેક લોકોએ ફેક્ટરીના ચોકમાં એક મોટી અગન જ્વાળા ચાલુ કરી અને દરેક લોકો તે અગ્નિમાં જઈને અગ્નિસાન કરી લીધું.
વધુ આવતા અંકે
મારી વાર્તા વિશે આપના અભિપ્રાય મને મુક્તપણે જણાવી શકો છો મારો whatsapp નંબર - 9724456625 છે.
આપનો અભિપ્રાય મારા માટે કીમતી છે.