horror express - 5 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 5

(ઓર્ડર આપ્યા પછી તેઓ પોતાનું જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલીવાર મા શંકરભાઈ જમવાનું લઈને આવે છે.)
"જમવાનું તૈયાર છે"
આ રહી તમારી ગુજરાતી બે ડીસ.
બંને જણા જમવાનું ચાલુ કરે છે અને એકબીજાના મુખ સામે જોઈને આંખોથી વાતો કરે છે.
"મનજીત બોલ્યો શંકર દાદા મલાઈદાર છાસ નહિ પીવડાવો."
શંકરદાદા સામેથી જવાબ આપે છે સો ટકા તમને છાસ પીવડાશ કેમ નઈ પીવડાવુ તમે તો મારા કાયમી ગ્રાહક છો થોડી વાર ઉભા રહો હું રસોડા માંથી છાસ લઈને આવું.
લો સાહેબ છાસ તૈયાર છેે
"બંને જણા જાણે છાસ ની વાટ વર્ષોથી જોઈ રહ્યા ના હોય." છાસ આવતાની જ વેત ઘૂંટડા મારીને ગટગટાવી જાય છે.
"જમવાનું મસ્ત હતું પણ હું ભરપેટ જમી શક્યો નહીં કારણ કે મારું મન જમવા માં નહીં પણ જીવવા માટે તરફડી રહ્યું છે."
" કેમ આવું બોલે છે વિજય"
તું જીવવાની ચિંતા મારા પર છોડી દે.
સારું એમ મારું મગજ ફ્રેશ કરવા કંઈક ઉપાય બતાવો ભાઈ જમ્યા પછી બે સિગારેટ પીલે એટલેે તારું મગજ ફ્રેશ થઈ થઇ જશે.
સાચું તો ઓર્ડર આપી દેને ચાર સિગારેટ નો આપણે બંને બે બે પી લઈ શું એટલે મજા મજા.....
બંને જણા સિગારેટનો કસ લેતા હોય છે એટલી વારમાં સામેથી રેલવેના પ્લેટફોર્મ ઉપર એક છોકરી આવતી દેખાય છે.
મનજીત અત્યારે તને કોઈ છોકરી દેખાય છે?
અરે ભાઈ તને દેખાય છે?
હા મને પણ દેખાય છે.
એકીટસે બંને મિત્રો એ છોકરીની સામે જુએ છે એ છોકરી ની આંખો નીલકમલ જેવી હતી, એના ગાલ રૂ જેવા સુવાળા એના વાળ જાણે કાચના રેશમના તાર જેવા હતા એની ચાલ નાજુક નાર જેવી હતી, સરેરાશ ઉંમર લગભગ 25 વર્ષ હતી બંને જણા આ છોકરી જોઈને મોહિત થઈ ગયા.
"મનજીત આ છોકરી કોણ છે તુંં જાણે છે"
ના ભાઈ હું તેને કઈ રીતે જાણું હું પણ તેને આજે જોઈ છે. "મનોમન મનજી મિત્રતા ખાતર જૂઠું બોલી રહ્યો હતો. તે મિત્ર તા ખાતર એટલું વિચારતો હતો કે જૂઠું બોલીને મારા મિત્રને આઘાતમાંથી બચાવી શકું એમ છું."
વિજય ભૂતકાળ ભૂલી જઈને તેને કહેવા લાગે છે કે આપણે આ એકલી અટુલી છોકરીને પૂછવું તો જોઇએ કે કેમ અહીંયા એકલી ફરી રહી છે.
આપણે તેની મદદ કરવી જોઈએ કારણકે આ દુનિયાનો વિશ્વાસ કર્યો જેવો નથી.
"થોડીવારમાં મનજીત બોલ્યો ભાઈ અને જવા દેને;
આપણે આપણા રસ્તે અને તે તેના રસ્તે."
કેમ ભાઈ આવું બોલે છે આપણે માણસને મદદ કરવી જોઈએ,છોકરી હોય કે છોકરો આપણેે જોવું જોઈએ નહીં. ફક્ત માણસના રૂપમાં તેની મદદ માટે આપણે કમસેકમ પૂછવુંં તો જોઈએ કંઈ મદદની જરૂર છે.
અલ્યા ભાઈ હા પાડશે તો શું મદદ કરીશ.
આપણા થી બનતી તમામ મદદ તેને કરીશું.
"હા તારી ઈચ્છા હોય તો આપણે તેનેે પૂછી લઈએ."
"મનજીત થી પરિચિત શબ્દો માં બોલી જવાયું."
ક્યાં જઈ રહી છે કેસર.......
તારે અમારી મદદની જરૂર છે, જો જરૂર હોય તો બોલ આવું મનજીત થી બોલી જવાયું.
મંજિતથી એક મોટી ભૂલ થઈ ગઈ કારણકે તે છોકરીને સાચું નામ લેવાય જાય છે વિજયના મનમાં એક મોટી શંકા ઊભી થાય છે આ મારો બેટો મનજીત્યો આ છોકરી નું નામ ક્યાંથી જાણે છે.આ શું છે તેનો લવ તો નથી ને........
ના.....ના ...... એવું ના હોય મનમાં વિચાર પ્રગટ કરે છે આ ગાડા દાઢી વાળા ને કોઈ છોકરી બોકરી મળે એમ નથી.
(આમ વિજય મનમાં વિચારે છે.)
વિજય તો એકી નજરે છોકરીન અને મનજીતને જોઈ રહે છે
( આજુબાજુ પંખીઓનો કલરવ નાભ દંદુભી ઊંચી કરે તેવો શોરબકોર થઈ રહ્યો છે.)
વધુ આવતા અંકે.......