Casteism or nationalism ? books and stories free download online pdf in Gujarati

જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ ?

પ્રાચીન ભારતવર્ષ થીજ જ્ઞાતિ,જાતિ,ધર્મ ને મહત્વ આપીને ભાગલા કરીને દેશ વિરૂધૃ ના કામો કર્યા છે, પરંતુ ભારત દેશની તાશીર એવીજ રહી છે કે રાષ્ટ્રભાવ હંમેશા જીવંત રહીને દેશનું સંન્માન જાળવી રાખ્યું છે.


આપણા દેશમાં હંમેશા વિદેશી ધર્મ,જ્ઞાતિ ના લોકોનો પ્રાચીન કાળથીજ વસવાટ થયોજ છે, આપણે બધાને ધર્મ,સંસ્ક્રૂતિ,રિતિ-રિવાજ માં સંપુર્ણ મૂક્તિ અને આદર આપ્યો જ છે, અને તેને આપણામાં હળીમળી ને જીવવાની પ્રેરણા આપી છે.


સમયાંતરે વિદેશી તેના સ્વાર્થ ખાતર અને તેનીજ સંસ્ક્રૂતિ કે ધર્મ એકજ મહાન છે, તેમ સમજી અને સમજાવી ને જ્ઞાતિવાદ અને છેવટે ધર્મપરીવર્તન જેવા ઝેર ઓકીને રાષ્ટ્રને વિખંડીત કરવાના ષડયંત્રો કર્યા છે, ભાગલા પાડો ને રાજ કરો ના વિચારો ફેલાવી જ્ઞાતિવાદ ઊભો કર્યો અને ધર્મ,સંસ્ક્રૂતિ,રિતિ-રિવાજ નાબુદ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે પણ રાષ્ટ્રભાવના ધરાવતા વ્યક્તિઓએ રાષ્ટ્રને એકમેક રાખવાના પ્રયત્નો કરીને સંસ્ક્રૂતિ અને રાષ્ટ્રની રક્ષા કરી છે.


વંશવાદ એ કોઈપણ દેશ ને વિખંડીત કરવાનું સસ્તુ અને સારૂ ઝેર છે, તેના આવેશમા આવિને મોહ,લોભ,લાલચ ની વ્રૂત્તિ વધારી રાષ્ટ્ર અહિત કાર્યો થાય છે, સમયાંતરે બિજા રષ્ટ્રો થી વિકાસ કે પ્રગતિમાં વર્ષો પાછળ રહી જાઈએ છીયે.


આપણે જે જ્ઞાતિ માં જન્મ્યા હોય જે ઘર્મ પાળતા હોય તેનુ અભિમાન હોવુજ જોઈએ, તેના પ્રત્યે માન-સન્માન, રિતિ-રિવાજો પ્રત્યે આદર ભાવ હોવોજ જોઈએ, પરંતુ રાષ્ટ્રહિતના કાર્યમાં એક-મેક બનીનેજ કાર્ય કરવાનું હોય છે, નાત-જાતના ભેદભાવથી સંપુર્ણ રાષ્ટ્રને નુકશાન નો ભોગ બનવુજ પડે છે.


ભારતવર્ષ માં વર્ણપ્રથા ની વ્યવસ્થા સનાતન ધર્મ ની સાથેજ રાખવામાં આવીતી, આપણીજ સંસ્કૃતિ નું ને વ્યવસ્થા નું ખંડન કરવા માટેજ જ્ઞાતિ હિસાબે ભાગલા કે કામના ભાગલા પાડવાનું સડયંત્ર કરવામાં આવ્યું , છતાં પણ ધાર્મિક સ્થાને કોઈ જ્ઞાતિ જોઈને ભેગા નથી થતા એટલા ગુણ આપણા માં હજી પણ છે , એવાજ ગુણ રાષ્ટ્રવાદ માં કેળવવા મળીયે તો હજી પણ ભારતવર્ષ ને વિશ્વગુરુ બનાવવા નું સપનું પણ હકીકત માં બની જાય ,


ભારતવર્ષ પૃથ્વી ના નિર્માણ થીજ સનાતન ધર્મ ના માર્ગદર્શન માંજ ચાલ્યો છે, અને હમેંશા બધા જીવ પ્રત્યેની જવાબદારી અને તેમના મહત્વનું ધ્યાન રાખયુંજ છે , આપણા ધર્મ ના ઇતિહાસ માં ક્યાંય એવો દાખલો નથી આવતો જ્ઞાતિ આધારે ભાગલા માં ભારતવર્ષની સંસ્કૃતિ કે એમના સંસાધનો મળતા હોય,


"વિવિધતા માં એકતા" એ સૂત્ર જ્ઞાતિ માટે નથી કહેવામાં આવ્યું બધા ભલીભાંતિ સમજે છે, છતાં સમજીને પણ એ એમના મનમાં નથી સ્વાકારી સકતા આ આપણા વડવાઓ અને અત્યારે આપણે ગુલામી ના ભોગ બનતા હોય એનું જીવંત ઉદારણ છે,


"वसुदेव कुँटुमबकम" ની રીતિ ને ભાવના રાખતું ભારતવર્ષ ને જ્ઞાતિવાદ ક્યાં દેખાઈ જાય છે.? જયારે આપણા મનમાંજ હું ભારતીય છું એવો ભાવ કાયમી નય થાય ત્યાં સુધી ભારતવર્ષ વિશ્વગુરુ કેમ બની શકે , ધર્મ થી વિશેસ રાષ્ટ્ર ને મહત્વ આપવામાં આવ્યું છે કેમકે રાષ્ટ્ર હશે તો ધર્મ પણ જીવતો રેશેજ ,


ભલે આપણા કામ ખાતર કે ભરણ પોસણ માટે આપણે રાષ્ટ્ર માટે સમય પણ ના હોય એવું માનતા હોય તો પછી જે સમય કે વિચાર જ્ઞાતિવાદ માટે વાપરતા હોય એને રાષ્ટ્રવાદ માટે વાપરવાનું ચાલુ કરીયે,


"સારું કરવું છે, તો શરુ કરવાની હિમ્મત કેળવીએ"


આ ભાવના પણ આપણે કેળવીએ તો એક દિવસ જ્ઞાતિવાદ પર રાષ્ટ્રવાદ નો વિજય થઇ જાય અને આપણી જૂની ઓળખ વિશ્વગુરુ આપણે પછી મળી જાય

"जाती ना पूछो साधु की,

पूछ लीजिए ग्नान ।

मोल करो तलवार का,

पड़ा रहन दो म्यान ।।"


જાતિ કોઈની નય પૂછવાની એમના ગુણ કે સહાયતા જોવાની, ઘા તલવાર થી કરવાનો એનું મ્યાન છુંટૂ મેલી દેવાનું , એમ અવગુણો ને હણીને સારા ગુણ જોઈને એને આવકારી લેવાના જ્ઞાતિ જોઈને ગુણ આવે એવું જરૂરી નથી પણ ક્યાં જન્મ્યા છો એ માટી માંથી ગુણ આવે છે, એટલે એ માટી પ્રત્યે સન્માન રાખીને રાષ્ટ્રભાવના કેળવીજ શકીયે , અને જ્ઞાતિવાદ ના વાળા માંથી રાષ્ટ્રવાદ નો સૂર્યોદય કરાવી શકીયે.