The Accident - session 3 - 1 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 1

THE ACCIDENT SESSION 3 અત્યાર સુધીના પ્રવાસ માં પ્રીશા અને ધ્રુવ ની લવસ્ટોરી, એમના ઝગડા , પ્રેમ , મસ્તી , પ્રીશા અને માહિર ની દોસ્તી માહિર નો ACCIDENT ....

પણ આ વાત ને 22 વર્ષ વીતી ગયાં છે આ 22 વર્ષમાં બહુ બધું બદલાઈ ગયું છે માહિર અને આયરા લંડન માં એમની કંપની ને આગળ વધારીને ટોપ ના બિઝનેસમેન માના એક બની ગયાં છે ... અને બીજી બાજુ ધ્રુવ અને પ્રીશા.....!!!! એ તો આગળ જતાં જ ખબર પડશે ચાલો હવે તૈયાર છો ને ફરી એક વાર માહિર આયરા અને ધ્રુવ પ્રીશા ની લવસ્ટોરી માં સફર કરવા...














લંડન માં ક્રિસ્મસ ના દિવસો ચાલે છે. આખું લંડન અને એની દરેક જગ્યાને લોકોએ દુલ્હન ના જેમ સજાવી છે. લોકો સાન્તાકલોઝ ના કપડાં પહેરીને બધાનું મનોરંજન કરી રહ્યાં છે ચારેય બાજુ સોંગ્સ વાગી રહ્યા છે દરેક ઉંમરના લોકો એના ફેમિલી અને ફ્રેંડસ સાથે સેલિબ્રેશન કરે છે. ત્યાં જ લંડન ના મોટા બિઝનેસમેન ના WIFE આયરા ના ફોન ની રિંગ વાગે છે (આયરા ફોન ઉપાડે છે. )

સુમેર : HELLO MOM

આયરા : HELLO બચ્ચા...

સુમેર : MOM આજે હું FRIENDS જોડે છું SO રાતે આવવામાં મોડું થશે

આયરા : ક્યાં છે બેટા અને કોની સાથે?

સુમેર : મારા સ્કૂલ ના ફ્રેંડસ છે અને ચિંતા ના કર 12TH પતવાની અને ક્રિસ્મસ ની પાર્ટી છે આ તો...

આયરા : OK ઠીક છે બેટા પણ PLEASE ધ્યાન રાખજે તારું ....

સુમેર : પક્કા મમ્મી.....

આયરા : OK બચ્ચા .... ડ્રાઇવ ધ્યાનથી કરજે

સુમેર : મોમ પ્લીઝ ચિંતા ના કરો...

આયરા: ઓક બચ્ચા જા ENJOY કર

સુમેર: પપ્પા ને સંભાળી લેજે ને...

આયરા : ચિંતા ના કર એ આજે ઘરે નથી

સુમેર : ઓહ સાચે!!!!!


આયરા : હા બચ્ચા હા બચ્ચા સચ્ચી મુચ્ચી જા ચાલ હવે ફ્રેંડસ જોડે મારે ફાઇલ તૈયાર કરવી છે તારા ડૅડ આવશે તરત માગશે તને ખબર તો છે ઓફીસ નું કામ હું ઘરેથી જ કરું છું...

સુમેર : OK મમ્મી બાયય...


સુમેર ફ્રેંડસ જોડે આજે પાર્ટી કરવા નું નક્કી કરે છે ,, બધા FRIENDS કારડ્રાઇવ પર જાય છે ફોટોશૂટ કરે છે અને આ પળ કૅમેરામાં કેદ કરવા માંગે છે / ... 12TH સુધી સાથે રહ્યાં છે પછી બધા કૉલેજ માં અલગ અલગ જગ્યાએ જશે.... પછી આમ મળવાનું ક્યાં શક્ય બનશે!! આખા દિવસની રખડપટ્ટી પછી રાતે બધા ક્લબ માં જવાનું નક્કી કરે છે.. સુમેર ક્યારેય ક્લબ માં નથી ગયો કારણકે આ બધાની એને આદત નથી પણ આજે ફ્રેંડસ ના ફોર્સ ના લીધે જાય છે....


એલેક્સ [સુમેર નો ફ્રેન્ડ ] : સુમેર આજે તો પાર્ટી માં તારે અમારા જોડે ડ્રિંક કરવું જ પડશે { RNGLISH માં }

સુમેર નઈ યાર મને આદત નથી આ બધાની

એલેક્સ : સુ યાર હવે તો મોટો થઈ ગયો હવે કોકોકોલા છોડીને આલ્કોહોલ પીવાનું હોય

સુમેર : ના ભાઈ મને નથી ગમતું તમે બધા ચાલુ રાખો..

એલેક્સ [ જોરથી ] : FRIENDS આજે સુમેર પહેલી વાર ડ્રિંક કરશે ચાલો એને CHEER કરો...

બધા સુમેર ....સુમેર..... સુમેર..... ની બૂમો પાડવા લાગ્યા

સુમેર ને આખરે પીવી જ પડી અને નશામાં ને નશામાં એ વધારે પી ગયો એને ચક્કર આવવા લાગ્યાં એ એના FRIENDS ને BYY કહીને બારમાંથી ઘરે આવવા નીકળ્યો પાર્કિંગમાં કાર જોડે જતાં જતાં એ બેહોશ થઈને પડ્યો રાત ના 12:30 થઇ ગયેલા... એ બિલકુલ ભાનમાં નહતો ]






સવાર પડે છે .... સુમેર ની આંખો ખુલે છે આંખો હજુ પણ લાલ લાલ જ છે સુમેર ચોકી જાય છે એ એના રૂમમાં હોય છે... ત્યાં જ સામેથી એનું ડોગ દોડતું દોડતું એના બેડ પર ચડી જાય છે સુમેર એને ખોળામાં બેસાડીને લાડ કરે છે એટલામાં નોકર એનો દરવાજો કોઈ KNOCK કરે છે...

નોકર : સર...

સુમેર : હા આવો અંદર

નોકર : GOOD MORNING

સુમેર : GOOD MORNING

નોકર : કોફી મેડમ એ મોકલી છે

સુમેર : હા એ બધું ઠીક છે પણ હું તો કાલે રાતે....

નોકર : હા તમે કાલે રાતે બેહોશ થઈ ગયેલા.. તમારા FRIENDS તમને1 વાગે ઘરે મૂકી ગયાં હતાં...

સુમેર : પપ્પા ને ખબર છે ?

નોકર : સર કાલે રાતે ઘરે જ નથી આવ્યા

સુમેર : બચ્યાં યાર...

નોકર : હા પણ મેડમ........

સુમેર : મમ્મી તો સુઈ ગઈ હશે ને રાતે તો , એમને તો ખબર નહીં હોય ને....

નોકર : ના એ તમારી જ WAIT કરીને બેસી રહ્યા હતાં... રાતે તમને અમે બન્ને જ રૂમમાં લાવ્યાં છીએ... {{ નોકર ત્યાંથી જતો રહે છે }}


સુમેરના ચહેરા પર ચિંતા ચોખ્ખી દેખાય છે ત્યાં જ એના મોબાઈલ ની રિંગ વાગે છે મોબાઇલ ની સ્ક્રીન માં BESTY લખેલું છે... સુમેર કોલ ઉપાડે છે ]]

પાર્થવી : HELLO MR.SUMER
સુમેર : જો તે મગજ ખાવા કોલ કર્યો હોય તો હાલ mood નથી મોડા આવજો હો....


પાર્થવી : ઓહ રાતનો નશો હજુ ઉતર્યો નથી એમ ને

સુમેર : હા યાર હજુ માથું દુઃખે છે રે...
પાર્થવી : ના પીએ તો આલ્કોહોલ હો...
સુમેર : ઓય wait .... તને કોને કહ્યું બે તું તો હતી નહીં ત્યાં...

પાર્થવી : ન્યૂઝ માં આવ્યું છે લંડન ના મોટા બિઝનેસ મેન માહિર નો એક નો એક છોકરો નશાની હાલતમાં ક્લબ ની બહાર મળ્યો....

સુમેર : અબે સાચે??? આ ન્યૂઝ વાળા બી જબરા સાલા

પાર્થવી : અબે મજાક કરું છું ટોપા... એ તો કાલે તમે પડ્યા ત્યારે તમારા FRIENDS એ તમારા મોબાઈલ થી મને જ કોલ કરેલો મેં તમારું અડડ્રેસ આપેલું

સુમેર : ટોપી તું લાગે એટલી પણ પાગલ નથી હો... જિંદગી માં પહેલી વાર કામ કર્યું સરખું

પાર્થવી : હા... અમારા નસીબમાં છે માહિર અંકલ અને આયરા આન્ટી ની રાજકુમારી ને સાચવવાનું

સુમેર : ચાલ ચમેલી મોડા વાત કરું નીચે જવા દે મમ્મી આજે તો મારી નાખશે મને

પાર્થવી : BEST OF LUCK રાજકુમારી હા હા હા હા હા હા હા

સુમેર : ભાગ અહીંયા થી બાયય












સુમેર બેડ માંથી ઉભો થઈને બાથરૂમમાં નાહવા જાય છે .. નાહીને બહાર આવે છે એનું કબાટ ખોલે છે કબાટમાં શર્ટ , ટીશર્ટ , સૂટ , બ્લેઝર પેન્ટ નું મોટું કલેકશન છે બાજુના કબાટના ડ્રોવર માં WATCH નું કલેકશન છે જલ્દી થી તૈયાર થઈને એ નીચે જવા માટે રૂમની બહાર જાય છે નીચે જુવે છે તો આયરા ટેબલ પર બેઠી છે એની WAIT કરે છે બ્રેકફાસ્ટ માટે સમર નીચે જાય છે..... ધીમે ધીમે એના પગ નીચે જવા ઉપડે છે... એ ટેબલ પર જઈને બેસે છે...




સુમેર : MOM..... SORRY

આયરા એને જોઈ રહે છે...

સુમેર : MOM SORRY PLEASE કાલે રાતે.....

આયરા : IT'S OK ( આંખ માં પાણી છે )

સુમેર : મામ્મા I KNOW મેં તમને HURT કર્યું છે....

સુમેર : નઈ મમ્મી સજા આપો મને ભૂલ કરી છે મેં

આયરા : પાર્થવી નો કોલ આવ્યો હતો રાતે એણે મને કહ્યું તારા FRIEND લોકોએ ફોર્સ કરેલો તને... અને તે લીધું ડ્રિંક IT'S OKAY બેટા

સુમેર : હવે હું નહીં જાઉં ક્યારેય પાર્ટી માં મમ્મી પ્રોમિસ

આયરા : નઈ બેટા એવું નથી સાચ્ચે હવે તારે જવાનું પાર્ટી માં AND SORRY બેટા...


સુમેર : કેમ મમ્મી SORRY ...?

આયરા : બેટા બેટા તને પણ ખબર છે મને પણ ખબર છે.... હું અને માહિર બિઝનેસ માં એટલા BUSY હોઈએ છીએ કે તને TIME પણ નથી આપી શકતાં... કોઈ બી તહેવાર આપડે સાથે નથી સેલિબ્રેટ કરી શકતાં... અમે તને ક્યારેય માતાપિતા વાળો પ્રેમ આપી શક્યા જ નથી...


ના મમ્મી એવું નથી તમે બંને બેસ્ટ છો તમે મારી બધી જરૂરિયાતો પૂરી કરો છો મને બહુ બધો LOVE કરો છો


આયરા : બેટા જરૂરિયાતો અને શોખ તારા પુરા થાય છે પણ અમે TIME નથી આપી શકતા... તારા પપ્પા કંપની ના કામે હંમેશા બહાર હોય અને હું એમની ગેરહાજરીમાં ઓફીસ સંભળું... મિટિંગ્સ માં BUSY હોઉં છું તારા સાથે બેસીને ક્યારેય સમય વિતાવાજ નથી મળ્યો એક ઘર નીચે પણ આપણે અલગ અલગ છીએ..

સુમેર : અરે કાઈ નહીં મમ્મી.... IT'S OK મને કોઈ જ કમ્પ્લેઇન નથી .....


આયરા : IT'S OK બચ્ચા તને નથી રોકતી કારણકે અમે તારા FRIENDS બની જ નથી શક્યા તારા FRIENDS થી તને દૂર કરવા નથી માંગતી હું...


સુમેર : મમ્મી તું મારી મમ્મી પછી પહેલા BEST FRIEND છે...

આયરા : ઓહ તો પછી પાર્થવી ને ખોટું લાગશે હો (ધીમે ધીમે હસે છે)

સુમેર : અરે એ તો BESTY છે... રે મમ્મી એજ તને ખબર તો છે એ બહુ ધ્યાન રાખે


આયરા : હા એની વાત જ અલગ છે પણ BESTY જ છે કે બીજું કાંઈ ...? (હસે છે ) ના ના એવું કંઈ નઈ હોય તો કહી શકે હો તું મને તો...

સુમેર : સુ મમ્મી તમે પણ... ના એવું કંઈ નથી અને હશે તો સૌથી પહેલા તને જ કહીશ પાક્કું

આયરા : YESS બચ્ચા......

સુમેર : તમારી લવસ્ટોરી તો તમે કહી જ નહીં મને મમ્મી...

આયરા : બેટા અમાં શું કહેવાનું હોય

સુમેર : લે.. BEST FRIEND છું ને તારો તો કહેવું પડે...


સુમેર : હા તો હાલ કેવા માં શું જાય છે મોમ ચાલો હવે કહી પણ દો યાર એટલુ શુ શરમાવાનું !!

આયરા : અરે બચ્ચા તારા ડેડ કહેશે બસ એમને પૂછ જે

સુમેર : ડેડ ? તને ખબર તો છે મને જોઈને ગુસ્સે જ થાય છે એ always....

આયરા: બેટા એ તને બહુ જ LOVE કરે છે

સુમેર : હા યાદ છે મમ્મી મને તાવ આવે ત્યારે ઓફીસ થી પણ કોલ કરીને પૂછે મારા વિશે પણ મને ક્યારેય કોલ ના કરે બોલો

આયરા : તારા પપ્પા છે જ એવા બેટા શુ કરીએ!! 😂😂😂


આયરા ના ફોન ની રિંગ વાગે છે... હું એરપોર્ટ પર ઉતરી ગયો છું ડ્રાઇવર ને મોકલો લેવા માટે...

આયરા : પણ માહિર તમે સાંજે આવાના હતા ને

માહિર : શુ કરું તારી યાદ આવી ગઈ તો આવી ગયો

આયરા : પાગલ છે તું યાર

માહિર : અરે યાર કામ પતી ગયું તો આવી ગયો SIMPLE

આયરા : OK બાબા હું સુમેર ને મોકલું છું

માહિર :... ઓહ... સાહેબ ઘરે છે એમ?

આયરા : તો સવાર માં બિચારો ક્યાં હોય!! AND હવે તો ફ્રી જ ને યાર 12TH પૂરું એનું હવે કૉલેજ કરવા બહાર જશે યાર જિંદગી જીવી લેવા દો ને

માહિર : હા માતા તમારા પ્રિય પુત્ર માટે કઈ બી... મેં એના માટે કાર બુક કરાવી છે નવી એને હાલ ના કેતી AND કહે તો એમ કે જે તે કરાવી મેં નહીં ઘર ની બહાર પહોંચી જ હશે એની DREAM CAR એને કે બહાર જાય

આયરા : પણ....

માહિર : કહ્યું ને આયરા PLEASE એવું જ કરો

આયરા: OK... PHONE મૂક હું એને લઈને જાઉં છું બહાર

આયરા PHONE મૂકે છે સુમેર એની સામે જ જોઈ રહે છે

સુમેર : શું થયું મોમ?

આયરા : કાઈ નહીં બેટા તારા ડેડ આવે છે તારે લેવા જવાનું છે

સુમેર : OK બોસ એ કહ્યું તો કરવું જ પડશે

આયરા : હા સંભળી ને જજે

સુમેર : OK MOM BYY LOVE YOU..

સુમેર ઘર ની બહાર જાય છે આયરા એના પાછળ પાછળ જાય છે પાર્કિંગ માં સુમેર કાર માં બેસવા જાય જ છે અને ત્યાં એક ટ્રક આવીને હોર્ન મારે છે...


સુમેર : MOM કંઈક આવ્યું છે તમે જોઈ લેજો ને... કદાચ ફર્નિચર હશે

આયરા : બેટા અહીંયા આવ તો...

સુમેર : (ગાડી માંથી ઉતરે છે ) બોલો ને મમ્મી...

આયરા : બેટા આ તારા માટે છે જો તો શું છે...

સુમેર : મેં કાઈ નથી મંગાવ્યું મોમ

આયરા : થોડી વાર ઉભો રે ખબર પડી જશે તને

સુમેર : OK

ટ્રક લઈને આવેલો માણસ ગાડી ઉતારે છે ગાડી ધીમે ધીમે બહાર આવતી જાય છે અહીંયા સુમેર ની ધડકન જોર જોર થી ચાલવા લાગે છે જ્યારે કાર નીકળે છે ત્યારે સુમેર એકદમ ખુશ થઈ જાય છે... આયરા ના ગળે લાગી ને રડે છે કારણ કે આ એની DREAMCAR હતી.


સુમેર : મમ્મી આ કાર...

આયરા : બચ્ચા તારા માટે છે, મોટો થઈ ગયો ને તું એટલે

સુમેર : I LOVE YOU MOM

આયરા : ચાલ છોકરી રડવાનું બંધ કર અને જા તારા બોસ WAIT કરતા હશે

સુમેર : પપ્પા ને ખબર છે ??

આયરા : નઈ તો એમને નથી ખબર એ ખુશ થઈ જશે જોઈને

સુમેર : હા મમ્મી હું એમને લેવા જાઉં આ કાર લઈને

આયરા : પણ બેટા આ કાર ના પેપર્સ ?

ટ્રક ડ્રાઈવર : મેડમ બધું કાર માં જ છે {ENGLISH માં}



સુમેર ગાડી ને કિસ કરે છે અને ગાડીમાં બેસી ને ચાલુ કરે છે અને એરપોર્ટ માટે નીકળે છે એરપોર્ટ જઈને પાર્કિંગ કરી ને એ માહિર ની WAIT કરતો હોય છે એને માહિર દેખાય છે સુમેર એના જોડે જઈને બેગ લઈ લે છે

માહિર : ઓહ આજે ખુશ લાગો છો મમ્મી ના શહેજાદા

સુમેર : હોય જ ને મોમ એ મને આજે મારી DREAM CAR ગિફ્ટ કરી છે

માહિર : મને તો કહ્યું જ નઈ એને...

સુમેર : મારી મમ્મી છે મને ગિફ્ટ કરી તમે તો કઈ આપતાં જ નથી ક્યારે ગિફ્ટ [મોઢું ચડાવીને ]

માહિર : બતાવ તો કાર

{ બન્ને કાર જોડે પહોંચે છે }

માહિર : ઓહહ મસ્ત કાર છે

સુમેર : હોય જ ને પપ્પા 70લાખ ની છે

માહિર : 70 લાખ??? આટલા માં તો તું ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ કરી શકે

સુમેર : પપ્પા DREAM પુરા કરવા માટે પૈસા ના જોવાનું હોય

માહિર : જેવું તમને ઠીક લાગે કરો બેટા

બન્ને ઘરે આવે છે.. આયરા બેગ લઈ લે છે અને માહિર ને ગળે લાગે છે ]]

આયરા : ચાલો હવે થાક્યા હશો લંચ કરી લો ફ્રેશ થઈને..

માહિર : ના.. મારે મિટિંગ છે જલ્દી જવાનું છે ફટાફટ લંચ કરી લઉં

આયરા : ઠીક છે પણ કપડાં બદલી તો દો...

માહિર : હા હું હાલ જ આવું બદલી ને


આયરા માહિર ના પાછળ પાછળ જાય છે રૂમમાં

આયરા : માહિર આ શું છે?

માહિર : શુ થયું ?

આયરા : અમે તારા માટે શું છીએ ??
માહિર : કેમ આવું પૂછે છે?

આયરા : સવાલ ના બદલે સવાલ નહીં જવાબ આપ

માહિર : ફેમિલી છો મારી

આયરા : માહિર ફેમિલી ને શુ જોઈએ ખબર છે TIME જોઈએ

માહિર : આયરાઆયરા હું જે કરું છું ને એ તમારા માટે જ કરું છું...

આયરા : પણ તું અમારી સાથે નથી એનું શું....

માહિર : હું કંપની માં વર્ક કરું છું એટલે તમે કરોડ ના ઘરમાં રહો છો જલસા કરો છો યાર આ જરૂરી છે મારે તમારા બધાં સપના પુરા કરવા છે

આયરા : [ માહિર નો હાથ પકડીને] અમારે તું જોઈએ છે યાર તું જ

માહિર : પાગલ હું છું જ તમારા જોડે જ

આયરા : તને ખબર છે કાલે રાતે સુમેર ડ્રિંક કરીને આવેલો.

માહિર : [ગુસ્સો કરે છે] હવે ગયો એ...

આયરા : ભૂલ એની નથી આપણી છે યાર એને આપડે TIME નથી આપ્યો તે એને પૈસા આપ્યા પણ એ કઈ રીતે ક્યારે વાપરવા એ ના શીખવાડ્યું

માહિર : [ શાંત થાય છે ] હા યાર આ થોડા વર્ષોમાં હું પૈસા પાછળ એટલો ગાંડો થયો કે મને યાદ જ ન રહ્યું મારે ફેમિલી છે

આયરા : થોડા વર્ષો !!? માહિર સુમેર 20 વર્ષ નો છે આજ સુધી ફેમિલી ટ્રીપ ના નામે આપણે just પાર્ટી માં ગયાં છીએ ક્યારે સાથે ડિનર પણ નથી કર્યું

માહિર :હા... SORRY.. યાર


આયરા : હા પણ આ કાર અચાનક કેમ આપી ?

માહિર: હું કૉલેજ માં હતો ત્યારે મારુ DREAM હતું કે મારા પાસે પણ એક CAR હોય પણ મારી કાર લાવી આપવા માટે ઘરમાં કોઈ નતું ગરીબી મેં જોઈ છે બહુ સપના મેં જતા કર્યા છે પણ.... હું નથી ઇચ્છતો સુમેર ના કોઈ સપના બાકી રહે

આયરા : પણ આ કાર મને ખબર છે ત્યાં સુધી 60લાખ ની હશે જ

માહિર : 70 લાખ ની છે.

આયરા : પાગલ છે તું... સાચે આવી ગિફ્ટ ?

માહિર : મેં એને TIME નથી આપ્યો પણ એના હક ના TIME માં હું જે કમાયો એ બધું એનું જ છે.

આયરા : તો સામે થી કેમ નથી આપતો..? કેમ એવું બોલાવે દર વખતે ની જેમ મેં ગિફ્ટ આપી છે એને તે એને ક્યારે ગિફ્ટ નથી આપી.

માહિર : જો એને હું મારા થી કલોસ લાવીશ તો એ મારા હાથ થી નીકળી જશે હાલ મારે પણ એને પ્રેમ કરવો છે પણ શું કરું ઘરમાં કોઈ એક થી તો સંતાન ડરવું જ જોઈએ જો એ ના થાય તો ખોટી સંગતમાં ચડી જાય અને મને સુમેર ને મારા કરતાં પણ સફળ બિઝનેસ મેન બનાવવો છે....


[ આયરા માહિર ને ભેટી પડે છે... ]


આયરા : SORRY વધારે બોલી ગઈ

માહિર : ARE IT'S OKAY... પાગલ ચાલ જમાડ મને ભૂખ લાગી છે

આયરા : ચાલો તમે બહાર આવો ટેબલ પર તમારી ડીશ તૈયાર કરું..

આયરા અને સુમેર લંચ કરે છે માહિર આવે છે ....


સુમેર : GOOD AFTERNOON PAPPA

માહિર : GOOD AFTERNOON...

આયરા : સુમેર ગિફ્ટ કેવી લાગી?

સુમેર : એક દમ મસ્ત મમ્મી....

માહિર : 70 લાખ પાણીમાં

સુમેર : મમ્મી જો પપ્પા કેવું બોલે

આયરા : માહિર IT'S OK એને ગમી ને કાર બસ તો...

માહિર : હા માઁ બેટા ના પ્રેમ વચ્ચે હું શું બોલી શકું!!

આયરા : માહિર એક વાત પૂછું ?

માહિર :- હા પૂછ...

આયરા : હાલ સુમેર ને રાજાઓ છે... કૉલેજ એડમિશન પણ બાકી છે

માહિર : હા તો ??

આયરા : તો.... ફેમિલી સાથે આપડે ક્યાંક ફરવા જઈ શકીએ પછી તો જવાનો મેળ નહિ પડે.. (માહિર ની આંખ માં જોઈને હા પડાવા કહે છે )

માહિર : સારું કેમ નહીં!


આયરા : તો બોલ ક્યા જઈશું ?

માહિર : તમે કહો ત્યાં પણ મને પૂછીને ફ્લાઈટ બુક કરજે જેથી હું મિટિંગ્સ કેન્સલ કરી દઉં

સુમેર : મોમ પપપ્પા ને કહે ને કે લોવેસ્ટોરી કહે તમારી

આયરા ; બેટા હાલ નહિ હાલ એમને જલ્દી છે જવાની

સુમેર : તો પપ્પા આપણે એક કામ કરીએ... ઇન્ડિયા જઈએ આમ પણ હું એક વી વાર નથી ગયો મમ્મી જોડે બહુ સાંભળ્યું છે

માહિર સ્થિર થઈ જાય છે...

આયરા : સુમેર... બેટા ઇન્ડિયા નહિ ...

સુમેર : PLEASE MOM ચાલો ને ધ્રુવ અંકલ અને પ્રીશા ને પણ જોવા છે એમના વિશે તમે બહુ બધું કહ્યું છે...

આયરા : બેટા પણ

સુમેર : PLEASE MOM PLEASE.... મારે બધાંને મળવું છે અને 1ST TIME આપણે સાથે જઈએ છીએ હું બહુ બધાં દેશોમાં ગયો છું એકલો અને FRIENDS સાથે તમારી જોડે જવા મળશે ઇન્ડિયા તો બેસ્ટ રહેશે


માહિર : OK તો ઠીક છે સુમેર ને જવું જ છે તો OKAY....


સુમેર : THANKS DAD


માહિર : તારા માટે હા નથી પાડી મેં, મેં હા પાડી બિકોઝ ધ્રુવ જોડે ડીલ કર્યા પછી મળ્યો નથી એને પણ મળવાનું થઈ જશે...

આયરા આંખો થી ઈશારો કરીને ઇશારામાં જ કહે છે કે અત્યારે તો શાંતિ રાખો


માહિર ઉભો થઈને સૂટ પહેરીને નીકળે છે ઓફિસે જવા

આયરા પાછળ પાછળ જાય છે અને બૂમ પાડે છે " માહિર.... "

માહિર : શું?

તું ઇન્ડિયા નું નામ સાંભળીને ગુસ્સે થતો હતો... આજે હા કેમ પાડી સીધી જલ્દી થી ?

માહિર : એ સમયે જ્યારે હું હોસ્પિટલમાં હતો ત્યારે મેં મોત ને જોઈ છે મને એ વાતાવરણમાં ઉનકમ્ફર્ટેબલ ફીલ થાય છે

આયરા : સુમેર ને કહીશ તું ઇન્ડિયા માં શુ થયું હતું?


માહિર : ના પ્લીઝ.... તું પણ ના કહેતી પ્લીઝ ... એને એટલું જ કહેવાનું જેટલાની જરૂર છે PAST નથી કહેવાની જરૂર


આયરા : OK બાબા.... ચાલો હવે જાઓ લેટ થાય છે


માહિર : I HOPE તમારો લાડલો ખુશ હશે ઇન્ડિયા જવા અને ધ્રુવ અને પ્રીશા ને મળવા


આયરા : આયરા : હા બહુ જ ખુશ છે

માહિર : હા તો ચાલો ઇન્ડિયા કોલિંગ....