Lagani ni suvas - 35 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 35

આર્યને બધાને સમજાવીને સૂવા મોકલી દિધા... રાત્રે ભૂરી ભાનમાં આવી પણ શરીર ના મારને લીધે એ કળશતી હતી... મયુરને મીરાં એની પાસે જ બેસી એની સેવામાં લાગેલા હતાં... ત્રણ દિવસ પછી ભૂરી થોડી ઠીક થઈ... પછી રામજી ભાઈએ એને પૂછવાની હિંમત કરી કે કોણે એને ઉઠાવી ગયુ હતું... ખૂબ જ પ્રયત્નો પછી ભૂરીએ નામ આપ્યું..... ચતુર.. પછી ધીમે ધીમે એણે બધુ જણાવ્યું... કે મીરાં પર નો ગુસ્સો મારી પર કાઠ્યો... એણે કોઈ માણસ સાથે પૈસાથી મને વહેંચવાની પણ વાત કરી મને ઠોર માર મારી બાંધી દિધી હતી જેથી હું ભાગી ના શકુ..... હું ખાનગીમાં એક નાનું ચપ્પુ મારા ગળામાં લાંબી દોરી કરી બાંધી રાખતી ..એ કામ લાગ્યું ચાર કલાક મહેનત કરી મેં બાંધેલાં દોરડા કાપ્યા..... અને જેમ તેમ કરી ત્યાંથી ભાગીને આવતી રહી...ગામના બહાર જૂની ડેરીમાં જ મને રાખવામાં આવી હતી.બોલતા બોલતા ભૂરી રડી પડી... રામજી ભાઈ પણ ભાવુક થઈ ગયાને ભૂરીના માંથે હાથ મૂકી બોલ્યા..બેટા હવે એ ચતુરનું બહું થયું આજ સુધી છોકરુ છે... સુધરી જશે એમ માની હું જવા દેતો અને થોડો ડર પણ હતો કે બે ઘરની જવાબદારી મારી પર છે..મારાથી કંઈક ગુનો થઇ જાય તો બે ઘર વિખરાઈ જાય.... પણ હવે મને ડર નથી ભગવાને દિકરા જેવા બે અતિથિ મને આપ્યા છે એટલે હવે કંઈ પણ થાય મને ડર નથી.. આ વખતે એની વિરુધ્ધ સબૂત પણ છે... મયુર બેટા... તમે પોલીશ ટેશન ફોન કરો..
મયુરે પોલીસને ફોન કરી હકિકત જણાવી પોલિસ આવી અને બધી કાર્યવાહી કરી ભૂરીનું બયાન લિધું ભૂતકાળમાં બનેલ મીરાં સાથે બનેલ ઘટના પણ તેમણે નોંધી અને ચતુરનામે ફરીયાદ નોંધાવી.થોડા જ દિવસમાં ચતુર પકડાઈ ગયો....
ભૂરી હવે ખુબ જ તૂટી ગઈ હતી. પહેલા પ્રેમ ખોયો પછી ખોટીએ ઈજજ્ત બગડી એટલે એ હવે સાવ કામ પુરતી જ વાત કરતી અને મીરાંના ઘરે પણ કામ હોય તો જ જતી.. મયુર એની જોડે ઘણીવાર હળવી વાતો કરવા પ્રયત્ન કરતો પણ ભૂરી ખાલી સાંભળી જ રહેતી ...શાળામાં મધ્યાન ભોંજન બનાવતા માસીને અમુક સામાિજક કારણો સર પોતાના દિકરા સાથે રહેવા જવું પડ્યું એટલે ભૂરીને નવું વાતાવરણ મળે એ ખ્યાલથી મયુરે રામજી ભાઈને ભૂરીની વાત કરી... જેથી ભૂરી મધ્યાન ભોંજન બનાવવા શાળામાં આવી શકે... રામજી ભાઇને પણ આ યોગ્ય લાગ્યું એટલે એમણે ભૂરીને વાત કરી... ભૂરી પાસે ના પાડવાનું કંઈ કારણ ન હતું.એટલે એણે હા પાડી..મધ્યાન ભોજનનું કામ હાથમઘં લીધે મહિનો થઈ જવા આવ્યો.. પણ ભૂરીમાં ખાસ કોઈપરીવર્તન આવ્યું નહીં.... પછી શાળામાંથી એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું...એમાં પણ ભૂરી રસોઈમાં મદદ રૂપ થવા ગઈ... મયુર આ દિવસોમાં ભૂરીને ઘણુ વધારે ઓળખતો થઈ ગયો હતો અને પોતે જે ફિલ કરતો હતો. એ પણ સમજવા લાગ્યો હતો. પણ કહેવા માટે યોગ્ય સમય મળતો ન હતો..એમાય પ્રવાસમાં ગયા... સોમનાથ દ્વારકા...ચોટીલા...વારા ફરથી બધા સ્થળ ફર્યા એ સમયે મયુરે ભૂરીનું ખૂબ જ ધ્યાન રાખ્યું... અને ભૂરી પણ કદાચ બધુ ભૂલી થોડી વાતો મયુર સાથે કરી લેતી ..
ડેલીનો દરવાજો ખખડ્યો એટલે મીરાંએ કામ કરતા કરતા દરવાજો ખોલ્યો.. સામે એક પિસ્તાલીસ વર્ષની આસપાસની લેડી ઉભી હતી. જોડે એક નાનીટ્રોલી બેગ હાથમાં પર્સ ભારે કોટન સિલ્કની સાડી હિલ વાળા સેન્ડલ સ્ટ્રેટનિંગ કરેલા કમર સુધીના વાળ હળવો મેકઅપ અને સિંમ્પલ લૂક લાગે એવા હળવા ઘરેણાં પહેર્યા હતાં.. મીરાંને જોઈ એણે હળવું સ્મિત આપ્યું... સામે મીરાંએ પણ જોઈ હળવી સ્માઈલ આપી કહ્યું...
" તમને હું ઓળખી ન શકી.. "
" સરપંચ શ્રીનું ઘર આજ છે... ?
" હા,.... અંદર આવોને.. "
પેલી લેડીને બેસવાનું કહી મીરાં પાણી લેવા ગઈ. થોડીવારમાં મીરાં પાણી લઈ આવી અને પેલી લેડીને આપ્યુ.મીરાંના મનમાં તો વિચારો પર વિચારો આવતા હતાં કે આવા મોર્ડનને દેખાવે પણ પૈસા વાળા લાગે છે એ મારા પપ્પાને કેમ મળવા આવ્યા હશે.એટલામાં આર્યન નીચે આવ્યોને એની નજર આ લેડી પર પડી એ લેડી જયાં બેઠી હતી ત્યાં આવી આર્યન તેને પાછળથી ગળે વળગી પડ્યો...મીરાં તો જોતી જ રહી ગઈ...એટલામાં આર્યન બોલ્યો...
" મમ્મા..... તમે કહ્યું પણ નહીં તમે આવવાના છો.... "
" અ...રે.... આરુ.. કહી દેતી તો તું આટલો ખુશ ન થયો હોત ને... અને આ ..જો..મીરાં...હા....હા..."
મીરાં પણ હસવા લાગી... એણે નયનાબેન એટલે મયુર અને આર્યનના મમ્મી જોડે ફક્ત ફોનમાં જ વાત કરેલી એટલે ઓળખી ન શકી .. એ નયનાબેન જોડે જઈ પગે લાગી નયનાબેને એના માથે હાથ ફેરવ્યો.... સદા ખુશ રહે બેટા...
" આન્ટી તમે બન્ને નિરાંતે વાતો કરો હું ચા નાસ્તો લઈ આવુ છું... 😊"મીરાં ટ્રોલીબેગ લઈ અંદર ગઈ...
થોડીવારમાં શારદાબેન આવ્યા .એટલે આર્યને ઓળખાણ કરાવી એટલે શારદા બેન ને નયનાબેન વાતે વળગ્યા..... નયનાબેન પૈસે ટકે એક દમ સુખી હતાં. પણ રજ માત્ર તેમનામાં અભિમાન ન હતું .તે હજી પણ માટીથી જોડાયેલા હતાં.. એટલે જ તેમના બન્ને દિકરા પણ એવા જ હતાં... નયનાબેનને મયુર અને આર્યન ખુબ જ યાદ આવતા હોવાથી તે એમને મળવા અને બે દિવસ રોકાવા આવ્યા હતાં....
" તમારા બન્ને છોકરા તો દિવા જેવા છે... મારી મીરાં ને તો મયુર સગી બેન જેવુ રાખે છે... હું તો ખુશ છુ .. કે ભગવાને બે દિકરાનું સુખ આપ્યું... "શારદા બેન બોલતા હતાં..
" હું પણ ખુશ છુ . કે તમે મારા બન્ને બાળકોનું આટલું ધ્યાન રાખો છો.... આ બન્ને ને પહેલેથી ગામડે રહી કંઈક કરવું હતું એટલે પોતાની કંપનીમાં નોકરી કર્યા કરતા જાતે પગ ભર થવા ગામડું ગમતું હોવાથી આ બન્ને ગામડે આવ્યા...."
" બન્ને હોશિયારને મહેનતું છે.... તમારે ચિંતા કરાય એવું છે જ નહીં... રામ લક્ષમણની જોડી છે...બેન.. "
" પાંચ વર્ષ આ બન્ને એમની મર્જીની જીંદગી જીવીલે પછી એમને કંપની જ જોઈન કરવાની છે.. કેમ બેટા... " આર્યન સામે જોઈ નયનાબેન બોલ્યા...
" સારુ જ છે.... એ પણ બેન... "
" આર્યન તો દવાખાનું ખોલશે અથવા આગળ ભણવા પણ જાય એની મર્જી પણ મયુરે તો કંપની માં આવવુ જ રહ્યું.. "
વાતો ચાલતી હતી. એટલામાં મીરાં સેવ ખમણી, ખાંડવીને ચા લઈ આવી..
ક્રમશ: