Father's sacrifice - 1 books and stories free download online pdf in Gujarati

પિતાનું બલિદાન - ૧

પિતા દુનિયા નો એક માત્ર એવો માણસ જેને હંમેશા પોતાના બાળક ની ચિંતા હોય તો આજે હું તમને એક એવી પિતા ની વાત કહીશ જેમાં તે પિતા નું બલિદાન છે.

આ વાત એક બહુજ અમીર ઘરના માલિક અને તેમના છોકરા ની છે.

એમનું નામ જગદીશ હતું બાળપણ માં જ પોતાના પિતા ના અવસાન પછી જગદીશ એ ઘર ની જવાબદારી ઉપાડી લીધી જ્યાં ત્યાં નાનું મોટું કામ કરીને રાત દિવસ મેહનત કરીને જગદીશ એ પોતાનું નામ બનાવ્યું અને પોતાના કાપડ ના બીઝનેસ થી તે જગદીશ શેઠ ના નામે ઓળખાયા. સમય સાથે એમના પ્રીતી સાથે લગ્ન થયા અને પછી તેમને એક બાળક થયું જેનું નામ એમને રાખ્યું આર્યા.

આર્યા મોટો થતો ગયો અને એની સાથે જગદીશ ની ચિંતા પણ વધતી જતી કેમકે આર્યા અભિમાની બની રહ્યો હતો તે જગદીશ નું નામ ખોટી રીતે વાપરી રહ્યો હતો. જગદીશ પોતાના દીકરા ને ખુબ પ્રેમ કરતો હતો પણ આર્યા માત્ર ૧૨ જ વર્ષ નો હતો.

અને એટલે જ જગદીશ એ આર્યા ને પોતાની માતા તારા પાસે મૂકી દીધો. એ માનીને કે મારો દીકરો લોકો નું માન કરે અને અભિમાની ના બને પણ જગદીશ ને ક્યાં ખબર હતી કે એનું આ બલિદાન એના માટે ખરાબ સાબિત થશે.

શરૂવાત માં આર્યા એ દાદી સાથે બઉ લડાઈ કરી જ્યાં જગદીશ ના ત્યાં જે જોઈએ એ જમવા મળતું ત્યાં દાદી ને ત્યાં સાદું ભોજન ખીચડી- કઢી મળતી તેથી આર્યા શરૂવાત માં ભૂખ્યો રહ્યો જ્યાં પિતા ને ત્યાં શાળા એ મૂકવા ગાડી આવતી ત્યાં દાદી ને ત્યાં આર્યા ને ચાલી ને જવું પડતું જ્યાં પિતા ને ત્યાં જે જોઈએ તે મળતું ત્યાં દાદી ને ત્યાં જે મળે એના થી જ કામ ચલાવું પડતું અને એટલે જ આર્યા પિતા થી ગુસ્સે હતો અને દાદી પણ સમજી ગયા કે આ એમ નહિ માને એટલે દાદી એ પણ કીધું કે આજ જમવા માં મળશે રોજ અને તારે આજ જમવું પડશે. તો ત્યાં છોકરા થી દુર થવાના કારણે જગદીશ ની પણ હાલત ખરાબ થવા માંડી અને તેને બીપી ની તકલીફ થઈ ગઈ.

આર્યા સમય ની સાથે મોટો થયો અને તે એક દમ બદલાઈ ગયો એવો જેવો જગદીશ એને બનાવવા માંગતો હતો પણ કોઈ ના મન ની કોને ખબર હોય જે પિતા એ તેને સુધારવા બલિદાન આપ્યું આર્યા એ જ પિતા ને પોતાનો દુશ્મન માની બેઠો.

પછી એક દિવસ જગદીશ નું અવસાન થાય છે આખું ઘર શોક માં છે આર્યા અને પ્રીતી જગદીશ સાથે વિતાવેલી પળો ને યાદ કરે છે અને તેમની આંખ ના આંસુ સુકાતા નથી ત્યાં જ એક માણસ આવે છે અને અમુક દસ્તાવેજ ઉપર પ્રીતી ની સહી લઈ લે છે. પ્રીતી જગદીશ ના શોક માં પેપર જોયા વગર સહી કરી દે છે.

પછી બીજા જ દિવસે પ્રીતી આર્યા ને બોલાવવા જાય છે. ત્યાં તે આર્યા ને વાત કરતા સાંભળી જાય છે કે બધું મારા નામે હજી નથી થયું એમાં ૨-૪ દિવસ ની વાર લાગશે. આર્યા કહે છે કે જો આ બધી વાત અત્યારે ના કર તું મને ડરાવીશ નહિ કે તું શું સાચું કહીશ મારી માતા ને મારા પિતાની મૃત્યુ વિશે આ બધું સાંભળીને પ્રીતી ના હોશ ઉડી જાય છે અને તેને ખબર જ નથી પડતી કે કરવું શું ?