pitanu balidan - 2 books and stories free download online pdf in Gujarati

પિતાનું બલિદાન - ૨

પછી પ્રીતી જેમ - તેમ કરીને પોતાને સાચવે છે અને આર્યા ના રૂમ માં જાય છે અને તેને જમવા માટે બોલાવે છે જમીને આર્યા તેની માતા ને કહે છે કે સાંજે મારે કામ થી બહાર જવાનું છે અને એમ કરીને આર્યા જતો રહે છે.

સાંજે આર્યા ઘર થી બહાર જાય છે ત્યારે પ્રીતી આર્યા ના રૂમ માં જાય છે અને શોધવાનું ચાલુ કરી દે છે થોડીક વાર પછી આર્યા પાછો આવી જાય છે અને પ્રીતી ને એના રૂમ માં જોઇને આર્યા કહે છે કે તું અહીંયા શું કરે છે? કંઈ કામ હતું ? અને પ્રીતી આર્યા ને પૂછે છે કે તારા પિતાની મૃત્યુ વિશે તું શું જાણે છે ?

આર્યા એકદમ ગભરાઈ જાય છે તેને પરસેવા નીકળવાના ચાલુ થઈ જાય છે ત્યારે પહેલા તો તે ના પાડે છે પણ પ્રીતી આર્યા ને બહુ દબાણ કરીને પૂછે છે અને ત્યારે આર્યા પ્રીતી ને બધું સાચું કહી દે છે.

જ્યારે તે દાદી સાથે ગામ માં હતો ત્યારે તેની અમુક ખરાબ લોકો સાથે દોસ્તી થઈ ગઈ હતી તેના કારણે તે દારૂ, જુગાર એવી ખોટી આદતો માં ફસાયો હતો અને તેને અમુક મોટા માણસો પાસે થી રૂપિયા લીધા હતા જે દેવું પરત કરવા માટે એની પાસે રૂપિયા નહોતા અને એટલે જ એને પોતાના પિતા નું ખૂન કરાવવું પડ્યું.

પ્રીતી પૂછે છે કે બધા દસ્તવેજો ક્યાં છે ? અને આર્યા પોતાના સંતાડેલા લોકર માં થી દસ્તાવેજ કાઢી ને તેની માતા ને આપે છે.

ત્યાર બાદ પ્રીતી આર્યા ને પોલીસ સ્ટેશન માં હાજર થવા કહે છે અને પોતાનો ગુનો કબૂલ કરવા કહે છે પણ આર્યા ગભરાઈ જાય છે અને તે ના પાડી દે છે આર્યા અને પ્રીતી વચ્ચે જઘડો પણ થાય છે અને પ્રીતી આર્યા ને શાંતી થી સમજાઈ ને મનાઈ લે છે અને આર્યા ને આશ્વાસન આપે છે કે તે એને જેલ માં થી છોડાઈ લેશે.

આર્યા પોલીસ સ્ટેશન માં બધું કબૂલ કરે છે અને પોલીસ તેને જેલ માં પુરે અને પ્રીતી પાસે આઇને કહે છે કે

(પોલીસમેન)
ભગવાન આવા નાલાયક છોકરાઓ ને કેમ મોકલે છે જે પોતાના જ પિતાનું ખૂન કરી નાખે છે પૈસા ની લાલચ માં છોકરા ઓ રાક્ષસ બની જાય છે એવું થાય છે કે અત્યારે જ ગોળી મારી દઉ આને.....

અને પ્રીતી પોલીસ વાળા ને ત્યાંજ અટકાવી દે છે.
(પ્રીતી)
સાહેબ તમે મારા છોકરા ને ગાળો ના બોલશો હા મારા છોકરા થી ભૂલ થઈ છે પહેલા મને પણ એવું જ થયું જેવું અત્યારે તમને થાય છે પણ સાહેબ કોઈ ની સંતાન પેટમાંથી ખરાબ નથી થતી. એવી જ રીતે મૈં પણ એક સારા અને સુંદર બાળક ને જ જનમ આપ્યો હતો આતો કિસ્મત અને આ દુનિયા છે જે"સારા લોકો ને ખરાબ બનાઈ છે" અને "ખરાબ લોકો ને સારા બનાઇ દે છે"

મારો છોકરો ખરાબ નથી જો ખરાબ હોત તો આજે મને પણ એણે મારી નાખી હોત અને આ બધા દસ્તાવેજ મારા હાથ માં ના હોત એ અત્યારે જેલ માં ના હોત અને તમે એને આવું બધું સંભળાવતા ના હોત.

(પોલીસમેન)
પ્રીતી ઉપર બધા પોલીસ વાળા હસે છે અને હસતા હસતા પ્રીતી ની મજાક ઉડાવતા કહે છે "માં ની મમતા બોલે છે આ"

Storyteller

ક્યારેય કોઈ ના સંતાન ખરાબ નથી હોતા એટલે જો તમારા સંતાન થી કોઈ ભૂલ થઈ હોય તો થઈ શકે તો માફ કરવાનો આગ્રહ વધારે રાખજો