Negative Feelings ...Nirasha ke Hatasha books and stories free download online pdf in Gujarati

નેગેટીવ ફીલિંગ્સ.....હતાશા કે નિરાશા....

હતાશા કે નિરાશા દરેકને તેના જીવનમાં આવતી હોય છે…


નીતા હમેશા કહ્યા કરે કે મને ...ડીપ્રેશન આવે છે…

.


પરિવારમાં એની કોઈ જવાબદારી જ ન હોય એટલી બેદરકાર અને સ્વાર્થી તે બની ગઈ ….

પરીણlમે એના સંતાનને પણ ક્યારેક ડીપ્રેશન આવી જતું એના પતિને પણ ડીપ્રેશન આવી જતું..

.પણ કોને કહે….કોઈ સlભળનાર નહોતું...કે સમજી શકે..તેમ પણ નહોતી....

પરિવારમાં એક વ્યક્તિ નીતા એ જ જાણે ડીપ્રેશનનો શિકાર હોય કે

તેનો જ આ અધિકાર હોય એવી સ્થિતિ થઇ ગઈ હતી ..

.આમાં મનમાની કરવા કે પોતાનો ક્કો ખરો કરાવવા ડીપ્રેશન નો ઉપયોગ થવા લાગ્યો

અને પછી તે નિયમિત બની ગયું…

એટલે એનl ઘરના બીજા ને સહન કરવાનો વારો આવ્યો…..


આવા કિસ્સાઓ ઘણા ઘરોમાં જોવા મળે છે…


આથી વિરુદ્ધના કિસ્સાઓમાં ડીપ્રેશનનો ભોગ બનતી વ્યક્તિ પોતાની વાત કે માનસિક સ્થિતિની જાણ જ કોઈને કરી શકતી નથી કે કરતી નથી તેમ પણ જોવા મળે છે…


ઘણા કિસ્સાઓ તો એવા પણ હોય છે કે વ્યક્તિને પોતાને ખબર પણ નથી રહેતી કે તે ડીપ્રેશનમાં છે.


તમે માનો કે ન માનો પણ આ એક સાર્વત્રિક વાત છે ,સત્ય વાત છે કે દુનિયામાં બધાજ માણસોને જીવનમાં કોઈને કોઈ સમય માં નિરાશા અને હતાશા અવશ્ય આવે જ છે….


.ડીપ્રેશન કોઈ એકાદ વ્યક્તિ કે બે ચાર લોકોની સમસ્યા નથી.કે તેમનો જ માત્ર ઈજારો નથી..

પણ જેમ સોને ભય લાગે છે ,દુખની લાગણી થાય છે કે ચિતા સતાવે છે તેમ જ ડિપ્રેશનનું પણ છે.

જેમ દરેકને ટેન્શન થાય ક્યારેક ને ક્યારેક અથવા અવારનવાર તેમ વ્યક્તિ નિરાશ પણ થાય

અને ડીપ્રેશનમાં પણ આવી શકે છે….

આ એક સ્વાભાવિક લાગણી છે કે નેગેટીવ ફીલિંગ્સ છે જે સો કોઈને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય અનુભવવી પડતી હોય છે. ….

અlમl થી બહlર નીકળવું અને આની ઉપર અંકુશ મળવવો એ જ મહત્વનું છે.

તમારો વિલપાવર અને આત્મ વિસ્વાસ તમને આવી નિરાશા અ ને ડીપ્રેશન માંથી બહાર લાવી શકે છે.


આપણી શક્તિ આવે સમયે જ આપણી કસોટી કરે છે.. હતાશા માંથી બહાર આવવું એ ખુબ અગત્યનું છે…

આજકાલ કોરોનાના કારણે ઘણા લોકો નિરાશા અને હતાશામાં પણ આવી ગયા છે…

ભય તો લાગે જ છે. અl મ પણ દર્દીઓ અને તેમની સારવાર કરતl ડોકટરો સારl એવા ડીપ્રેશન માં થી પસાર થઇ રહ્યા છે.

ઘણાને માનસિક સારવાર લેવાની જરૂર પણ ઉભી થઈ છે.

ખાસ કરીને ચીન અને વિદેશોના અનેક મેડીકલ સ્ટાફ આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.


તો અમેરિકાની સ્થિતિ પણ કઈ સારી નથી...ત્યાના ભારતીયો તો સારી એવી હતાશામાં ડૂબી ગયા છે.


અને ઘણા બીમlર પણ થઈ ગયા છે કે કોરોનાની ઝપેટમાં પણ આવી ગયા છે…

વડોદરાના એક યુવlન ડોક્ટર દંપતીનો કિસ્સો હમણાં હમણાં ખુબ વાયરલ થયો છે.

ન્યુજર્સીની એક હોસ્પીટલમાં નોકરી કરતl બને ડોક્ટરોએ તેમના બને બાળકોને સલામત રાખવા તેમના દાદા દાદી પાસે વડોદરા જાન્યુઆરી માં જ મોકલી દીધા હતા.

બને જણાને કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા પોતેજ કોરોનાની ઝપેટમાં આવ્યા એટલે રજા પર જવું પડ્યું.

રજા દરમ્યાન બને એલીયોપેથીક અને આપણી ઘરેલું દવાઓ કરી ઈલાજ કરી સાજા થઇ હોસ્પીટલની સુચના પ્રમાણે ફરી કામે ચડી ગયા છે..


અlવl તો અનેક કિસ્સા ઓ છે જ્યાં નિરાશા અને હતાશા તેમજ બીમારી માંથી પણ અlત્મ્વીસ્વાસ અને દ્રઢતાથી બહાર આવીને પોતાની ફરજ બજાવતા હોય છે...


સામાન્ય રીતે વ્યક્તિ તેની ઈચ્છાઓ અને આશાઓ પૂરી ન થાય ત્યારે હતાશ બને છે..

ઉપરાંત વ્યક્તિની નિષ્ફળતાઓ અને સંઘર્ષો પણ તેને હતાશા અને નિરાશા તરફ દોરી જાય છે.

પોઝીટીવ થીંકીંગ અને દઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓ જલ્દીથી હતાશામાંથી બહાર આવી શકે છે..


માનવમન ચંચળ છે નવરું પડે એટલે નકામાં વિચારે ચડી જાય..વિચાર કરવા એ માનવની પ્રકૃતિ છે.

આપણું મન ભાગ્યે જ ખાલી રહે છે...કઈ ને કઈ વિચાર્યા કરવો એ આપણો સ્વભાવ છે.

એમાં પણ ખોટા અને સાવ નકામાં વિચારો વધારે આવે છે. નેગેટીવ વિચારો એ મનુષ્યની પ્રકૃતિ છે ..

બસ આજ નિરાશા અને હતાશા પેદા કરે છે.

નકારત્મક વિચારો કે નકlમાં વિચારો નેગેટીવ ફીલિંગ્સ ઉભી કરે છે , જેમાં એક હતાશા અને નિરાશા પણ છે.


વિચાર એ મનુષ્યનો સ્વભાવ છે . આ વિચાર સાવ નકામો હોય ,તરંગી હોય કે બીજાને નુકશાન કરતા હોય તો એ નેગેટીવ ફીલીન્ગ્સનું સ્વરૂપ લે છે ,

જે અંતે વ્યક્તિને પોતાને પણ નુકશાન કરે છે.

નિરાશા ને હતાશા એવીજ નેગેટીવ ફીલિંગ્સ છે. નિરાશા જીવનનો આનંદ લુટી લે છે.

આપણી સુખ શાંતિ હણે છે. સર્જનાત્મકતા અને રચનાત્મક પ્રવૃતિઓને અવરોધે છે.

નિરાશા માણસને નિષ્ક્રિય બનાવે છે. આપણl તન અને મન બનેને નુકશાનકર્તા છે હતાશાની લાગણી...જીવનનું વહેણ પણ બદલી નાખે છે.

નિરાશ થયેલી વ્યક્તિ જીવનમાં જે કરવા માંગતી હોય કે જે કરતી હોય ત્યાંથી બીજે વળી જાય છે અથવા નિષ્ક્રિય થઇ જાય છે.


પ્રેમમાં નિરાશા એ યુવાનોની સોથી મોટી સમસ્યા છે. જેમાં મોટાભાગનાને તેનો પ્રેમ મળતો નથી .

વ્યક્તિ સ્વીકારતી નથી કે પછી અપેક્ષિત હોતી નથી. સમાજ કે પરિવાર પણ ન સ્વીકારે તેમ પણ બને છે.


યુવાનોની બીજી હતાશા પરીક્ષા કે અભ્યlસમાં આવે છે .ધl ર્યા પરિણામ અને લક્ષ્યાંક હાંસલ ન કરી શકે.

પરિણામે એડમીશન થી માંડીને કઈ લાઈન લેવી તે ની સમસ્યા થાય છે.

મહેનતનું પરિણામ ન મળે તો નિરાશા આવે તે સ્વાભાવિક છે.

આઘાત પણ લાગે છે. ડોક્ટર ન થઈ શકે કે સારી કોલેજમાં એડમીશન ન મળે તો એથી બીજી વધુ કઈ નિરાશા યુવાનને થાય ?

નોકરીની હતાશા બહુ મોટી છે. નોકરી ન મળવી કે બેકારીની સમસ્યા હતાશા પેદા કરે છે.

વળી જોઈએ તેવી નોકરી ન મળે કે નોકરીમાં સર્જાતી અન્ય સમસ્યાઓ પણ હતાશા અને નિરાશા નું કારણ બનતી હોય છે .

તે જ રીતે ધંધા અને વ્યાપારમાં હતાશા નુક્સlન ના કારણે થાય કે જોઈએ તેવો ધંધો વળતર ન આપે ત્યારે થાય.

આમાં નોકરી , ધંધો , અભ્યાસ પ્રેમ લગ્ન આ મુખ્ય કારણો લગભગ દરેકના જીવનમાં બને છે જયારે વ્યક્તિને નિરાશા અને હતાશા થાય તેમજ ટેન્શન અને ચિતા થાય.


વ્યક્તિએ આવા પ્રસંગો જીવનમાં બને ત્યારે ધીરજથી અને હિમતથી કામ લેવું પડે અને રસ્તો કાઢવો પડે છે.

ધીરજ અને હિમત તેમજ મહેનત જ જીવનને સફળ અને સુખી બનાવે છે.

હતાશા કે નિરાશા આવે તો પણ તે થોડા સમય માટે રહે અને પછી તેમાંથી બહાર આવી શકાય.

જિંદગી એક સંઘર્ષ છે જિંદગી એક કસોટી છે તેમ સમજીને મહેનત અને હિમતથી , અને ધીરજથી માર્ગ કાઢવામાં આવે તો નિરાશા થી મુક્ત થઇ શકાય છે. .


નિરાશા કે હતાશાની નેગેટીવ ફીલિંગ્સ પર જ પરજ આખું પુસ્તક તૈયાર થઇ શકે એટલું લખી શકાય. ..

નિરાશાના કે હતાશાના મનોવૈજ્ઞાનિક કેસો ની કે ગંભીર કેસોની ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે આ એક રોગ છે.

અને એની સારવાર ડોક્ટર કે મનોચિકિત્સક પાસે કરવી રહી.


દવા અને થેરેપી સિવાય ચિકિત્સક જીવન શૈલી સુધારવાની પણ સલાહ આપે છે.

તેમજ રૂબરૂ કાઉન્સેલિંગ દ્વારા પણ સારવાર થાય છે.

,