hu ek chhokri - 2 books and stories free download online pdf in Gujarati

હું એક છોકરી - 2

પ્રકરણ-૨

રીમા ઘરે પહોંચે છે, અને આ તરફ જય ને રીયા ફોન કરી રીમા ને ભૂૂૂલી જવાનુ કહે છે.રીમા એ રીયા ને કહી તો દીધું પણ એ એટલુું સરળ ન હતુ.ધીમે ધીમે તે કામ કાજ મા મન પરોવી જય ને ભૂલવા પ્રયાસ કરે છે.આ તરફ જય પણ તેના પિતા સાથે કામ કાજ શીખવા અડધો દિવસ ઓફીસ જવાનુ શરુ કરે છે.એવામાં રીમા ના માતા પિતા રીમા માટે છોકરો શોધવા નુ શરુ કરે છે,રીમા એ ટાળવા માટે અનેેક પ્રયાસ કર્યા પણ આખરે એક છોકરો રીમા ના માતા પિતા એ પસંદ કર્યો.એકબીજાને મળવાનુ ગોઠવવામાં આવે છે. છોકરો દેખાવે ઊંચો મધ્યમ શરીર રંગે ઘઉંવર્્ણો વાન
એટલે રીમા સાથે શોભે એવો.છોકરાએ તો રીમાને પસંદ પણ કરી લીધી.હવે રીમાએ પણ જવાબ આપવો રહ્યો.રીમાએ
તેના પિતા ને એક બાજુ લઈ જઈ ને કહ્યુ કે હું હમણાં લગ્ન કરવા નથી માગતી.પિતાએ કારણ પૂછતા રીમા એ કહ્યુ કે બસ એમજ પણ હમણાં નહી.

અંતે પિતા માની જાય છે.એમ કરતાં કરતાં સમય પસાર થાય છે.એ સમય ગાળા દરમિયાન રીમા અને જય બે ત્રણ વાર એક બીજા ની સામે પણ આવે છે.ભગવાન પણ
બેય ની કસોટી કરવા માંગતા હોય જાણે.મહાપરાણે બેય પોતાની લાગણીઓ પર કાબૂ કરવા મથે છે.અને રીમા અંતે નિણૅૅય કરવા મજબૂૂર થાય છે,તે પિતા પાસે જાય છે.એ સમયે તેના માતા પિતા તેના લગ્ન ની જ વાત કરતાં હોય છે.અચાનક રીમા ને જોઈ તેઓ ચૂપ થઈ જાય છે.અને રીમા ને આવવાનું કારણ પૂૂૂૂછે છે,અચાનક જ રીમાા નાના બાળક ની માફક રડવા લાગે છે.માતાપિતા તેેેને આમ રડતી જોોઈ ચિંતીત થઈ ને રડવાનુ કારણ પૂછે છે પણ રીીમા કશું નથી બોલતી.ત્યારે માતા પિતા રીમા ના માથે હાથ ફરાવતા
વહાલ થી તેના મનની વાત જાણવા ની કોશિશ કરે છે,જો તેને કોઈ છોકરો પસંદ હોય તો જણાવવા નુ કહે છે.હંમેશા વ્હાલપ માટે ઝંખતી રીમા માબાપ ના વિશ્વાસ ને ગુમાવવા નથી માગતી.માટે તે માં ને કહે છે કે તમે મારા લગ્ન માટે ચિંતિત છો હુંજાણુ છુ.પહેલા તમે મારી લાગણી ઓ ને માની હવે મારો વારો.આટલું બોલી નીચે નજર ઝુકાવી કહે છે,હું હવે લગ્ન માટે તૈયાર છુ.
આ સાંભળતા જ માતા પિતા તો રાજી થઈ ગયા, અને કહ્યુ, કે અમે એ જ વાત કરતા હતા એક સારુ માંગું આવ્યું છે તારા માટે.ખૂબ જ સારો છોકરો છે.સારુ ખાનદાન
અને સમાજ માં તેમનુ નામ પણ છે.એક વખત તુ જોોઈ લે.તો આપણે વાત આગળ વધારીએ.રીમા કહે જો તમને યોગ્ય લાગે છે તો સારો જ હશે.તમે જે નિર્ણય લેશો તે બરાબર.આટલુ કહી આંખ ના આંસુ છુપાવી બારે નીકળી જાય છે.અને ખૂૂબ રડે છે.હ્રદય ને હલકું કરી તે જય ને દિલ
દિમાગ માંથી કાઢી બીજા સાથે પરણવા મન મક્કમ બનાવે છે.છોકરાવાળા રીમા ને જોવા આવે છે, અને રીમા ને પસંદ પણ કરે છે.છોકરો રીમા સાથે વાત કરે છે.છોકરા (આકાશ) ની વાત કરવાની સરળ શૈલી અને નરમાશ થી રીમા પ્રભાવિત થાય છે.આમ એક બીજા ની સહમતી થી સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ.મધ્યમ પરીસ્થિતી હોવા છતા એક ની એક દીકરી ના સગાઈ લગ્ન મા રીમા ના માતા પિતા કોઈ કમી રાખવા માગતા ન હોવાથી સગાઈ ની તૈયારીઓ પણ સારી રીતે કરવામાં આવી હતી.રીમા ખૂબ જ સુંદર લાગી રહી હતી.સરસ મજાના આછા ગુલાબી લહેંગા અને તેને અનુરૂપ ઘરેણાં, હાથમાં સરસ ચૂડલો, એની સાદગી મા આજ નો શણગાર ખૂબ સોહામણો લાગી રહ્યો હતો..સામે આકાશ પણ એટલો જ દેખાવડો લાગી રહ્યો હતો.સગાસંબંધીઓ અને સ્નેહી મિત્રો ની હાજરીમાં સગાઈ નો પ્રસંગ સારી રીતે પતી ગયો.


( વધુ આવતા અંકે.)