ji le zara - 1 books and stories free download online pdf in Gujarati

જી લે ઝરાં - 1

તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે?


અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો પણ એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ઘણાં લોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય.


પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ.


🌷ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા જોઈએ, એ લોકો ને જે લોકો તમારા જોડે અસભ્યતા ભર્યું વર્તન કરે છે.


🌷ખુશ રહેવા માટે અનિવાર્ય છે, સહન શક્તિ નો સમાવેશ તમારા જીવનમાં. જો તમે પોતાનાં લોકો ને પણ સહન ના કરી શકો તો જીવન માં ક્યારે કંઈ નહિ મેળવી શકો.


🌷ખુશ રહેવા માટે પોતાનાં લોકો થી શિકાયત કરવાનું તદ્દન છોડી દો.


🌷જીવન માં મુસીબત આવે ત્યારે, બીજા પર આશા રાખવાને બદલે, પોતાનાં ઉપર આશા નો ભાર મૂકીને બસ સતત પ્રયત્નમાં લાગી જાઓ.અવશ્ય સફડતાં મળશે.


🌷સૌથી વધારે મોટા માં મોટી મુસીબત તો આપણી જીભ છે, એના માં થોડી નમ્રતા લાવો, અને ખોટાં કોઈ ઇગો વિગો માં નહિ ફસાવી લો ખુદને.


🌷લેટ ગો કરવાં જેવી હર એક વસ્તું તમારે લેટ ગો કરવી પડશે. બહું જલદી ભૂલી જતાં શિખવું પડશે. ખોટું જેણે પણ કર્યું એ એનું કર્મ આપણે ભૂલી ને આગળ વધો.


🌷જીવન માં કોઈપણ પ્રકારની ગાંઠો વાળી નાં રાખવી મનમાં, લોકો કે છે એ તો દાઢ માં છે, નહિ જતાં રહ્યાં લોકો ને ભૂલી જાઓ.


🌷જીવન માં પોતાના નીહિત સ્વાર્થ પહેલાં આપણી સાથે જોડાયેલાં બધાં લોકો નું હિત આપણાં નિર્ણય પર રહેવું હોય તો, ફક્ત પોતાનો સ્વાર્થ જોવો નાં જોઈએ.


🌷હંમેશાં માનસીક રીતે એટલાં મજબૂત બનો કે તમને મન થી કોઈ ભાંગી નાં શકે.


🌷વાણીમાં સભ્યતા અને નમ્રતા હોવી જોઈએ. અને બીજું કે જ્યાં નામવવાની જિદ્દ છે, ત્યાં ક્યારે જુકવું નાં જોઈએ.


🌷પોતાનાં આત્મ સન્માન માટે લડો પણ ક્યારે પોતાની સભ્યતા છોડીને નહિ.


🌷 થોડાં માથાભારે રહેવું પડે, નહિ તો દુનિયા આપણાં માથે નાચશે. તો એવો મોકો ક્યારે પણ કોઈને નાં આપવો જોઈએ.


🌷સંતોષ અનિવાર્ય છે,ખુશ રહેવાની ચાવી નું નામ સંતોષ છે. જે છે એમાં ખુશ રહો, જે નથી એણે પામવા આપણાથી બનતી મહેનત કરીને પામવું એ ધર્મ છે. અને જે બીજાનું છે, એના પર ક્યારે ઈર્ષા નાં કરવી.


🌷મનુષ્ય ધર્મ એ કે છે કે, તમે રસ્તા પર ચાલતાં હોય ત્યારે બી કોઈને નાં વચ્ચે નાં આવો એમ ચાલો, એટલે જ્યાં બેસ્યા છો, ત્યાં બીજાને કોઈ પ્રોબ્લેમ નાં થવી જોઈએ.


🌷ખુશ રહેવા માટે મારું છે એ મારું ચાલશે, પરંતુ જે બીજાનું છે એ મારું એ ક્યારે નહિ ચાલે.


🌷જીવન માં ક્યારે આવતાં જતાં લોકો ની ગણતરી મન માં નાં રાખો.


🌷ખુશ રહેવા ક્યારે કોઈના આધીન નાં બનો. એકલાં પણ ખુશ રહી શકો છો.


🌷ક્યારે કોઈ એવી આદત નાં બનાવો કે, એ આદત તમારો સર્વનાશ કરી નાખે.


🌷નસીબ થી વધારે અને સમય થી પહેલાં કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું પણ નથી, માટે ક્યારે કોઈ ખોટી આશા નિરાશા નાં ચર્કેવ્યું માં ફસાવું નહિ ખુદને.


🌷ખુશ રહેવા સૌથી મોટા પાંચ પરિબળો જરૂરી છે.


૧.દયા


૨.ક્ષમા


૩.નમ્રતા


૪.સંતોષ


૫.સહન શક્તિ.


જો તમારા જીવન માં તમે આ પાંચ શબ્દો ને વણી લેશો ને તો ક્યારે તમારે જીવન માં કશે પણ


અટકવું, કે પછી છટકવું કે પછી લટકવાની જરૂર નહિ પડે.


🔥અહંકાર ની જ્યાં જરૂર છે ત્યાં બતાવો, જ્યાં સબંધો ને પ્રેમ થી નમ્રતા થી સ્વીકારી શકાય છે, ત્યાં ઇગો માં રહીને જીવન માં બધું ખોઈ બેસવું મૂર્ખતા છે.


🔥 હંમેશાં સામેવાળો કે સામેવાળી માફી માંગે જરૂરી નથી માટે જેણે પહેલાં સમજાય પોતાની ભૂલ એ માફી માંગી લે.


🔥જો તમે તમારા સબંધો નથી સાચવી શકતાં, તો તમે તમારા જીવન માં બીજું કઈ વસ્તુ બરાબર નહિ કરી શકો.


🔥 સ્વિકાર કરતાં શીખી જાઓ આજની અને આવતી કાલે આવવાની પરિસ્થિતિ નો.


🔥 ખૂશ રહેવા બસ થોડુ જતું કરવું પડે છે, થોડું નાં અર્થમાં બધું ભૂલી જઈને ભરી પીવું પડે છે, અને ક્ષમા કરી દેવું પડે છે.અને બને ત્યાં સુધી કોઈપણ વાત નું મોરંડું પોતાનાં માથે ઓઢવાની જરૂર હોતી નથી.


🔥કોઈપણ વ્યક્તિ જેણે કોઈ કારણ વશ તમારો એ માણસ જોડે બોલવાનો પણ સબંધ નથી તો એવાં માણસ સામે મળે તો શું કરશો, મનુષ્ય ભાવ કે છે કે એણે ઈજ્ઞોર નાં કરતાં કેમ છો મજામાં નાં પૂછો તો વાંધો નહિ બસ હસી લેજો.


🔥બધી પ્રોબ્લેમ નો હલ છે,પ્રેમ થી હસીને પોતાની વાત કહો.


🥀જ્યારે વાણી માં નમ્રતા હશે ત્યારે તો કોઈ પણ પ્રકાર ના પ્રૉબ્લેમ ઊભા નહિ થાય.


🥀જ્યારે કોઈ માટે દયા ની ભાવના હશે ત્યારે તો કોઈ માટે ક્યારે કંઈ ખરાબ થાય એવા વિચારો નહિ આવે.

🥀જ્યારે ક્ષમા કરી શકશો ત્યારે તો તમે, મન માં કઈ ભરીને નઈ રાખો.

🥀સંતોષ હશે જીવન માં તો ક્યારે ઈર્ષા ની ભાવના જન્મ લઈ નઈ શકે.

🥀 સહનશક્તિ હશે તો સમજી વિચારીને સામેવાળા જોડે સભ્યતા ભર્યું વર્તન કરી શકી શકશું.

♥️ખુશ રહેવા માટે આપણાં વિચારો માં કોઈ માટે સ્થાન નાં હોવું જોઈએ, એ ત્યારે નહિ રહે જ્યારે તમે ક્ષમા કરીને ભૂલી જતા શીખશો .

🥀 મન ખાલી હશે તો મન ભરીને જીવી શકાશે.

🙂🙂🙂🙂🙂🙂🙂🙂