જીલે ઝરા - ૭

જીલે ઝરા ૭ 

💞ક્યાં સુધી તમે તમારું જીવન બીજાનાં ઉપર નિર્ભર કરીને જીવશો. માણસ એકલો જન્મ લે છે, અને મૃત્યું પણ એકલો પામે છે.માણસ નાં ખરાબ સમય માં એનો સાથી પોતે હોય છે.
એક કવિતા સાંભળેલું યાદ છે...
  " એકલાં જ આવ્યા માનવા, એકલાં જવાના,
સાથીવિના સંગી વિના એકલાં જવાના,
કાળી કાળી રાત્રિમાં છાયા નાં સાથ દે...."

🔻આવ્યાં એકલાં છે, જવાનું પણ એકલાં છે, તો શેનો ડર છે, કે તમે એકલા નથી રહી શકતાં. પોતાની જાત સાથે તમે ક્યારે ખુશ રહી શકો?

▪️જ્યારે તમે કઈક નું કઈક નવું કરવું છે, એવા વિચાર આવે ત્યારે તમે એ વિચાર ને અમલ કરવામાં એટલાં વ્યસ્ત બની જશો કે, એકલાં રહી શકશો.

▪️કોઈનો સાથ ની આદત , કોઈ નાં ઉપર નિર્ભર કરવાની આદત માણસ ને માનસિક રીતે કમજોર બનાવી દે છે.

▪️કોઈના ઉપર તમારા હસવા અને ખુશ રહેવું જ્યારે મેટર કરે છે, ત્યારે તમે માનસીક રીતે નબળા બનો છો.

▪️કોઈનો સાથ કે કોઈની આદત એટલી નાં હોવી જોઈએ કે, તમારાં જીવન નું બેલેન્સ કઈ રહે નહી.

▪️પ્રેમ થઈ જાય , એમાં કઈ ખોટું નથી, પરંતુ કોઈને પામી લેવાની ઝિદ તમારી નબળાઈ છે.

▪️પોતાની જાત સાથે ખુશ રહેવા માટે, કઈ વધારે મહેનત નથી કરવી પડતી.


⏳ કેવી રીતે પોતાની જાત સાથે માણસ ખુશ રહી શકાય.

🔻 પોતાની જાત સાથે ખુશ રહેવા માટે, સૌથી પહેલાં પોતાની જાત ને પોતાના પ્રત્યે કેટલો પ્રેમ છે અને કેટલો આદર છે. એ જરૂરી છે.

🔻 તમે પોતાની જાત સાથે કેટલો સમય વાતો કરી શકો છો. પોતાને કેટલાં નિહાળી શકો છો. 

🔻 પોતાની જાત ને ક્યારે પણ કોઈના થી તુલના નહીં કરવી જોઈએ.પોતાનાં ઉપર વિશ્વાસ હોવો જોઈએ, હું કરી લઈશ

🔻 પોતાનાં સાથે વાર્તા લાભ કરીને મુસીબત નો હલ મળી જતો હોય છે. ક્યારેક શાંત મનથી બેસી ને પોતાનાં નિર્ણય પોતે લઈને તો જૂવો.

🔻 પોતાનાં સાથે તો સાચા રહો,એટલાં સાચા કે સત્ય પણ વિશ્વાસ નાં આવે કોઈ હોય શકે રાજા હરિશ્ચંદ્ર.

💞 જે માણસ પોતાની જાત ને પ્રેમ કરી શકે છે, બસ એ માણસ એકલો રહી શકે છે.

પોતાની જાત ને પ્રેમ કરવું એટલે શું ?


💃 જે વ્યક્તિ પોતાની જાત ને પ્રેમ કરે છે, એ વ્યક્તિ ક્યારે પણ પોતે પોતાની જાત ને કોઈ ની સાથે સરખામણી કરતો નથી. એ ભળીભાતી જાણતો હોય છે, કે હું શું છું? અને નું મારા જીવન માં શું કરી શકું છું.

💃 જે વ્યક્તિ પોતાની જાત ને પ્રેમ કરે છે, એ વ્યક્તિ નાં જીવન માં કોઈનું આવવું અને જવું એકસમાન હોય છે. એમણે કોઈ આવે તો ની ખુશ અને એ વ્યક્તિ પોતાની ઈચ્છા થી જાય તો પણ ખુશ.

💃પોતાની જાત ને પ્રેમ કરનાર વ્યક્તિ , માનસીક રીતે બહુજ સ્ટ્રોંગ હોય છે. એટલે આવા લોકો સમય ની સાથે થતાં બદલાવો ને એ સમયે જ સ્વીકાર કરી લેતા હોય છે.

💃 આવા લોકો ક્યારે જીવન થી ફરિયાદો નથી કરતાં, નાં તો નસીબ ને દોષ આપે છે, પરંતુ એ સમજે છે કે હું નિષ્ફળ કેમ ગયો, કારણ કે ક્યાંક ને ક્યાંક મારી મહેનત માં થોડી ઊણપ હતી.

💃 પોતાની જાતને પ્રેમ કરનારા લોકો ક્યારે પણ ખુદ ને કોઈ વસ્તુ માટે કોસતા નથી, એ સચ્ચાઈ ને હજમ કરી શકે છે. અને આવા લોકો સત્યવાદી ટાઇપ નાં હોય છે.


⏳ કોઈ સાથે હોય તો પણ સારી વાત છે, એક થી બે ભલા. કોઈ સાથે નથી તો પણ વાંધો નહિ, જાતે કરી લઈશું. જ્યારે માણસ એકલો હોય છે, ત્યારે એ પોતાની જાત ને કામ માં પરોવી દે છે, એણે સમય નથી મળતો, કોઈ ની પંચાત કરવા માટે! અને બીજું જીવન નું સત્ય છે, એકલાં આવ્યા અને એકલાં જવાના છે.તો ખોટાં સંતાપો કરીને શું મળશે.

💃💕માટે એકલાં રહેતાં શીખો, જીવન ને માણતા શીખો. 

***