ji le zara - 2 books and stories free download online pdf in Gujarati

જીલે ઝરા - 2

💞દર્દ....

💞આ શબ્દ સાંભળીને મને એક સોંગ ની યાદ આવે છે કે " દર્દ દિલો કે કમ હો જાતે, મે ઓર તુમ અગર હમ હો જાતે." દર્દ એટલે શું, તમને દર્દ ની કોઈ વ્યાખ્યા સમજાય છે.

💞મારા હિસાબે દર્દ ની બહું જ સરળ વ્યાખ્યા છે, કે આપણને કંઈ વાગ્યું અને ત્યાં લોહી નીકળે એટલે પીડા થાય છે. પરંતુ પીડા ની કેટલી અલગ અલગ હોય છે. અમુક પીડા આપણને લોકો નાં શબ્દો થી થતી હોય છે, શરીર પર લાગ્યાં ગાવો ની તો રુઝ પણ આવી જાય છે. પરંતુ મન પર લાગેલા ગાવો ક્યારે ભરાતા નથી. ગણી વાર આ ગાવો નું દુઃખ એટલું બધું અસહ્ય બની જાય છે કે માણસ બદલો લેવાની ભાવના પર ઉતરી આવે છે.

💕દર્દ ક્યાં છે અને ક્યાં નથી ? આ નાનું મોટું ખોટું લાગવું એ પણ તો દર્દ છે ને એક પ્રકાર નું, કોઈને તમારાં જોડે વાત કરવી છે, અને તમે એણે ઈગનોર કરી રહ્યાં છો, તો એ પણ સામેવાળા માટે કોઈ પીડા થી કમ નથી.

💞હવે આજનાં જમનામાં દુઃખ ની પીડા ની દર્દ ની એક નવી વ્યાખ્યા છે, એ પણ માત્ર એક શબ્દ માં જેનું નામ છે "ઈગનોર". આ ઈગનોર નું દુઃખ વધારે થાય છે લોકોને, કોઈ લાફો મારી દેશે ને તો પણ એટલું દુઃખ નઈ થાય, પરંતુ આ ઈગનોર નું દુઃખ થશે. કોઈ વ્યક્તિ કોઈપણ કારણ થી કોઈ ને ઈગનોર કરે છે, ત્યારે ઈગનોર થયેલા માણસ ને લાગે છે કે મારું અપમાન થયું. અને સામેવાળા ને પણ ખબર છે, તમે કોઈનું અપમાન કર્યું. કોઈ સાચા કારણવશ કોઈને ઈગનોર કરવું ખોટું નથી.પણ પોતાનાં નિહીત સ્વાર્થ ને લીધે કોઈ ને પણ ઈગનોર કરવું ખોટું છે.

💕હવે તમારે એક થી બે વાર વાત ને સચવાનો પ્રયત્ન કરવો રહ્યો. પછી પણ સામેવાળો તમારા મેસેજ કે કોલ નો જવાબ નાં આપે તો સમજી નાં આગળ વધો. એ માણસ નાં જીવન માં તમે કોઈ અસ્તિત્ત્વ નથી ધરાવતાં એ સમજીલો. બીજું કે તમારું અપમાન સામેવાળો તમને ઈગનોર કરીને નથી કરતો પરંતુ તમારૂ અપમાન તો તમે જાતે જ સામેવાળા પાસે કરવો છો, સતત એણે મેસેજ અને કોલ કરીને. તમને તમારું આત્મસન્માન નથી વહાલું તો એનો દોષ સામેવાળા ને આપી નાં શકાય. એટલે સમજો કે ક્યાં એટલું, ક્યાં છટકવું અને કશે પણ નાં લટકવું.

💞પોતાનું માન, પોતાની વેલ્યું પોતાનાં હાથમાં છે, કોઈ બીજને તમે જાતે હક અપો છો, કે એ તમને અપમાનીત કરે.સમજો કે કોઈ પણ દર્દ પોતાનાં આત્મસન્માન થી મોટું નથી. તમે પોતાની વલ્યું નહિ કરો તો, સામેવાળો વ્યકિત પણ તમારી વેલ્યુ ક્યારે પણ નહિ કરે. જો તમને તમારા માન અને અને સન્માન થી લેવા દેવા નથી તો સામેવાળા શા માટે હોય.તમે પોતાને કેટલું પોતાનાં જીવન માં વેલ્યુએબલ માનો છો, તો સામેવાળા તમારી કદર કરશે. માણસે પોતે પહેલાં પોતાનાં જાત ની ઇજ્જત કરવી રહી, તમારી વેલ્યુ તમે બનાવી અને ઘટાવી શકો છો.

💕કેમ કોઈ અસ્વીકાર કરે એટલે તરત જ તમે પોતાનાં જાત માં ખામી ગોતવા માંડો છો, કારણ કે તમે પોતાનાં જીવન માં પોતાની જાત નહિ પરંતુ સામેવાળા માણસ ને પહેલાં સ્થાન પર રાખી દીધા છે. તમારું પૂરું અસ્તિત્વ સામેવાળા નાં જીવન પર નિર્ભય થઈ ગયું છે, તમારું ખુશ રહેવું અને દુઃખી થવું એ બધું સામેવાળા નાં હાથમાં છે.જ્યારે આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ હોય છે ત્યારે, એ વ્યકિત અસ્વીકાર નો સ્વીકાર નથી કરી શકતો.

💞માનસીક રીતે એટલાં સ્ટ્રોંગ બનો કે કોઈપણ વ્યક્તિ નાં શબ્દો કે અભિપ્રાયો તમારા એ કવચ ને ભેદી નાં શકે. જ્યારે કોઈ ઈગનોર કરે ત્યારે તમે સમજી જાઓ હવે આગળ કોઈ રસ્તો નથી પરંતુ માટે વળાંક લેવાનો સમય આવી ગયો છે. અને જીવન માં અનેક વળાંક આવશે, ત્યાં રુકી જવું એ જીવન નો મર્મ નથી.

💘દર્દ જેવું કંઈ નથી, બસ આપણી ઇન્દ્રિયો આપણાં વશ માં નથી, એટલે આપણને વસ્વિક્તતા દેખાતી જ નથી, અને આપણે જોવા માંગતા પણ નથી. જેણે તમારા જોડે તમારા જોડે રહેવું છે, એ તમને ક્યારે પણ ઈગનોર કરી નાં શકે. માટે સમજી લો પોતાની જાત ને, અને એટલું યાદ રાખો કે, પ્રેમ ની ક્યારે પણ ભીખ નાં માગવી પડે. જો એ વ્યક્તિ નાં જીવન માં ખરેખર તમારૂ ખાસ અસ્તિત્ત્વ હશે તો એ વ્યકિત ક્યારે પણ જાણતાં અજાણતાં તમારા દુઃખ નું કારણ નહિ બને.