ganda no thayo vijay books and stories free download online pdf in Gujarati

ગાંડા નો થયો વિજય

એક નાનકડું અમથું ગામ હતું.અને તે ગામ માં એક નાનકડું કુટુંબ હતું.જેમાં માતા-પિતા, ભાઈ-બહેન એમ ચાર સભ્યો હતા.અને તેમાં ભાઈ નું નામ મહેશ,પિતા નું નામ રાજ,માતા નું નામ સેજલ અને તેની બહેન ગંગા હતું.અને આ કુટુંબ તે ગામ માં ખુબજ સારી રીતે જીવન ચલાવતા હતા.આ ગામ માં એક નિશાળ હતી. આ નિશાળ માં તે બંને ભાઈ-બહેન ભણવા જતા હતા સવારે ભણવા જતા અને બપોર પછી તે તેના માતા અને પિતા ની સેવા કરતા. પણ ગંગા થોડીક ભણવામાં નબળી હતી અને મહેશ ભણવામાં ખુબજ હોશિયાર હતો.એટલે માતા–પિતા ની સેવા કર્યા બાદ મહેશ તેની બહેન ગંગા ને ભણવામાં થોડીક મદદ કરતો એટલે તેને શિખવાડ તો.પણ તેની બહેન ને ભણવામાં રસજ ન હતો.એટલે મહેશ ભણવા માટે બહાર ગામ ગયો.અને ગંગા તેના માતા–પિતા ની સેવા કરવા માટે ઘરે રહી. અને તે તેના માતા–પિતા ની ખુબજ સારી રીતે સેવા કરતી હતી.અને મહેશ તેના માતા–પિતા અને ગામનું નામ રોશન કરવા માટે ખૂબજ મહેનત કરતો હતો.પણ એક દિવસ તેના ગામ માં ડાકુ ઓ આવી ગયા. અને તે આખા ગામ ને લૂંટી ને ચાલ્યા ગયા.

પણ આ ગામના લોકો તે ડાકુ ને કાઈ કઇ શકતા નથી.કારણ કે તે લોકોને બીક હતી કે જો કઈ બોલશુ તો તે આપણને મારી નાખશે તો.આ બીક ને મારે તે લોકો કઇ કરી શકતા નથી. પણ થોડાક દિવસ પછી જ્યારે તે ડાકુ પાછા ગામ ને લૂંટવા આવે છે ત્યારે મહેશ ના પિતા એટલે કે રાજ તે ડાકુ ઓ સામે બોલે છે.એટલે ડાકુઓ ને ખુબજ ગુસ્સો આવે છે અને તે રાજને સેજલને અને તેની પુત્રી ગંગાને મારી નાખે છે. આ વાતની મહેશ ને ખબર પડવા દેતા નથી.અને રાજ, સેજલ અને તેની પુત્રી ગંગાનો અગ્નિ સંસ્કાર કરી નાખે છે. થોડાક દિવસ પછી તે જ્યારે તેના ગામ પાછો આવ્યો તો તેને ખબર પડી કે તેના માતા–પિતા અને બહેન મૃત્યુ પામ્યા છે અને તેને ડાકુ એ મારી નાખ્યાં હતાં.પણ તેનાં માતા–પિતા અને બહેન નું મૃત્યુ થયું છે.તે સાભળી ને તેને ધણો આઘાત લાગે છે અને તે ગાંડો થઈ જાય છે.અને તે તેના મનમાં નક્કી કરે છે કે હું તે ડાકુ ને મારી નાખીશ.તે મહેશ ગાંડો હતો પણ તેનાં મનમાં એક જ ધ્યેય હતો કે હું મારા માતા–પિતા અને બહેન નાં મૃત્યુ નો બદલો લશ.અને તે ડાકુ ને મૃત્યુ દન્ડ આપીશ.આમ તે તેને મારવા માટે ની ત્યારી કરવા લાગે છે.તે તેના ગામ ના બધા લોકો ને ભેગા કરે છે.અને બધાને હીંમત આપે છે.કે આપણે બધા જો મળી જઇએ તો આ ડાકુ નો સર્વનાશ કરી શકીએ છીએ.પણ આ ગાંડો છે તેમ કહી કોઈ વાત માનતું નથી. અને ડાકુ ઓ બે-ત્રણ વખત પાછા ગામ ને લૂંટવા માટે આવે છે.ત્યારે બધાને ખબર પડે છે કે આ ગાંડો કહે છે તેમ કરીએ આપણે બધા તો. આ ગામ ને આ ડાકુ ના ત્રાસ થી છુટકારો આપી શકીશું અને તે બધા ગાંડો કહે તેમ કરતાં ગયા તેઓ એ લાકડી, પથ્થર ભેગા કર્યા અને એક દિવસ જ્યારે તે ડાકુ તેના સાથીઓ સાથે જ્યારે ગામમાં આવ્યો ત્યારે બધા લોકો એ મળીને લાકડી અને પથ્થર થી તેને માર્યા. અને તે ડાકુ જેણે મહેશ ના માતા–પિતા અને બહેન ને મારી નાખ્યાં હતાં તેને પકડીને ખુબજ માર્યો જે જોઈને તેના સાથી ઓ ભાગી ગયા.અને મહેશે ડાકુ ને એવી રીતે મારી નાખ્યો જેવી રીતે તેના માતા–પિતા અને બહેન ને મારી નાખ્યાં હતાં.અને ત્યાર બાદ કોઈ દિવસ તે ડાકુ ઓ તેના ગામ માં બીજી વખત આવ્યા નહિ.અને આ ગાંડા એ તે ડાકુ ના ત્રાસ થી આખા ગામ ને મુક્ત કરાવ્યું.ત્યાર બાદ તે ગામ લોકો એ તે ગાંડા નું એટલે મહેશ નું સમ્માન કર્યું અને તેણે તેના માતા–પિતા અને બહેન નાં મૃત્યુ નો બદલો પૂર્ણ કર્યો.અને ત્યાર બાદ તે તેનું જીવન શાંતિ થી ચલાવે છે.