rising noon books and stories free download online pdf in Gujarati

ઉગતી સાંજે




ફડક કેમ છે!?

પર્ણને વળી ઝાકળનો ભાર કેમ છે !?
રવિમાં જલનની આ ઝાળ કેમ છે !?

આંખોને આડી પાંપણની પાળ કેમ છે!?
સબંધોમાં લાચારીની આળ કેમ છે!?

અમથું જ વહાવી રહી છે વારિ તટીની,
જાણે કે માછલીઓનું ઉધાર કેમ છે !??

કાનન પણ કેમ સાવ નીરવ દીઠે છે,
ખગનાં કલરવ વિના સૂમસામ કેમ છે !?

તરકશમાં તીર આજે ઓછા દેખાય છે,
"બેનામ" વીરને યુદ્ધથી ઉભાર કેમ છે!?


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


અલગ છે..

માણસે માણસે અહીં તન અલગ છે,
સઘળાં સાથીઓ કેરા મન અલગ છે;

શું કરી ને એમના મન ખંખોળવા ??
દરેક જણ પાસે સમજણ અલગ છે,

અલગાવ અમારો આજે એમ જ નથી,
અહીં લોકોમાં કપટની કળ અલગ છે.

અમે બધાને જગતમાં દેવ માન્યા હતા,
જાણે દાનવો કેરા ફક્ત કુળ અલગ છે,

તમે સાથ આપ્યો તો સઘળું મેળવશું,
બેનામ આજ હાલતની વાત અલગ છે.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


કોણ માનશે??

લોકો પોતાની નિકટ રાખે છે અજીજ દોસ્ત,
એણે દુશ્મનો ને રાખ્યા છે પાસ,કોણ માનશે!?

પિતૃઆજ્ઞા પુત્રએ સદા માની છે ભરતખંડમાં,
કળિયુગમાં શ્રવણની વાત સત્ય,કોણ માનશે!?

ગોકુળનો નટખટ શ્યામ બન્યો દ્વારિકાનો રાજા,
વસે દિલમાં એના સદૈવ વૃંદ, કોણ માનશે!??

હૂંડી લખે નરસૈંયો એના ભરે અર્થ શમાળશા,
પ્રભુએ ભક્તોની બચાવી લાજ,કોણ માનશે!

જેણે રાખ્યા છળ, કપટને અભિમાન પાસ,
"બેનામ" નીકળી ગયા કૂળવંશ,કોણ માનશે!?

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

હવે યાદ નથી.

એ ઉપવન એ કિનારો એ ઘટાનો સહારો,
છોડી દીધેલ સુહાની પળો,હવે યાદ નથી;

ડાળે ખીલેલ કુસુમ, આશાનું એ કિરણ,
સુકાઈ ગયું મારા પુસ્તકમાં હવે યાદ નથી;

કરેલ અઢળક વાતો,ને દીધેલ તારી યાદો,
વહી ગયાં છે આંસુ સાથે, હવે યાદ નથી;

જાગી એ અગણિત રાતો, કરી છે વાતો,
ને ખૂટીય પડ્યા છે શબ્દો,હવે યાદ નથી;

તારી સઘળી જીદ,એમાં મારી મુકેલ ઢિલ,
ને છતાં તે તોડી છે સાંસો, હવે યાદ નથી;

તૂટેલ એ શાહીની કલમ,તને આપેલ વચન,
બેનામ ધૂમિલ થઈ છે પાંપણ,હવે યાદ નથી.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

એકરાર શું !?

વસંતમાં ફૂટી ડાળે ડાળે કૂંપળ જે વૃક્ષને,
એને વળી સુવર્ણ આભૂષણની દરકાર શું!?

પ્રેમની છોળો ઊછળે સમુંદર સમ જે હર્દયમાં,
એને વળી સરિતાઓના મિલનની સાર શું!?

મલકાયેલ હાસ્યમાં ગજબનું જોમ જો હોય,
એને સ્વયં મદ ચડે, ગળતા જામનો કરાર શું!?

છુપાવેલ લાગણીઓનાં જો અનુબંધ જડે,
ને પછી લોહીના સબંધો પણ અસરકાર શું !??

"બેનામ" જો સાર્થ હોય કલમની શ્યાહી માં,
એવા શબ્દોને વળી શણગારનો એકરાર શુ!??

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


નફરત કેમ !?

તારા જ સ્વજનોથી તને નફરત કેમ !?
ઘરથી દૂર જવાની તને હસરત કેમ !?

જિંદગી ખપાવી નાખી જે મકાન કાજે,
એ જ ઘર બનાવાથી તું ખિલાફત કેમ !?

સાચવવા મથ્યો આજીવન સબંધો તારા,
દૂર જવાની એનાથી તને જહેમત કેમ !?

તારા લોહીથી સિંચ્યા છે પાયા જેનાં,
એનાથી અળગા થવાની હરકત કેમ !?

રાતદિવસ એક કરીને વસાવ્યું જે ભવન,
"બેનામ" એને ગુમાવવાની આ કસરત કેમ!?

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


તારા ગાલ પર..

વૃંદાવનમાં ગોપીઓ રાસ રમે શ્યામ સંગ,
મારે મન કૃષ્ણ જાણે રમે તારા ગાલ પર;

અમાસની આ રાતમાં છવાયો છે અંધારપટ,
લાગ્યું મને કે એ ચાંદની ખીલી તારા ગાલ પર;

જાણું છું કે આંખોને પ્રણયનો સીધો લગાવ છે,
ને આજે તો કાજળ લાગ્યું હતું તારા ગાલ પર;

શર્વરીની નીંદમાં હુંય કંઇક બબડ્યો હતો,
એ શમણું પણ જઈને અટકયું તારા ગાલ પર;

જ્યારે જોયું હતું હળવું સ્મિત તારા વદન પર,
"બેનામ" મન મારું અટક્યું હતું તારા ગાલ પર.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐



Thank you...
....✍️ Er. Bhargav Joshi