Operation Delhi - 23 books and stories free download online pdf in Gujarati

ઓપેરેશન દિલ્હી - ૨૩

સુનીલે તેના હેડક્વાટર પર જે ફોટાઓ મોકલ્યા હતા. તેમાં રહેલ જગ્યા તેમજ એ નકશા નું તે ની ટીમ દ્વારા ડીપ એનાલીસીસ કરાયું. એ એનાલીસીસ ઉપરથી જે તારણ નીકળ્યું એ ખુબજ ભયંકર હતું. એ બધા નકશાઓ અને ફોટાઓ R.B.I. વોલ્ટના ફોટા અને નકશાઓ હતા જેમાં ભારત સરકાર ના હસ્તકનું હજારો ટન સોનું પડેલ હતું.આ સોના ને કઈ પણ નુકશાન થાય કે ચોરી થાય તો ભારત દેશ નું અર્થતંત્ર સાવ પડી ભાંગે અને દેશમાં આંતરિક ઘણી બધી અફરાતફરી થાય. તેનો લાભ ભારતના દુશ્મન દેશો ઉઠાવી ભારતમાં પગ પેસારો કરી ફરી થી ભારત ને ગુલામ બનાવી શકે.

@@@@@@@@

“ કેટલી મહેનત અને ઘણા સમય સુધી કરેલી શોધખોળને અંતે આ ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલ હતો. પરંતુ એ બે છોકરાઓ ને કારણે એમાં ઘણી બધી અડચણો આવી.” એજાજ

“જે થયું તે થયું પરંતુ હવે આગળ શું કરવું છે એ થોડું વિચારો કે પછી આ યોજના અહીજ પડતી મુકવી છે.” નાસીર
“ના, આ યોજના કોઈ પણ ભોગે હવે અટકશે નહિ, હવે આ યોજનાને કાલેજ અંજામ આપશું.” હુસેન અલી એ કહ્યું અને આગળ એજાજ ને સુચના આપતા કહ્યું “ આપણી યોજનામાં કોઇપણ પ્રકારનો ફેરફાર નહિ થાય આવતી કાલે સવારે જ આપણે યોજના મુજબ આગળ વધીશું તું અને નાસીર થોડા થોડા માણસોની ટુકડી બનાવી તેમને તૈયાર કરો વહેલી સવારેજ આપણે આ યોજનાને અંજામ આપીશું.”

આ રાત એ લોકો માટે ખુબ લાંબી થવાની હતી.ત્યાંથી પાંચ કિલોમીટર દુર એક હોટેલ માં એ લોકો ને રોકવા માટેની યોજનાઓ ઘડાઈ રહી હતી.એવાત થી અજાણ એજાજ તેમજ નાસીરે હુસેન અલીની વાતમાં હામી ભરી થોડીવાર માટે આરામ કરવા માટે ગયા.

@@@@@@@@@@

સુનીલે જણાવેલી વાત થી એ રૂમ નું વાતાવરણ થોડું ભારે થઇ ગયું હતું.રાજ અને તેના મિત્રો ને તો હવે આ બહુ ઊંડું ષડયંત્ર લાગતું હતું.એ લોકો તો અજાણતા જ માત્ર જીજ્ઞાસા ને કારણે અખા ષડયંત્ર માં સંડોવાઈ ગયા હતા. એક બંદુક ની પાછળ માત્ર જીજ્ઞાસા ખાતર ગયા હતા.ત્યાર થી અત્યાર સુધી બનેલ તમામ ઘટનાઓ યાદ કરી બધા મિત્રો એક બીજાની સામે જોઈ રહ્યા હતા. ત્યાં રાજદીપ ના અવાજ થી એ લોકો વર્તમાનમાં પરત ફર્યા.

“આ તો બહુ ભયંકર બાબત છે આપણે તાત્કાલિક પગલા લેવા પડશે.” રાજદીપ

“હું હાલ જ R.B.I. વોલ્ટ પર સુરક્ષા વધારવાનું હેડક્વાટર વ્યક્તિવું છું.” સુનીલ

“તમે એમ કરો. હું પણ મારા હેડક્વાટર આ સમગ્ર માહિતી આપી, ત્યાની સુરક્ષા વધારવાનું તેમજ આ એરિયાની ઘેરાબંધી કરાવું છું.” રાજદીપ

“પણ એ કરતા પહેલા અપને અત્યારેજ કાસીમ ના ગોડાઉન પર તપાસ કરીએ કદાચ એ લોકો હજુ સુધી ત્યાજ હોય.” રાજ

“એ લોકો નું ત્યાં હોવું લગભગ અશક્ય છે. કેમકે હોટેલ ની ઘટના પછી એ લોકો સાવચેતી થી આગળ વધતા હશે.”રાજદીપ

“એક વખત પ્રયત્ન કરવામાં કઈ ખોટું નથી.એક વખત ત્યાં જઈએ પછી કદાચ ત્યાંથી એ લોકો સુધી પહોચવાની કોઈ બીજી માહિતી પણ મળી રહે.” પાર્થ

“અત્યારે જ ત્યાં જઈએ જેથી આ ઘટનાને રોકી શકાય.” ઘણા સમથી બધાને સાંભળી રહેલ અંકિત બોલ્યો.
સુનીલ અને રાજદીપ પણ તૈયાર થયા.પાર્થે તેમજ કેયુરે રસ્તો જોયેલ હતો તેથી જંગલ માં ગોડાઉન સુધી પહોચવામાં કશી અગવડ પડે તેમ ન હતી.એ લોકો રાજદીપ ની ઓપન જીપમાં જવા માટે નીકળ્યા બધી છોકરીઓ બીજા રૂમ પર સુઈ રહી હતી.જેથી તેને જાણ કર્યા વગર જ ત્યાંથી નીકળ્યા.દિલ્હી ની બહાર નીકળ્યા ત્યાં સુધી રસ્તો વ્યવસ્થિત હતો. પરંતુ જંગલ માં પ્રવેશતાની સાથે જ અસ્ત વ્યસ્ત રસ્તો શરુ થયો જેના કારણે ગાડી ચલાવવામાં પણ થોડી તકલીફ પડતી હતી. લગભગ વીસેક મિનીટ ડ્રાઈવીંગ કર્યા બાદ રાજ્દીપે પાર્થના કહેવાથી રસ્તાની બાજુ પર જીપ ઉભી રાખી.

“અહીંથી આગળ ચાલીને જવું પડશે અને આ જીપને ઝાડીઓમાં છુપાવવી પડશે જેથી કરી કોઈની નજર ન પડે.” પાર્થ.

રાજ્દીપે જીપને ઝાડીમાં થોડે અંદર પાર્ક કરી જેથી કોઈની નજરમાં ન આવે તેણે જીપ માં રાખેલ હથિયારો પોતાની સાથે લીધા.તેમજ સુનીલ,રાજ,પાર્થ ને એક એક પિસ્તોલ આપી.કેયુર તેમજ અંકિત પાસે હુસેન અલી ના રૂમ માંથી લીધેલ એક એક પિસ્તોલ હતી. બધા મિત્રો એ કોલેજ માં N.C.C. માં બંધુક ચલાવવાની ટ્રેઈનીંગ લીધેલ હતી. જેથી એ લોકો એ ચલાવી શકતા હતા. ત્યારબાદ બધા જંગલ ની અંદર ચાલવા લાગ્યા ઉબડ ખાબડ જમીન પર ચાલવા માં પણ થોડી તકલીફ પડતી હતી.અંધારું હતું અને લાઈટ ચાલુ કરી શકાય તેમ ન હતી થોડી વાર પછી દુર થોડીક રોશની દેખાઈ તે દેખાતાજ પાર્થે કહ્યું” જો સામે જે જગ્યા એ લાઈટ દેખાય છે, એજ કાસીમ નું ગોડાઉન છે. જ્યાં રાજ તેમજ અંકિત ને કેદ કરી રાખ્યા હતા.” ત્યાંથી આગળ બધા ઝાડ ની ઓથે ઓથે આગળ વધતા હતા. રાજ્દીપે બધા ને ઉભા રહેવા માટે ઈશારો કર્યો.

“ હવે અહીતી આગળ વધવું આપણા માટે જોખમ કારક છે. કારણ કે આપણને અંદરની કોઈ માહિતી નથી.” રાજદીપ

“અહીંથી આપણે બે ટુકડી માં વહેચાઈ જઈએ. એક માં હું,રાજ અને કેયુર, તેમજ બીજા માં તું,પાર્થ અને અંકિત. આપણે બંને અલગ-અલગ દિશા માંથી જઈ સૌથી પહેલા ચેક કરીશું જો કોઈ ખતરો લાગે તો આપણે સૌથી પહેલા એક બીજાને સંપર્ક કરીશું.” સુનીલ