Bhartiy varu books and stories free download online pdf in Gujarati

ભારતીય વરુ

ભારતીય વરુ - Indian Grey wolf
ગુજરાતી માં જેને નાર ,નાવર , ભગાડ કે ભેડિયા નામે ઓળખીએ છીએ આમ તો શ્વાન કુળ નું પ્રાણી છે

આપણે સૌએ એક ફીલ્મ જોઈ હશે જેમાં એકેલા નામનું પ્રાણી હોય છે જેને ભેડિયા નામે સંબોધે છે હા એજ આપણું વરુ
એક અંગ્રેજી વાક્ય બહુ પ્રખ્યાત છે
" Lion might b the king of jungle but wolf never perform in circus - સિંહ જંગલ નો રાજા હોઇ શકે પણ વરુ ક્યારેય સર્કસ માં કામ નથી કરતા "
હા સત્ય વાક્ય કારણ કે વરુ તે ખૂબ બુધ્ધિશાળી પ્રાણી છે
અથવા ઘણા હોલિવૂડની ફિલ્મો માં ચંદ્ર બાજુ હુઉઉઉઉ.... અવાજ કરતું જોયું હશે વરુ પર ઘણી ફિલ્મો બની છે

વરુ ની ઘણી બધી જાતો છે
જેમાં ભારત માં
ભારતીય ગ્રે વૉલ્ફ અને તિબેટીઅન વૉલ્ફ જોવા મળે છે


પણ મિત્રો ખુબ દુઃખની બાબત કે આપણા વરુ હવે લુપ્ત થવા પર છે સમગ્ર ભારત માં અંદાજીત 2000,થી 2500 માંડ બચ્યા છે
ગુજરાત માં એની સંખ્યા પર મત મતાંતર છે પણ 150,200 માંડ હશે
એક સમયે સમગ્ર ગુજરાત માં જોવા મળતાં વરુ હવે માત્ર વેળાવદર અભયારણ્ય કચ્છ સૌરાષ્ટ્ર ની વીડીઓમાં બનાસકાંઠા સુરેન્દ્રનગર દાહોદ જેવા મર્યાદિત વિસ્તાર માં જ જોવા મળે છે ભારતીય વન્ય સરક્ષણ ધારો 1972 મુજબ તેનો શિડુયલ 1 માં સમાવેશ કરાયો છે
આજે થોડું જાણીએ આપણા વરુ વિશે

દેખાવે અલ્શિયન કુતરા જેવું પગ લાંબા પીળા બદામી રંગ નું શરીર પૂંછડી ફર થી ભરેલ લાંબી તેનું સરેરાશ આયુષ્ય 10,12 વર્ષનું હોય છે
વજન 15 થી 28 કિલો હોય છે
ગર્ભાવસ્થા નો સમયગાળો 2 મહિના
ખોરાક માં સસલા હરણાં અને ઘેટા બકરા એના મુખ્ય ખોરાક હરણાં નો શિકાર વધતા સંખ્યા ઓછી થતા વરુ ઘેટા બકરા ના શિકાર તરફ વળ્યા પરિણામેં પશુપાલકોના હાથે ઘણાં વરુઓનો નાશ થયો એ હકીકત છે અન્ય ઘણાં કારણો છે જંગલ નું કટિંગ વસાહતો વગેરે
ઓક્ટોમ્બર થી ડિસેમ્બર મહીનાં માં પ્રજનન કરે છે
પ્રાણીઓ માં સમાજ વ્યવસ્થા હોય ખરી એનોં જવાબ હા વરુ માં હોય

મુખ્યત્વે ટોળા માં રહે છે ને નવાઈનું કે ટોળા માં એક સરદાર હોય જેમાં એક પ્રભાવી નર અને એક માદા હોય પ્રજનન સહિતના તમામ હક એજ ભોગવે ઘાસિયા મેદાન અને ખુલા વિસ્તાર માં જોવા મળે ઉપરાંત ઝાડી જાખરા વાળા વિસ્તારો માં પણ જોવા મળે શિયાળાની ઋતુ માં બખોલ નો ઉપયોગ વધારે કરે બચ્ચાં ઉછેરવા માટે પરિવાર ની જવાબદારી અને પ્રેમ સમજવો હોય તો વરુ થી શ્રેષ્ઠ કોઈ પ્રાણી નથી
આ પ્રાણી અતિ શરમાળ અને માંસાહારી છે તેમજ નિશાચર છે સાંજ સમયે લાળી કરતું જોવા મળી જાય ક્યારેક
આમ તો તે ખેડૂતો નું મિત્ર છે તેની સુંગવાની ક્ષમતા અદ્દભૂત છે
તે લાંબા સમય સુધી શિકાર નો પીછો કરી શકે છે
તેનું જડબું તેની મુખ્ય તાકાત છે
નિલગાયો અને હરણાં ની સંખ્યા ને તે કાબુ માં રાખે છે જેથી પાક ને નુકસાન ના થાય
ઘાસિયા મેદાનો નો રાજા છે વરુ
નિવર્સનતંત્રની કડી વરુ વગર અધૂરી છે
અલગ અલગ વાર્તાઓ અને કથાઓ માં વરુ ને બઉ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે
તે બાળકો ઉપાડી જાય ,તેમજ લોહી પીવે તેમજ રૂપ બદલે તેવી ખોટી માન્યતાઓ છે
ખરેખર બહુ રૂપાળુ અને સુંદર રચના છે વરુ એ કુદરતની

અત્યારે આ અમૂલ્ય અને મૂલ્યવાન વન્યપ્રાણી વિનાશ આરે છે જેનું નુકસાન આ માનવ જાત જરૂર ભોગવશે

આ પ્રાણીના સરક્ષણ ની ખૂબ જરૂરીયાત છે
પર્યાવરણ અને વન્યજીવોનું સરક્ષણ આપણી નૈતિક જવાબદારી છે

સૌ વાંચક મિત્રો
આ પ્રાણી ક્યાંય જોવો અથવા એના વિશે કઈ માહિતી હોય તો અમારો સંપર્ક કરશો ...
9725959468