pinkhayelu parevu books and stories free download online pdf in Gujarati

પીંખાયેલું પારેવું


સમય અઠવાડિયાના કામનો ભાર પતાવી ને હાશકારો અનુભવતા ‘હાશ..હવે કાલે રવિવાર ની મજા મણીશું” એવો ભાવ અનુભવતા. પોતાની ઓફિસને તાળું મારીને બહાર નીકળે છે. ઘડિયાળમાં જુવે છે તો બરાબર રાત્રીના અગીયાર વાગ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેર ના રસ્તા ઉપર પણ માણસોની અવર જવર ધીમી થઈ ગઈ છે. સમય પર્કિંગમાંથી પોતાની ગાડી કાઢી પોતાના ઘર તરફ જવા ગાડી હંકારી મૂકે છે.
શહેરની રોશનીનો ઉજળિયાત રસ્તો વટાવીને હવે ગામડાના ઉબળ ખાબળ રોડ ઉપર સમય ની ગાડી ગગડી રહી છે. રસ્તો એકદમ સુમસામ અને ચારે કોર અંધારપટ ફેલાયેલું છે. રોડ ઉપર ઊંચા ઝાડ ની વચ્ચે માત્ર ગાડી ની લાઈટનો જ પ્રકાશ પથરાયેલો દેખાય છે . ક્યારેક શિયાળ નો અવાજ .. તો ક્યારેક કૂતરા નો.. અવાજ.. બસ આના શિવાય ચારેકોર સન્નાટો છવાયેલો દેખાય છે.
ભેંકાર અંધકાર ભરેલા સુમસામ રસ્તા ઉપર અચાનક સમય ના કાનમાં એક દર્દનાક ચીસ સંભળાય છે. “બચાવ.. બચાવ..’’. દોડતી ગાડી ને અચાનક સમય બ્રેક મારી ને ઉભી કરી દે છે. ગાડીમાંથી બહાર ઉતરી ને આમ તેમ નજર ફેરવે છે. પણ કાઈ દેખાતું નથી. સમય પાછો ગાડી માં બેસે છે અને ગાડી સ્ટાર્ટ કરે છે. ત્યાં ફરીથી બુમ સંભળાય છે. “બચાવ... બચાવ...” સમય . સમય ફરી પાછો ગાડીમાંથી બહાર નીકળે છે. પણ કાઈ દેખાયું નહિ. એટલે ગાડીમાંથી બેટરી કાઢી આજુ બાજુમાં દૂર સુધી લાઈટ મારી નજર ફેરવે છે. ત્યારે અચાનક રસ્તાની બાજુની ઝાડીમાં કોઈ હોય તેવો આભાસ થાય છે. સમય તે તરફ બેટરી મારી આગળ વધીને જુવે છે તો તેની આંખો ચકીત થઈ જાય છે.
જુવાન કાયા ધરાવતી એક છોકરી ઝાડીમાં પડી છે. શરીર ઉપરના કપડાં ચીંથરે હાલ થઈ ગયા છે. માથાના કેશ ખુલા થઈ ગયા છે. કોમળ કાયા લોહિથી ભીંજાઈ ગઇ છે. શરીરની ઉપર નખના ઉઝરડા અને આખોમાં અશ્રુ ધારા વહી રહી છે. જાણે કોઈ પારેવડું કોઈ શિકારીના હાથમાં પીંખાય ગયું હોય એવી તેની હાલત થઈ ગઈ છે. એ અર્ધમૂર્છિત નવજુવાન છોકરી કણસતા અવાજ માં “કોઈ .. મને બચાવો.. બચાવો..” નું રટણ કરી રહી છે.
આ દ્રશ્ય જોઈ સમય એક પળ માટે તો સ્તબ્ધ થઈ જાય છે. શુ કરૂ? શુ ? ના વિચારમાં પડી જાય છે. છોકરી ને એની જોડે શુ બીના બની તે પૂછે છે. પણ વહીગયેલા રક્તનએ કારણે એ છોકરીની જીભ સમયને પ્રત્યુત્તર આપવા અશક્ત થઈ ગઈ છે. છોકરીની કરપીણ હાલત તેનાથી જોઈ નથી શકાતી. એ પોતાનો કોટ કાઢીને છોકરીના અર્ધખુલા બદન ને ઢાંકે છે. અને તેને પોતાની ગાડી માં લઇ જાય છે. તેની ઉપર પાણી નાખે છે પણ તે કઈ બોલતી નથી. એટલે સમય તેને હોસ્પિટલ લઈ જવાનો વિચાર કરે છે. ગાડી પાછી વળી શહેર ની હોસ્પિટલ તરફ હંકારી મારે છે.
આજ સમય ની ગાડી નો કાટો એંશી ને પાર ગયો છે અને તેના મનના વિચારો સો ની સ્પીડે વહી રહયા છે. મનોમન વિચારે છે કે આ છોકરી જોડે શુ બન્યું હશે? લૂંટફાટ.. બળજબરી... કે પછી.... ખરેખર બળાત્કાર..? આવા અનેક વિચારોથી તેનું મગજ ભમી રહ્યું છે અને આખરે એક હોસ્પિટલમાં ગાડી લાવી ને ઉભી કરી દે છે.
લોહીથી લથબથ છોકરીને ઉંચકીને અંદર લઈ જાય છે અને ડોકટર ને બોલાવે છે. “ડોકટર... ડોકટર... કોઈ છે..? જલ્દી આવો.” એક નર્સ દોડતી આવે છે ને સમયના ખભા ઉપર લોહી ભીંજાયેલી છોકરી ને જોઈ. તે ઝડપથી ડોકટર ને બોલાવી લાવે છે. ડોકટર આવીને જુવે છે. તો છોકરી બેભાન અવસ્થામાં છે. ડોકટર તેને ઓપરેશન થિયેટર માં લઈ જાય છે. થોડી વારમાં છોકરીનું ચેકઅપ કરીને બહાર આવે છે અને સમય ને ઓફિસમાં મળવા બોલાવી તેને કહે છે “ આ એક રેપકેશ છે માટે સારવાર કરતા પહેલા પોલીસ ફરિયાદ કરવી પડશે અને તમારે તેની સાથે શુ શુ કેવી રીતે બન્યું તે લખાવવું પડશે.” એટલે સમય તરત જ ડોકટરને કહ્યું “સાહેબ, હું આ છોકરીને ઓળખતો નથી.મને તો આ રસ્તામાં આવી હાલત માં મળી એટલે હોસ્પિટલ લઈને આવ્યો. એ કોણ છે? એનું શું નામ છે ને ક્યુ ગામ છે? એની મને કાઈજ ખબર નથી. બસ માત્ર માનવતાના નાતે અહીંયા લાવ્યો છું. તમે પોલોસ ફરિયાદ કરો. હું જુબાની આપીશ પણ મહેરબાની કરીને આ છોકરી ની સારવાર ચાલુ કરો.”
પોલીસ આવે છે અને ફરિયાદ લખે છે. સમય સઘળી બીના પોલીસ ને જણાવે છે. પોલીસ સમય ની જુબાની લઈ ને જાય છે. બીજી બાજુ ડોકટર તે છોકરીની સારવાર કરી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે છે. સમયના ખભા ઉપર હાથ મૂકીને કહે છે “ ભાઈ , હવે તે છોકરીની તબિયત સારી છે. પણ તેને ભાનમાં આવતા થોડી વાર લાગશે. દોસ્ત, આજે તારા કારણે એક અબળા નારીનો જીવ બચી ગયો છે. જો તે માનવતા ના દાખવી હોત તો એક નાદાન પારેવું મુર્ઝાય ગયું હોત.” પછી ડોકટર સમયને ચા-નાસ્તો કરાવે છે અને પરસ્પર એકબીજાની ઓળખાણ આપતાં આપતાં રાત ને ટૂંકી કરે છે.
પરોઢિયાનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડે છે. હજુ સમય આઈ. સી.યુ. ની બહાર બેઠો બેઠો છોકરીના વિશે વિચાર્યા કરે છે. એવામાં પેલી છોકરી ને થોડું થોડું ભાન આવે છે ને આંખ ઉઘાડે છે. નર્સ ઝડપથી ડોકટર ને બોલાવે છે. ડોકટર તેને ચેક કરે છે. તે સ્વસ્થ જણાય છે. તેથી ડોકટર તેના નામ ઠામ ની પૂછ પરછ કરે છે. તો તે તેનું નામ સ્મિતા છે, તે અનાથ છે અને તે અહીંયા એક વૃદ્ધાશ્રમમાં રહીને વૃધો ની સેવા કરવાનું કામ કરે છે. તેમ જણાવે છે. અને ચોધાર આંસુએ રડતા રડતા તેની સાથે જે કાંઈ પણ થયું તેની વિગતે વાત કરે છે. ડોકટર તેને સાંત્વના આપતા કહે છે કે સારું છે કે પેલો ભાઈ તને સમય સર હોસ્પિટલ ના લાવ્યો હોત તો ના થવાનું થઈ જાત. અને ડોકટર સમય ને અંદર બોલાવે છે.
સમય રુમમાં આવે છે. સ્મિતા સમયની સામે હાથ જોડી આભાર માને છે. સમય સ્મિતા એકબીજાને વિગતે વાત કરે છે. સ્મિતાના વૃદ્ધાશ્રમના સંચાલક ને જાણ કરીને બોલાવવામાં આવે છે. થોડીવારમાં પોલીસ પણ આવે છે. સ્મિતાની જુબાની લઈને જાય છે. અને પેલા નરાધમોને પકડવાના ચક્રો ગતિમાન કરે છે.
થોડા દિવસોમાં સ્મિતાના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થઈ જાય છે. સ્મિતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. સમય નિયમિત વૃદ્ધાશ્રમમાં જઇ ને સ્મિતાની ખબર લે છે. ધીરેધીરે સ્મિતા શારિરીક રીતે તો તંદુરસ્ત થઈ રહી હતી પણ માનસીક રીતે હજુ પણ અસ્વસ્થ હતી. હજુ પણ તેના મગજમાં તેની જોડે જે બન્યું હતું તે ભમ્યા કરતું હતું. તેના હૃદય પટલ પર તેના ભૂતકાળના જ પડઘા પડ્યા કરતા હતા. તેથી તે અવારનવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતી હતી. આવી જાણ સમયને થઈ તે સ્મિતાને મળવા ગયો અને તેને કહ્યું “હવે તું સંપૂર્ણ સ્વાસ્થ છે અને હવે તું તારો ભૂતકાળ ભૂલી જા અને ભવિષ્ય વિશે વિચાર.” સ્મિતાએ રડતા રડતા કહ્યું “મારા ભવિષ્યમાં શુ રહ્યું છે. જે હતું તે તો પીંખાય ગયું છે. હું ક્યુ મો લઈ ને આ દુનિયા સામે જાઉં? કોણ મારી જોડે ઉભું રહેશે ? એક છોકરીના સપનામાં હોય છે કે પરણીને સાસરે જાય. પણ મારી સાથે જે બન્યું એ જાણીને મારો હાથ કોણ પકડશે.? આવા અનેક સવાલ ઉભા છે મારી સામે. આ દુનિયાને જવાબ આપવા કરતા મોતને વ્હાલું કરીને ચીરનિંદ્રા માં પોઢી જવું સારું”. સમય પાસે પણ સ્મિતાના પ્રશ્નોના જવાબ ન હતા. તેણે સ્મિતાને અશ્વાસશન આપી પોતાની ઓફીસ તરફ પ્રયાણ કર્યું.
સમય આખો દિવસ સ્મિતાના વિચારોમાં ખોવાયેલો હતો. તેના મનમાં સ્મિતાના સવાલ અને જવાબ ભમતા હતા. તેને મનોમન વિચાર પણ આવતો કે હું જ સ્મિતા સાથે લગ્ન કરી લઉં. જેથી સ્મિતાને સવાલોના જવાબ મળી જાય. દુનિયામાં માથું ઊંચું કરીને જીવી શકાય અને મને મારી એકલવાયી જિંદગીનો સથવારો મળી જાય. આવા જ વિચારોમાં દિવસ પૂરો કરી સમય ઓફિસેથી નીકળી સીધો સ્મિતાને ત્યાં ગયો. ત્યાં તેણે સ્મિતા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. સ્મિતા આ સાંભળી ખુશ થઈ ગઈ. બન્નેએ સંચાલક ને બોલાવી વાત કરી. બધાને સમય ના પ્રસ્તાવ ને આવકર્યો અને તેમને લગ્નની મંજૂરી આપી.
થોડા દિવસોમાં જ વૃદ્ધાશ્રમના સંચાલક અને બધા સભ્યોએ સ્મિતા અને સમય ના ઘડિયા લગ્ન કરવી નાખ્યા અને સદા સુખી રહોના આશીર્વાદ આપી બન્નેને વિદાય આપી. હવે બન્ને એક બીજાના થઈને પોતાનું સુખરૂપ જીવન ગુજારે છે.

● ● ●