Maa ne kagad books and stories free download online pdf in Gujarati

મા ને કાગળ(પત્ર)

માં ને કાગળ***

વ્હાલી મમ્મી,,
કેમ છે તું મજામાં તો હોઈશ ને સ્વર્ગમા, હું પણ મજામાં છું પણ તારા વગર સહેજ ઓછો કેમ ઘણો ઓછો એમ,આમ તો બચપણથી તને ક્યારેય જોઈજ નથી બસ એક આછી તુટેલી કોઈના લગ્નના ટોળામાં તું ઉભી હતી એ જ જોયું હતું માત્ર,,એ પણ કેવળ છવિ પૂરતું કે લોકો કહેતા આ તારી મમ્મી છે, બસ એ જ તસ્વીર મેં મનમાં ઘૂંટવી રાખી છે,અને હા
એ તસ્વીર પણ જેમની પાસે છે ત્યાંથી નથી લાવ્યો હું કેમ કે
એમની પણ એ છવિ પૂરતી આખરી નિશાની તારા સંબંધોની છે,
તું એમની સાથે રમી, કૂદી ,ભળી ને રહી એ એમનું સૌભાગ્ય છે
એટલે એ એમને આપી દિધી પાછી.....
હા જવા દે એ બધી વાત આગળ કહે, સૌ મળે એ કહેતા તારી મમી કામ બહું ઝાઝા કરતી કપાસ ના કાલા વીણવા જતી
મીલોમા તેલની ઘાણીએ પીલવાનું અને અધધ કામના ઢગલા કરતી,, પાડોશમા જો રોટલી વણાતી તો તું એમની રોટલીઓ બનાવી એમની રસોઈ આટોપી પછી ઘરની રસોઈ બનાવતી,,તો મમી એવાં કામ તને એ દુનિયાં મા મળી તો રહે છે ને ત્યાં કપાસના ખેતરો હશે ત્યાં તું તારા ભાઈઓ(મામા) ને કાખમાં બેસાડીને નાનાને ભાથુ દેવા જતી હોઈશ,,, ત્યાં ખેતરની સીમમાથી ઢોર માટે અઢીમણ ના ગાંસડી માથા પર રાખી હસતી રમતી ઘરે આવતી હશે,, શું એવું બધું ત્યાં હશે ને મા,,,
હા એ પણ જવાદે મમી બહું જૂની વાતો એ તો,,,,,,
લોકો કહે માં તને યાદ આવે ક્યારેય,,, હવે હું એ બધાને કેવા સ્મરણે કહું કે માં ને જોઈ હશે ઈવન એ કેટલી નાની ઉંમરમા સાવ દસ બાર મહીના અને આ યુવાની વચ્ચે ખાસ્સો સમય વિત્યો અને હું એ સમયને કેમેય યાદ પણ હોય,,,, બચપણની મોટા કાંડ વાળી વાતો યાદ રહે એ પણ ઘોડીયામા હોય એ તો બિલ્કુલ યાદ ના જ હોય,,,!
તોફાન મસ્તી ભરેલું બચપણ તારા વસવસામા ચાલ્યું ગયું કાંઈ પણ ભોગે,એ વાતોને વણવા આજે તારાથી ઘણો દૂર દૂર બેસીને પત્ર લખું છુ એ પણ આ ડીજીટલ કાગળ પર..
સાંભળ્યું તું કે હાલરડામાં એટલી તાકાત હતી કે બાળકને હેમખેમ પ્રાકૃતિક સંગીત રેલાતુ સમગ્ર બાળકના આજુબાજુના વાતાવરણમા જેના લીધે બાળક સુઈ જતું અને એમ પણ જીદ્દે ભરાયેલું હોય તો મા નો હાથ ફરે કપાળ પરથી હુંફાળો ઠેઠ માથાથી માંડીને ભરડા પર ત્યાંરે આખા શરીરની રગરગમા બધી જીદ્દોની ભરપાઈ થઈ જાય અને અદભૂત એવી શાંતીનો હાશકારો થતો ,,બસ માં આ શાંતી અને એવા વ્હાલપ અધૂરાં રહ્યાં છે મારી સાથેના. ગીતો સાંભળીને એમ થાય કે ઘડીક તો સંભારણા રોકી શકું કે મનમાને મનમા ઉલેચી પણ લેતો હોઉં પણ એ હાલરડાંનું શું એ તો સાવ અધૂરાં મારાં કાન સતત આજેય ઉંઘમા એ સંગીત વગરનો અવાજ ગોત્યાં કરે છે..
પાંચમના મેળામા પેલી ઉછળતી દડી વાળું રમકડું લેવા કોઈ બાળકને જોયું ત્યાં મને થયું મારી જીદ ક્યાં લુપ્ત થઈ ગઈ હશે તારાં વગર? સોસાયટી કે ઘરની બહાર ગામડે કોઈ બાળક રેતીમાં આતળીયા મારી ઉભે ઉભો પટકાઈને છેવટે એ માંગણી પૂરી કરી લેતો મને એમ થાય મારા આતળીયા ક્યાં ગયા હશે,ઊંઘમાં ખરાબ સપનાઓ આવે ત્યારે અચાનક ત્રાડ મારીને શોધું જ્યાં કોઈ જ નથી આજુ બાજુંમા પછી હતાશા લઈ સાચવીને સૂઈ જવું.
હા મમી હવે કદાચ જીવવા લાગ્યો છુ કેમ કે તારા ગયા પછી તો કેવળ મારામા અદ્રશ્ય સ્મૃતી જ વધી છે એ જોવી હોય છે તોય આ દુનિયાંની ઘટનાઓ સાચી ગણાવી માની લેવું પડે કે હા હવે તું દૂર છે મારાથી ,,. હા રડવાનું ને આંસુડા વહાવી નાંખવાની આદત તો હોય જ સૌ બાળકને પણ હવે આંસુઓની જગા હૃદયમા ઉતરી ગઈ છે સીધી જે કેવળ માયુસી જેમ છવાઈ રહે છે એ ઉદાસી બનીને આંસુઓને ક્યાંક ખૂણામા સંતાડી બેઠુ છે આ કોરુંકટ અધૂરાં ઓરતાનું દલડું.
જયાં પણ ગયો એક તારા નામને લીધે જ ગયો હોઈશ અને કોઈ પણ મારા હોવા પાછળ તારું જ નામ લઈ લે છે જ્યારે તારા પડછાયે પણ હું ક્યાં દૂર દૂર ક્યાંય નથી દેખાઈ રહ્યો, કેવળ અદરની પ્રતીતિ સુધી મંડરાઈ રહ્યો છું,
હા વધારે વાંચવું તને નહીં ફાવે આ પત્રમા એટલે કહીંશ કે તું મારા સ્મરણ રૂપી આ જિંદગીના હરેક ક્ષણમા દેખાય છે.મને યાદ અને અધૂરાં અરમાનો જે એક મા સાથે વિતાવી લેવા જોઈએ જીવનની એક પળમા સૌ કોઈએ એ મને નથી પ્રાપ્ત થયુ એ તું યાદ રાખજે.આમ તો ભૂખ લાગે એટલે તરત જમીં લઉ છું કેમ કે તારા હુંકાર કોઈ ખાતરી જ નથી,કપડા ને પાણી જાતેજ કાઢી લઉં છું.નાનપણમા નવ વર્ષ સુધી જે લાંબા વાળ રાખતો અને એની ગુંચ્ચો છોડતા જે વાળ ખેંચાય ને એમ મને મારા દિલમા તારા નામની ખેંચ અનુભવાય છે.હા એ વાળથી યાદ આવ્યું કે મા એ વાળમા તે ક્યારેય તેલ નથી નાંખ્યુ કે માંજી પણ નથી આપ્યાં છેવટે એ રૂપાળાં વાળોને દસમાં વર્ષે મેં વીધીસર કપાવી લીધાં તારા વગર માવજત પણ ક્યાં કરી શકું હુ નિસ્વાર્થ હૈ મા,,તારા ગયા પછી તો જિંદગી ભાવવા લાગી કેમ કે જીવવા માટે બધું ખપાવુ જરુરી છે એ માટે ભાવી જાય છે અને ત્યાં હું મારા શૈશવના લાડકોડ તારા વગર વાપરુ પણ ક્યાં તું જ કહેજે મા.
સ્કુલમા દરમહીનાને વાલીમીટીંગ હોતી તો બધાજ છોકરાઓ વાલી લઈને આવતાં ત્યાંરે મને મૈડમ આવીને પૂછતા હું ડરેલી હાલતમાં હોતો એ પણ નવા નવેલા ગલૂડીયા કેમ જોઈ રહે અજાણ્યાં માણસની આંખમા એમ જ હું મૈડમ સામે જોઈને કહી દેતો વણબોલ્યા અવાજે અને અવાજ નિકળે એ પહેલા એ મૈડમ પૂછવાનું રોકીને પોતે પાલવ તરફ પાસે લઇને મને ભાઈબંદ બનાવી ઘડીક ફોસલાવે અને આમજ મેં સાત વર્ષ દર મહીનાને અંતો ગુજાર્યા હશે,સ્કૂલ કે કોલેજ વખતે રોજ પરોઢે મને ક્યારે ઉઠાડવા નથી જ આવી મને તોય હું તુ છે ભીતરમાં એમ માનીને નિત્યક્રમે ઉઠીને કર્મ તરફ લાગી જતો લોકો કહેતાં કે તારી મા ખૂબ ઉતાવળી હતી કહેવું જ ન પડતૂ એટલા માટે કોઈને કહેડાવે એ પહેલા સફાળી જવાબદારી ઉપાડી ફરતો.
હા વધું ફરિયાદો નહીં કરું અને તને રડાવીશ પણ નહીં,હવે તું જ્યાં હોય ત્યાંથી મને બે પાંખો મોકલજે અને ક્યાંય રોકાઈ ન પડું એ માટે પ્રબળ હૈયું અને શીખવા માટેની ધગજ ત્યારબાદ ચિત્તમા સતત એકાગ્રતા અને જિગરો આપી દેજે,
તે તો જગતમાં મને એક આપ્યો તો એના સવા સો થવા જેટલી હિંમત ભરજે રોજબરોજની સંઘર્ષના આ દિવસોમા નવી ઉર્જા
પ્રગટાવજે.. અને હા અહીં બધાજ છે મારા માટે સારા મને ક્યારે
તારાં ગયાનું ઓછુ નથી આવવા દીધું તું નિશ્ચિંત રહેજે.મા ની મા એટલે નાની એ ક્યાંરે ઓછાયો નથી આવવા દીધો....
હા હું અહીં આ પત્ર પૂરો કરવાનો છું તુ આ મોતીના દાણા જેવા અક્ષરો વાંચીને ખુશ થૈશ એની ખાતરી છે અને તને ઓછું ફાવશે અચકાઈશ એટલે ધીમેથી અડધો અડધો પત્ર વાંચજે..હું તને અને તારા સંસ્મરણોને હંમેશા મારી ભીતરમાં લઈને ફરું છું.....
લિ. તારો વિજલો...

-વિજય પ્રજાપતિ