Anathashrame Maa ni chhabi books and stories free download online pdf in Gujarati

અનાથાશ્રમે મા ની છબી

"આજે પણ મારે તો વોડનના ઘાટાથી જ જાગવુ પડ્યુ..હે પ્રભુ આજ mothers day છે તો ય અેક દિવસ અમને જગાડવા માતા નઈ આવી શકે? તુ એક દિવસ મોકલને માં ને બદલામાં હું તને દર મહિને મળતી સ્વીટ આપીશ...પાક્કુ પ્રોમિશ"
એક અનાથાશ્રમના બાળકની પ્રાર્થના.

મા નુ નામ લેતા જ આંખો સમક્ષ માનુ હાલતુ-ચાલતુ ,વહાલ કરતુ,આપણ ને મનાવતુ,ભાવતુ જમાડતી, ખૂશી મા કે દુઃખમા સાથે ઊભી મા નુ ચીત્ર ખડુ થઈ જાય છે, પણ વિચારો અનાથાશ્રમના એ બાળકો જે મા વિહોળા છે એમનુ શુ થતું હશે ! મા શબ્દ એ એક કરુણા એમની આંખોમા , દદૅ તેમના હદયે ને ફરીયાદ તેમની આંખો માં ડોકાતી ના હોય!

કેવુ લાગતુ હશે એમને ...જયારે સવારે જગાડવા મા નય હોય...હા, આજકલ આપનને સવારનો એ અવાજ ક્રકશ લાગે છે,મીઠી નીંદ માં ખલેલ કરતો,પણ કયારે વિચારયુ છે આ અવાજ ના હોય તો..!અનાથ બાળકો તો કાયમ આ અવાજ ને તરસતા જ હશે ને..! ભાવતા ભોજન સાથે સવાર-સાજ વધુ જમવાનો આગ્રહ કરતી મા વગર જ એમને તો જમવાનુ હોય છે, મળેલુ
ભોજન ભાવે છે કે નહી.... અને ના ખાવાની જીદ સામે નવુ બનાવી આપતી મા એમની પાસે કયારેય હાજર નથી હોતી...કયારેક એમને પણ મન થતુ હશે ને બાળહટે ચઠવાનુ... પણ મનાવવા આવે વહાલથી એ મા હાજર નથી હોતી..શીષ્ટભર મેળા ને બજારમા ફરતી વખતે રમકડા માટે જીદે ચડેલા બાળક ને પ્રેમથી સમજાવી પટાવી ધરે લઈ જતી મા જોઈ આ બાળકોને શુ થતુ હશે ! બની શકે મા વીના જલ્દી સમજદાર બની જતા હશે પરતુ કયારેક તો લાગણી એમના પર હાવી થતી હશે ત્યારે મા ના પાલવ વગર આંસુ ને વહાવવુ એ કેટલુ મુશ્કેલ લાગતુ હશે એમને..,મેલા કપડા ધોય ઈસ્ત્રી કરી આપતી મા વગર ના સ્વચ્છ કપડામા એમને હુફની કમી નય લાગતી હોય...મા આજ આ કપડા નય પહેરુ ની જીદ વગર ચુપચાપ કબાટ માથી કપડા લઈ પહેરતા ... હૃદયમાં ફરીયાદના સૂર નહી ઊભરાતા હોય..જ્યારે કપડા ફાટતા હશે જાતે જ સોયદોરો પકડી એ બાળકો મૂંઝાતા નય હશે..! પડવા વાગવા પર જાતે મલમ લગાવતા હૃદયે મા ની છબી કેવી ઉપસી આવતી હશે..અનાયસે ત્યારે ઈશ્વર સમક્ષ ફરીયાદ એ થઇ જ જતી હશે ને !
શુ કરવુ શુ નહી....કોન સારૂ કોન નહી...જેવી સમજણ મા વગર જાતે કેળવતા આ બાળકો મુજાતા નય હશે..
કોઈ mothers day એમની આ માતા ની તરસ ને છીપાવી શકે..! ઈશ્વરની છબી તેમની માતા ની ખોટને પૂરી શકે.! ક્યાં ભોજન માતા ના હાથ નો હેત આપી શકે..! કોઈ મધુર અવાજ મા ના પૂકાર ની જગ્યા લઈ શકે..! મગજ ની કઈ સમજણ હૃદયમાં મા વિશે ના વલોપાત ને રોકી શકે...! કયો મલમ મા વિના ના બાળપણ નો ધાવ પુરી શકે..! કયુ પુસ્તક ભણવામા આવતી મા ની મમતા નો અનુભવ આપી શકે ! પોતાના અસ્તિતવ ના મુજવતા પ્રશ્નો ને ..કેમ અનાથ? એનો જવાબ કઈ આસ્થા આપી શકે !

મા ની આવી જ કમી સાથે સમાધાન કરી આ બાળકો કદાચ શિક્ષણ ના કઠીન પગથિયા ચઢી આર્થિક પાસુ મજબુત કરી એ લેય છે....પરતુ સામાજીક જીવન ગોઢવવા મા લાબો સંઘર્ષ કરવો પડે..જે મા ની કમી ને વધુ ઉજાગર કરે, મમતા ની જરૂરીયાતને વધુ સજીવન કરે...પણ મજબુરી ફરી બાળપણ ની જેમ તેમને મા ની મમત ભૂલી જીવન આગણ વધારતા શીખવે છે ને જીવન એમનુ મા ની કમી સહ વહયુ જાય છે..

આવા કેટલા એ બાળકો છે જે મા વીના જીવવા મજબુર છે..ઈશ્વર જેમની મા છીનવી લેય એમના માટે તો આપણે કય કરી નય શકતા પરતુ સમાજની રૂઢી,જડતા,ગરીબી જે બાળકોની મા છીનવે છે એમને માની મમતા ને પરીવાર મળી રહે તેવા પ્રયાસ તો ચોક્કસ કરી શકયે ને !