sapna ni sharuaat books and stories free download online pdf in Gujarati

સપનાં ની શરૂઆત

આપણે જન્મ લીધો ત્યાં થી જીવન ની શરૂઆત થાય છે, આપણો જન્મ દુનિયા માં કંઈક કરવા માટે થતો હોય છે આપણા જન્મ સમયે આપણે જાતે જ આપણો પરિવાર નક્કી કરીએ છીએ. આપણા જન્મ સમયે ભગવાન દરેક માણસ માં કંઈક ને કંઈક ખાસિયત આપે છે બસ આપણે શુ પસંદ છે તેની મંજીલ સુધી પહોંચવાનું હોય છે.

જયારે આપણો જન્મ થાય છે ત્યાર થી આપણો પરિવાર આપણા સપના જોવાનું ચાલુ કરી દે છે સપના જોવા તો સહેલા છે પણ પુરા કરવા સપના ની મંજીલ સુધી પહોંચવું બહુ જ મુશ્કેલ હોય છે, આ દુનિયામાં દરેક માણસને પોતાનું નામ રોશન કરવું હોય છે. આપણે રોજ કંઈક નવા સપનાં જોઈએ છીએ અને સપનાં પુરા કરવા માટે લાગી જઈએ છીએ.

હું આજે મારાં વિશે જ કહું મારાં પણ બહુ જ બંધ સપનાં છે સપનાં ની મંજીલ સુધી પહોંચવું છે મારાં સપનાં એટલા બધા છે ક્યારેક તો એજ નથી સમજાતું કે શરૂઆત ક્યાંથી કરું. પહેલા મારે મારાં મમ્મી - પપ્પા નું અને પરિવાર નું નામ રોશન કરવું છે મારાં મમ્મી - પપ્પા જે ખુશી મને આપી એ જ એમને આપવી છે, બીજું સપનું છે કે મારે આધ્યાત્મિક, પ્રેરણાદાયક, લઘુકથા સારા એવા પુસ્તકો વાંચવા છે ને એક સરસ મજા ની નવલકથા લખવી છે જે વાંચીને ને દરેક માણસ જીવન માં કંઈક શીખી શકે મને લવસ્ટોરી પસંદ નથી એટલે હું એ વાંચતી પણ નથી અને લખતી પણ નથી, તમે બધા વિચરતા હસો આ કેવી છોકરી છે જેને લવસ્ટોરી નથી પસંદ પણ શુ કરું બધા જ કરતા ઊંધા વિચારો અને સપનાં છે.

મારે ગરીબ લોકો ની મદદ કરી ને તેમના આશીર્વાદ અને દુઆ લેવી છે આ દુનિયામાં આશીર્વાદ અને દુઆ થી મોટી કઈ જ વસ્તુ નથી દુઆ અને આશીર્વાદ માં બહુ તાકાત હોય છે બસ મારે એ તાકાત જોવે છે. ત્યાર બાદ મારે આ દુનિયા જોવા માટે બુલેટ લઇ ને નીકળવું છે ને આ દુનિયા ની મજા આ દુનિયાનું કુદરતી સ્વરૂપ જોવું છે કેવી મજા આવે આ દુનિયા જોવા જવાનું.

મને પુસ્તકો લખવાં, ફોટોગ્રાફી કરવી બહુ જ પસંદ છે આ બે વસ્તુ કેવી મજાની છે એક માં આપણા વિચારો લખવાં ના અને બીજા માં આ દુનિયા નું કુદરતી સ્વરૂપ ના ફોટા પાડવા, પશુ - પક્ષી ના ફોટા પાડવા આથમતા સુરજ ના ફોટા પાડવા બહુ જ મજા આવે. આ દુનિયા માં જોવા માટે સમજવા માટે દરેક મિનિટ નવું શીખવા મળે છે બસ મારે ભણતર કરતા ગણતર વધુ શીખવું છે.

મારે એ જાણવું છે કે મારાં મમ્મી - પપ્પા ના શુ સપનાં છે તેમના સપનાં જાણવા છે આપણા મમ્મી પપ્પા આપણા માટે કેટલું બધું કરે છે તો પણ આપણે એમના સપનાં વિશે જાણી નથી શકતા, નાના હતા ત્યાં સુધી મમ્મી-પપ્પા ને ભેટી શકતા હવે મોટા થયાં તો મમ્મી-પપ્પા થી પ્રેમ પણ કરીયે ગુસ્સો પણ કરીયે પણ ક્યારે એમને બાથ નહિ ભરી શકતા મારે મમ્મી - પપ્પા ના સપનાં જાણવા છે હું એમના સપનાં વિશે પૂછું તો એ એમજ કહે કે તમારી ખુશી માં જ અમારી ખુશી છે આવું કહી દે, તો પણ આપણે કેવા બુદ્ધિ વિના ના માણસ છીએ આપણે ક્યારેક તો એમના પર ગુસ્સે થઇ જઈએ ક્યારેક તો એમ પણ કહી દઈએ તમને તો કંઈજ સમજણ નહિ પડતી એમને આપણે જન્મ આપ્યો આપણી ઈચ્છાઓ પુરી કરે એમના થી થાય એટલું બધુજ કરે છે તો પણ આપણે કેમ કદર નહિ હોતી કેવા માણસ છીએ આ દુનિયામાં 99% લોકો એક વાર તો મમ્મી - પપ્પા પર ગુસ્સો કર્યો જ હશે. મમ્મી પપ્પા ને એક -એક કલાકે માફી માંગીયે તો પણ ઓછી પડી જાશે, મારે તો મારાં મમ્મી -પપ્પા ના ખોળા માં પાછું સૂવું છે એમના હાથે થી જમવું છે ક્યારે આવું ફરીથી થશે કેવા મજાના દિવસો હતા પણ હવે તે મજાના દિવસો બસ સપનું બની ને રહી ગયા છે.