Bhedbhav books and stories free download online pdf in Gujarati

ભેદભાવ

આ દુનિયામાં હવે જ્યાં પણ જોવો ત્યાં હવે ભેદભાવ સિવાય કઈ જોવા જ નથી મળતું, હવે તો માણસ અને ભગવાન બધા એ ભેદભાવ કર્યો છે તમને બધાને લાગતું હશે આ ભગવાન ને કેમ આવું બોલે પણ જરાં વિચારો આ દુનિયા નું સર્જન ભગવાનજી એ કર્યું ત્યારે બધાને ને જુદું જુદું આપ્યું કોઈ ને પૈસા આપ્યા કોઈ ને રૂપ આપ્યું કોઈ ને સારી એવી વિચાર શક્તિ આપી કોઈ ની લાઈફ માં સારા માણસો આપ્યા જયારે ભગવાનજી એ કોઈ ની જોડે ભેદભાવ રાખ્યો તેમને પૈસા ના આપ્યા ગરીબ બનાવ્યા કોઈ ની પાસે થી હાથ તો કોઈ ની પાસે પગ ના આપ્યા કોઈ ને આંખ ના આપી કોઈ ને મગજ ના આપ્યું કોઈકે ને રૂપ ના આપ્યું બધાને ને જુદું જુદું કેમ આપ્યું હા મને ખબર છે આપણા કરેલા કર્મ ના આધારે જ આપણા ને જીવન માં સુખ દુઃખ મળે છે પણ ભગવાન ની નજર માં આપણે એવા તો કેવા પાપ કર્યા જે પાપ નો અંત જ નથી આવતો.

ભેદભાવ ભાવ ની શરૂઆત ભગવાન ને કરી ને હજી સુધી ચાલે છે આ દુનિયા ના માણસો પણ રૂપ - રંગ, ગરીબ - અમીર, જાતિ - ધર્મ, વગેરે માં ભેદભાવ ભાવ રાખે છે આપણે બધા ભેદભાવ રાખીયે છીએ. ભગવાન થી ભેદભાવ ની શરૂઆત થઇ તો આ માણસો તો કરવા ના જ છે ને ભેદભાવ એમાં કઈ વિચારવાની જરૂર નહિ.

અમદાવાદ થી નજીક ના એક ગામડામાં માં એક મિડલ ક્લાસ પરિવાર રહેતો હતો તે મેહનત મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા, મેહનત કરી ને છોકરા ને ભણાવ્યો હવે છોકરો તેના પિતા ની મદદ કરવા માટે અમદાવાદ ના આજુ બાજુ ના વિસ્તાર માં નોકરી શોધી રહ્યો હતો કોઈને જગ્યા એ ટાઈમે લિમિટ આપતાં કોઈને જગ્યા એ તેને નોકરી માટે ના પાડવા માં આવતી તેને બહુ મહિનાઓ સુધી પુરે પુરા પ્રયત્ન કર્યા પણ તેને કોઈ પણ જગ્યા એ નોકરી ના મળી ને એમના પરિવાર ઉપર થોડું દેવું પણ હતું તેના પિતા પોતાના વ્યવહાર પણ સવાર ના 6 વગેરે જતા ને રાતના 9 વાગે ઘરે આવતા તે છોકરા ને તેના પિતા ની મદદ કરવી હતી પણ તેને ક્યાય નોકરી મળી નહિ ક્યાંક મળતી પણ ઓછા પગાર અને આવા જવાનો ખર્ચ એમાં કઈ વધતું નહિ.

તે ભગવાને કહેતો તને પણ અમારી ઉપર દયા નહિ આવતી તો પછી આ દુનિયા ના માણસો ને ક્યાંથી અમારી ઉપર દયા આવે ભગવાન તું પણ મદદ નથી કરતો તો પછી આ દુનિયાના માણસો ક્યાં થી મદદ કરે આ દુનિયામાં જેની પાસે પૈસા છે એનો માણસો અને ભગવાન સાથ આપે ગરીબ અને મિડલ ક્લાસ નું કોઈ સાથ ના આપે.

આ દુનિયામાં માં મેં તારી પાસે એક સારી નોકરી જ માંગી હતી ભગવાન એ પણ તું નહિ આપે મને એ નથી સમજાતું કે અમારા પાપ ની સજા તું પુરા પરિવાર ને કેમ આપે છે મેં કઈ પાપ કર્યા હશે એટલે નોકરી નહિ મળતી પણ એની સજા મારાં પરિવાર ને કેમ આપે?

એ તો સાચી જ વાત કહી કે આપણે કોઈ પાપ કે ભૂલ કરી હોય એની સજા આપણા પરિવાર ને પણ કેમ ભોગવી પડે. પણ આ દુનિયામાં માં ગરીબ અને મિડલ ક્લાસ ની લાઈફ બહુ જ ખરાબ હોય છે ક્યારેક તો એમનો દર્દ સાંભળી ને આપણે પણ વિચાર માં પડી જઇયે કે ભગવાન કઈ વાત નો બદલો આવી રીતે માણસો પાસે થી લે છે એવી તો શુ એમની ભૂલ કે પાપ છે કે ભગવાન આવી સજા આપે છે.